ધ એક્સિડન્ટ - 26 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - 26

ઇન્સ્પેક્ટર:- ધ્રુવ હવે જે કરવા જઈ રહ્યા છીએ એ થોડું રિસ્કી અને પાગલપન જેવું કામ છે પણ કરવું એટલું જ જરૂરી.....તું તૈયાર છે?


ધ્રુવ:- સર.... સચ્ચાઈ સામે લાવવા માટે કઈ પણ કરી શકું છું.

ઇન્સપેક્ટર:- તારા થી મને આજ આશા હતી.

ધ્રુવ:- yes sir...

ઇન્સપેક્ટર:- ધ્રુવ કાલે હું તમને બધી વસ્તુ સમજાવી દઈશ.......

ધ્રુવ:- સર ok... તમે કહેશો એ હું કરીશ બસ ગુનેગાર ને સજા આપવામાં કસર ના રાખતા


ઇન્સપેક્ટર:- ધ્રુવ ભરોસો રાખ, ન્યાય મોડા મળશે પણ જરૂર મળશે.

પ્રીશા:- અમને તમારા પર ભરોસો છે સર....

ઇન્સપેક્ટર:- હા મિસિસ પ્રીશા .... thanks...

ધ્રુવ:- સર હાલ અમે ઘરે જઈએ...!?

ઇન્સપેક્ટર:- હા ધ્રુવ જઈ શકો છો.


(ધ્રુવ - પ્રીશા બધાં ઘરે જાય છે....ઘર નો માહોલ રોજ જેવો જ છે બસ આજે એમના દિલ માં ન્યાય મળવા ની ખુશી અને કાવતરા માં ભાગ લઈને કાઈ ખોટું ના થાય એની બીક ઘર કરી ને બેઠી છે. એક બીજા સામે હસતું મોઢું રાખીને ફરે છે પણ દિલ માં ગમ અને ખુશી ને શબ્દો માં કહી શકાય એમ નથી.....))

ધ્રુવ:- પ્રીશા.....

પ્રીશા:- હા બોલ ધ્રુવ.....

ધ્રુવ:- આવ બેસ મારા જોડે સોફા માં.

પ્રીશા:- અરે શું થયું!!!!!

ધ્રુવ:- આવ ને યાર બેસ સાથે....

(( પ્રીશા ધ્રુવ ની બાજુમાં બેસે છે ધ્રુવ એનો હાથ પ્રીશા ના ખભા પર મૂકે છે))

પ્રીશા :- બોલ ચલ શું થયું...!!

ધ્રુવ:- મને કાઈ થયું તો....!! !!

(( પ્રીશા ધ્રુવ ના મોઢા પર હાથ રાખે છે અને ગળે લાગીને રડે છે))

પ્રીશા:- ચૂપ ... બિલકુલ ચૂપ..

ધ્રુવ:- અરે બસ આ તો just કહ્યું યાર.... કાઈ ના થાય શુ થાય મને....

પ્રીશા:- ધ્રુવ હવે બોલ્યો તો વાત તો દૂર સામે પણ નઈ જોઉં....

ધ્રુવ:- પાગલ બસ બસ આટલો બધો ગુસ્સો.... થોડોક બચાવીને રાખ આગળ પણ જગડવાનું છે આપડે હો...

પ્રીશા:- હા ડાયા... ચલ હવે સુઈ જઈએ કાલે જવાનું છે સવારે...

ધ્રુવ:- તું સુઈ જા હું લેપટોપ ચેક કરું છું બહુ time થયો જોયું નથી....

પ્રીશા:-ok પણ સુઈ જજે જલ્દી...

ધ્રુવ:- હા બાબા ચાલ જા.... હવે તું અને રૂમ માં જા હું અહીંયા બેઠો સોફા માં લઈટ ચાલુ હશે તને ઊંઘ નહિ આવે..

પ્રીશા:- ઊંઘ તો તારા વગર નહિ આવે.. ( ધ્રુવ નો હાથ પકડે છે)

ધ્રુવ :- બસ હો romantic ના બન.. હાહાહાહાહા 🤣🤣😂😂

પ્રીશા:- ( હસવા લાગે છે) તારા જોડે કોણ romance કરે ! ચહેરો જોયો છે ?

ધ્રુવ:- હા કૉલેજ માં હતો ત્યારે 26 છોકરીઓ એ proposal આપેલું.

પ્રીશા:- હા.... મારા જેવી ના હોય.

ધ્રુવ :- એ જ ને... મમ્મી પેલા થી કહેતી હતી ધ્રુવ ની પસંદગી ખરાબ છે... જોવો મને છેલ્લે તું જ ભટકાઈ.....


પ્રીશા:- (( ગુસ્સા માં બાજુમાં પડેલું ઓશીકું ધ્રુવ ને મારી ને જાય છે)) by Good night...

ધ્રુવ:- અરે ખોટું લાગ્યું અને તો..... ઓયય Love you યાર...

પ્રીશા:- Hate you so much.....

ધ્રુવ:- Hate કરે કે Love કરે મારી જ છે તું સુઈજા જા
..





(( પ્રીશા રૂમમાં જાય છે. ધ્રુવ લેપટોપ ચાલુ કરે છે.... રોજ ના જેમ બધું જોતો હોય છે ત્યાં અચાનક mail box માં mail આવે છે.... ધ્રુવ એને વાંચે છે.... એના ચહેરા પર પરસેવો આવે છે... થોડી વાર માટે વિચાર માં પડે છે..... આખરે લેપટોપ બંધ કરી ત્યાં જ સુઈ જાય છે.....
સવાર પડે છે સવારે વહેલાં ઉઠીને ધ્રુવ ઓફિસ પહોંચે છે.....
ત્યાં જઈને મેનેજર ને બધી ન્યૂઝ ચેનલ ના રેપોર્ટર્સ ને બોલવા માટે કહે છે))



મેનેજર:- સર શું થયું....!!?

ધ્રુવ:- અત્યારે જવાબ આપવાનો મારા પાસે સમય નથી.... પણ મેં કહ્યું એ કરો જલ્દી.



મેનેજર:- ok સર 10 મિનિટ માં એ લોકો આવી જશે....

ધ્રુવ:- એમની કૉંફેરેન્સ મારી ઓફિસ માં રાખો હું ત્યાં જાઉં છું...

મેનેજર:- ok સર....

ધ્રુવ:- જલ્દી time નથી મારા જોડે...


15 મિનિટ પછી બધા રેપો્ટર આવી પહોંચે છે.....

[ધ્રુવ, મેનેજર અને રિપોટર્સ એની ઓફીસ માં પ્રેસ કૉંફેરેન્સ રાખી છે ત્યાં બીજી બાજુ પ્રીશા ઉઠી છે અને ધ્રુવ ને શોધે છે.... ધ્રુવ ઘરે નથી અને કોલ નથી ઉપડતો એટલે તૈયાર થઈને ઓફિસે માટે નીકળે છે.....]

ધ્રુવ:- hello .... બધાં રીપોટર્સ ને good morning.... અહીંયા બધા ને સવારે બોલવા પડ્યાં એ માટે sorry પણ ન્યૂઝ એવા છે જે આજ ની હેડ લાઈન બની શકે છે..

એક રિપોટર :- એવું તો શું ન્યૂઝ છે મિસ્ટર. ધ્રુવ ......

ધ્રુવ:- ન્યૂઝ એવા છે કે..... હું મારી કંપની વેચી રહ્યો છું....

(( આખા રૂમ માં સન્નાટો ફેલાય છે જાણે ટાંકણી પડશે અને રૂમ માં અવાજ સંભળાશે.)) હા તમે સાચું સાંભળ્યું હું કંપની વેચી રહ્યો છું.....
રિપોટર :- ધ્રુવ એવું તો શું કારણ છે કે તમે અમદાવાદ ની સૌથી મોટી કંપની વેચવાનો નિર્ણય લીધો...!

ધ્રુવ:- મારી life માં મેં બધું વસ્તુ મેળવી લીધું છે..... મારી life માં મમ્મી-પપ્પા ... સારી એક wife.... અને મારા સપના ની ગાડીઓ અને મકાન મળી ગયાં છે. હવે મારે કંઈજ નથી જોઈતું ખાસ કરીને ત્યારે જ્યારે મારી જિંદગી દાવ પર લાગી ગઈ હોય....

રિપો્ટર:- હું મારી કંપની ને ખરીદવા માટે ની price બજાર માં મુકું છું જે છે 250 કરોડ... જે પણ એને ખરીદશે એને તૈયાર કંપની.... Experience વાળા મેનેજર અને મારો સ્ટાફ મળી જશે... ટોપ ની કંપની પહેલાં થી જ મળી જશે.....

મેનજર:- (ધ્રુવ ની આંખ માં જોઈને)
સર તમે શું બોલી રહ્યા છો તમારા વગર આ બધું કોણ સંભળશે !!

ધ્રુવ:- નહિ ... મિસ્ટર.... મારા કરતાં પણ સારા બૉસ મળશે તમને .... અને આ બધું મારા એકલા થી નથી થયું બધાં ની મહેનત છે . So ... Don't worry...


(( પ્રીશા રૂમ માં આવે છે, એ વાત થી બિલકુલ અજાણ છે તે મેનેજર પાસે જઈને ઉભી રહે છે.... મેનેજર એને બધું કાન માં કહે છે ધ્રુવ ના નિર્ણય વિશે...... પ્રીશા ના દિલ ને મોટો ઝાટકો વાગે છે.... એની આંખ માં થી પાણી આવે છે.... એ કઈ બોલે એ પહેલાં......)

ધ્રુવ:- ok તમે લોકો આ ન્યૂઝ ને આખા ગુજરાત માં ફેલાવી દો.... આશા રાખીએ આને ખરીદવા વાળું કોઈ મળી જશે.....


((બધા રેપોર્ટર્સ રૂમ ની બહાર જાય છે પ્રીશા અને ધ્રુવ જ રૂમ માં છે..))

પ્રીશા:- ધ્રુવ મને તે પૂછ્યું કેમ નઈ!!

ધ્રુવ:- બધી વસ્તુ માં પૂછવું એ જરૂરી નથી..

પ્રીશા:- પણ આ કંપની તારું સપનું છે.....


ધ્રુવ:- family માટે મારા 100 સપના કુરબાન...

પ્રીશા:- તું ઠીક છે ને.... તારી તબિયત...!!??

ધ્રુવ:- હા હું જે બોલું છું હોશ માં જ બોલું છું...

પ્રીશા:- ધ્રુવ.

ધ્રુવ :- પ્રીશા હાલ busy છું મોડા વાત (ત્યાં થી જાય છે)



(( ન્યૂઝ ચેનલ માં હેડ લાઈન આવી જાય છે.... ધ્રુવ એની કંપની વેચી રહ્યો છે.... અને આ ન્યૂઝ જોઈને........ ______sunrise_company નો માલિક આ જોઈને ખુશ થાય છે...))

એ એની કંપની ના માણસ ને કહે છે... ગમે તે થાય... ધ્રુવ ની કંપની મારે જોઈએ છે... એ મન માં વિચારે છે.... આજ વસ્તુ એણે accident પહેલાં કર્યું હોત તો વાત આટલી લાંબી ના થાત.. ચાલો કાઈ નઈ.... બૌજ જલ્દી એની કંપની મારી હશે અને હું આખા ગુજરાત માં રાજ કરીશ..... એની કંપની અને મારી કંપની ભેગી કરી ને હું મોટો bussiness કરીશ હાહાહાહા.....))

ત્યાં જ એનો માણસ બોલે છે.:- સર એક બીજી ન્યૂઝ આવી....

Sunrise_company નો મલિક:- શું.....!?

માણસ:- ધ્રુવ એની કંપની ને પવન ઇન્ડસ્ટ્રીઝ ને વેચી રહ્યો છે.... અને જો હવે એવું થયું તો સર આપડી કંપની ને કોઈ નહિ બચાવી શકે...... કારણ કે પવન ઇન્ડસ્ટ્રીઝ ના મલિક સાથે અપડી કંપની પહેલાં થી જ માર્કેટિંગ રેસ માં પાછળ છે..
મલિક:- કાઈ પણ કરો મારે ધ્રુવ ની કંપની જોઈએ છે....(ગુસ્સા માં)

માણસ:- સર હવે બીજો રસ્તો જ નથી.....
મલિક:- હવે વાત આપણાં અસ્તિત્વ પર પહોંચી છે.... ગમે તે થાય મારે આ ડીલ રોકવી જ પડશે....... હવે કાંતો ધ્રુવ નહિ કાતો હું નહિ......

માણસ:- સર પહેલાં પણ એને હટાવાનો પ્રયાસ આપડે કર્યો પણ એના બદલે એનો પાર્ટનર શિકાર બન્યો આપડો...

મલિક:- આ વખતે મારો નિશાન એકદમ સાચું હશે.... બસ હવે મારે ધ્રુવ ની કંપની જોઈએ..... એક વાર ધ્રુવ રસ્તા માં થી હટી જશે પછી એ કંપની મારી થતાં કોઈ નહિ બચાવી શકે.... હાહાહાહા

(( આ બાજુ ધ્રુવ ને મારવાનું કાવતરું થાય છે અને બીજી બાજુ પ્રીશા માહિર ને મળવા જાય છે...))

પ્રીશા:- માહિર..... ધ્રુવ કંપની વેચી રહ્યો છે.....

માહિર:- હું હાલ કાઈ ના કરી શકું.... પ્રીશા.... એ મારું માનશે પણ નઈ અને મારી હાલત એવી નથી કે હું હાલ એને ત્યાં જઈને રોકી શકું...

પ્રીશા:- હવે શું થશે માહિર.....!?

માહિર:- હા પણ એક વસ્તુ છે કે ધ્રુવ કરે છે તો કંઈક reason હશે ..... તો tention ના લે...


(( અહીંયા પ્રીશા માહિર ને મળે છે અને બીજી બાજુ ધ્રુવ પવન ઇન્ડસ્ટ્રી ના મલિક ને મળીને કૉંફેરેન્સ કરે છે))

ધ્રુવ:- અહીંયા ફરીથી આવવા માટે બધાં રેપોર્ટર્સ ને thanks... જેવું મેં તમને કહ્યું તું.... કંપની 250 કરોડ માં વેચવાની હતી અને મેં એને ખરીદવા માટે ખુલ્લી પણ મૂકી હતી.... પણ આ ઓફર મુક્યા ના 10 મિનિટ માં જ મને પવન ઇન્ડસ્ટ્રી ના મલિક મિસ્ટર પ્રકાશ નો કોલ આવ્યો અને એમણે ડીલ નક્કી કરી... તો હવે તમને એ વાત કહેતાં મને ખુશી થાય છે કે આ કંપની મેં પવન ઇન્ડસ્ટ્રી ને વેચવાનો નિર્ણય લીધો છે...

(આ વાત સાંભળી ને મેનેજર પ્રીશા ને કોલ કરીને બધું કહે છે... પ્રીશા માહિર ના સામે જોઇને રડવા લાગે છે... માહિર તેને શાંત પાડે છે))
કંપની વેચવા અને ખરીદવાની બધી પ્રોસેસ કાલે થશે એ પણ મોટો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે... તમને બધાને invite કરેલાં છે હવે આગળ નું મિસ્ટર પ્રકાશ કહેશે....

મિસ્ટ પ્રકાશ:- Hello... મિસ્ટર ધ્રુવ ની કંપની પહેલાં થી જ ટોપ ઉપર છે અને આ કંપની ને આગળ લાવવા માટે એમણે બહુ જ મહેનત કરી છે. અને આ કંપની ને અમારી કંપની સાથે ભેગી કરીને અમે business ને અલગ જ level એ પકહોચાડશું.... આ વાત હાલ live TV માં દેખાય રહી એટલે હું કહેવા માંગીશ કે. ..... ધ્રુવ અને મેં નિર્ણય લીધો છે કે કાલે Hotel hometown માં 3 વાગે પ્રોગ્રામ રાખવામાં આવશે..... એમના સામે અમે કંપની ની વેચાણ અને ખરીદવાની કામગીરી આગળ વધારશું. આભાર.......



( દિવસ ના અંતે ધ્રુવ ઘરે પહોંચે છે ને આયરા , પ્રીશા અને ધ્રુવ ના મમ્મી-પપ્પા સોફા પર બેઠાં છે બધાં ના મોઢા પર ઉદાસી છે. )

ગિરીશ ભાઈ:- ધ્રુવ બેટા આ શું છે?

ધ્રુવ:- શું?

ભાવના બેન:- બેટા તારી આટલા વર્ષો ની મહેનત કાલે તું વેચી નાખીશ...!!

ધ્રુવ:- અરે મમ્મી એવી બીજી બનાવી લઈશ અને આમ બી તમને લોકો ને time નતો આપી શકતો ... હવે નવરો જ હશું ને તો હવે તમને time પણ આપીશ..

પ્રીશા:- મમ્મી પપ્પા આ ધ્રુવ તમને બીજી વાતો માં ફસાવે છે... ધ્રુવ બોલ શું થયું...

ધ્રુવ:- કાઈ નઈ સવારે ખાધું નઈ ભૂખ લાગી છે જલ્દી ખવડાય યાર.

પ્રીશા:- ધ્રુવ કેમ એવું કર્યું તે....

ધ્રુવ:- પ્રીશા પહેલાં પણ કહ્યું છે કે બધી વસ્તુના જવાબ ના હોય....

આયરા:- ધ્રુવ ભલે તું કરે છે એમાં મને વિશ્વાસ છે કાઈ ખોટું નઈ કરે તું પણ બસ વિચારી ને કરજે....

( પ્રીશા ગુસ્સે થઈને રૂમ માં જાય છે)

ધ્રુવ:- અરે સંભાળ તો ખરા.....

પ્રીશા:- (જતાં જતાં રોકાઈ ને પાછળ ફરીને બોલે છે ) કાઈ કહેવા જેવું નથી રહ્યું ધ્રુવ

ધ્રુવ:- હું pizza લાયો તો તારા માટે.... તારે ના ખાવા હોય તો કઈ નઈ.....

પ્રીશા:- ધ્રુવ ક્યારે તો serious થા....(રૂમમાં જાય છે)

ધ્રુવ:- આયરા , મમ્મી પપ્પા.... trust me કાલે તમને જવાબ મળી જશે...




(( એક બાજુ ધ્રુવ એની family સાથે સમય પસાર કરવા માટે આવડો મોટો નિર્ણય લે છે અને આ બાજુ sunrise કંપની નો મલિક એક કાવતરું ઘડે છે))



બીજા દિવસે ધ્રુવ 3 વાગે પ્રોગ્રામમાં પહોંચે છે... સાથે પ્રીશા હોતી નથી.... પ્રોગ્રામમાં બધાં મોટા મોટા business man હોય છે...

સ્ટેજ પર થી ધ્રુવ નો મેનેજર બોલે છે....


મેનેજર:- આજે આ પ્રોગ્રામમાં આવા માટે ગુજરાત ના બધાં મોટા નાના business man નું સ્વાગત છે
જેમ કે તમે જાણો છો આ કંપની અમારા મલિક જે ધ્રુવ છે એમનું dream છે .... અને એમણે આ કંપની પાછળ રાત દિવસ એક કરીને મહેનત કરી છે....
આ કંપની ની success માં એમનો જ હાથ છે. પણ અમે એમના હાથ નીચે કામ કરવાની તક અમે ગુમાવી દેવાના છીએ એ વાત હજુ માનવામાં નથી આવતી વધારે હું નઈ બોલી શકું પણ હું હવે બોલવાનો મોકો મિસ્ટર. પ્રકાશ ને આપીશ જે અમારા નવા માલિક બનવા જઈ રહ્યા છે.

મિસ્ટર. પ્રકાશ :- Hello Everyone ........ જેમ કે તમને ખબર છે.... મિસ્ટર. ધ્રુવ બધાં ને સાથે લઈને ચાલ્યાં છે અને એમની કંપની અમારી થશે પછી પણ અમે બધાં ને સાથે લઈને ચાલવા માટે પ્રયાસ કરીશું.... ધ્રુવ ની મહેનત અમે વ્યર્થ નઈ જવા દઈએ....... મિસ્ટર ધ્રુવ ને વિનંતી કરીશ કે... એ એમના વિચારો આપણાં વચ્ચે મૂકે....

ધ્રુવ:- Hello dear friends.... તમે મારા સારા અને ખરાબ બંને સમય માં સાથે રહ્યાં છો અને આજે ખુશીનો મોકો છે... મારી કંપની ને નવા મલિક મળવા જઈ રહ્યાં છે..... મને આશા છે આ કંપની મારા વગર પણ આગળ વધશે અને આ કંપની માં કામ કરવા વાળા દરેક સ્ટાફ મેમ્બર્સ ને congratulations ... (પ્રીશા આવતી દેખાય છે ધ્રુવ ને) મારી wife પ્રીશા ના સહારા ના કારણે જ આ કંપની આ stage પર આવી ચૂકી છે. પ્રીશા I LOVE YOU........



(( નીચે ઉભેલા બધાં લોકો ધ્રુવ ની વાત સાંભળીને ખુશ થઈ ગયાં અને તાળીઓ ના ગડગડાટ સાથે વાત ને વધાવી

નીચે ભીડ માં ઉભેલા sunrise ના મલિક થી આ બધું સહન થઈ નથી રહ્યું.... એમના દુશ્મન ધ્રુવ ની કંપની એમના બીજા દુશ્મન પવન ઇન્ડસ્ટ્રી ખરીદી રહ્યા છે ... આ વાત એને સહન થતી નથી. એનો લાભ લઈને એને એના પોકેટ માં થી એની બંદૂક નીકળી ને ધ્રુવ ની સામે ધરીને ગોળી મારી.... 1 પળ માટે જાણે બધું જ એ જગ્યા પર સ્થિર થઈ ગયું...... ગોળી બંદૂક માં થી નીકળી ને સીધી ધ્રુવ ની છાતી માં વાગે છે.....


To be continued

- Dhruv Patel