જીભ એટલે વાણી Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીભ એટલે વાણી

કવચ..

કવચ શબ્દ સાંભળીને આપણને શું યાદ આવે, પુરાણો માં જોયેલા કે વાંચેલા રામાયણ કે પછી મહાભારત માં હોય ને દેવો નું સુરક્ષા કવચ બાંધેલું. કવચ ને કોઈ ભેદી શકે એવા બાણો હોય છે. જે કવચ ને તોડી નાખે છે. આ તો વાત આપણે સમજવા માટે હતું કવચ શું અને કેવી રીતે તોડી શકાય.

આપણે વાત કરીએ જરા આપણાં વ્યક્તિત્વ ની! આપણું વ્યક્તિત્વ ની આસપાસ કોઈ કવચ છે, કે જેણે કોઈ ભેદી શકે !
તો હું કહીશ કે હા, આપણાં વ્યક્તિત્વ ની આસપાસ એક બહુજ મોટું સુરક્ષા કવચ છે.આપણી આસપાસ જે સુરક્ષા કવચ લઈને આપણે બેઠાં છે, એનું નામ છે "સંસ્કાર" ! આ એક શબ્દ માં ઘણું બધું આવી જાય છે જેમ કે, તમારા આચાર,વિચાર, સભ્યતા,વાણી ,વર્તણુક, નિષ્ઠા.. આવા અનેક શબ્દો માં એક માત્ર શબ્દ નો અર્થ સમાયેલો છે જેનું નામ છે "સંસ્કાર."

આપણાં સંસ્કારો આપણે હમેશાં કઈક ખોટું કરતાં અટકાવે છે, આપણને સારા નર્સા નો ભેદ સમજવી ને એક સાચા નિર્ણય પર લઈને આવે છે.

* આપણી સભ્યતા આપણને સમજાવે છે, કે સામેવાળો માણસ કેવો છે અે તેજ બતાવે છે, પણ એના કારણે આપણે આપણું વ્યક્તિત્વ ગુમાવવાનું નથી. પરંતુ એનાં જોડે આપણે આપણી અભ્યતા પ્રમાણે જ વર્તન કરવાનું છે.

* નિષ્ઠા એવી વસ્તુ છે કે, કોઈ તમને કોઈપણ પ્રકાર નું લાલચ આપે છે, પરંતુ આપણે પોતાની જાત થી અને આપણાં સંસ્કારો થી પોતાનાં હૃદય થી જોડાયેલાં છે, અને આપણું હૃદય અને મગજ આ બન્ને પરિબળો આપણને સમજાવે છે, ખોટું કરેલું જીવનભર નથી ચાલતું. અને આપણાં જીવનમાં આપણે શું કામ આપણા એક ખરાબ કર્મ થી દરિદ્રતા ભરવી. એટલે આપણે આપણી નિષ્ઠા નથી છોડી શકતાં.

* વાણી ને વર્તણુક આ એવા પરિબળો છે, જે સમજાવે છે, સામેવાળો માણસ છે કેટલામાં.થાય એવું કે અમુક માણસો ની વાણી કઠોર હોય છે, એનો મતલબ એ નથી કે આપણે એમ માની બેસવું કે અે ખરાબ છે.ખરાબ કે સારું કોણ છે કોણ નઈ અે તો એના કર્મો ને આધીન છે. પરંતુ હર સમયે જ્યારે સામેવાળો મનુષ્ય પાશુભાવ પરિસ્થિતિ માં જોવા મળે, હવે તમને કહું કે આ પાશુભાવ એટલે શું ? :- પશુભાવ એટલે કે જેવું વર્તણુક સામેવાળો આપણી જોડે સામેવાળો કરે છે, એવું વર્તણુક આપણે પણ એની જોડે કરવાનું જ ! આપણી અત્યારની ભાષા માં આપણે કહેવા જઈએ તો એણે કહેવાય tit for tat.

પાશુભાવ આપણને હમેશાં નકારાત્મક વિચારો તરફ આકર્ષિત કરે છે.પાશુભાવ આપણને આપણાં સ્વભાવ નાં વિરુદ્ધ વર્તણુક કરવાં મજબૂર કરે છે.જ્યારે મનુષ્યભાવ શું છે, .:- મનુષ્યભાવ આપણને દયા, કરુણા, શીખવે છે, કોઈએ તમારા જોડે કઈ ખોટું વર્તણુક કર્યું તો એને માફ કરતાં શીખવે છે.મનુષ્યભાવ આપણને શીખવે છે, બીજાનું સન્માન કરવું ભલે સામેવાળો તમને અપમાનિત કરે, આપણે આપણાં વ્યક્તિત્વ ને બીજા નાં કારણે શા માટે ખરાબ કરવું.મનુષ્યભાવ ક્યારે વાણી નાં બાણો‌ ને પોતાનું શાસ્ત્ર નથી બનવા દેતું.મનુષ્યભાવ તો અે વાણી થકી લોકો નાં હ્રદય માં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરે છે.

" સંસ્કાર" આ એક પરિબળો માં સર્વગુણ સંપન્ન નાં પરિબળો નો સમાવેશ થઈ જાય છે.સંસ્કારો નું કવચ માણસ ને હમેશાં સાચી નીતિ તરફ લઈ જાય છે. માણસ ની પાસે સૌથી મોટું શસ્ત્ર છે એની વાણી જેનાં થકી અે લોકો નાં હ્રદય માં વાસ પણ કરી શકે છે, અને એના હૃદય માથું ઉતરી પણ જાય છે.તમારા વ્યક્તિત્વ નાં કવચ ને ક્યારે પણ કોઈ તલવાર, તીર , ગદા, કે પછી ભાલા નથી ભેદી જતાં.પરંતુ માણસ નાં આ કવચ ને માત્ર આ વાણીજન્ય બાણો ભેદી જતાં હોય છે. માણસ પગ તૂટ્યો છે,ભાગ્યો છે, બધું સહન કરી શકે છે જીવનમાં, દુઃખ તકલીફ, અફતો પરંતુ જ્યારે વાણી થકી લાગેલાં ગાવો ની રુજ નથી આવતી. અને બીજું કે બધાં મનુષ્ય એક પ્રકાર નાં હોતાં નથી કે પોતાનું અપમાન ભૂલીને સામેવાળા ને માફ કરીને, જેમ કઈ થયું જ નથી એવું વર્તન કરીને, સામેવાળા જોડે મનુષ્યભાવ થકી વર્તણુક કરી શકે.

મહાભારત આપણે સૌ લોકો અે જોઈ છે. એમાં દ્રોણાચાર્ય નાં જીવન થી મિત્રતાં વિશે આપણને સમજવાં જેવું છે. દ્રોણાચાર્ય નાં ગુરુકુળ માં મિત્ર હોય છે, એમનું નામ હોય છે દ્રુપદ. જ્યારે તમે નાના હોય ત્યારે તમને લાગણીવશ ઘણું બધું બોલી નાખો છો.અહીંયા સમજવાનું અે છે, કોઈપણ સબંધ હોય હમેશાં સમય નો હોય છે. ગુરુકુળ માં દ્રુપદ અે કીધેલું દ્રોણાચાર્ય ને જે મારું છે, અે તારું પણ છે.અને મિત્ર તું મને ક્યારે ભૂલતો નઈ. અને વિદાય સમયે દ્રુપદ આ શબ્દો દ્રોણાચાર્ય ને કહેલાં.જ્યારે જીવનમાં એક સમય એવો આવ્યો કે દ્રોણાચાર્ય ને મિત્રતા ની જરૂર પડી. ત્યારે દ્રોણાચાર્ય ફક્ત એક ગાય માગવા ગયેલાં, દ્રુપદ જોડે. અને દ્રુપદ નાં અહંકારે દ્રોણાચાર્ય ને અપમાનિત કરે છે, અને કહે છે, તારા જેવા ગરીબ બ્રાહ્મણ જોડે હું થોડો મિત્રતા કરું, મિત્રતા હંમેશા બરાબર વાળા લોકો જોડે થાય છે, અને અે સમયે હું નાનો હતો એટલે બોલી દીધું હશે. અને તું બ્રાહ્મણ છે, જો દાન માગ્યું હોત તો હું કદાચ તને આપી પણ દેત, પરંતુ મિત્રતા ની વાત તો તું કરતોજ નહિ.દ્રોણાચાર્ય જેવાં વ્યક્તિ પણ આ અપમાન ને ભૂલી નથી શકતાં. દ્રુપદ જે પણ વર્તન કર્યું અે મનુષ્યભાવ હતો નઈ. ભલે તમે કોઈને મદદ નથી કરવી, પણ એણે નાં કહેવાની એક રીત હોય, કોઈને અપમાનિત કરવાનો અધિકાર નથી કોઈને પણ.

આ વાર્તા સમજાવે છે, કોઈપણ સબંધ, જે હ્રદય થી જોડાયેલાં આજે હોઈ શકે છે, અે સમય વિત્યા પછી, અે જ સબંધ ફક્ત નામ માત્ર જાણીતાં લોકો માં આવે છે.કે હા અમે એકબીજા ને જાણીએ છે.એના થી વિશેષ કંઈ જ ખાસ નથી રહેતું.

હવે વાત અે સમજવાની છે, જો દ્રોણાચાર્ય જેવાં માણસ જે, અસ્ત્રો અને માં શાસ્ત્રો માં પારંગત છે.આવા માણસ નાં વ્યક્તિત્વ નું કવચ કોણે તોડ્યું વાણી અે ! વાણી એવી વસ્તું આપણાં વ્યક્તિત્વ ને તારી શકે છે, અને ફેકી શકે છે. અને સંસ્કારો આપણું કવચ છે. વાણી ક્યારે વસ્તું આપના વશ માં. નથી, બીજાની વાણી નું વશીકરણ આપણાં ઉપર કઈ એવું પ્રભાવિત થઈને કામ કરે છે. આપણે એકદમ દુર્યોધન જેવા બનતાં જઈએ છે.મામા શકુની નચાવે એમ બસ નાચ્યાં કરવાનું, દુર્યોધન નાં પોતાનું તો કોઈ અસ્તિત્વ ક્યારે હતું જ નઈ. અે તો મામા શકુની અે બેસાડેલી ચોસર નો એક માત્ર મોહરો હતો.

તમે વિચારો તમારે જીવનમાં કેવા બનવું છે, અને બીજું કે આપણાં પોતાનાં જીવનમાં જે પણ કંઈ બને છે અને બગડે છે, અે બધું આપણી વાણી થકી તો થાય છે.જીભ ને હમેશાં મગજ નાં વશ માં રાખતાં શીખો. જીભ જો હૃદય થી કામ લેતી હશે તો જીવનમાં પરિસ્થતિ નો કન્ટ્રોલ ક્યારે આપણાં હાથ માં નઈ રહી શકે. જીભ નું કાબૂમાં રહેવું અનિવાર્ય અને હિતાવહ હમેશાં પોતાનાં માટે હોય છે.

🙏☺️ વાચવા માટે ખૂબ ખૂબ આભાર. તમારા કીમતી સમય નીકળી તમે વાચો છો, મારી આશા છે લેખ વાચ્યા પછી જે પણ પહેલો વિચાર તમારા મગજ માં આવે , અે તમે મારા જોડે શેર કરો. તમારી ખાસ કૉમેન્ટ મને પ્રેરિત કરશે કઈક સારી અને સાચી દિશા માં લખવા માટે.☺️😍