આગલા ભાગમાં આપણે જોયું કે હસીના ઇશિતાને મારવા નીકળી પડે છે, રાજુ અને અક્ષયનું કથન સાંભળતી વખતે પાછળથી કોઈકનો અવાજ આવે છે, હવે આગળ,
'Mr.નિલેશ જયરાજ સંપૂર્ણ નિર્દોષ છે, એની સાબિતી આ રહી......આટલું બોલીને સબ ઇન્સ્પેક્ટર કિશન શાહ નિલેશ મજમુદારનાં હાથોમાં જયરાજની નિર્દોષતાનો પુરાવો રાખે છે, નિલેશ જોવે છે,
કિશન : હવે તો ઇન્સ્પેક્ટર જયરાજને છોડી દો??
નિલેશ : હું જાણું છું કે જયરાજ નિર્દોષ છે પણ હમણાં તેને અહીંયા રાખવો જ ઉચિત છે,
કિશન : પણ સર જો જયરાજને અહીંયા રાખશો તો ઇશિતાનો જીવ જોખમમાં રહેશે,
નિલેશ : ઇશિતાની ચિંતા નાં કરશો, તે મારો પ્રથમ પ્રેમ હતી અને સદાય રહેશે, તેને હું કાંઈ પણ નહીં થવા દઉં,
કિશન નિલેશ પાસે જયરાજને મળવાની પરવાનગી માંગે છે,
કિશન જયરાજને રાખેલ રૂમની બહાર ઉભો રહીને જયરાજને કહે છે,
કિશન : મે આઈ કમ ઈન સર??
જયરાજ : આવ આવ કિશન તને પહેલા પણ કહ્યું હતું અને હજુ પણ કહું છું તારે અંદર આવતા પહેલા પૂછવાની જરૂર નથી, તું પહેલા મારો મિત્ર છું અને પછી મારો જુનિયર...
કિશન : કેમ જયરાજ કેમ?? મને માર યાર તું, મારી ભૂલ જાણ્યા પછી પણ તું મારી સાથે આટલી સહજતાથી વાત કઈ રીતે કરી શકે છે??
આટલું બોલીને કિશન જયરાજના પગ પાસે બેસીને રોવા લાગે છે,
જયરાજ પણ પોતાની આંખના ખૂણે આવેલ આંસુને લૂછતાં કહે છે, 'કિશન મારી દોસ્તીમાં જ કંઈક ખામી આવી હશે કે જેણે તને મારી સાથે દગો દેવા મજબુર કર્યો,'
કિશન : મને માફ કરી દે જયરાજ, મને ભડકાવવામાં આવ્યો તારી વિરુદ્ધ અને હું ભડકી ગયો, પ્લીઝ મને માફ કરી દે, હું હવે દિવ્યરાજને પકડવામાં તારી મદદ કરીશ,
જયરાજ : તારાથી નારાજ કયારેય હું થયો જ નથી, મારા સગા ભાઈએ મને નથી બક્ષ્યો તો હવે સંબંધો પર વિશ્વાસ કરવાનો સવાલ જ નથી થતો,
કિશન : જયરાજ ઇશિતાનો જીવ જોખમમાં છે,
જયરાજ : અરે હા, આ હરિણીની મોત જોયા બાદ મને એ જ સતત ઘુમરાયા કરે છે, ઇશિતા ઠીક તો છે ને??
કિશન : હા મારે ઇન્સ્પેક્ટર સોનિયા સાથે વાત થઇ તેમણે કહ્યું કે તારી ધરપકડ ના ન્યુઝ ઇશિતા જોઈ ગઈ હતી અને ખૂબજ અફડાતફડી મચાવી દીધી હતી પણ ડોકટરે તેને ઘેનનું ઈન્જેકશન આપીને સુવાડી દીધી છે, તું ચિંતા ના કર આપણો પોલીસ સ્ટાફ પૂરતો છે તેની કાળજી રાખવા, પણ હસીના ચોક્કસ ઇશિતાને મારવા માટે કોઈ કાવતરું રચશે જ એટલે ફુલપ્રુફ પ્લાન બનાવીને જ ચાલવું પડશે,
જયરાજ : એક કામ કર નિલેશ અને રાજુને પણ બોલાવી લે અહીંયા, આપણે હવે હસીનાને રંગે હાથ પકડવાનો આ મોકો છોડી શકીએ એમ નથી,
કિશન નિલેશ અને રાજુને પણ અંદર બોલાવે છે અને તેઓ હસીનાને પકડવા માટે પ્લાન વિચારી રહ્યા હોય છે,
આ બાજુ હસીના અને તેનો માણસ હોસ્પિટલ પાસે આવે છે,
છોટુ હોસ્પિટલના પ્રવેશદ્વાર બતાવીને કહે છે, 'દીદી અહીંયા તો ફૂલ સિક્યુરિટી વધી ગઈ છે, હવે શું કરશું?? '
હસીના : એક કામ કર આપણા હેકરને કોલ કરીને પૂછ કે ઇશિતાને કયા રૂમમાં રાખવામાં આવી છે?? અને તેના સુધી પહોંચવા કયો રસ્તો પરફેક્ટ રહેશે??
છોટુ ફોન લગાવીને વાતચીત કરે છે,
છોટુ : દીદી કેશવે કહ્યું છે કે ઇશિતાને 4થા માળે રૂમ નંબર 404 માં રાખેલી છે, એ સિવાય એણે એક બંધ લિફ્ટનો રસ્તો કીધો,
હસીના : બંધ લિફ્ટ??
છોટુ : હા દીદી, હોસ્પિટલમાં એક લિફ્ટ ઇમરજન્સી માટે રાખેલી છે, ત્યાં પહોંચીને રૂમ નંબર 403 માં જતા રહેવાનું, એ રૂમ ખાલી છે પણ ત્યાંનું એસી અને 404 નું એસી બંને કનેક્ટેડ છે એટલે એની વિન્ડ્સમાંથી ઇશિતાના રૂમ સુધી પહોંચી શકાશે,
હસીના છોટુની વાત સાંભળીને ખુશ થઇ જાય છે, અને ત્યારબાદ છોટુને પોતાનો પ્લાન સમજાવીને પોતે કારની બહાર ઉતરીને હોસ્પિટલ જવા પગ ઉપાડે છે,
હોસ્પિટલનાં પ્રવેશદ્વાર પાસે ઉભો રહેલ કોન્સ્ટેબલ હસીનાને રોકે છે અને પૂછે છે, 'કોનું કામ છે ભાઈ?? '
હસીના : રૂમ નંબર 201માં મારી પત્નીને એડમિટ કરી છે એટલે જવું છે,
કોન્સ્ટેબલ : કાર્ડ ક્યાં છે તમારું??
હસીના : સાહેબ કાર્ડ ઘરે રહી ગયું છે, ઓફિસથી સીધો અહીંયા જ આવ્યો છું પ્લીઝ જવા દો,
કોન્સ્ટેબલ : સારુ સારુ, આ વખતે જવા દઉં છું પણ હવે પછી ધ્યાન રાખજો,
હસીના : જી સાહેબ,
આટલું બોલીને હસીના કાતિલ મુસ્કાન સાથે તલાશી કરવાવડાવે છે અને અંદર પ્રવેશે છે, ત્યારબાદ હસીના કોઈનું ધ્યાન ના જાય એમ લિફ્ટના પાછળનાં ભાગે આવીને બંધ લિફ્ટ આગળ રહેલ દોરડાને પકડીને આગળ ચઢવા લાગે છે, હસીનાનું ધ્યાન નાં રહેતા તેનો હાથ લપસી જાય છે અને તનાં 5 ફૂટ જેટલું અંતર કાપ્યા બાદ તે ફરી નીચે આવી જાય છે, 5-5 છોકરીઓને આવી કરુણ મોત આપ્યા બાદ પોતાને થયેલા ઘા પર હસીના હળવેકથી હાથ પસવારે છે અને ફરી પોતાના કામમાં લાગી જાય છે, લોકોને જાળમાં ફસાવીને એકલા મારવામાં તો પોતે માહેર હતી પણ જયારે આજે ઇશિતાને મારવા માટે મહેનત કરતા જોઈને તેને પણ ઇશિતાને જે તે સમયે ગુમાવી દેવાનો અફસોસ થઇ રહ્યો હતો, હસીના ફરી 3 માળ જેટલું અંતર કાપીને નીચે જુએ છે અને જાણે પોતે બહુ મોટી સિદ્ધિ હાંસિલ કરી હોય એમ પોતાના કપાળ પરનો પરસેવો લૂછીને મુસ્કાન વેરતી ફરી તે ચઢવા લાગે છે, આખરે ચોથો માળ આવી જતા તે ત્યાં સાઈડમાં રહેલ લોખંડના પાઇપ પર આવે છે અને પોતાના ખિસ્સામાંથી ફોન કાઢે છે,
ફોનમાં તે, 'પ્લાન B શરુ કરી દે 1 જ મિનિટમાં ' આવો મેસેજ તે છોટુને કરે છે પણ હજુ તે ફોનમાં સેન્ડનાં બટન પર ક્લિક કરવા જાય છે ત્યાં જ તેના ફોનમાં રિંગ વાગે છે અને વાઈબ્રેટ થવાંથી ફોન તેના હાથમાંથી છટકી જાય છે , હસીના મોટી ગાળ સાથે ગુસ્સો વ્યક્ત કરે છે, તેનો ફોન નીચે પડી જાય છે એટલે એની રીંગથી બહાર અથવા બાજુમાં રહેલ બીજી લિફ્ટના લોકોને શંકા જાગશે એવો આભાસ થાય છે અને તે ફટાફટ કંઈ પણ વિચાર્યા વગર બાજુમાં રહેલ લિફ્ટનો દરવાજો ખોલીને બહાર નીકળી જાય છે, બહાર લોબીમાં સદ્દનસીબે કોઈનું ધ્યાન હસીનાનાં બંધ લિફ્ટથી બહાર આવવા પર નથી હોતું, હસીના રાહતનો શ્વાસ લે છે અને તરત રૂમ નંબર 403 માં જતી રહે છે, ત્યાંથી તે એસીના વિન્ડસમાં થઈને 404 માં પહોંચે છે જ્યાં એક નવુંજ આશ્ચર્ય તેની રાહ જોઈને ઉભું હોય છે......
શું હસીના ઇશિતાને મારી શકશે?? જયરાજ ઇશિતાને બચાવી શકશે?? જયરાજ અને હસીના વચ્ચે શું સંબંધ હતો?? જાણવા માટે વાંચતા રહો હસીના - the lady killer નો આવનાર અંતિમ ભાગ....