મીટીંગમા ડિસ્કશન ચાલી રહ્યુ હતુ.ડો.સુભાષ તે કંપનીમા જનરલ મેનેજર હતો.ડો.સુભાષનુ એજયુકેશન હાઇ હતું.તેને ઈન્ડસ્ટ્રીનો બહોળો અનુભવ હતો.તેને B.sc,B.pharm,m.pharm,MBA અને ph .D કરેલુ હતું.
ડો.સુભાષ સારી રીતે પોતાની નોકરીમા સેટ થઈ ગયા હતા.તેને એક સુહાના નામની છોકરી સાથે લગ્ન કરીને,દાપત્યા જીવનમા પગલા પાડ્યા.ડો.સુભાષ અને તેની પત્ની સુહાના,પોતાના લગ્ન જીવનથી ખુબ ખુશ હતા. થોડો સમય પસાર થતા સુહાનાએ એક છોકરાને જન્મ આપ્યો.તેનુ નામ આયુષ્ય રાખવામા આવ્યુ .સુભાષ અને સુહાના મમ્મી પપ્પા બની ગયા.ડો.સુભાષ એક સારી દવા બનાવતી કંપનીમા જોબ કરતા હતા.
ડો.સુભાષ ને નોકરી કરવાનુ પેશન હતું.તેના વિચારોથી કંપનીના કામમા સતત કામિયાબી મળતી હતી.
તે પોતાના કામમા સતત,વયસ્ત રહેતા હતા.તેને કંપનીને બોવ બધા ટારગેટ અને નવા પડકારો સામે ટકી રહેવાની તાકાત અપાવી હતી.
એકપછી એક એમ,બધાજ કોમ્પ્યુટરના વિન્ડો શટડાઉન થઇ રહ્યા હતા.કંપનીના કમઁચારીયો પોતાનુ કામ અને તેનુ ફ્રસ્ટ્રેશન પોતાના ટેબલ પર પછાડીને જતા હતા.તો કોઇ વળી પોતાની ટાઇ ઢીલી કરીને,એક્સપલેનેશન આપી આપીને દુખી રહેલા પોતાના ગળાને રિલેક્સેશન આપી રહ્યા હતા.
ડો.સુભાષ અને કંપનીનો MD તેની ઓફીસમા બેઠા હતા.
MD ના ટેબલ પર બે કોફીના કપ પડેલા હતા,તેમાથી નિકળી રહેલી ગરમ વરાળ,ઓફીસની એસીની ઠંડી હવાને ખુશ્બુદાર બનાવી રહી
હતી.MDએ પોતાની કોફીનો કપ ઉઠાવ્યો અને એક ધુટ કોફીનો ભરતા અને ડો.સુભાષ સાથે હાથ મિલાવતા કહ્યુ
"બોલો ડો.સુભાષ...કેમ છે ?મજામા? "
"હા સર મજામા,તમે કેમ શો? "ડો.સુભાષે પોતાનો હાથ મિલાવતા અને કોફીના કપને હાથમા લેતા જવાબ આપ્યો અને MDને તેના હાલચાલ પુછ્યા.
"હુ પણ મજામા...બોલો કેમ મારી પાસે આવવાનુ થયુ ?કોઇ પ્રોબ્લમ છે? "હાથમા રહેલા કોફીના કપને,MDએ ટેબલ પર મુકતા,ડો.સુભાષને પુછયુ.
"સર...બધુજ બરાબર છે,કોઇ પ્રોબ્લમ નથી,હુ મારી અંગત વાત તમારી જોડે કરવા આવ્યો છુ."ડો.સુભાષે કોફીનો ધુટડો ગળે ઉતારતા કહ્યુ.
"ઓકે....તો બોલો...શુ વાત છે "MDએ ડો.સુભાષને જવાબ આપતા પુછ્યુ. .
"સર...હુ કાલે જોબ પર નહી આવુ,નેકસ્ટ ડે થી હુ મારી જોબ કનટીન્યુ કરીશ."ડો.સુભાષે પીવાઇ ગયેલી કોફીનો ખાલી કપ ટેબલ પર મુકતા જવાબ આપ્યો.
"ઓહ...કેમ નહીં આવો કાલે? " MDએ પાણીના ગ્લાસને હાથમા લેતા ડો.સુભાષને પુછયુ.
"સર...આવતી કાલે મારા સનનો પહેલો બથઁ-ડે છે,એટલે મે મારી ફેમીલી સાથે તેને સેલીબ્રેટ કરવાનુ પ્લાનીંગ કરુ છે. "ડો.સુભાષે પાણી પીય રહેલા MDને જવાબ આપ્યો.
"ઓકે..ઓકે...ડો.સુભાષ નો પ્રોબ્લમ,વિશ યુ અ વેરી હેપ્પી બર્થ ડે ટુ યુ આર સન ઇન એડવાન્સ "MDએ ખાલી ગ્લાસને ટેબલ પર મુકતા જવાબ આપ્યો.
"થેન્ક યુ સો મચ સર..."ડો.સુભાષે MD સાથે,હાસ્યથી હસ્તધનુન કરતા આભાર વ્યકત કર્યો અને MDની ઓફીસ માથી બહાર નિકળ્યા .ડો.સુભાષ પણ પોતાની કારનો દરવાજો ઓપન કરીને તેમા બેસી ગયા અને પોતાના ધર તરફ આવ્યા.
ડો.સુભાષ થોડા સમયમા પોતાના ધરે પહોંચી ગયા. તે પોતાની બિલ્ડીંગના પગથીયા ચડવા લાગ્યા અને પોતાના ધરના ડોર પર જઇને ડોરબેલની સ્વીસ દબાવી.ડોર બેલનો અવાજ સાંભળીને,ધરની અંદર રહેલી સુહાનાએ દરવાજો ખોલ્યો અને ડો.સુભાષ તેના ધરમા પ્રવેશ્યા.સુહાનાએ સુભાષના હાથ માથી,લેપટોપનુ બેગ લીધુ અને તેને એક ગ્લાસ ભરીને પાણી આપ્યુ. સુભાષે સોફા પર બેસીને પાણી પીધુ.સુહાનાએ ટીવી ઓન કરીને તેનુ રીમોટ સુભાષને આપ્યુ અને પોતે ચા બનાવા માટે કિચનમા ગઇ.સુભાષે ટીવીમા ન્યુઝ ચેનલ લગાવી.
થોડીજ વારમા સુહાના બે કપ ચા અને એક પ્લેટમા નાસ્તો લઇને સોફા પર બેઠેલા સુભાષ પાસે આવી.તેને એક કપ ચા સુભાષને આપી અને એક કપ ચા તે પોતે લઇને સુભાષની બાજુમા બેસી ગઇ.નાસ્તાની પ્લેટ સુભાષના ખોળામા હતી.સુભાષ અને સુહાના એકબીજા સાથે વાતો કરતા હતા,એકબીજા ને પોતાના કપ માથી ચા પીવડાવતા હતા અને એકબીજાને પોતાના હાથ થી નાસ્તો ખવરાવતા હતા.ત્યા જ તેને રૂમ માથી,રડવાનો અવાજ સંભળાયો.સુહાનાએ રૂમમા આવીને જોયુ તો તેનો છોકરો આયુષ્ય જાગી ગયો હતો.સુહાનાએ તેના આયુષ્યને પથારી માથી પોતાના ખોળામા લીધો ત્યારે ખબર પડી કે તેને ઉંઘમા પીપી થઇ ગઇ.સુહાનાએ આયુષ્યની અન્ડરવેર ચેજ કરી અને તેને રૂમ માથી બહાર હોલમા લાવી અને ટીવી જોય રહેલા સુભાષના ખોળામા તેને બેસાડ્યો.સુહાના રસોઇ કરવા માટે કિચનમા ગઇ.
સુહાનાએ જમવાનુ તૈયાર કરી દીધુ હતું .તેને ડીનર સેટને કપડાથી સાફ કરો અને તેને ડાઇનીંગ ટેબલ પર સરખી રીતે ગોઠવ્યો.સુહાનાએ ગરમા ગરમ,સ્વાદીષ્ટ રસોઇ ડાઇનીંગ ટેબલ પર મુકી અને સુભાષને જમવા માટે કહ્યુ.સુહાનાએ પોતાના આયુષ્યને સુભાષના ખોળા માથી લઇને પોતાની કાખમા તેડયો.સુભાષે ટીવી બંધ કરીને ત્યાથી ઉભો થઇને ડાઇનીંગ ટેબલ પર જમવા માટે બેઠો.સુહાના તેના આયુષ્યને દુધ પીવડાવી રહી હતી.સુભાષ પણ તેને ખવરાવી રહ્યો હતો.સુહાનાએ રોટીનો નાનો ટુકડો તેના આયુષ્યને ખવડાવ્યો.સુભાષે પણ એક રોટીનો ટુકડો સબજી સાથે સુહાનાને ખવડાવ્યો.સુહાનાએ પણ સુભાષની ડીસ માથી રોટી અને સબજીનો એક ટુકડો સુભાષને ખવડાવ્યો.આમ એકપછી એક, વારા ફરતી ત્રણેયે આ રીતે,એકજ ડિશ માથી રાતનુ ભોજન કરુ.સુભાષે જમીને પાણી પીધુ અને પોતાના બેડ રૂમમાં ગયો.સુહાનાએ ખુણામા પડેલા રમકડા તેના આયુષ્યને રમવા આપ્યા અને તે કિચનમા વાસણો સાફ કરવા લાગી.સુભાષ પોતાના કપડા ચેજ કરીને રમકડાથી રમી રહેલા આયુષ્ય પાસે આવ્યો અને તેને રમાડવા લાગ્યો.સુહાનાએ કિચનમા વાસણોની સફાઇ પુરી કરી અને રમકડાથી રમી રહેલા આયુષ્ય પાસે આવી.સુભાષ અને સુહાના બન્ને સાથે મળીને તેના આયુષ્યને રમાડી રહ્યા હતા.સુભાષે ટક ટક અવાજ કરીને ચાલી રહેલા ધડીયાળના કાટા સામે જોયુ તો રાતના દસ વાગી ગયા હતા.
"સુહાના,હવે આપણે સુઇ જવુ જોઇએ,બોવ લેટ થઇ ગયુ છે આજે. "સુભાષે,સુહાનાની આંખોને પોતાની આંખોની ઓળખ કરાવતા કહ્યુ.
"હા...લેટ થઇ ગયું છે સુવામા આપણે આજે "સુહાનાએ ધડીયાળ સામે નજર નાખતા સુભાષને કહ્યુ.
"તમે,આયુષ્યને લઇને બેડરૂમમાં જાવ,હુ બહારની લાઇટો અને બારી-બારણા બંધ કરીને આવુ છુ "સુહાનાએ ઉભા થતા,સુભાષને કહ્યુ.
"સારું...હુ આયુષ્યને લઇને જાવ છુ...તુ આવ "સુભાષ સુહાનાને આટલુ કહીને,આયુષ્યને લઇને તેના બેડરૂમમાં જાય છે.સુહાના હોલ અને કિચનની બારીયો બંધ કરીને લાઇટ ઓફ કરે છે અને પોતાના બેડરૂમમા જાય છે.
આખા ધરમા અંધારુ પથરાઇ ગયુ હતુ.બારીની બહાર ચાંદો,અંધારીયા આકાશમા રોશનીના રંગ પુરી રહ્યો હતો. હિરાની જેમ આકાશમા તારલાઓ ચમકી રહ્યા હતા.બેડરૂમમાં નાઇટ લેમ્પનુ લાઇટ અજવાળુ પથરાઇ રહ્યુ હતુ.સુભાષના હાથમા,ધોડીયાની દોરી હતી,તે ધોડીયામા ઉંઘી રહેલા આયુષ્યને હિંચકાવી રહ્યો હતો.સુહાના પોતાનુ માથું,સુભાષના ખંભા પર રાખીને,સુભાષનો હાથ પોતાના હાથમા રાખીને સુભાષ સાથે વાતો કરી રહી હતી.
"સુભાષ,તને ખબર છે કાલે શુ છે ?"સુહાનાએ સુભાષનો હાથ પકડતા કહ્યુ.
"હમમ.. કાલે શુ છે એ ખબર નથી પણ આજે શુ છે તે મને ખબર છે."સુભાષે સુહાનાના માથા પર હાથ ફેરવતા કહ્યું.
"મતલબ....હુ કંઇ સમજી નહી "સુહાનાએ સુભાષ સામે જોતા કહ્યુ.
"મતલબ કે આજે આપણા આયુષ્યનૉ પહેલો બથઁ-ડે છે,મતલબ કે આજે આપણે મમ્મી પપ્પા બન્યા તેને એક વષઁ પુરુ થઇ ગયુ."સુભાષે સુહાનાના હાથ પોતાના હાથમા લેતા કહ્યુ.
"આ બધુતો કાલે છે,તો આજે કેવી રીતે થઇ ગયુ "સુહાનાએ સુભાષને પુછ્યુ.
"મારી સામેથી નજર હટાવીને,ધડીયાળ સામે નજર કર,રાત્રીના બાર વાગી ગયા છે.એટલે તારીખ અને વાર પણ બદલાઇ ગયા છે તો આજે જ આયુષ્યનૉ બથઁ ડે અને આપણે મમ્મી પપ્પા બન્યા ને એક વષઁ પુરુ થઇ ગયું ગણાઇ "સુભાષે પોતાનુ માથુ,સુહાનાના કપાળ પર મુકતા કહ્યુ.
"હા,સાચી વાત છે, તો કાલે આપણુ શુ પ્લાનીંગ છે સેલીબ્રેશન માટે ?"સુહાનાએ સુભાષની ડોક પર હાથ મુકતા કહ્યુ.
"કાલે શોપીંગ, મુવી,રેસ્ટોરેન્ટમા જમવાનુ અને લેટ નાઇટ કેક કટીંગ કરીને આયુષ્યનૉ બથઁ ડે સેલીબ્રેટ કરીશુ,ઓકે "સુભાષે સુહાનાની આંખો સામે જોતા કહ્યુ.
"સારું.....ડન...હવે આપણે સુઇ જવુ જોયે મારા ખ્યાલ પ્રમાણે "સુહાનાએ દિવાલ પર રહેલી ધડીયાળને તાકતા કહ્યુ.
"હા...એક વાગી ગયો છે, સુઇ જવુ જોયે "સુભાષ બોલ્યો.આ સાંભળતાજ સુહાનાએ નાઇટ લેમ્પ ઓફ કરો અને સુભાષની બગલમા સુઇ ગઇ.બેડ રૂમમાં અંધારુ થઇ ગયુ હતુ.બેડરૂમની બારી માંથી રોશની ફેકતો ચાંદો અને ચમકતા તારલાઓ દેખાય રહ્યા હતા. ચાંદાનો આછો પ્રકાશ બેડરૂમની બારી માંથી થોડો થોડો બેડરૂમમા આવી રહ્યો હતો. બેડરૂમમા સુભાષ, સુહાના અને આયુષ્ય ધસધસાટ ઉંઘી રહ્યા હતા.
***************************
સુયઁના કિરણો ધીમે ધીમે આકાશ પરથી ધરતી પર પગલા પાડી રહ્યા હતા.અંધારુ ઑસરી રહ્યુ હતુ અને અંજવાળાનુ આગમન થઇ રહ્યુ હતુ.પવનની ઠંડી લહેરકી બેડરૂમની બારી માથી અંદર આવી રહી હતી.સુયઁના કુમળા કિરણો સુભાષની આંખો પર પડી રહ્યા હતા.સુભાષની નીંદર માથી ઉઘડેલી આંખો સવારમા ઉગેલા સૂયઁના કિરણની ઊર્જાના ઉમળકા ને અનુભવી રહી હતી.કિચનમા પ્રેશર કુકરની સીટીઓ એકપછી એક એમ પડી રહી હતી.સુહાના દસ્તાથી આદુ ખાંડી રહી હતી.સ્ટવ ઉપર ચા ઉકળી રહી હતી. ખાંડેલા આદુના ટુકડાને સુહાના ઉકળી રહેલી ચામા નાખી રહી હતી.ઉકળતી ચા અને આદુના સ્નેહ મિલનની અનુભુતીની અસર તેમાથી આવતી મસ્ત ખુશ્બુ કરાવી રહી હતી.બેડરૂમ માંથી પોતાની આંખો ચોળતો ચોળતો સુભાષ બહાર કિચનમા આવે છે. કિચનમા આવીને તે વોટરપ્યુરીફાઇયર માથી પાણીનો ગ્લાસ ભરીને પીવે છે.
"ગુડ મોર્નિંગ "સુહાનાએ સુભાષની આંખોમા જોતા કહ્યુ.
"ગુડ મોર્નિંગ "સુભાષે બગાસુ ખાતા કહ્યુ.સુભાષ વોશબેસીન પાસે ગયો અને બ્રશ કરવા લાગ્યો.
"સુભાષ....આજે ઉઠવામા લેટ થયુ,જલ્દી તૈયાર થઈને આવ,હુ નાસ્તો તૈયાર કરી રહી છુ,નહીતો જોબ પર જવામા લેટ થશે. "સુહાનાએ ધડીયાળ સામુ નજર નાખતા સુભાષને કહ્યુ.
"મારે...આજે જોબ પર નથી જવાનુ,મે લીવ મુકેલી છે,રાત્રે તો તને વાત કરી "સુભાષે પોતાના મોઢામાં રહેલા ફીણને વોશબેસીનમા થુકતા કહ્યુ.
"સારું...પણ તમે અચાનક લીવ કેમ લીધી ?"સુહાનાએ તૈયાર થયેલી ચાને ગાળતા સુભાષને પુછ્યુ.
"આપણા આયુષ્યનૉ પહેલો બથઁ-ડે છે એટલે તેને સેલિબ્રેટ કરવા બહાર ફરવા જવાનુ છે આપણે બધાને,કેમ આટલુ જલ્દી તુ ભુલી જાય છે "સુભાષે પોતાનો ચહેરો ટુવાલથી લુછતા સુહાનાને કહ્યુ.
"ઓહ...એતો હુ ભુલીજ ગઇ...જરૂર આપણે બધા ફરવા જઇશુ "સુહાનાએ ગરમા ગરમ ચાનો કપ સુભાષને આપતા કહ્યુ. સુભાષ અને સુહાના એકબીજાની આંખોને પોતાની નજર આપીને ચાની ચુસ્કીઓ લગાવે છે. સુભાષ ચા પીયને ન્હાવા જાય છે.સુહાના જાગી ગયેલા આયુષ્યની સંભાળ કરી રહી હતી.થોડીજ વારમાં સુભાષ નાહીને તૈયાર થઈને કિચનમા આવે છે. નવા કપડા પહેરીને તૈયાર થયેલા સુહાના અને આયુષ્ય કિચનમા રહેલા ડાઇનીંગ ટેબલ પર બેઠા છે.બધા સાથે મળીને સવારનો નાસ્તો કરે છે.સુહાના,સુભાષ અને આયુષ્ય કાર પાર્કિંગમા આવે છે.
"સુહાના...તમે ગેટની બહાર ઉભા રહો,હુ કાર પાર્કિંગ માથી બહાર કાઢીને ત્યા લઇ આવુ છુ. "સુભાષે સુહાનાને કહ્યુ.
"કેમ...ડ્રાઇવર કયા છે ?"સુહાનાએ સુભાષને પુછ્યુ.
"તે રજા પર છે,મે તેને રજા પર મોકલ્યો "સુભાષે જવાબ આપ્યો.
"ઓકે.. "સુહાનાએ સ્મીત કરતા કહ્યુ. સુભાષ કારને સોસાયટીના ગેટ પર લાવે છે,સુહાના અને આયુષ્ય તેમા બેસે છે.
"આપણે સૌથી પહેલા કયા જઇશુ ?"ગોગલ્સ પહેરીને,આયુષ્યને પોતાના ખોળામા બેસાડીને,સુભાષની બાજુમા બેઠેલી સુહાનાએ સુભાષની સામુ જોઈને પુછ્યુ.
"આપણે...સૌથી પહેલા મહાદેવના મંદીર પર જઇશુ, ત્યાર પછી દસ વાગ્યાના શોમા મુવી જોવાનુ,મુવી પતા પછી રેસ્ટોરન્ટમા લંચ,ત્યાર બાદ શોપીંગ અને રાત્રે કેક કટીંગ "કેવુ લાગ્યુ મારુ પ્લાનીંગ સુભાષે કારનો ગીયર ચેન્જ કરતા સુહાનાને કહ્યુ .
"ગુડ...પ્લાનીંગ પ્રોપર છે "સુહાનાએ આયુષ્યના ગાલ ઉપર પોતાનો હાથ ફેરવતા, સુભાષને કહ્યુ. થોડી વારમાં તે લોકો મહાદેવના મંદીરે પહોંચી જાય છે. ત્યા તે સારી રીતે પુંજાપાઠ કરીને મુવી જોવા જાય છે. મુવી જોઇને તે લોકો,રેસ્ટોરન્ટમા લંચ કરે છે ત્યાર બાદ તે શોપીંગ કરવા મોલમા જાય છે. સુહાના અને સુભાષ આયુષ્ય માટે બોવ બધા કપડા અને રમકડાનુ શોપીંગ કરે છે સાથે સાથે આયુષ્ય માટે બથઁ-ડે ગીફ્ટ પણ લે છે.
સુભાષ પોતાની કાર ચલાવી રહ્યો છે,સુહાના કારની વિન્ડોથી દુર ભાગતા ઇમારતોના ર્દશ્યોને આયુષ્યને કાર માથી બતાવે છે. અચાનક સુભાષ કારને બ્રેક લગાવીને ચાર રસ્તા ઉપર ઉભી રાખે છે. સુભાષ પોતાનો સીટબેલ્ટ ખોલીને કારનો દરવાજો ઓપન કરીને બહાર નિકળે છે.
"સુભાષ...કયા જાય છે?, કેમ કાર અચાનક ઉભી રાખી ?"કારની બહાર ઉભેલા સુભાષના ચહેરાને , કારની વિન્ડોનો ગ્લાસ ઓપન કરીને તાકી રહેલી સુહાનાએ પુછ્યુ.
" પેલી બેકરી પર કેક લેવા જવુ છે એટલે કાર ઉભી રાખી",સુભાષે સુહાનાને બેકરી તરફ આંગળીથી ઇશારો કરતા કહ્યુ .
"હુ પણ આવુ ને તારી જોડે "સુહાનાએ આયુષ્યને પોતાની કાખમા લેતા અને કારનો દરવાજો ઓપન કરતા સુભાષને કહ્યુ.
"હુ એકલો જાવ છુ,ખાલી ખોટુ તારે અને આયુષ્યને રોડ ક્રોસ કરીને રોડની પેલે પાર,આ વાહનો ઓળગીને આવવાની કોઇ જરૂર નથી, મને ખબર છે તારી અને આયુષ્યની પસંદગી,તમે બન્ને કારની અંદર જ બેસો "સુભાષે સુહાનાએ ઓપન કરેલા કારના દરવાજાને બંધ કરતા કહ્યુ.
"ઓકે...જલ્દી આવજે "સુહાનાએ સુભાષને સ્મીત આપતા કહ્યુ.સુભાષ રોડ ક્રોસ કરીને કેક લેવા માટે બેકરી પર જાય છે. સુહાના તેને જતો જોઈ રહી છે.બેકરી પરથી પરત ફરી રહેલા સુભાષના હાથમા એક ચોકોલેટ કેક,ત્રણ રંગબેરંગી ટોપી અને હેપ્પી બર્થ ડે લખેલા બલુનનો એક જથ્થો છે. હેપ્પી બર્થ ડે લખેલા બલુનો હવામા હલનચલન કરી રહ્યા હોય તે રીતે ઉડી રહ્યા છે.રોડ પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા. આ બધુ કારમા બેઠેલી સુહાના અને આયુષ્ય જોઇ રહ્યા હતા.સુભાષ નીચુ માથુ રાખીને પોતાની કાર તરફ આવી રહ્યો હતો ત્યા જ તેને એક મોટો,હૃદય ના ધબકારાને બંધ કરી નાખે તેવો મોટો ધડાકો સંભળાયો.બેકરી તરફથી આવી રહેલા સુભાષે રોડની સામેની સાઇડ જોયુ તો તેની કાર ન હતી.
તે પુર ઝડપમા દોડયો અને જોયુ તો તેની કાર ચાર રસ્તાના ખુણા પર, ઉંધા પડેલા ટ્રકના કન્ટેનર નીએ કચડાઈ ગઇ હતી.આખા રસ્તા ઉપર ફુટેલા કાચના નાના નાના ટુકડા છે,રોડ પરના ખાડાઓ લોહીથી ભરાયેલા છે.કચડાયેલી કાર નીચે એક નાના બાળકનુ કપાયેલુ અડધુ માથુ પડુ છે,રોડની બીજી બાજુ પર કંગન પહેરેલો કપાયેલો અડધો હાથ અને કપાયેલી આંગળીયોના ટુકડા પડયા છે.ચારે બાજુ રોડ પર વાહનો નુ ટ્રાફિક થઇ રહયુ છે .રસ્તા વચ્ચે સુભાષ બેભાન અવસ્થામાં આકાશ તરફ આંખો બંધ કરીને પડયો છે.તેના હાથમા રહેલા હેપ્પી બર્થ ડે લખેલા બલુનો,રોડથી થોડે ઉપર ઉડી રહ્યા છે.બોક્સ માથી બહાર નિકળીને રોડ પર પડેલી ચોકોલેટ કેકને ખાવા માટે કુતરાઓ એકબીજા સામે જોઇને ભસી રહ્યા છે.
બેભાન થયેલા સુભાષને એમ્બયુલસ રોડ પર થી ઉઠાવીને હોસ્પીટલ લઇ જાય છે.ઉંધા પડેલા કન્ટેનરને રોડ પરથી સાઇડમા કરવાની જહેમત શરૂ થાય છે. ટ્રાફિકપોલીસ સીટી મારીને ટ્રાફિકને કન્ટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યો છે.
સુભાષને એક હોસ્પીટલની અંદર ICUમા દાખલ કરવામા આવે છે.
* * * * * * * * * * * * * *
સુભાષ હોસ્પીટલના ત્રીજા ફ્લોર પર આવેલા ICUમા,રોડ તરફ રહેલી બારી સામે બેઠો છે.સવારના સુયઁના કિરણો તેની આંખો પર પડી રહ્યા છે.બહારથી ધીમી ગતિએ આવી રહેલો પવન,તેના માથાના વાળને ઉડાડી રહ્યો છે.સુભાષના બન્ને હાથ પર,ઇન્જેકશનના બોટલો ચડી રહ્યા છે.સુભાષની છાતી પર ECGના ઇલેકટ્રોડ લાગેલા છે.આ ઇલેકટ્રોડ સુભાષના દિલના ધબકારાની તીવ્રતાના દશઁન ,ECGના મોનિટર પર કરાવી રહ્યા છે. સુભાષ બારીની બહાર રોડ પર જઇ રહેલા વાહનો અને માણસોને જોઇ રહ્યો હતો.એક માણસ ઝડપથી રોડ ઓળંગી રહ્યો હતો અને એક માણસ પોતાની કાર પુર ઝડપે ચલાવી રહ્યો હતો. તો એક માણસ કેક લઇને રોડ તરફ આવી રહ્યો હતો.સુભાષની આંખો આ જોઇ રહી હતી અને તેનુ મગજ તેના વિશે વિચારી રહ્યુ હતુ.
ત્યા અચાનકજ સુભાષની આંખો સામે કચડાયેલી તેની કાર,તેમા કપાયેલુ નાના બાળકનુ માથુ,એક સ્ત્રીનો કપાયેલો હાથ અને આંગળીયો,રોડ પર ભરાયેલા લોહીના ખાડાઓ અને આ એકસીડન્ટનો ભોગ બનેલા આયુષ્ય અને સુહાના યાદ આવે છે.તેને આયુષ્યનો કેક કટીંગ કરા વગરનો અધુરો રહેલો બથઁ-ડે યાદ આવે છે.એ દિવસ આયુષ્ય અને તેની મમ્મી માટે બથઁ-ડે નહી પણ એકસીડેન્ટ -ડે ,ડેથ-ડે સાબીત થયો.ના મે સાબીત કરો,કેમ કે મારી સાથે બેકરી પર કેક લેવા માટે આવતા આયુષ્ય અને સુહાના ને મેજ ટોક્યા હતા,મેજ તેને મારી સાથે આવતા રોક્યા હતા,જો મે તેને મારી સાથે કેક લેવા આવવા દીધા હોત તો ,હુ ,મારો આયુષ્ય,મારી સુહાના આજે એક સાથે ભેગા મળીને બથઁ-ડે સેલીબ્રેટ કરતા હોત,મારી સાથે આજે એ પણ જીવતા હોત.આયુષ્ય અને સુહાના,હુ પણ તમારી પાસે આવુ છુ,મને એકલા તમારા વગર નથી ગમતુ "આવા વિચારોના વમળો સુભાષના મગજને વલોવી રહ્યા હતા.સુભાષનો શ્વાસ ફુલી રહ્યો હતો.તેનુ આખું શરીર પરસેવાથી પલળી રહ્યુ છે.મોઢા માથી લાળ પડી રહી છે અને એક ધારી ઉધરસ આવી રહી છે.આંખો માથી આંસુ ટપકી રહ્યા છે,આંખોનો ઉજાસ ધટી રહ્યો છે.હૃદયના ધબકારા વધી રહ્યા છે.મોઢા માથી લોહી બહાર નિકળી રહ્યુ છે,ECGના મોનિટર પર ધબકારાની રચાતી હારમાળા બંધ થઇ ગઇ છે.
સુભાષ બેડપરથી નીચે જમીન પર પડ્યો છે.તેના બેવ હાથ માથી ઇન્જેકશનની સોઇ નિકળી ગઇ છે . મોઢાં માથી લોહી બહાર આવતુ જાય છે.તેની બોડીની આસપાસની જગ્યા લોહીથી ભરાઇ જાય છે. હોસ્પીટલો સ્ટાફ,એકસીડેન્ટ માટેની તપાસ કરવા આવેલા પોલીસ સાથે સુભાષના રૂમમા આવે છે ત્યારે લોહીની વચ્ચે મોક્ષ ને પામી ગયેલા સુભાષનુ શબ પડેલુ જોવે છે .ફાઇનલ તપાસ થતા પોલીસ અને હોસ્પીટલના સ્ટાફને ખબર પડે છે કે આ સુભાષની વાઇફ અને તેનો છોકરો કાર એકસીડન્ટમા થોડા દિવસ પહેલા મૃત્યુ પામ્યા છે.
એક નાની ભુલથી આખો પરીવાર પોતાની જીંદગી હારી ગયો.
મિત્રો,હાઇવે અને જાહેર સ્થળના રોડ પર આપનુ વાહન યોગ્ય રીતે પાકઁ કરો અને પુરી સલામતી સાથે તમારા વાહનમા સફર કરો.
લેખક:-ખોડીફાડ મેહુલ (ગુરુ)