ભૂલ. - 22 - છેલ્લો ભાગ Pritesh Vaishnav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂલ. - 22 - છેલ્લો ભાગ

[ આગળના પાર્ટમાં ડાયન બધાને હાથકળીથી બાંધીને ચાલી જાય છે. બધા પોતાના બીલી પત્ર હાથકળી પર મૂકે છે અને બધાના પત્ર સળગી જાય છે.]

અચાનક સામે એક પ્રકાશ આવ્યો. બધાની આંખો બંધ થઈ ગઈ. પ્રકાશ બંધ થતાં બધાએ આંખો ખોલી. " મને જવા દો મને જવા દો. માફ કરી દો. આ હર્ષ મને ધરારથી કેમ્પમાં લઈ ગયો હતો. હું નિર્દોષ છું. મને જવા દો. હવે બીજીવાર આવું નઇ થાય. હું ક્યારેય આવું નઇ કરું. હું વસ્તુ નાખતા પેલા ચેક કરીશ. કચરા પેટી પણ ચેક કરીશ. મને જવા દો." દીપ જોરથી બબડવા લાગ્યો. " એ ચૂપ સામે જો. " નીરવ દીપને હલાવતા બોલ્યો. સામે એક છોકરો અને બાબા ઉભા હતા. આખા શરીર ભભૂતિ અને કપાળ પર ચંદનના આડા લાંબા ત્રણ તિલક અને વચ્ચે ઉભો તિલક શંકર ભગવાનની યાદ અપાવતો હતો. માથા પર વર્ષોથી ન કાપેલા વાળનો ગુંબજ વાળીને જટા બનાવી હતી. થોડા ખુલ્લા વાળ ખભા પર અને કમર સુધી પો'ચતા હતા. શરીર પર એક માત્ર કમરે સફેદ , માટીથી ખરડાયેલ વસ્ત્ર હતું. મુખ પર તપસ્યાનું તેજ સાફ દેખાય આવતું હતું. બન્ને ખભા પર ચંદનના તિલક અને એક હાથમાં રુદ્રાક્ષની માળા હતી. ગળામાં જુદા જુદા મોતીના મણકાની માળા હતી. કોઈ પણ માણસ જોઈને કહી શકે કે તેની ઉંમર 70- 80 વર્ષ હશે. હાથમાં એક ત્રિશુલ હતું. પેલો છોકરો દર્શન હતો જે અત્યારે લગભગ નિંદ્રામાં હતો. છતાં પણ તે ઉભો હતો.

બાબાએ મંત્ર જાપ કર્યો બધાની હાથકળી તૂટી ગઈ. બધાને કઈ સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે. " વો ડાયન મર ગઈ હે. તુંમ સબ આઝાદ હો. ઘર જાઓ. " બાબા એટલું બોલી, ત્યાંથી બંને ગાયબ થઈ ગયા. " આ બાબા કોણ હતા ? " નિરવે પૂછ્યું. બધાના મોઢા નકારમાં હલ્યા. "જે હોય તે ઝડપથી ભાગીએ અહીંથી. " દીપ બોલ્યો. બધા દોડીને ગુફાની બહાર નીકળી ગયા. અડધી રાત થઈ ગઈ હતી. બધાને પોતાના મમ્મી પપ્પાની યાદ આવી રહી હતી. બધા પોતે આવેલા રસ્તે પાછા જતા રહ્યા. પોતાની સાઇકલ લઈને ઘરે ચાલ્યા ગયા.
*

" હેલો. નીરવ, મારી ઘરે કોઈ નથી. " દીપે નિરવના ઘરે કોલ કર્યો. " મારી ઘરે પણ. ખબર નઇ બધા ક્યાં ગયા છે ? " નીરવ બોલ્યો. " મને લાગે છે કે એ પોલીસ સ્ટેશને હશે. " નીરવ થોડીવાર પછી બોલ્યો. " ચાલ મારી ઘરે આવ. આપણે ત્યાં જઈએ. " દીપ બોલ્યો. નીરવ અને દીપ પોલીસ સ્ટેશને પહોંચ્યા. ત્યાં પહેલેથી જ બધા હાજર હતા. " મેં કીધું તું ને આવી જશે. " નિલ બોલ્યો. દીપ અને નીરવ પોતાના મમ્મીને ગળે લાગ્યો. " આવી રીતે બહાર જવાય બેટા. હું અને તારા પપ્પા કેવા હેરાન થઈ ગયા. " નિરવના મમ્મી નિરવની થપકો આપતા બોલ્યો. નીરવ આ સાંભળી હસવા લાગ્યો જાણે એ ઠપકો એને ગોળ જેવો મીઠો લાગ્યો હોય. "હવે નઇ જાવ બસ. "નીરવ બોલ્યો. બધા પોતાના બાળકોને લઈને ઘરે ગયા. પોતાની સાથે થયેલી ઘટનાને બધા કોઈને નઇ કહે એવું નક્કી કરીને આવ્યા હતા. બધાએ મોડું થવાનું કારણ પંચર જણાવ્યું અને બધા ચાલીને આવ્યા એવું કહ્યું. બ્રિસા અને કવિતા એ પેટ્રોલ પુરૂ થવાનું બહાનું બનાવ્યું એ કારગર રહ્યું.
*

" પેલા બાબા અને છોકરો કોણ હતા ? " નિલે પૂછ્યું. બીજે દિવસે બધા સ્કૂલે મેદાન પર ભેગા થતા પૂછ્યું. " ખબર નઇ. " બધાનો એક સરખો જવાબ આવ્યો. બધા પોતાની સાથે થયેલી ઘટનાને યાદ કરતા મોઢા પર મુસ્કાન આવી ગઈ. " મારી પાસે એક વિચાર છે. " નીરવ બોલ્યો. "નઇ નઇ નઇ તારે કઈ નથી બોલવાનું. તારા વિચારના લીધે આજે આપણે બીજે ક્યાંક હોત. " દીપ મજાક કરતા બોલ્યો. " અરે સાંભળો તો ખરા. " નીરવ બોલ્યો. " હા બોલ. " નિલ બોલ્યો. " હું એમ કવ છું કે આપણે પેલા છોકરાનો સ્કેચ બનાવીએ અને પોલીસને બતાવીએ કદાચ એ જાણતા હોય. " નીરવ બોલ્યો. " હા સાચીવાત છે. જો એ છોકરો ત્યાં હોય એનો મતલબ કે એના ઘરના લોકોએ પણ ગુમનામ થવાની ખબર તો લખાવી જ હશે. " હર્ષ બોલ્યો. બધાના ચહેરા પર ખુશી છવાઈ ગઇ. " પણ સ્કેચ દોરશે કોણ ? " રાજ બોલ્યો. "નીરવની ઋતુ. " નિલ હસતા હસતા બોલ્યો. " એવું કંઈ નથી. " નીરવ ધીમા અવાજે બોલ્યો. " જોતો કેવો લાલ થઈ ગયો છે! આહા... " ક્રિશ બોલ્યો. " હંઅઅ..... એટલે તને એવો વિચાર આવ્યો. " હર્ષ બોલ્યો. " હા તું કઈશ તો કરી દેશે. " કિશન બોલ્યો. " એલા ઓલી કવિતા છે ને એ ઋતુ સાથે જ છે G1 કલાસમાં. " કિશન બોલ્યો. " હા તે બધી ખબર કાઢી લીધી. " દીપ બોલ્યો. " હા હું વાત કરીશ. " નીરવ બોલ્યો. " અત્યારે જ કર. " નિલ બોલ્યો. " અત્યારે ? " નીરવ આશ્ચર્ય સાથે બોલ્યો. " હા અમેં તારી પાછળ જ રે'શુ. " નિલ બોલ્યો. બધાએ હા પાડી. નિરવ હિંમત કરીને ઋતુ પાસે ગયો. " ઋતુ. " નીરવ બોલ્યો. " હા બોલ." ઋતુ પાછળ ફરતા બોલી. " અ..અ.. હું એમ કહેતો હતો કે... " નિરવ બોલતા અટકી ગયો. " હા બોલ હવે રીસેસ પૂરો થઈ જશે. " ઋતુ બોલી. " કે કે તું બો'વ સારા સ્કેચ બનાવે છે. " નીરવ બોલ્યો. " હા તો તારે પણ બનાવવું છે. " ઋતુ બોલી. " ના ના. મારે નથી બનાવવું. " નીરવ બોલ્યો. " તો ? " ઋતુ બોલી. " તો તો મારા ફ્રેન્ડને બનાવવું છે. મારે નથી બનાવવું. આ તો એ કે'તા 'તા કે હું વાત કરીશ તો તું માની જઈશ. તને ના બનાવવું હોય તો વાંધો નઇ. હું એને ના પાડી દઈશ. એને ખોટું નઇ લાગે. વાંધો નઇ વાંધો નઇ. હું ના પાડી દવ. ઓકે જાવ છું. " નીરવ ઉતાવળમાં જાજુ બધું બોલી ગયો. " ના પાડવાની જરૂર નથી. આજે હું નવરી છું તો કરી દઈશ. 3 વાગે તારા ઘરે." ઋતુ બોલી. એટલામાં બેલ વાગ્યો. બધા અંદર જવા લાગ્યા. " ઓકે થેંક્યું. થેંક્યું " નીરવ બોલે એ પહેલાં ઋતુ ત્યાંથી ચાલી ગઈ. " વાહ વાહ. " બધા નિરવને ભેટી પડ્યા.
*

" હા કોનું સ્કેચ બનાવવાનું છે ? " ઋતુ બોલી. " અમારામાંથી કોઈનું નથી બનાવવાનું " નિરવ બોલ્યો. " તો ? " ઋતુ આશ્ચર્ય સાથે બોલી. " તો અમેં કઈએ એનું બનાવવાનું છે. " નીરવ થોડા ખચકાટ સાથે બોલ્યો. " એ મને ન આવડે. " ઋતુ બોલી. " ટ્રાય તો કર. પ્લીઝ. " નિરવ બોલ્યો. " પ્લીઝસસસ.... " બધા એક સાથે બોલ્યા. " હા હા દોરી દવ છું. " ઋતુ હસતા હસતા બોલી. બધા ખુશ થઈ ગયા. બધાએ પોતાની રીતે એક પછી એક ખબર હોય એટલુ વર્ણન કર્યું. બે કલાક પછી દર્શનનો ચહેરો બની ગયો. " આ જ છે ? " ઋતુએ પૂછ્યું. બધાએ હા પાડી. " તો લાવો મારુ પૅમેન્ટ. " ઋતુ પેન્સિલ નીચે મુકતા બોલી. " પૅમેન્ટ ? " નીરવ આશ્ચર્ય સાથે બોલ્યો. બધા એકબીજાના મોઢા જોવા લાગ્યા. " હા હા પૅમેન્ટ. 3000 રૂપિયા. નિરવે નથી કહ્યું ? " ઋતુ આશ્ચર્ય સાથે બોલી. બધા નીરવ સામે જોવા લાગ્યા. " ના ના મને કંઈ નથી કહ્યું. " નીરવ પોતાનો બચાવ કરતા બોલ્યો. " તો હું ખોટું બોલું છું એમ ? " ઋતુ થોડા ઉંચા આવજે બોલી. " હા બોલ. " નિલ બોલ્યો. " ના ના ખબર નઇ. હું ભૂલી ગયો હોઈશ. સોરી સોરી." નીરવ બોલ્યો. " હવે તું જ ચૂકવજે. " દીપ બોલ્યો. " હા. ચૂકવી દઈશ. " નીરવ ધીમા અવાજે બોલ્યો. ઋતુ હસવા લાગી. " મજાક હતો હાહા... હાહા.. " નીરવ ખોટું હસતા બોલ્યો. " આનું મોઢું તો જુવો. " ઋતુ હસતા બોલી. બધા ઋતુ સાથે હસવા લાગ્યા. " તને માફી મળશે પણ એક શરત પર કે તારે આઈસ્ક્રીમ ખવડાવવી પડશે. " ઋતુ બોલી. " હા વાંધો નઇ. " નીરવ બોલ્યો. " બાય. " ઋતુ હાથથી ઈશારો કરતા ચાલી ગઈ. " થઈ ગયું ભાઈ તારું. હાલો આપણે પણ મળશે આઈસ્ક્રીમ. " નિલ બોલ્યો. " ઠંડી ઠંડી આઈસ્ક્રીમ. " હર્ષ બોલ્યો. " તમને નઇ મળે. એક તો મારી જાન બહાર આવી ગઈ 'તી 3000 સાંભળીને. " નીરવ હાશકારો અનુભવતા બોલ્યો. " કેમ ભાયુને ભૂલી ગયો. " કિશન બોલ્યો. " ના તમે મારી સાથે મજાક કર્યો એટલે. " નીરવ બોલ્યો. " એ ભાઈ અમને નો'તી ખબર કે ઋતુ આવું કે'શે. આ તો એ હસવા લાગી તો અમે પણ હસવા લાગ્યા. " ક્રિશ બોલ્યો. " હા ભઇ મળશે તમને પણ અલગથી એની સાથે નઇ. " નીરવ બોલ્યો. " આય હાય. " કુશ બોલ્યો. " હેએએ...આઈસ્ક્રીમ મુહ લગ ગયા.હેએએ.. આઈસ્ક્રીમ મુહ લગ ગયા. " બધા એક સાથે ગાવા લાગ્યા.
*
" સર આ જુવોને આ છોકરા પર કોઈ કમ્પ્લેન છે ? " નિલ પોલિસ સામે સ્કેચ મુકતા બોલ્યો. "તમે બધા કોણ છો ? એક મિનિટ તમે તો કાલ રાતવાળા છોને ? " પોલીસ ઇન્સ્પેકટર બોલ્યા. " હા. " બધાએ હા પાડી. " જાવ અહીંયાંથી અને કોણ છે આ ? " પોલીસ ઇન્સ્પેક્ટરે કડક અવાજે પૂછ્યું. "આ છોકરાએ જ અમારી સાઇકલની હવા કાઢી છે. " હર્ષ બોલ્યો. " એટલે હવે અમારે હવા કાઢવાવાળાને ગોતવાના એમ ? એક તો પહેલાથી જ કેટલા બધા કેશ છે. હવલદાર કાઢો અહીંયાંથી આને. " પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું. " સાહેબ પ્લીઝ એકવાર ચેક કરોને પાછા નઇ આવીએ. " નિલ બોલ્યો. " ના ના ટાઈમ નથી. " ઇન્સ્પેકટર બોલ્યા. " સર પ્લીઝ. પ્લીઝ એકવાર ગાયબ થયેલા લોકોના લિસ્ટમાં જુવોને પછી અમે હેરાન નઇ કરીએ. " નીરવ બોલ્યો. " હા પણ એમાં નઇ મળે તો બીજું ક્યાંય ચેક નઇ થાય. " ઇન્સ્પેકટર બોલ્યા. " હા થેંક્યું સાહેબ. " બધા એકસાથે બોલ્યા. ઇન્સ્પેક્ટરે પોતાના કમ્પ્યુટરમાં ચેક કર્યું. " હા મળી ગયું. આ જ છે. આલો આના નંબર. " ઇન્સ્પેક્ટરે નંબર આપ્યા. " થેંક્યું સાહેબ. " બધા એટલું બોલીને નીકળી ગયા. " સાહેબ આ તો ખોટું કે'વાય, આમ છોકરાને નંબર આપવું. " હવલદાર બોલ્યો. " આ છોકરા દસમુ બારમું ભણતા હોય એવું લાગતું હતું. વધુમાં વધુ તે તેની ઘરે કોલ કરશે બીજું શું ? ખોટું માથું ખાય એનાથી તો સારું. બાકી એના મમ્મી પપ્પાને મોકલત. તમે કામ કરો તમારું. " ઇન્સ્પેકટર બોલ્યા.
*

" હાલો. દર્શનના ઘરેથી બોલે છે. " નીરવ બોલ્યો. " હા. બોલો. " કોઈ વ્યક્તિનો અવાજ આવ્યો. " દર્શન છે ઘરે ? " નિરવે પૂછ્યું. "ના તમે કોણ બોલો છો ? " સામેવાળી વ્યક્તિએ પૂછ્યું. " હું એનો મિત્ર છું. એ ક્યાં ગયો છે ? " નિરવે પૂછ્યું. " એ ખોવાય ગયો છે. તે હવે ક્યારેય વાત નઇ કરી શકે. " વ્યક્તિના સ્વર ધીમા થઈ ગયા. " એની સાથે ભણતા કોઈના નંબર મળશે? " નીરવ બોલ્યો. " હા. આ રોનકના નંબર છે. " વ્યક્તિએ નંબર આપ્યા. " થેંક્યું સાહેબ. " નીરવે કોલ કાપી નાખ્યો. નિરવે રોનકના નંબર પર કોલ કર્યો. " હાલો. રોનક બોલે છે ? " નિરવે કોલ સ્પીકર પર કર્યો. " હા તમે કોણ ? " રોનક આશ્ચર્ય સાથે બોલ્યો. " હું નીરવ બોલું છું. " નિરવે પોતાનો અને પોતાના મિત્રોનો પરિચય આપ્યો. " શું કામ છે ? " રોનકે પૂછ્યું. નિરવે પોતાની બધી વાત સંભળાવી અને કહ્યું " અમે દર્શનનો આભાર માનવા માટે કોલ કર્યો. " નીરવ બોલ્યો. " દર્શન હિમાલય પર છે " રોનક બોલ્યો. બધા હસવા લાગ્યા. "મજાક નથી. " રોનકે પોતાના ટુરની વાત કરી. " અમે તમારી મદદ કરી શકીએ ? " નિરવે પૂછ્યું. " હજુ અમારું પણ નક્કી નથી. અમે ત્યાં કોલેજ ટુરમાંથી જવાનું વિચારીએ છીએ એટલે તમને ન આવવા દે. પણ દર્શન મળશે એટલે કોલ કરશું. " રોનક બોલ્યો. " ભલે. જય શ્રી કૃષ્ણ. " નીરવ બોલ્યો.
*

" હાલો નીરવ બોલે છે ? " નિરવના મમ્મીને ફોન કાને રાખતા અવાજ સંભળાયો. " હા બોલાવી આપું તમે કોણ ? " નિરવના મમ્મી બોલ્યા. " કહો કે રોનક નો ફોન છે. " રોનક બોલ્યો. " નિરવ રોનકનો ફોન છે. નીચે આવ. " નિરવના મમ્મીએ રાડ પાડી. નીરવ દોડીને ત્યાં આવ્યો. " હાલો. દર્શન મળી ગયો ? " નીરવ ઉતાવળથી બોલ્યો. " હા. હા મળી ગયો. " રોનક બોલ્યો. " એક મિનિટ હમણાં હું બધાને ભેગા કરીને વાત કરાવું. " નીરવે ફોન મૂકી દીધો. નિરવે બધાને ભેગા કર્યા. " હાલો. બધા આવી ગયા. " નિરવ બોલ્યો. " આ લો દર્શન સાથે વાત કરો. " રોનક દર્શનને ફોન આપતા બોલ્યો. " હાલો. " દર્શન બોલ્યો. બધાએ તેનો આભાર માન્યો અને પોતાની આખીવાત કરી. " મને કંઈ યાદ નથી. હું સીધો પેલી ગુફામાં ઉઠ્યો. " દર્શન બોલ્યો. રોનકે દર્શનને ગોતવાની બધીવાત કરી. બધાએ બાબાનો આભાર માન્યો. " ફરી ક્યારેક ટ્રીપ પર જાવ તો અમને બોલાવજો. એ બા'ને આપણે મળી પણ લેશું." નિરવે કહ્યું. " હા ચોક્કસ. જય શ્રી કૃષ્ણ." રોનક બોલી કોલ કાપી નાખ્યો.

સમાપ્ત.
પ્રતિભાવ આપશો.