અધુરો પ્રેમ - 27 - વ્યાકુળતા Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરો પ્રેમ - 27 - વ્યાકુળતા

વ્યાકુળતા
વીશાલ અને પલકને એકાંત આપીને નેહલભાભી ત્યાથી એક સભ્ય નારી બની અને હળવેથી નીકળી ગયાં.વીશાલ પલક સામે જોયું પરંતુ પલકે વીશાલની સામે ફરીથી જોવાની દરકાર પણ ન કરી અને તે ખુબસુરત વાદીઓમાં પોતાની નજર ફેરવી રહી છે. એકાદ ક્ષણ પછી વીશાલે પલકને કહ્યું યાર પલક હજીયે નારાજ છે,અરે ! યાર થઈ ગઈ ને ભુલ હવે જીંદગીભર કોઈ દિવસ આવી ભુલ નહી કરું બસ તું મારી પાસે લખાવી લે.હું તને હાથ જોડું છું, બહુ થયું પલક મારાથી તારી આ બેરુખી મને "વ્યાકુળતા"ઉપજાવી રહી છે.જો તું મારી સાથે વાત નહી કરે અને મને એકવાર માફ નહિ કરે તો હું સાચું કહું છું કે અહીંયા જ ખીણમાં પડી અને મારું જીવન ટુંકાવી દ્ઈશ.જયાં વીશાલનાં શબ્દો પલકનાં કાનમાં પડ્યાં ને તરત જ પલક પાછી ફરી અને કહ્યું શું પાગલો જેવી વાત કરો છો. અહીંયા ઘરની આટલા દુર મરવાં માટે આવ્યાં છો.કે મને હેરાન પરેશાન કરવામાં હજીયે કોઈ કસર બાકી રહી ગઈ છે એ પુરી કરો છો.
વીશાલે કહ્યું હા પલક મારી પાસે બીજો કોઇ વિકલ્પ જ ક્યાં છે. તને હું હાથ જોડી અને કહું છું કે મારાથી બહું જ મોટી ભુલ થઈ ગઈ છે, હવે હું બીજું તો શું કરી શકું, મારે તારી સાથે આવો દુરવ્યવહાર ન કરવો જોઈએ, પણ શરાબનાં નશામાં મને કશું ભાન ન રહ્યું અને મે તારી સાથે ન કરવાનું કરી દીધું. પરંતુ એમાં મારો વાંક નથી પલક અને વીશાલ અટકી ગયો. તો તો તો તમે કહેવાં શું માગો છો,તમારો વાંક નથી તો શું મારો વાંક છે.મેં તમને આવું નીચ કામ કરવામાં ઉશ્કેર્યા હતાં ? જેથી વીશાલે કહ્યું હાં પલક આમાં નકરો મારો વાંક નથી.તું છે જ એટલી સુંદર અને દેખાવડી કે મારાથી મારું હૈયું હાથમાં ન રહ્યું.અને હું ન કરવાની હરકત કરી બેઠો.તને ખબર છે પલક જયારથી તું એ વાત થકી પરેશાન છો ને એનાં કરતાં હું હજારો લાખો ગણી
"વ્યાકુળતા"અનુભવી રહ્યો છું. પોતાની સુંદર બદનની વાતથી પલકને જરા હસવું આવ્યું. અને તે મનોમન પોતાના હોઠમાં મીઠી સ્માઈલ કરી લીધી. પણ એ વાત ની વીશાલને જાણ ન થાય તેનું પણ ધ્યાન આપ્યું. હવે પલકનો ગુસ્સો ધીરે ધીરે શાંત થતો જણાય છે. પલક હવે હળવેકથી પાછી પરી અને વીશાલ તરફ નજર કરી. એણે ધીમે ધીમે ડગલાં ભરીને વીશાલ તરફ આગળ વધી. હળવેકથી વીશાલની બાજુમાં બેસી ગ્ઈ.એણે વીશાલને કહ્યું જો વીશાલ તમે હંમેશાં મને ગમ્યાં છોઅને એટલે તો મેં તમને પસંદ કર્યા છે પરંતુ એનો મતલબ એવો નથી કે આપણે લગ્ન પહેલાં જ ન કરવાનું કામ કરી બેસીએ. અરે ! આ બધું તો આખી જિંદગી જીવી ત્યાં સુધી કરવાનું છે જ પરંતુ એ પહેલાં આપણે એકબીજાને સમજી તો લ્ઈએ, એક બીજાના સુખ દુઃખનાં સહભાગી બનીએ એકબીજાને અંતરથી જાણીતા થઈ શકીએ. હું તમારા સાથે એટલે તો આવીછું.
હાં પલક તારી વાત બીલકુલ સાચી છે અને સમજદારી ભરેલી છે.હું તો અત્યાર સુધીમાં કોઈ છોકરી સાથે રહ્યો નથી એટલે કે કોઈ દોસ્ત કે કોઈ ગર્લફ્રેંડ જોડે એની સાથે કેવીરીતે વાત કરવી એ મને નથી ફાવતું. અને હા એ બધોજ દોષ કદાચ શરાબનાં નશાનો જ હતોહું તને વચન આપું છું કે આજ પછી કોઈપણ દીવસ હું નશો નહી કરું.હવે પલકનાં ચહેરા ઉપર થોડી હાસ્યની આભા દેખાઈ આવી. એણે કહ્યું કે મારા સમ ખાઈને કહો કે તમે આજપછી કોઈ દિવસ દારું ને હાથ નહીં લગાવો. એટલે વીશાલે કહ્યું પલક હું તારા માથે હાથ ધરી અને સોગંદ ખાઉ છું કે આજ પછી જીવનમાં ક્યારેય પણ નશો નહીં કરું બસ.પલક હવે રીલેક્સ અનુભવ થયો એણે વીશાલને કહ્યું કે ઉભાં થાવ.તરતજ વીશાલ ઉભો થયો કે એજ પળે પલકે વીશાલને કસકસાવી અને બાથ ભીડી લીધી. વીશાલે પણ પોતાના બંને હાથને પલકનાં સુવાળાં અને સુડોળ શરીરને ચીપકાવી લીધાં ને કહ્યું કે થેન્ક્સ પલક થેન્કયું વેરીમચ તે મને માફ કરી દીધો. એટલી વારમાં નેહલભાભી અને એનો હસ્બન્ડ સામેથી આવતાં હતાં. નેહલભાભી એ પલક અને વીશાલને એકબીજાને ભેટેંલાં જોઈને ખૂબ ખુશ થઈ.
બન્ને જણ ચુપચાપ પલક અને વીશાલની નજીક પહોંચી ગયાં. અને કહ્યું અરે ભાઈ લૈલા મજનું હવે તો એકબીજાને ભેટવામાંથી બહાર આવો.અને અમારી તરફ થોડું ઘણું ધ્યાન કેન્દ્રિત કરો.પલક એકદમ વીશાલની બાહુપાશમાંંથી બહાર આવી ગઈ. અને પોતાના મોઢાં આડે પોતાના બંને હાથ દ્ઈને શરમથી લાલઘુમ થઈ ગઈ. એણે નેહલભાભી અને એમનાં હસ્બન્ડને કહ્યું સોરી મે તમને આવતાં જોયાજ નહી.જેથી નેહલભાભી બોલી ઉઠ્યાં. અરે તે જોયું કે ન જોયું પણ અમે બન્ને તમને ખૂબ ખુશ જોઈને બહું જ રાજીનાંરેડ થઈ ગયા છીએ. બસ આમને આમજ તમારો પ્રેમ યથાવત રહે.અને તમને કોઈપણ જાતની બુરી નજર ન લાગે બસ એ જ ભગવાન જોડે પ્રાર્થના છે.તમારી બન્નેની જોડી કેટલી સુંદર લાગે છે.કોઈએ સાચેજ કહ્યું છે કે સાચો પ્રેમ તકરાર પછી જ થાય છે.જેવું આપની સાથે પણ થયું મને લાગે છે કે તમારો પ્રેમ એક દિવસ જરુર મીશાલ બનશે.અને જગત આખું એમાંથી પ્રેરણા લેશે.પલકે કહ્યું અરે ભાભી હવે રાખૈ રાખો થોડું આમ કાઈ કોઈને ચણાના ઝાડ ઉપર ન ચડાવો. અમે ત્યાંથી નીચે પટકાઈશું ને અમારા કુંકરા ભાંગી જ્શે.અનૂ ત્યારે અમને કૈઈ ઉભા કરવા નહીં આવે સમજ્યાં ભાભીઅને બધાં જ હસી પડ્યાં.
નેહલભાભી થોડીવાર પછી કહ્યું અરે ભાઈ તમારે શું અહીંયા જ દિવસ પસાર કરવાનો છે. પેલાં લોકો ક્યારનાય તમારી રાહ જોતા બેઠાં છે અને બસ પણ તૈયાર રાખી છે. આપણે અહીંયા બેસવાં માટે થોડાં આવ્યાં છીએ.ચલો જલ્દીથી હું બધાં ને તમને લોકોને બોલાવી લાવું એમ કહીને આવી છું. હાં હાં ભાભી ચલો ચલો ચારેય જણ ઉતાવળા પગે હોટલ બાજુ ચાલ્યાં અને પોતપોતાના સામાન લઈ અને બસમાં ચડી ગયાં. એમાંથી એક મીત્ર્એ થોડી મજાક ઉડાવી એણે કહ્યું અરે જો જો પલકભાભી અને વીશાલને અહીં એકલા છોડી ન જતાં નહીંતર કોણજાણે વીશાલ શું કરી બેસસે.અને આખી બસ ખડખડાટ હસવા લાગી. પણ પલક અને વીશાલ થોડીવાર ન હસ્યાં એટલે બધાં જ ગંભીર થઈ ગયાં.બધાનાં મોઢાં વીલાઈ ગયેલાં જોઈને પલક અને વીશાલ જોરથી હસવાં લાગ્યાં અને આખી બસ હસવાનાં અવાજથી ગુંજી ઉઠી,અને બધાં જ નીકળી પડ્યા જીવનનો આનંદ લુટાવવા માટે મહાબળેશ્વરની મનને શાંતિ પમાડે એવી ખુબસુરત વાદીઓમાં પહાડો, નદીઓ,ઝરણાંઓ, જંગલ, ઝાડી અવનવા પશુંપક્ષીઓ અને એમાંય પલક તો પ્રકૃતિની દીવાની હતી.એ બસ કુદરતી સૌંદર્ય જોઈને બસ આંખોમાં સૌદર્ય જાણે વસી ગયું હોય એટલી બધી ખુશખુશાલ થઈ ગઈ. વીશાલ પણ પલકને હષતી જોઈને ખૂબ ખુશ થઈ ગયો હતો. એણે વાતવાતમાં પલકને કહ્યું પલક એક વાત કહું જેથી પલકે કહ્યું હા કહોને શું વાત છે. ને વીશાલે નજર નીચે નમાવી અને કહ્યું પલક ,,i love you,, તું મને બહું જ ગમે છે. પલક તું મને કયારેય છોડીને નહી જાયને નહીંતર હું જીવી નહીં શકું. પલકે વીશાલની ભાવવિભોર વાત સાંભળીને અને કહ્યું હું પણ તમને પ્રેમ કરું છું વીશાલ હું તમને છોડી અને કયાંય જવાની નથી,અરે મારા બુદ્ધુ હુ હવે એક જન્મ નહી સાત સાત જનમ સુધી તમારો પીછો નહી છોડું. અને જો તમે પીછો છોડાવવાની કોશિષ પણ કરી છે ને તો મારા જેવી ભુંડી બીજી કોઈ નહી ભાળી હોય. એટલે અટકાવી અને વીશાલે કહ્યું હા એતો મને ખબર છે કે તારા જેવી બીજી કોઈ ભુંડી તો નહી હોય.... બન્ને ખૂબ જ હસ્યાં હસ્તાં હસતાં બન્ને ની આંખો ભરાઈ ગઈ..... અને એકબીજા સાથે હાથ પર હાથ ધરી અને ચુમવાં લાગ્યાં........ ક્રમશઃ





( મહાબળેશ્વની ખુબસુરત પહાડીઓમાં બધાં જ ફરવાં નીકળી પડ્યા હતા... જોઈશું ભાગ :-28 નીજાનંદ)