Preet ek padchaya ni - 28 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૨૮

એ ભયાનક જંગલને વીધતા ત્રણેય બહાર રોડ પર આવી ગયાં. એ સાથે જ અપુર્વ બોલ્યો, ભાઈ બોલ તો ખરાં હવે કોણ છે એ ડૉ.આહુજા ?? મેં નામ તો સાંભળ્યું હોય એવું લાગે છે પણ કોણ ક્યાં એવું કંઈ યાદ નથી આવતું.

અમદાવાદનાં કોઈ ઓળખીતા ડૉક્ટરમાંથી તો નથી લાગતું મને.

અન્વય : " એસવીએ હોસ્પિટલ યાદ છે ??

અપુર્વ : હા એ તો ભાભીને એડમિટ કર્યા હતાં હમણાં તમે હનીમૂન પર આવ્યાં ત્યારે. પણ ત્યાં તો કોઈ ડૉ. આહુજા મને યાદ નથી‌.

અન્વય : "મને ચોક્કસ ખબર નથી કે એ જ છે પણ બધી ઘટનાઓ સાથે તાગ મેળવતા લાગે છે કે એ જ હશે. ત્યાંનાં કોઈ વિઝીટર ડોક્ટર નથી પણ એ છે એસવીએના માલિક...'શર્વિન વિશ્વનાથ આહુજા'"

"પણ હવે એ ખાસ અહીં ઈન્ડિયામાં નથી રહેતાં છેલ્લા પાંચ સાત વર્ષથી....એમની પાછળનું સત્ય તો નથી ખબર પણ કંઈ તો છે જ... બહું મોટી ઘટના."

અપુર્વ : હા યાદ આવ્યું તે એમની વાત કરી હતી એટલે મને થોડું યાદ હતું. હવે તો જેક્વેલિન સિસ્ટર પણ નથી મળ્યાં એટલે આ માટે આપણે આ પુસ્તકમાં કંઈ માહિતી મળે તો જોઈએ....એ સિવાય હાલ આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી.

અન્વયે પુસ્તકમાં રેન્ડમલી થોડાંક પેજ પાછળથી ખોલ્યાં ને જોતો જ રહ્યો....

અપુર્વ : " શું થયું ભાઈ ?? કેમ આમ જોઈ રહ્યો છે.

" અપ્પુ આમાં તો પેજ કોરાં છે કંઈ લખેલું જ નથી. આપણે શોધીશું કેવી રીતે??"

અપુર્વ : પણ અંદર આપણે જોયાં તો બધાં જ પેજ લખેલાં હતાં. આ શું થયું ?? લાવ મને એકવાર જોવાં દે ને.

ત્યાં જ હજું સુધી ચુપ રહેલી લીપી બોલી," સરખું જો તો ખરાં અનુ. કંઈક તો મળશે જ."

અપુર્વ પુસ્તકનાં પાનાં ફેરવવા લાગ્યો, તેણે આગળથી પેજ ખોલ્યું.‌.આગળના થોડાં પેજ લખેલાં છે... પાછળ બધું કોરૂ છે....

"કદાચ એવું હોય કે આપણને એકેક રહસ્ય જ જાણવાં મળે શરૂઆતથી. બધું એકસાથે આપણે વાંચીએ નહીં એ માટે હશે."

અન્વય : હા હવે એ પહેલાં વાંચીએ એ જ ઉપાય છે...એમ કહીને એ બંને પુસ્તક વાંચવાનું શરૂ કરે છે.....


****************

લગભગ સો વર્ષ પહેલાંની વાત છે ‌.એક 'સુવર્ણસંધ્યા' નામે ઓળખાતી નગરી છે... એમાં ધન્વંતરી નામે એક રાજા છે. એની એક પ્રિયંવદા રાણી છે.. આખું નગર બહું સુખ સમૃદ્ધિથી ઉભરાય છે...લોકો પણ એટલાં જ ખુશ છે એમનાથી. રાજાની હવેલી એટલે "દીદાર હવેલી".

પ્રિયંવદા રાણી એટલે રૂપરૂપનો ભંડાર...અખુટ સૌંદર્ય ભરેલું છે..‌.‌પણ એટલું જ નહીં પણ સ્વભાવે પણ એટલી જ સૌમ્ય, શાંતને બુદ્ધિશાળી...સાથે જ એટલી પરગજુ અને લાગણીશીલ...જાણે કોઈ જ કમી ન હોય એમ પહેલાં જ ખોળે એક રાજકુમાર અને રાજકુમારી જન્મ્યાં. આખાં રાજ્યમાં ખુશીનો કોઈ પાર નહોતો...જન્મની વધામણીમાં તો પ્રજાએ આખું નગર સજાવી દીધું. જેવાં રાજારાણી એવી જ એમનાં સંતાનો એવાં જ રૂપરૂપના અંબાર.... બંનેનાં નામ પણ એવાં જ સૌમ્યાકુમારી અને સૌમ્યકુમાર દિવસે દિવસે બંને મોટાં થવા લાગ્યાં...ને સૌ સુખેથી જીવી રહ્યાં છે.

તેની નજીકની જ એક નગરીનો રાજા છે વિરાજસિંહ. તેને પહેલેથી જ પ્રિયંવદા બહું પસંદ હતી. પણ તેનાં નસીબ પાછાં પડ્યાં કે તે એને ન મેળવી શક્યો. વર્ષો વીત્યાં બાદ આજે તેને પણ એક રાજકુમાર છે...પણ હજું તેની પ્રિયંવદાને પામવાની ઈચ્છા એવી ને એવી જ અકબંધ છે. સામે પ્રિયંવદા હજું બે સંતાનોની માતા બન્યા પછી પણ હજું એટલી જ યુવાન, સુંદર અને મનમોહક દેખાય છે. સુવર્ણસંધ્યા નગરીની સરખામણીમાં વિરાજસિંહનું નગર નાનું છે એટલે એ કંઈ કરી શક્યો નહીં.

સમય જતાં ક્યાં વાર લાગે છે એમ વર્ષો વીતવા લાગ્યાં. સૌમ્યાકુમારી યુવાન થતાં સોળ વર્ષની સુંદર રાજકુમારી બની ગઈ છે. તેનું રૂપ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. આજે તે તેની માતા પ્રિયંવદાને પણ જાણે પાછી પાડે એવી કામણગારી બની ગઈ છે. દુર દુર નગરીઓના રાજાઓને પણ આ વાતની જાણ થતાં કેટલાંય લોકો એને પોતાની રાણી બનાવવા બેતાબ બન્યાં છે....

રાજકુમારી બધી રીતે કહી શકાય કે તેની માતાની જેમ સર્વગુણસંપન્ન છે. તેણે એક રાજકુમારીને શોભે તેવી બધી વિદ્યાઓ શીખી છે. તે બહું કુશળ યોદ્ધા પણ છે... તલવારબાજીમાં તેની તોલે કોઈ ન આવી શકે એવું કહી શકાય. રાજકુમાર સૌમ્યકુમાર પણ કોઈ પણ પ્રકારે પાછાં પડે એમ નથી પણ તલવારબાજીમાં રાજકુમારીની કોઈ વાત નથી.

એક ત્રણ દિવસની નગરથી દુર એક જગ્યાએ એની વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી છે. વિવિધ નગરનાં રાજકુમાર અને રાજકુમારીઓ ત્યાં આવવાનાં છે. રાજકુમારીની રક્ષા અને દેખભાળ માટે એક નાનકડું ખાસ સૈન્ય તૈયાર કરવામાં આવે છે... વિવિધ નગરોના રાજકુમારો છે.... એમાંનો એક રાજકુમાર છે સિંચન...એ પણ સૌમ્યાકુમારીની જેમ જ એ પણ તલવારબાજીમાં પાવરધા છે....

જુદી જુદી હરિફાઈ થતાં છેલ્લે સિંચનકુમાર અને સૌમ્યાકુમારી વચ્ચે છેલ્લે ટક્કર શરૂં થાય છે. ખબર નહીં બંનેએ જ્યારથી મળ્યાં હતાં એકબીજાંની આંખો મળી ગઈ છે. પણ એકબીજાને કહેવાય પણ કેમ ??

બંને સ્પર્ધા દરમિયાન એકબીજાં સામે આવ્યાં...બંનેની આંખો મળી. બંને જાણે થોડીવાર તો એકબીજામાં ખોવાઈ ગયાં...પછી થોડી જ ક્ષણોમાં રાજકુમારીને સમય સ્થળનું ભાન થતાં તે વર્તમાનમાં આવીને તૈયાર થઈ ગઈ.

સ્પર્ધા ચાલું થઈ ગઈ. હજું સુધી બધાંને માત કરનારાં બંને જાણે એકબીજાને કંઈ પણ કહ્યાં વિના જાણે જાતે જ હારીને સામેનાં ને જીત અપાવવા ઈચ્છતાં હોય એવું લાગી રહ્યું છે....
બાકીનાં લોકોએ તો કદાચ આ વાત બહું મન પર ન લીધી. પણ આખરી સ્પર્ધા નીહાળવા આવેલાં ધન્વંતરીરાજા અને પ્રિયંવદારાણીથી આ વાત અજાણ ન રહી. આ સિવાય પણ એક જણ હતું જેને આ વસ્તુ બહું સારી રીતે જોઈ હતી તે છે રાજકુમાર કૌશલ....એ બીજું કોઈ નહીં પણ વિરાજસિંહનો દીકરો છે.

એને સૌમ્યાકુમારી પ્રથમ દિવસથી જ દિલમાં વસી ગઈ છે. તેણે કોઈ પણ રીતે તેને મેળવવાનું નક્કી કરી લીધું છે...એટલે તેને આ વાત જરાં પણ ન ગમી.... કંઈક મનમાં નિર્ધાર સાથે તે ગુસ્સાભેર તે નીકળી ગયો....

લગભગ પોણો કલાકની હરિફાઈ થઈ...પણ કોઈ નહોતું હારતું કે નથી જીતતું....આખરે વધું એક રાઉન્ડ પછી બંનેને વિજેતા ઘોષિત કરવામાં આવ્યાં ત્યારે બંનેનાં ચહેરા મલકાવા લાગ્યાં. બંનેએ કોઈને કંઈ કહ્યું નહીં પણ જાણે હૈયાં મનોમન એકબીજાને કંઈ રહ્યાં છે અને બધાં આ કાર્યક્રમ પુર્ણ થતાં છુટાં પડી ગયાં....


***************

રાજકુમાર કૌશલ સ્પર્ધામાંથી આવ્યાં બાદ થોડાં ગુસ્સામાં અને ઉદાસ રહેવા લાગ્યો એટલે એકદિવસ તેનાં પિતાએ તેને પોતાના કક્ષમાં બોલાવીને પુછ્યું, " કુમાર તમે કોઈ વાતથી વ્યથિત છો ?? હું જોઉં છું કે સ્પર્ધામાંથી આવ્યાં બાદ તમે બહું ઉદાસ લાગો છો. હારજીત તો જીવનનો નિયમ છે. એમાં નિરાશ થોડું થવાનું હોય??"

રાજકુમાર : " ના પિતાજી એવું કંઈ નથી. "

રાજા : "તમે મને બીજી કંઈ પણ દુવિધા હોય તો જણાવી શકો છો. અત્યારે તમારાં માતાની ગેરહાજરીમાં તમે મને તમારા મિત્ર તરીકે કંઈપણ વાત કરી શકો છો.

થોડાં મનોમંથન બાદ રાજકુમાર બોલ્યો, "પપ્પા તમારી પાસે આટલું બધું ધનદોલત રાજ્ય બધું જ છે તો તમે મારાં માટે કંઈ પણ કરી શકો ને ?? તમે મારી એક ઇચ્છા પુરી કરી શકો ??"

" હા બોલને બેટા તારી ખુશી માટે તો જીવ આપતાં પણ નહીં અચકાઉં."

આ સાંભળીને રાજકુમાર ખુશીથી ઉછળીને બોલ્યો, "મને સુવર્ણસંધ્યા નગરની રાજકુમારી સૌમ્યાકુમારી રાણી તરીકે જોઈએ છે."

રાજકુમારે તો બહુ સહજતાથી આ વાત કહી દીધી પણ રાજા તો જાણે કંઈ સાંભળવામાં ભુલ થઈ હોય એમ બોલ્યાં, "શું કહ્યું કુમાર ?? ફરી બોલો તો. સૌમ્યાકુમારી તમને જોઈએ છે ??"

રાજકુમાર : " હા પપ્પા કેમ હું પણ એક દેખાવડો રાજકુમાર છું. અને પણ રાજકુમારી છે તો કેમ અમારી વચ્ચે વિવાહ શક્ય નથી ??"

"એવું નથી બેટા પણ એ નગર આપણાથી વધું મોટું, સમૃદ્ધ અને તાકાતવાન છે. એ રાજકુમારીનાં તો દરેક જગ્યાએ વખાણ થાય છે. એ હા પાડશે કે નહીં નથી ખબર મને."

રાજકુમાર થોડો નિરાશ થઈને બોલ્યો, " પિતાજી તમે આટલું પણ ન કરી શકો તો આ બધું જ ધન દોલત સામ્રાજ્ય શું કામનું."

" કુમાર તમે આમ નારાજ ન થાઓ. આપણી પાસે એટલું સૈન્યબળ કે સંપતિ નથી એટલે આપણે બળથી નહીં પણ કળથી કામ લેવું પડશે. હું કંઈક વિચારૂં બસ. હવે તમે ખુશ ને ??"

કુમાર ખુશ થઈને પિતાને ભેટી પડ્યો ને પછી કક્ષમાંથી બહાર નીકળ્યો...એટલે રાજા મનમાં બોલ્યો, " ભલે પ્રિયંવદાને પામવાની મારી ઈચ્છા ભલે અધુરી રહી ગઈ... જેનાં માટે હજું પણ એને પામવા માટે તરસી રહ્યો છું. પણ હવે એની જ દીકરી જ્યારે મારા દીકરાને ગમી છે તો હવે એની ઈચ્છા ક્યારેય હું નહીં હોમાવા દઉં...મારે કંઈક તો કરવું જ પડશે.... એનાં માટે શામ,દામ, દંડ ,ભેદ કંઈ પણ અપનવાતા અચકાઈશ નહીં." એ સાથે જ રાજા વિરાજસિંહે કંઈક યુક્તિ વિચારી અને મનમાં મલકાવા લાગ્યો.......

*****************

આરાધ્યા તેનાં પપ્પા સાથે એક જગ્યાએ પહોંચી. ત્યાં તો બહું લોકોની લાઈન હતી. નાનકડી જુની પુરાણી શહેરની બહાર એક નાનકડાં ગામડામાં આવેલી જગ્યા છે... ઘણાં લોકો પાગલની જેમ વર્તી રહ્યાં છે...અજીબ પ્રકારની હરકતો કરી રહ્યા છે.

આરાધ્યાએ આવું બધું ફક્ત સાંભળ્યું હતું પણ પ્રત્યક્ષ તો લીપીને આ બધું થયાં પછી જ જોયું...તે તો આમ બધું જોઈ જ રહી. ઘણીવાર બેસી રહ્યાં બાદ એમનો નંબર આવતાં આરાધ્યા અને તેના પપ્પા અંદર પહોંચ્યાં.

અંદર રહેલાં તાંત્રિકે કંઈ પણ પુછ્યાં વિના કહ્યું, " એવું કંઈ વસ્તુ આપો જે આખાં પરિવાર સાથે સંલગ્ન હોય..."

આરાધ્યા : " કોઈ ફોટો ચાલે ??"

તાંત્રિક : " હા ચાલે.

આરાધ્યા તેમનો ફેમિલી ફોટો બતાવે છે. એમાં એ ફોટો લઈને એ એનાં પર કંઈક રાખ જેવું ભભરાવે છે એ સાથે જ એમાંથી લીપીના ચહેરા પર એક કાળાશ આવી જાય છે....

એમણે તરત જ કહી દીધું , " આ વ્યક્તિ છે જેમાં એક અતૃપ્ત આત્મા છે...પણ એ કાયમી નથી રહેતી એનાં શરીરમાં એને જ્યાં સુધી મુક્તિ નહીં મળે ત્યાં સુધી આ વ્યક્તિને જીવનભર આ આત્મા છોડશે નહીં. "

આરાધ્યા : "તો એને મુક્તિ કઈ રીતે મળી શકે ??"

" એને મુક્તિ માટેનું કામ શરૂઆત થઈ ગયું છે. એમને મદદ એવી જ વ્યક્તિ કરી શકે જે એમનાં ફેમિલીની હોય. મારી પાસે એક વસ્તુ છે આ જે એને આપશો તો એનાંથી એ આત્માને મુક્તિ માટેનો રસ્તો સરળ બની જશે."

આરાધ્યાનાં પપ્પા બોલ્યાં," અત્યારે તો એમનાં પરિવારમાંથી કોઈ અહીં નથી. તો શું કંઈ શક્ય બની શકે??"

તાંત્રિક : તમારે એમની સાથે શો સંબંધ છે ??

આરાધ્યાનાં પપ્પા : "આરૂ તું બહાર બેસ હું આવું છું કહીને એમણે આરાધ્યાને બહાર મોકલી દીધી....."

શું કરશે રાજા વિરાજસિંહ પોતાનાં પુત્ર માટે ?? એ શું યુક્તિ અપનાવશે ?? શું રાજકુમારી સૌમ્યા ને રાજકુમાર સિંચન ફરી મળી શકશે ખરા ?? આરાધ્યાનાં પપ્પા તાંત્રિક સાથે શું વાત કરશે??

જાણવા માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૨૯

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED