જાણે કામદેવ સ્વયંમ ધરતી પર ઉતરી આવ્યાં હોય એવો દેખાતો હતો,મિહિરને થોડે દૂરથી જોતી જલ્પા તો મિહિરને એકી નજરે બસ જોતી રહી,
જલ્પા બોલી વિધિ જો પેલો મિહિર છે ને ?
વિધિ હા જલું એ મિહિર છે.
એટલામાં ત્યાં મિહિર આવી પહોંચ્યો,આવતાની સાથે જલ્પાને પૂછ્યું તમે વિધુ રાઈટ,
જલ્પા કંઈ બોલે એ પહેલાં તો મિહિરે બુકે જલ્પાના હાથમાં આપી કહ્યું ધીસ ઈઝ ફોર યુ.
જલ્પા વળતાં જવાબમાં આપતાં કહ્યું થેંક્યું સો મચ...
મિહિરે બીજો બુકે વિધીના હાથમાં આપતા બોલ્યો...
ધીસ ઈઝ ફોર યુ...
વિધિ એ મિહિરને માત્ર આભાર કહ્યું..
આ સાંભળી મિહિરે વિધીને આપેલું બુકે વિધિના હાથમાંથી લઈ સીધો જમીન પર એક ગોઠણ વાળી બેસી ગયો,હાથમાં ગુલાબનું બુકે લઈ સીધો જ બોલી ઉઠ્યો...
"Will you marry me?"
વિધિ બોલી અરે આ શું કરે ચલ ઉભો થઈ જા હું જલ્પા છું.
મિહિર અરે..! વિધુ જૂઠું ન બોલ યાર, તું આભાર બોલી ત્યારે મને ખબર પડી ગઈ કે આ પાક્કી ગુજરાતણ એટલે કે મારી વિધુ તું જ છે..
વિધિ બહુ હસતી હસતી બોલી ગજબનો છે તું પણ મિહુ ચલ ઉઠ હવે.
મિહિર ઉભો થયો બોલ્યો કેમ વિધુ હું તને ઓળખી ગયોને યાર તે બહુ રાહ જોવડાવી મને છેક આઠ વર્ષે તારા દર્શન થયા આખરે,યાર તું આટલી સુંદર છો કોઈ દિવસ સ્વપ્નમાં પણ કોઈ છોકરા એ છોકરી માટે કલ્પના નહીં કરી હોય તું ખરેખર એટલી સુંદર છે.
મિહિર ઉભો થયો બોલ્યો કેમ વિધુ હું તને ઓળખી ગયોને યાર તે બહુ રાહ જોવડાવી મને છેક આઠ વર્ષે તારા દર્શન થયા આખરે,તું આટલી સુંદર છો કોઈ દિવસ સ્વપ્નમાં પણ કોઈ છોકરા કોઈ છોકરી માટે કલ્પના નહીં કરી હોય તું ખરેખર એટલી સુંદર છે.
વિધિ હસતાં હસતાં બોલી બસ કર મિહિર આટલા વખાણ ન કર તું મારાં, ચાલ હવે આરામથી બેંચ પર બેસી વાત કરી એ આપણે,વિધિ મિહિર અને જલ્પા વાતો કરતા કરતા બેંચ પર આરામથી બેસી ગયા,બસ આજે તો કદી ન ખૂટે એટલી વતોનો ખજાનો ખુલી ગયો ,મિહિર તો બસ પોતાની સ્વપ્ન સુંદરી વિધિની સામેથી નજર હટાવતો ન હતો,મનોમન બબળતો રહ્યો કે મિહિર તું કેટલો ભાગ્યશાળી છે આટલી સુંદર છોકરી કેટલી સમજું રંગે રુડી રૂપે પુરી ઉપર થી પાછી એ કવિયત્રી અને આ મારી લાઈફ પાર્ટનર થશે મારી જિંદગી ખરેખર સુધરી જશે એવા વિચારોમાં ખોવાયેલો મિહિર સાચે તે વિધિ અને જલ્પા વચ્ચે ન હતો એ તો બસ જાણે એની દુનિયામાં ક્યાંક ખોવાયેલો હતો.
વિધિ એ થોડીવાર પછી મિહિરના ચેહરા સામે ચપટી વગાળતી બોલી હલ્લો મિહિર ક્યાં ખોવાઈ ગયો તું..?
મિહિર ના વિધુ અહીં જ છું તું બસ આમ જ તું બોલતી રહે અને હું તને સાંભળતો રહું.
વિધિ મિહિર તું સવારે વહેલો નીકળ્યો હશેને ?
મિહિર હા યાર સવારે છ વાગ્યે ટ્રેનમાં નીકળ્યો છું એક કપ ચા પીધી છે બસ,ચાલો હવે કંઈ નાસ્તો કરી એ ,પછી ગાર્ડનની સામે એક સેન્ડવીચ શોપમાંથી વિધિ,મિહિર,અને જલ્પા ગરમાગરમ સેન્ડવીચ સાથે વડપાઉં, ત્રણ કપ ચાય લઈ ફરી એ બેંચ પર બેસી ભરપેટ નાસ્તો કર્યો.
નાસ્તો કર્યા પછી મિહિર એ પોતાના મનની વાત છેડી બોલ્યો
વિધુ તું પહેલાં મને એ જણાવ કે તું બે વર્ષ ફેબી પર ઓનલાઈન કેમ ન આવી?
આટલી બધી તું ક્યાં વ્યસ્ત હતી? અને મારા એક પણ મેસેજનો જવાબ કેમ આપતી જ નહોતી ?
વિધિ મિહિર પ્લીઝ રિલેક્સ તું તારી આદત મુજબ એકીસાથે આટલા બધા સવાલ પૂછી