રાહ. - ૬ Sachin Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાહ. - ૬

વિધિ ઘરે પહોંચી થોડું જમીને સીધી તેના રૂમમાં જતી રહી,
થોડીવાર પછી વિધિના મમ્મી રૂમમાં આવ્યાં, બોલ્યા વિધિ જલ્પાને ઘરે જઈ આવીને મજામાં છે ને બધાં ત્યાં?
વિધિ હા મમ્મી મજામાં છે મમ્મી કાલે સવારે મારે અને જલુંને કોલેજ જવું છે,જલુંને થોડું કામ છે તો અમે બન્નને જવાની છીએ,
આટલું કહી વિધિ મનોમન બોલી માફ કરજો ભગવાન ખોટું બોલી છું,વિધિના મમ્મી હા જઈ આવજો.

રાત્રે વિધિ એ મિહિરને મેસેજ દ્વારા એડ્રેશ મોકલી આપ્યું,
ને લખ્યું સમયસર પોહચી જજે,શુભ રાત્રી.

મિહિરને મેસેજ કરી વિધિએ મોબાઈલમાં સવારે આઠ વાગ્યાનું એલાર્મ મૂકી બહું થાકી હોવાથી આજે તે ઘસઘસાટ ઊંઘી ગઈ.

સવારે આઠ વાગ્યે એલાર્મ વાગતાં સીધી જાગી ગઈ ફટાફટ ફ્રેશ થઈને,પિંક કલરની લોન્ગ કુરતી અને બ્લેક કલરનું જીન્સ પહેરી વોશરૂમમાંથી આવી સીધી ભીના વાળ જલ્દી સુકાઈ
એ માટે પંખા નીચે એ બેસી ગઈ,પછી ડ્રેસિંગ ટેબલના અરીસા સામે બેસી ચહેરા પર આછો પાઉડર લગાવી ,કપાળે ડાયમંડની ઝીણી બિંદી અને હોઠ પર મેચિંગ લિપસ્ટિક,અને અણીયાળી આંખોમાં કાજલ લગાવ્યું,વિધિ એ પોતાના સુહાગની નિશાની એટલે કે એમનું મંગળસૂત્ર કાઢી ડોકમાં સોનાનો ચેન પહેરી,એક હાથમાં ગોલ્ડન ઘડિયાળ બીજા હાથમાં બ્રેસલેટ,ન તો કોઈ ચેહરા પર કોઈ મેકઅપના ઝાઝા કોઈ લપેડા છતાં આજ એ એના રૂપથી ચમકતી હતી,અધૂરામાં પૂરું ગળામાં બ્લેક કલરનો સ્કાફ નાંખ્યો,જાણે કોઈ સ્વર્ગની કોઈ અપ્સરા ઉતરી આવી હોય એવી લાગતી હતી.

વિધિ રેડી થઈ સીધી ડાઈનિંગ ટેબલ પર નાસ્તો કરી બોલી,
મમ્મી ભયલાની એક્ટિવા પડી છે તો હું લઈ જાવ,
મમ્મી હા લઈ જા પણ આરામથી ચલાવજે આજ વાતાવરણ પણ વરસાદ જેવું છે તો વિધિ ધ્યાનથી ચલાવજે હો,
વિધિ હા મમ્મી તું ચિંતા ન કરતી આજે લેટ થશે હો બધી ફ્રેન્ડ મળીશું,ઓકે ચાલ મમ્મી હું જાવ છું જય શ્રી કૃષ્ણ..

વિધિ એ એમનાં ઘરેથી એક્ટિવા સ્ટાર્ટ કરી સરરર.. કરતી દશેક મિનિટમાં તો એ જલ્પાની ઘરે પહોંચી ગઈ,જલ્પા પણ વિધિની રાહ જોતી દરવાજે ઉભી હતી,બન્ને બહેનપણીઓ
સાડાનવ વાગ્યે સીધી જલ્પાને ઘરેથી એક્ટિવા લઈ ચાલી નીકળી જલ્પા એક્ટિવા ચલાવતી હતી પાછળ વિધિ એમનાં હાથ હવામાં ફેલાવી કોઈ પતંગિયાની માફક જાણે ઊડતી હોય એવી ખુશ હતી,આભ પણ મીઠા જળની ઝરમર વરસાવતો હતો,ખૂબ સરસ વાતાવરણ રવિવારનો દિવસ એટલે રસ્તા પર પણ ટ્રાફિક ઓછી હતી,થોડીવારમાં તો બન્ને ગાર્ડન પર પહોંચી પણ ગઈ ગાડી પાર્ક કરી ગાર્ડનના ત્રીજા ગેટમાં પ્રવેશી એમની લીમડાના વૃક્ષ નીચેની કોલેજ સમયે જ્યાં બેસતી હતી એ જ બેન્ચ પર વિધિ અને જલ્પા બેસી ગઈ, વિધિ એ ઘડિયાળમાં જોયું તો સવા દશ થયા હતાં.

વિધીને જલ્પા પોતાની કોલેજ કાળની વાતોને વાગોળતી હતી,એટલામાં વિધિના ફોનમાં મિહિરનો કોલ આવ્યો,
"મિહિર-હેલ્લો વિધુ હું રેલવે સ્ટેશન પહોંચી ગયો છું તમે લોકો જ્યાં છો ત્યાનું તું લોકેશન સેન્ડ કર"

વિધિ-ઓકે મિહુ ચાલ હું લોકેશન સેન્ડ કરું છું"
આટલું કહી વિધીએ કોલ કટ કરી મિહિરને લોકેશન સેન્ડ કરે છે.

બીજી તરફ મિહિર રેલવે સ્ટેશન માંથી બહાર નીકળ્યો કે નજરમાં ફુલવાળો આવતાં તે સીધો ત્યાં ગયો,ત્યાં જઈ મિહિરે તાજા પાંચ પાંચ ગુલાબનો બે નાનકડા બુકે બનવાનો ઓર્ડર આપ્યો,થોડીવારમાં બુકે રેડી થઈ ગયા બુકે હાથમાં રાખી મિહિરે રીક્ષા પકડી અને ગાર્ડનના ગેટ પર ઉતરી ગયો.

એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં બુકે એની મસ્તીમાં ડોલતો ચાલતો ખભા પર બેગ હતું,પાંચ હાથ પૂરો ખડતલ કાયા રૂપે રંગે રૂડો, બ્લેક જીન્સ વાઈટ એન્ડ રેડ કલરનું સ્કિન ટાઈટ ટીશર્ટ, આંખે ગોગલ્સ જાણે કામદેવ સ્વયંમ ધરતી પર ઉતરી આવ્યાં હોય એવો દેખાતો..