રાહ.. - ૧ Sachin Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાહ.. - ૧

સવારની વહેલી ફ્લાઈટ માં દુબઈ થી આજ હર્ષા બહેનની દીકરી વિધિ આવવાની છે,હર્ષા બહેન અને એમના પતિ સુરેશ ફ્લાઈટના સમય પહેલા એક કલાક વહેલા એરપોર્ટ પર પહોંચી જાય છે,દીકરીની રાહ જોતા જોતા એક કલાક ક્યાં પસાર થઈ ગઈ ખબર ન પડી,અને થોડીવારમાં એરપોર્ટના મેઈન દરવાજેથી દીકરી વિધીને જોતા બન્ને ખુશ થઈ જાય છે.

વિધિ મમ્મી પપ્પાને ગળે વળગી પડી અને બન્નેના હાલચાલ પૂછતી મમ્મીને પૂછે છે ભયલો કેમ નથી આવ્યો?
મમ્મી જવાબ આપતી કહે છે પરીક્ષા આપવા વડોદરા ગયો છે, ત્યાં તો સુરેશભાઈ બારથી ટેક્સી વાળાને બોલાવી વિધીનો માલસામાન મુકાવે છે,અને ત્રણેય જણ ટેક્સીમાં બેસી માણેક ચોક આવેલા એમના ઘરે પહોંચ્યાં,અને હર્ષા બહેન દીકરીને દરવાજે ઉભી રાખી એમની આરતી ઉતારે છે ત્યાં વિધિ હસતાં હસતાં
બોલી અરે મમ્મી શું કરે છે આ તું ?
ધીમા અવાજે મમ્મી બોલી ચૂપ કર કંઈ બોલતી નહીં મારી દીકરી તું લગ્ન પછી બે વર્ષે પહેલી વાર આવી છે તને કોઈની નજર ન લાગે માટે તારી આરતી ઉતારું છું,ત્રણેય જણ હસતા બોલતા ઘરમાં પ્રવેશે છે,વિધિ ફ્રેશ થઈને ડાઈનિંગ ટેબલ પર અરે મમ્મી જલ્દી કર મને બહુ ભૂખ લાગી છે ફટાફટ જે હોય
તે નાસ્તો આપ, રસોડામાંથી મમ્મી બોલી અરે આપું છું બેટા બસ પાંચ મિનિટ.
સાથે બેસી નાસ્તો કરી કરે છે,અને પપ્પા વિધીને બેટા ચાલ હું જોબ માટે જાવ છું તું આરામ કરજે કહી ઘરેથી નીકળ્યા,થોડી વાર પછી મમ્મી બોલી વિધિ તું તારા રુમમાં જા આરામ કર હું પણ થોડી વારમાં આવું છું.
વિધિ ડાઈનિંગ ટેબલ પરથી સીધી એના રુમ તરફ પ્રયાણ કરે છે,વિધિ એમના રુમનો દરવાજો ખોલતા આજે એ મન મૂકી કોઈ મોરનીની માફક એ નાચવા લાગી,મનોમન હરખાતી નાચતી કૂદતી જાણે કે ફરી એમને એમનું બાળપણ મળી ગયું એવી ખુશ થઈ ગઈ.
વિધિ એનાં રુમની સામેની દીવાલ જોઈ ચીસ નાખી બોલી મમ્મી ઓ મમ્મી જલ્દી આવતો,મમ્મી એક મિનિટ વિધિ આવું છું કહેતી આવી બોલી શું થયું બેટા કેમ બુમો પાડે છે તું?
આ શું મમ્મી આ સામેની દીવાલ પર જો તે મારા કંકુના થાપા હજું અકબંધ રાખ્યાં.
મમ્મી બોલી બેટા સાચું કહું તો તું પરદેશ ગઈ પછી તારો આ રુમ બંધ રાખ્યો છે,તું આવની છો એવા સમાચાર મળ્યાં એટલે બે દિવસ પહેલા કમળા માસી પાસે સાફ કરાવ્યો તું જો તે છોડલી દરેક તારી વસ્તું અકબંધ છે મારી વ્હાલી મેં કોઈ ફેરફાર નથી કર્યો મને ખબર છે તને તારી મમ્મી કરતા પણ આ તારો રુમ અને તારી વસ્તું બહું વ્હાલી છે હસતાં હસતાં મમ્મી બોલી, જો હવે તું પહેલાંની જેમ તારી મમ્મી પર કવિતા ન લખી નાખતી હો.
વિધિ બોલી અરે મમ્મી કવિતા લખવી મારો વાંચનનો શોખ એ બધું તો હું અહીંથી ગય પછી બધું છૂટી ગયું પણ હા મારી એ બુક મારી વ્હાલી મમ્મી તે સાચવી રાખી હશે મને ખબર છે..
હર્ષા બહેન હા બેટા એ બુક પણ તારા કબાટમાં છે, તું આરામ કર હજુ તારી પાસે બે મહિના છે તું પણ એવીને એવી રહી બસ આજને આજ બધું તારે મેળવી લેવું છે, ચાલ હું રસોઈની તૈયારી કરું છુ,
વિધિ મમ્મી પ્લીઝ તારા ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન છે તો તારો ફોન અહીં છોડી જ જે.
ઓકે લે આ ફોન મમ્મી બોલી.

સારું મમ્મી તું રસોઈ બનાવ ત્યાં હું મારા કપડા કબાટમાં શિફ્ટ કરી દઉં,વિધિ એ કબાટ ખોલ્યો તેમાં એના બધા પહેલાંના કપડાં એના ગમતાં પુસ્તકો જોયા..