રાહ.. - ૨ Sachin Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રાહ.. - ૨

સારું મમ્મી તું રસોઈ બનાવ ત્યાં હું મારા કપડા કબાટમાં શિફ્ટ કરી દઉં,વિધિ એ કબાટ ખોલ્યો તેમાં એના બધા પહેલાંના કપડાં એના પુસ્તકો અને એની જીવથી પણ વ્હાલી તેની જે ડાયરી જેમાં તે પોતાનાં મનની વાત શબ્દો દ્વારા ઉતારતી એ ડાયરી જાણે કે વિધિના હાથમાં વર્ષો પછી આવી,પહેલાં તો વિધિ એ ડાયરી પર મા સરસ્વતીનો ફોટો હતો એ ફોટો પર હાથ મૂકી મા સરસ્વતીનાં ચરણસ્પર્શ કર્યા,અને કપડાં એ બધું છોડી એ ડાયરી લઈ બેડ પર બેસી ગઈ અને એક પછી એક
પન્નાઓ ફેરવતી રહી,દરેક પન્ના પર પોતે લખેલું વાંચતી ગઈ
ને મનોમન બબળતી આ મેં જ લખ્યું હશે એવા સવાલો કરતી ?

વાંચવા એ એટલી મશગુલ થઈ કે સમયનું કંઈ ભાન ન રહ્યું, એક પછી એક પન્ના ઉથલાવતી છેક પચાસમાં પન્નને પહોંચી અને વિધીની નજર પોતે લખેલું એના પર ગોળ રાઉન્ડ કરેલું
તેને જોયું તો તે એનું ફેસબુકનું ઈમેલ આઈડી અને પાસવર્ડ લખેલા હતા એ જોઈ વિધીને થયું ચાલ આજ બે વર્ષે ચેક તો કરી જોઉં કે મારું ફેસબુક આઈડી ચાલું છે કે નહીં ?

વિધિ એ થોડી પણ રાહ જોયા વગર ફટાફટ મોબાઈલ લઈને ઈમેલ આઈડી અને પાસવર્ડ લખી લોગઈન કર્યું તો ફેસબુક આઈડી ખુલ્યું અને સીધું ફેસબુક પર સેલિબ્રેશનનો વિડીઓ જોયો વિધીએ તરત એ વિડીઓ સેર કર્યો,
ત્યાં જ મમ્મી એ બૂમ મારી બેટા ચાલ જમવાનું રેડી છે અને વિધિ ફટાફટ જમીને ફરી એના રૂમમાં આવી ગઈ અને સીધો મોબાઈલ લઈ ફેસબુક જોયું તો પહેલી લાઈક અને કમેન્ટમાં મિહિરનું નામ મિહિરે કમેન્ટમાં લખ્યું.
"મિહિર: તું હજું જીવે છે....?" ??

આ જોઈ વિધિ થોડી ગુસ્સે થઈ પણ કોઈ વળતો જવાબ ન આપ્યો,અને મેસેજ બોક્સ પર ક્લિક કર્યું તો મિહિરના સાતસો પચાસ મેસેજ,વિધિ એ એક પણ મેસેજ ન જોયા લાસ્ટમાં મિહિરે લખેલું એ વાંચ્યું તું હજું જીવે છે...?
એના જવાબમાં માત્ર વિધિ એ હા ભણી...
એના વળતા જવાબમાં મિહિરે મેસેજ કર્યો..

"મિહિર: વિધું બે વર્ષથી તારી રાહ જોવ છું કે તું એક
દિવસ જરૂર ઓનલાઈન આવીશ અને મારા મેસેજનો
તું જવાબ આપીશ, કેમ છે તું..?
ક્યાં હતી તું..? બોલ.. આજે હું તને એકવાત
કહેવા માંગુ છું તું પરમિશન આપે તો કહું..?"

"વિધિ: મિહુ આટલા સવાલ એકી સાથે પૂછી બેઠો તું,
હું મજામાં છું, તું મને ક્યાં યાદ કરતો હતો હું તો અહીંની
અહીં જ છું, શું કહેવા માંગે છું તું કહે..."

"મિહિર: વિધુ ખોટું ન બોલ તું છેલ્લા બે વર્ષથી ઓનલાઈન
આવી નથી,અને હું તને યાદ નથી કરતો એ પણ ખોટું
તું મેસેજબોક્ષ ચેક કરી લે હો,હવે તું હા કહે તો હું
તને કહેવા માંગુ છું એ કહું..?

વિધિ:અરે એમાં કંઈ પૂછવાનું હોય તારે જે કહેવું
હોય તું કહે...

"મિહિર: આભાર યાર..
તું દશેક મિનિટ રાહ જો જે મને તારા જેટલું તો
નહીં આવડે લખતા છતાં કોશિષ કરું છું,ભૂલ
હોય તો સુધારી લે જે કવિયત્રીજી..."

"વિધિ: ઓકે મિહુ તું જલ્દી મોકલ હું પણ
જાણવા ઘણી ઉત્સુક છું તું શું કહેવા માંગે
છે મને ફટાફટ રીપ્લાય આપ જે હું ઓનલાઈન
છું હો..

" મિહિર:☺☺
પ્રિય વિધિ...
આમ તો જ્યારથી તું
મારી જિંદગીમાં આવી છે
ત્યારથી તારું વળગણ લાગ્યું
બસ ત્યારથી સતત તારા વિચાર
આ ધબકતું હૈયું પણ શ્વાસે શ્વાસે
બસ તારું નામ લેતું પણ જો તને
કહીશને તો તું નહીં માને...

વધુ આવતા ત્રીજા ભાગમાં.
















l

રેટ કરો અને રિવ્યુ આપો

Darshana Jambusaria

Darshana Jambusaria 6 માસ પહેલા

Vanita Patel

Vanita Patel 6 માસ પહેલા

ATULCHADANIYA

ATULCHADANIYA 3 વર્ષ પહેલા

Sima Soni

Sima Soni 3 વર્ષ પહેલા

Asha Dave

Asha Dave 3 વર્ષ પહેલા