આગલા ભાગમાં આપણે જોયું કે હસીના હરિણીને ફસાવે છે, હરિણી હસીના પાસેથી બધી માહિતી કઢાવવાનો પ્રયત્ન કરે છે, જયરાજ અને રાજુ હરિણીના ઘરે પહોંચે છે હવે આગળ,
ઇન્સ્પેક્ટર જયરાજ અને કોન્સ્ટેબલ રાજુ હરિણીનાં ઘરની બહાર ઉભા રહીને બેલ મારે છે,
દરવાજો ખોલતા જ એક ચાલીસેક વર્ષનો ભાઈ બહાર આવે છે,
જયરાજ : હરિણી પાટડીયા અહીંયા જ રહે છે??
તે માણસ : જી હા સાહેબ, એ મારી પત્ની છે, હું અક્ષય પાટડીયા છું, શું કામ પડ્યું હરિણીનું??
જયરાજ : જુઓ તેઓ મુસીબતમાં છે એટલે જલ્દી કોલ કરો એમને, અમારા કોલ્સ તેઓ નથી ઉપાડી રહ્યા,
અક્ષય : સર પણ એતો ક્યારની નીકળી ગઈ હતી મિટિંગ માટે... અત્યાર સુધીમાં તો આવીજ જવી જોઈએ....
જયરાજ : તમે બાકીની વાત જીપમાં બેસીને કરજો, ચલો અમારી સાથે, આપણી પાસે સમય ઓછો છે...
જયરાજ, રાજુ અને અક્ષય ત્રણેય ફટાફટ જીપમાં ગોઠવાય છે,
જયરાજ : રાજુ લોકેશન ટ્રેસમાં કોલ કર...
રાજુ : સર આપણે એમને કહી તો દીધું છે કે જણાવે, એમને ખબર પડશે તો એ લોકો કરીજ દેશે સામેથી કોલ...
અક્ષય : સર આ બધું શું ચાલી રહ્યું છે?? લેડી કિલરની જે વાત ફેલાઈ છે શું એના લીધે તો હરિણી મુસીબતમાં નથી ને??
જયરાજ : જુઓ મિસ્ટર અક્ષય, તમે કાંઈ પણ જાણતા હોવ હરિણી ક્યાં છે એના વિશે તો પ્લીઝ મને જણાવો... અને હા એ એ લેડી કિલરનો નેક્સટ ટાર્ગેટ છે...
અક્ષય : તો તો પતી ગયું સર, કાલે હરિણી પર કોઈક ઇન્વેસ્ટરનો સામેથી કોલ આવ્યો હતો, હરિણીની ડૂબતી કંપનીનાં શેર લેવા માટે, જ્યાં સુધી હું મારી પત્નીને જાણું છું ત્યાં સુધી તે કોઈ પણ હિસાબે તેની ડૂબતી કંપનીને બચાવવાં જે પણ કરવું પડે એ કરે એમ છે, એમ પણ અમે માત્ર રહેવા ખાતર જ સાથે છીએ.... આટલું બોલીને અક્ષય રડવા લાગે છે,
જયરાજ : જુઓ હું તમારી પીડા સમજી શકું છું પણ કદાચ હરિણીએ તમને એ ઇન્વેસ્ટરનું નામ કહ્યું હોય વાતવાતમાં પ્લીઝ યાદ કરો...
અક્ષય : હા એણે કહ્યું હતું મને, મુસલમાન રિલેટેડ નામ હતું, કોઈક બિલ્ડરર્સ... હમ્મ
રાજુ : નવાબ બિલ્ડરર્સ??
અક્ષય : અરે હા એ જ...
જયરાજ : વાહ રાજુ સરસ પકડી પાડ્યું તે તો, એક કામ કર, જીપને સીધી મણિનગર જતા રસ્તે લઇ જા, રસ્તામાં જે શાહઆલમ વિસ્તાર આવે છે ત્યાં જ છે હરિણી...
અક્ષય : પણ સર તમને કેવી રીતે ખબર??
જયરાજ : એ સમય આવશે ત્યારે કહીશ...
એટલામાં રાજુના ફોન પર કોલ આવે છે...
રાજુ વાત કરીને ફોન કાપી દે છે,
રાજુ : સાહેબ તમારી વાત સાચી પડી, હરિણીનાં ફોનનું લાસ્ટ લોકેશન શાહઆલમ વિસ્તારનું જ બતાવે છે... તેમણે લાઈવ લોકેશન શેર કર્યું છે એ પ્રમાણે જવા દઉં છું ગાડીને...
જયરાજ : હમ્મ
અક્ષય : સર હરિણી બચી તો જશે ને?
જયરાજ: માફ કરજો મિસ્ટર અક્ષય પણ હું કાંઈ પણ કહી શકું એમ નથી... હસીનાનો જ પ્લાન છે હાથે કરીને આપણને ત્યાં બોલાવવાનો... આપણે સમયસર પહોંચી ગયા તો સારુ છે...
રાજુ પૂરપાટ વેગે જીપને બીઆરટીએસ રૂટમાં નાખીને દોડાવે છે....
********************
આ બાજુ હસીના તેના માણસ દ્વારા સૌ પ્રથમ હરિણીને એક બીજા રૂમમાં લઇ જાય છે,
ત્યાં તેના હાથ, પગ , માથું એક લાકડાનાં સ્ટેન્ડ પર બાંધી દેવામાં આવે છે... હરિણી મોતને સામે જોતા ખૂબજ કરગરે છે, તરફડે છે પણ હસીનાના ચહેરા પર માત્ર હાસ્ય જ ફરકતું હોય છે...
એટલામાં પાછળથી હસીનાનો માણસ હસીનાને ધારિયા જેવું મોટું શસ્ત્ર આપે છે...
હરિણી : પ્લીઝ મને આમ નાં મારીશ, મને ઝેર આપી દે પણ મારા અંગના ટુકડાઓ નાં કરીશ પ્લીઝ
હસીના : શું ફર્ક પડશે છેવટે તો મરવાનું જ છે ને, અને તને પહેલા તો કહ્યું તારી મોત મારે એક ભયાવહ મર્ડર સાબિત કરવું છે...
હરિણી : નાં પ્લીઝ આવું નાં કરીશ, હું જયરાજને મારી દઈશ બસ એ તારો દુશ્મન છે ને, પછી હું જેલમાં પણ જતી રહીશ પ્લીઝ મને છોડી દે,
હસીના : તને શું લાગે છે હું જયરાજને મારી શકું એમ નથી?? પાગલ છોકરી મારે એને તડપાઈ તડપાઈને મારવો છે, બધી જ રીતે તેને શૂન્ય કરી દેવો છે ત્યારે હું એને મારીશ સમજી
આટલું બોલીને હસીના જોરથી ઘા કરે છે અને શાંત વાતાવરણમાં એક ભયાનક ચીસ નીકળે છે, હરિણીનો એક હાથ છૂટો પડી જાય છે... લોહીના છાંટા હસીનાના મુખ પર ઉડે છે...
એક અટ્ટહાસ્ય અને કારમી ચીસો વાતાવરણને વધારે ભયાનક બનાવે છે...
હરિણી હજુ એક પીડા સહેવા સક્ષમ હોતી જ નથી ત્યાં હસીના ફરી ઘા કરે છે અને હરિણીનો બીજો હાથ પણ છૂટો પડી જાય છે.... હવે પહેલા કરતા પણ જોરદાર ચીસ નીકળે છે... થોડી જ સેકન્ડમાં હરિણી પોતાની અસહ્ય પીડાને લીધે બેભાન અવસ્થામાં જતી રહે છે...
હસીનાને જાણે કોઈજ ફરક ના પડ્યો હોય એમ તે ધારિયાને હરિણીના ગળા પર રાખે છે, હસીના પોતાના મોંઢા પર હરિણીનાં લોહીથી લથબથાયેલ ચહેરાને પોતાના હાથથી લૂછે છે, તેના લાલ રક્ત દંત જોઈને કોઈ પણ વ્યક્તિ ચકરાઈ જાય પણ હસીનાએ રાખેલા માણસો પણ એવા જ ખૂંખાર હોય છે...
હસીનાએ હરિણીના મોતનો વિડીયો રેકોર્ડ કરવાનું કહ્યું હોય છે, એ વ્યક્તિ તો કેમેરામાં આ વસ્તુ જોઈને જ ઉલ્ટી કરી નાખે છે, કેમકે તેની માટે આ પ્રથમ વખત હતું,
હસીના હવે ધારિયા પર પોતાનાં હાથની પકડ મજબૂત કરે છે અને એકજ ઝટકામાં હરિણીનું કપાયેલું માથું ધડથી છૂટું પડીને હસીનાનાં પગ પાસે આવીને પડે છે, આટલું કરીને હસીના જોરજોરથી હસવા લાગે છે,
એટલામાં હસીનાનો માણસ આવે છે,
'દીદી જયરાજ અહીંયા આવવા નીકળી ગયો છે, તે અડધો કલાકમાં આવી જશે ' તે માણસે હસીનાને કહ્યું,
'ચલો એમ પણ આપણું કામ પતી જ ગયું,
હસીના ત્યાંથી સીધી કંટ્રોલરૂમમાં આવે છે,
હસીના : એય છોટુ આ રૂમ કેમ આટલો ગંદો છે??
છોટુ : 'દીદી લાઈવ મર્ડર જોઈને આને ઉલ્ટીઓ થઇ ગઈ હાહાહા ',
હસીના : હાહાહા જો સાંભળ હમણાં જ આ વિડીયો વાયરલ કર અને ત્યારબાદ જયરાજ પહોંચે ત્યાં સુધી લાઈવ જ રાખજે એટલે જયરાજનું કરિયર ખતમ... સમજી ગયો શું કીધું?? !! કામ પતે એટલે આવી જજે આપણા જુના અડ્ડે સમજ્યો
પેલો છોકરો હકારમાં માથું હલાવે છે...
હસીના અને તેના માણસો એ જગ્યાએથી નીકળી જાય છે... થોડીવારમાં જયરાજ અને રાજુ શાહઆલમ વિસ્તારમાં આવી જાય છે, પણ તેઓ હજુ એ સ્થળે નથી પહોંચતા જ્યાં હરિણીની લોહીથી લથબથ લાશ પડી હોય છે,
જયરાજ કંટ્રોલરૂમમાંથી વાત કરીને હરિણીનાં ફોન સુધી પહોંચી જાય છે, જયરાજને ખબર નથી પડતી કે તે કઈ રીતે ત્યાં પહોંચે!!
એટલામાં કંટ્રોલરૂમમાંથી કોલ આવે છે,
જયરાજ : હા બોલ કાંઈ ખબર પડી??
વાત કરનાર વ્યક્તિ : હા હરિણીનો નંબર ચાલુ કરવામાં આવ્યો છે મેં લાઈવ લોકેશન મોકલ્યું છે જોઈ લો ', આટલું સાંભળીને જયરાજ ફટાફટ જીપમાંથી ઉતરીને તે રસ્તા પર જવા લાગ્યો, એટલામાં હરિણીના પતિના મોબાઈલ માં મેસેજ આવ્યો અને ચાલતા ચાલતા જ તેણે એ ખોલ્યો...
અક્ષય મેસેજ જોઈને જોરથી ચિલ્લાઈ ઉઠ્યો અને રસ્તા પર જ ફસડાઈ પડ્યો, જયરાજ અને રાજુએ અક્ષયને પકડ્યો... એટલામાં શાહઆલમ પોલીસ સ્ટેશનમાંથી પોલીસની જીપ એ લોકોની સામે આવીને ઉભી રહી ગઈ....
પોલીસની જીપ જયરાજ પાસે આવીને કેમ ઉભી રહી ગઈ?? જયરાજ હરિણીના મોતનો બદલો લઇ શકશે?? હવે હસીના આગળ શું કરશે?? જાણવા માટે વાંચતા રહો હસીના - the lady killer નો આવતો ભાગ...
આ નવલકથા હવે પૂર્ણ થવા પર આવી છે, આપ સૌ વાંચકોનો પ્રેમ મળ્યો એ બદલ ખૂબજ આભારી છું....
મારી બીજી રચનાઓને પણ આપ સૌ આમજ વધાવશો...