Preet ek padchaya ni - 20 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૨૦

નિમેષભાઈ ને દીપાબેન તો ગભરાઈ જ ગયાં...દશ્ય એવું બિહામણું છે કે પહેલી નજરે બંનેએ સાથે આત્મહત્યા કરી હોય એવું જ લાગે....તાદશ દ્રશ્ય.... એવું કોઈ દોરડું કે બીજી કોઈ વસ્તુ નહોતી પણ જાણે દવા પીને બંને એ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હોય એવું જ દશ્ય !!

દીપાબેનને તો જાણે ફાળ પડી ગઈ... માંડ માંડ અન્વયના એ બેડ સુધી પહોંચી શક્યાં... ત્યાં અન્વય બેડ પર પડેલો છે... તેનાં પગ નીચે લટકી રહ્યાં છે... બાજુમાં જ લીપી બેભાન થઈને પડેલી છે... તેનામાં જીવ છે કે નહીં એ પણ ક્યાં ખબર છે ??

અંજનાબેન ઝડપથી બહાર જઈને એમનાં ફેમિલી ડોક્ટરને ફોન કર્યો અને ઝડપથી આવવાં કહ્યું... ડોક્ટર આવે ત્યાં સુધી નિમેષભાઈ ચેક કર્યું તો બંનેનાં ધબકારાને બધું નોર્મલ લાગી રહ્યું છે એટલે એમને થોડી નિરાંત થઈ પણ ચોક્કસ કન્ડિશન તો ડોક્ટર જ કહી શકે.

ડોક્ટર આવે એ પહેલાં જ અન્વય જાણે કંઈ જ બન્યું ન હોય એમ આળસ મરડીને ઉભો થયો...એ બોલ્યો પપ્પા શું થયું ?? તમે કેમ આટલાં ગભરાયેલા લાગો છો??

નિમેષભાઈ : તું કેમ આવી રીતે સુતો હતો ?? તને કંઈ થયું હતું ?? અને આ લીપી તો જો....

અન્વયે તરત જ બાજુમાં જોયું ને બોલ્યો, લીપી શું થયું છે ?? એ તો અહીંયા ઉભી હતી ને...પણ એ તો રાશિ...રાશિ...જતી રહી હતી....

નિમેષભાઈ : શું થયું ?? કોણ રાશિ ?? તમારાં વચ્ચે કોણ આવ્યું ?? ઝઘડો થયો કંઈ ??

અન્વય : ના પપ્પા એવું કંઈ જ નથી....લીપી હજું નોર્મલ નથી થઈ.... માથેરાનથી આવ્યાં પછી...એ બધી આત્માની ચાલ હતી મને એવું લાગી રહ્યું છે...

નિમેષભાઈ બોલ્યાં, આપણે માથેરાનથી આવ્યાં પછી તો લીપી એકદમ નોર્મલ રીતે આપણા બધાં સાથે રહે છે... ક્યારેય એણે એવું કંઈ અજુગતું વર્તન સુધ્ધાં નથી કર્યું....એટલે જ તો આપણે પેલાં ભુતપ્રેતના જાણનારને બતાવવાનું પણ માંડી વાળ્યું....

પણ તને કેમ ખબર પડી કે હજું એનામાં આત્મા છે ??

અન્વય તેમને બધી અત્યારે એની સાથે રૂમમાં બનેલી સમગ્ર ઘટના જણાવે છે...અને કહે છે મને લાગે છે તે આટલો સમય કોઈનાં બાંધવા મુજબ શાંત રહીને એણે પોતાની શક્તિઓ વધારી દીધી છે અને આપણે આ બધામાંથી બહાર નીકળી જઈએ એમ આપણને મિસગાઈડ કર્યા છે....

અપુર્વ હજું નથી આવ્યો ?? એમ બોલે છે ત્યાં તો એમનાં ફેમિલી ડોક્ટર આવી જાય છે. અંજનાબેન ડોક્ટરને લઈને અંદર આવે છે અને અન્વયને બરાબર જોઈને એમને થોડી શાંતિ થાય છે પણ હજું લીપી તો એમ જ છે એટલે એ ડોક્ટર ને લીપીની પાસે લઈ જાય છે....


*****************

થોડીવાર પછી ડોક્ટર ચેક કરીને કહે છે, આમ કંઈ નથી થોડું સુગર ઘટી ગયું છે...હાયપોગ્લાયસેમિયા જેવી સ્થિતિ થઈ છે... અને બલ્ડપ્રેશર લો થઈ ગયું છે. એને થોડું ખાંડને ખવડાવો એટલે સારું થશે અને એક ઇન્જેક્શન આપું છું.... થોડીવારમાં જાગી જશે...

એમનાં કહ્યાં મુજબ કરવાથી થોડીવારમાં લીપી થોડી ભાનમાં આવવા લાગી... અેટલે પછી ડૉક્ટર નીકળી ગયાં... કંઈ એવું લાગે તો જણાવવા કહ્યું....નિમેષભાઈએ આ વસ્તુ હમણાં ડોક્ટરને જાણ કરવાનું યોગ્ય ન લાગ્યું..... કારણ કે પરિસ્થિતિ જ એવી છે કે એ લોકો આટલાં ભણેલાગણેલા થઈને ડૉક્ટરને આવી કંઈ વાત કરે તો એ વિશ્વાસ પણ ના કરે અને કદાચ મજાક પણ ઉડાવી દે....

નિમેષભાઈ : અન્વય તને અપુર્વની કંઈ ખબર છે?? એ ક્યાં છે ??

અન્વય : ના પપ્પા એ અમે ઓફિસની સાથે નીકળ્યાં હતાં ને પછી એ કંઈ મુવી જોવા જવાનું કહેતો હતો આરાધ્યા સાથે. પણ પછી કંઈ ખબર નથી હું ઘરે આવી ગયો હતો. કેમ શું થયું છે અપુર્વને??

દીપાબેન આરાધ્યા એ તેને કહેલી વાતની જાણ કરે છે....કે એ મુજબ અપુર્વ ક્યાં છે એ જ ખબર નથી‌...

એટલામાં લીપીને થોડું ભાન આવ્યું...તેણે આંખો ખોલી. તે અત્યારે એકદમ બરાબર લાગી રહી છે.

દીપાબેન : લીપી તું ઠીક તો છે ને??

લીપી એકદમ સરળતાથી બોલી, કેમ મમ્મી શું થયું છે મને ?? અને જુઓ તો સાડા સાત વાગી ગયા છે... હું તો આમ સુતી જ રહી.એ બે કાન પકડીને બોલી, સોરી મમ્મી....

અન્વય સમજી ગયો કે લીપીને કંઈ જ ખબર નથી અત્યારે એટલે એ બોલ્યો, કંઈ વાંધો નહીં. આમ પણ ક્યાં કંઈ કામ હતું... સારૂં થોડો આરામ થઈ ગયો.....

નિમેષભાઈ : અપુર્વ માટે પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરીએ તો....

અન્વય : એનો ફોન પણ નથી લાગતો?? એનાં નંબર પરથી પણ જગ્યા શોધી શકીએ.

દીપાબેન : આરાધ્યા એ કહ્યું કે અપુર્વનો ફોન તો ત્યાં કોઈ સજ્જને તેને આપ્યો હતો... એક્સિડન્ટની જગ્યાએ.....એટલે એને ફોન કરવાનો કોઈ અર્થ નથી.

અન્વય : તો તો એ પણ શક્ય નથી...પણ આરાધ્યા આવે તો બીજી કંઈ ખબર પડે. બીજી કોઈ એને ખબર પડી હોય તો.

એમ કહીને એ ફોન કરે છે આરાધ્યાને તો રીંગ ત્યાં સંભળાય છે એટલે ખબર પડે છે કે આરાધ્યા ત્યાં જ ઉભી છે....

આરાધ્યા : પપ્પા ખબર નહીં અપુર્વને કોણ લઈ ગયું હશે ?? મને તો એની ચિંતા થાય છે...તમને લોકોને કોઈનાં પર શક છે કે કોઈ તેને આવી રીતે લઈ જાય?? કોઈ ઓળખીતું હોય તો ફોન તો કરે કે નહીં ઘરે ??

નિમેષભાઈ : ના બેટા દેખીતી રીતે એવું કોઈ નથી...હવે મને એમ થાય કે પોલીસને વહેલી તકે જાણ કરવી જોઈએ. પણ તને ઘટનાં સ્થળેથી બીજી કોઈ માહિતી મળી હતી??

આરાધ્યા : એમણે એવું કહ્યું કે કોઈ ભાઈ આવ્યાં હતાં...ફ્રેન્ચ કટ દાઢી હતી ને એક જમણાં ગાલ પર એક મસા જેવું હતું...બાકી તો એનાં કપડાંને એ કોઈ બહુ સારાં ઘરનાં હોય એવું લાગી રહ્યું હતું...એટલે એ લોકોએ કંઈ પુછ્યું પણ નહીં.

એ ભાઈ એ કહ્યું હતું કે ઘણાં લોકો ગાડીઓ વાળાં હતાં. પણ કોઈ આગળ આવવા તૈયાર ન થયું...મારી પાસે કોઈ સાધન નહોતું.એટલે મે એમ્બ્યુલન્સ ને ફોન કર્યો‌. પણ એ પહેલાં તો કોઈ સજ્જન આવી ગયો મને થયું કે સારું એમને વહેલાં સારવાર મળી જાય.

અન્વય: જમણાં ગાલ પર મસો હતો એ લઈ જનારને ??

દીપાબેન : કેમ તું ઓળખે છે કોઈને ??

અન્વય : હું આવું છું એમ કહીને એ અપુર્વનાં રૂમમાં ગયો. તે રૂમમાં બધું ફંફોસવા ગયાં... આરાધ્યા પણ પાછળ ગઈ.....

આરાધ્યા : ભાઈ શું શોધો છો ?? હું તમને કંઈ મદદ કરી શકું ?? એકદમ લીપી રૂમમાં આવીને કંઈ શોધવાં લાગી ને બેડની ગાદી નીચેથી એક ચિઠ્ઠી કાઢીને અન્વયને આપી... અત્યારે તે આમ નોર્મલ લાગી રહી છે....પણ વિચિત્ર વર્તન કરી રહી છે ને બોલી, અન્વય તને આવું કંઈ જોઈએ છે ?? આવું કંઈ તું શોધી રહ્યો છે ??

અન્વય અને આરાધ્યા ઝડપથી લીપી પાસે આવ્યાં અને લીપી નાં હાથમાંથી એ કાગળ લઈ લીધો....એ કાગળ જોતાં અન્વયનાં ચહેરા પર ખુશી અને દુઃખ બંનેનાં મિક્સ ભાવ આવી ગયાં....

તેણે નિમેષભાઈને બુમ પાડી, પપ્પા આપણે જલ્દીથી પેલાં જાણકાર પાસે જવાનું છે...કાલે કોઈ પણ રીતે આપણે મળવું જ પડશે....

નિમેષભાઈ : પણ અપુર્વ ક્યાં છે ?? અને આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે ?? લીપીને કેમ ખબર પડી??

અન્વય : પપ્પા એ મળી જશે... સામેથી જ ફોન આવશે હવે.....

શું લખ્યું છે અપુર્વ એ ચિઠ્ઠીમાં ?? શું અન્વયને એ વ્યક્તિની જાણ થઈ છે ?? લીપીને કેમ ખબર પડી ?? અપુર્વ પણ લીપીની આત્મા સાથેની ઘટનામાં ફસાયો છે ??

અવનવાં રોમાંચ અને રહસ્યોને જાણો, પ્રિત એક પડછાયાની - ૨૧

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે..............


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED