મહેકતા થોર.. - ૨૩ HINA DASA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

મહેકતા થોર.. - ૨૩

ભાગ- ૨૩

(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ વ્રતીની માફી માંગે છે, એનું હૃદય પરિવર્તન થાય છે, હવે એની આગળની સફર કેવી રહે છે જોઈએ...)

વ્યોમને લાગ્યું આજે રસ્તો બહુ ઝડપથી કપાઈ રહ્યો છે, જેમ જેમ ચાલતો જાય છે, એમ ભીતરથી મહેકતો જાય છે.

કેવું નહિ !! પરિસ્થિતિ બદલાતા, મન બદલાતા, ઘણું બધું બદલાઈ જાય છે, બદલવાની જરૂર આપણે જ હોય છે, દુનિયા તો અનિમેષ ગતિથી વહેતી જ રહેવાની છે, એને બદલવાની જરૂર જ નથી. મનોજગત પર જ આમ તો બધી મદાર છે, કહેવત છે ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા.....

વ્યોમની મનોદશા પણ કંઈક આવી જ હતી. મહાભિનીષ્ક્રમણ વખતે સિદ્ધાર્થ જે અનુભવતા હશે એનાથી થોડું ઉતરતુ પણ થોડું તો એવુ જ કંઈક વ્યોમ અનુભવી રહ્યો.

થોર હવે મહેકવા લાગ્યો હતો. ખુશ્બુ ફેલાતા હજુ વાર હતી પણ નાની સી ફૂલોની કળીઓ કૂંપણી રહી હતી.

વ્યોમ રુમ પર પહોંચ્યો. હવે ખરા જીવનની શરૂઆત કરવાની હતી. ઊંઘ તો આજે આવવાની નહતી. બસ અનંત વિચારો સાથે વ્યોમ બસ પડખા બદલી રહ્યો. ઘણું જે કરવા યોગ્ય હતું એનો આરંભ કરવાનો હતો. અત્યાર સુધી અયોગ્ય કર્યું હતું એના માટે પણ એ આયોજન કરતો, તો હવે તો કરવા યોગ્ય દક્ષતા મેળવવાની હતી એટલે વિચારવું પડે એમ જ હતું. મનમાં એક ગાંઠ વાળી વ્યોમ આંખો બંધ કરી ઊંઘની રાહ જોવા લાગ્યો, ને એના પર દયા આવી ગઈ હોય એમ નિંદ્રારાણી પણ એની આંખો પર ઉતરી આવી.

સવારે કરમદાસ ઉઠ્યા ત્યાં તો વ્યોમ તૈયાર થઈ ગયો હતો. એ બોલ્યા,

"અરે! સાહેબ આજે તો વહેલા ઉઠ્યા. ક્યાંય જવાના છો ?"

વ્યોમ બોલ્યો,

"અરે ! કરમાકાકા એમ કહો કે આજે જાગ્યો છું, ને હવે તમે મને સાહેબ નહિ વ્યોમ જ કહેજો. ને હું થોડું કામ છે તો ઘરે જઉ છું. કાલે આવી જઈશ.."

કરમદાસ આ પરિવર્તનનું કારણ સમજી ન શક્યો, પણ આટલુ સકારાત્મક હતું તો એને પણ ગમ્યું. એ તો તરત બોલી ઉઠ્યા,

"વ્યોમ દીકરા, મને વહેલો ઉઠાડાયને હું ચા પાણીની વ્યવસ્થા કરી આપત. પણ કઈ નહિ હમણાં જ ચા મંગાવી દઉં છું. કાળું હમણાં જ આપી જશે."

વ્યોમ એમને અટકાવતા બોલ્યો,

" ના, ના, આજે તો હવે કઈ નહિ, આમ પણ મોડું થઈ ગયું છે, હું બહુ મોડો જાગ્યો છું, હવે વધુ મોડું પાલવે એમ નથી. હાલ તો હું નીકળું છું. છગનને જરા જાણ કરી દેજો તમે. કાલ સુધીમાં તો હું આવી જઈશ..."

કરમદાસ વ્યોમને જતો જોઈ રહ્યા.

બે દિવસ પછી વ્યોમ ફરી ગામમાં આવ્યો. આજે ગામમાં પ્રવેશતા એને પોતીકાપણું લાગ્યું. ગામના પાદરમાં જ આવેલી રવાબાપાની વાડીમાં આજે બીજી વખત ગયો. આ વખતે કુવાની નીકમાંથી સીધું પાણી વ્યોમે મન ભરીને પીધું. આજે એને સમજાયું કે પ્રમોદભાઈ જે ગામડાના જીવન વિશે વાત કરતા ત્યારે ગદગદિત થઈ જતા તે યોગ્ય જ છે. રવાબાપા પાછળ ઉભા હતા એમને જોઈ વ્યોમ બોલ્યો,

"રવાબાપા, આજે ચિભડા નઈ ખવડાવો..."

રવાબાપા તો હરખાતા હરખાતા ગયા. આખી ફાંટ ભરીને ચિભડા લઈ આવ્યા. વ્યોમ ગામડા ગામના સાદા ખેડૂતની ઉદારતા જોઈ મનોમન નમી રહ્યો.

વ્યોમ સીધો જ દવાખાના તરફ ગયો. છગન આજે ડૉકટર કમ પ્યુન બની બધાને દવાઓ આપતો હતો, ઘેરો એક માણસો એને ઘેરીને ઉભા હતા. વ્યોમ આવ્યો એટલે છગન સફાળો ઉભો થઇ ગયો, એને હતું કે આમ માણસોને જોઈ વ્યોમ હમણાં બરાડી ઉઠશે, પણ છગનને આશ્ચર્ય વચ્ચે વ્યોમ કશું ન બોલ્યો, બધા દર્દી સાથે ખૂબ જ પ્રેમથી વાત કરતો કરતો દવા આપવા લાગ્યો. એક બાળકને તો વ્યોમે રીતસરનું તેડી જ લીધું. છગન તો બોલ્યો પણ ખરો કે 'સાહેબ, આજે તમને થયું છે શું, એકાએક આમ બદલાઈ કેમ ગયા.'
વ્યોમ હસવા લાગ્યો ને બોલ્યો,

"અરે! છગનભાઈ હવે જ બરાબર લાઈન પર આવ્યો છું એમ કહો, ને કા તમને મજા ન આવતી હોય તો પાછો પેલા જેવો બની જાઉં, આ બધાને બહાર કાઢવાનું કહી દઉં...."

છગન બોલ્યો, "સાહેબ તમે મને ભાઈ કહ્યો, હવે તો નક્કી કઈક થયું જ છે, પણ જે થયું એ મને તો બોવ ગમ્યું, આમ જ રહેજો, મને તો તમે આવા જ ગમો છો, એકદમ અમારા પોતીકા લાગો કોઈ સાહેબ જેવા નહિ......"

એક પળમાં તો જાહેરનામું પણ બહાર પડી ગયું, વ્યોમ સાહેબમાંથી પોતીકો પણ થઈ ગયો, કોઈ કારણ નહિ કોઈ પ્રસંગ નહીં ને વ્યોમને નવી ઉપાધિ પણ મળી ગઈ...

વ્યોમ કામ પતાવી ઘર તરફ ચાલ્યો. નવી સવાર, નવો ઉદય, નવી શરૂઆત જાણે કે રાહ જોઇને ઉભી હોય એમ સવાર થઈ હતી.

કાળું દોડતો દોડતો વ્રતી પાસે આવ્યો,

"રતીમાં હાલો તો જરાક, જોવો તો ઓલા શંકરને પાણે હાલો તો મારી ભેગા..."

જગ્યાના નામકરણ તો ગામડાગામના બેનમૂન હોય, એક આખી કથા એની પાછળ વણેલી હોય, 'શંકરનો પાણો' એવી જ એક જગ્યા જ્યાં આ ભોળી પ્રજાની આસ્થા ને લાગણીઓ જોડાયેલી હતી.

શું નવું કૌતુક છે હવે ?? એ વાત હવે આવતા ભાગમાં.. .

© હીના દાસા