હસીના - the lady killer - 21 Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હસીના - the lady killer - 21

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજને અંદાજ આવી જાય છે કે ડિપાર્ટમેન્ટનો કયો માણસ હસીના સાથે મળેલ છે, આ બાજુ હરિણી હસીનાની જાળમાં ફસાઈ જાય છે,

ફસાઈ ગઈ માછલી જાળમાં.... તારા જેવી ને તો હું અડું તો શું સુંઘુ પણ નહિ....
હરિણી બચાવો બચાવોની બૂમો પાડતી ફસડાઈ પડે છે...
હસીના સામે રહેલા મ્યુઝિક પ્લેને શરુ કરે છે,
'યે મેરા દિલ પ્યાર કા દીવાના........ '
હસીના પણ ગીત ગણગણવા લાગે છે, હરિણી બેભાન થઇ જાય છે...
આ બાજુ હસીનાનો માણસ હરિણીના ફોનમાં રહેલા કાર્ડને હેક કરી દે છે અને ફોન ક્યાંય દૂર નાખી દે છે... હસીના એ કંટ્રોલરૂમમાં આવે છે જ્યાં સીસીટીવીની ફૂટેજ દેખાઈ રહી હોય છે...
હસીના : લાઈવ મર્ડર જોયું છે કયારેય??
પેલા છોકરાએ ડરીને જવાબ આપ્યો, 'ના દીદી !',
હસીના : તો સાંભળ હવે તારે લાઈવ મર્ડર રેકોર્ડ કરવાનું છે, સમજ્યો હું આને મોતને ઘાટ ઉતારીશ અને તારે એને રેકોર્ડ કરવાનું છે અને પછી આપણે એને વાયરલ કરી દઈશું, જયરાજને કહીએ હવે તે જંગ છેડી છે તો કુરબાની તો આપવીજ પડશે ને !!,
હસીના પાછી હરિણીને રાખેલા રૂમમાં આવે છે, તે હરિણીનાં હાથ પગ બેડનાં કોનૅર પાસે મજબૂત દોરડાં વડે બાંધવા લાગે છે અને તેના માણસને બુમ મારીને તેની પણ જોડે મદદ લે છે,
ત્યારબાદ હસીના તે માણસને સવાલ કરે છે,
હસીના : છોટુ છેલ્લે કયારે મજા લીધી હતી??
છોટુ શરમાઈને : બહુ ટાઈમ થઇ ગયો દીદી, યાદ પણ નથી,
હસીના : તો ફૂલ મજા લઇ લે આની જોડે, આપણે વિડીયો વાયરલ કરીશું, તું તો છવાઈ જઈશ મસ્ત, આટલું બોલીને હસીના જોરજોરથી હસવા લાગે છે,
છોટુ : દીદી મારો ચહેરો ના આવવો જોઈએ નહીં તો મને પોલીસ પકડી પાડશે,
હસીના : હા હા હવે શાણો ના બનીશ, કરવા લાગ જે કરવાનું હોય એ...
છોટુ હરિણી ઉપર ચઢીને પોતાની શારીરિક ભૂખ સંતોષવામાં લાગી ગયો... અડધો કલાક બાદ હરિણી ભાનમાં આવવા લાગી હતી, તેણે જોયું તો પોતે નિર્વસ્ત્ર હતી અને છોટુ તેના શારીરિક અંગોને સ્પર્શીને ફરી પોતાની વાસના સંતોષવા માટે મથી રહ્યો હતો,
રૂમમાં નજર કરી તો હસીના ખુરશી પર બેસીને આ વસ્તુ જોવાનો આનંદ માણી રહી હતી,
હરિણી : સાલી પાપી, છોકરો બનીને મને ફોસલાઈ અને અત્યારે છોકરી બનીને બીજી છોકરીની ઈજ્જત લૂંટવાને માણી રહી છે,
હસીના : બસ કર છોકરી, બહુ મોઢું ચલાઈશ તો તારી જીભ જ પહેલા કાપી નાખીશ,
હરિણી : મારી સાથે તારે શું દુશ્મની છે?? મેં તારું શું બગાડ્યું છે??
હસીના : તું પૈસા માટે વાસનાની ભૂખમાં આવે છે એ છે તારી ભૂલ, અને તારા જેવી દરેક છોકરી મારી દુશ્મન છે,
હરિણી : હા તો હું એકલી થોડી કરું છું એમ, અને હાથે કરીને કોઈને શોખ નથી હોતો પોતાનું શરીર વેચવાનો, મને જવા દે, તું જે કહીશ એમ હું કરીશ,
હસીના : છેલ્લા શબ્દો તું જે બોલી ને 'જે કહીશ એ કરીશ', એ જ શબ્દોથી મને સખત નફરત છે, તારો વારો તો આજે આવશે પણ તું ચિંતા ના કર, હું કોઈને પણ નથી છોડવાની, તને હાલ એટલે પસંદ કરી છે કેમકે હું મારા નામના વર્ડ પરથી લોકોને મોત આપી રહી છું જેમાં હસીના નાં 'H' વર્ડ પરથી માત્ર અમદાવાદમાં તું જ છું જે આવું કરે છે,
હરિણી : સારુ સમજી ગઈ એ વાત તો કે આજે તું મને નથી જ છોડવાનો પણ એ પહેલા મને તારો ગેમ પ્લાન તો કહે, મરતાં મરતાં કમસેકમ તારા શાતીર દિમાગ વિશે જાણી લઉં તો કદાચ એવું દુઃખ ના થાય કે કોઈ એરા ગેરાએ મારી છે મને,
હસીના : વાહ તું તો બહુ જલ્દી હાર માની ગઈ, મને તો લોકોને તડપાઈ તડપાઈ અને પોતાના જીવની ભીખ માંગતા હોય તો બહુ મજા આવે છે પણ લાગે છે તારા કેસમાં આવું નહીં થાય... હમ્મ સો બોરિંગ, કાંઈ નહીં ચાલ આજે હું તને મારો થોડો ઘણો ગેમ પ્લાન કહીજ દઉં છું,
હરિણી મોંઢા પર રહસ્યમય સ્માઈલ લાવે છે, સ્માઈલ પાછળનું રહસ્ય તો ફક્ત તે જ જાણે,
હસીના વાત કહેવાનું ચાલુ કરે છે,
હસીના : જો સાંભળ મેં એક એવું સોફ્ટવેર તૈયાર કર્યું છે જેનાથી આખા અમદાવાદની છોકરીઓને પૈસા માટે કેવા ખોટા કામ કરવા પડે છે એ ખબર પડી જાય, એમાંથી મેં સિલેક્ટ કરીને સુનિતા, નિશિકા, આસ્થા,અનુષ્કા, ઇશિતા અને હરિણી એટલે કે તને પસંદ કરી હતી, જેમાં પ્રથમ 3 ને મેં બહુજ તરફડાઇને મારી નાખી હતી, ચોથી હતી એ તો એની જાતેજ ટ્રેન પર વચ્ચે આવીને મોતને ભેટી હતી, પાંચમી હતી એ મારી ભાભી જ છે પણ એ મારા પકડમાંથી ભાગી ગઈ, એણે અત્યાર સુધીમાં એનું મોં પણ ખોલીજ નાખ્યું હશે મારા ભાઈ ઇન્સ્પેક્ટર જયરાજ જોડે, પણ હું તને બદથી પણ બદતર મોત આપીને જયરાજને પાગલ કરીને મૂકી દઈશ કે મને જાણ્યા પછી પણ તે કશુંજ નાં કરી શક્યો,અને અત્યાર સુધી એ કંઈજ નાં કરી શક્યો કેમકે તેનો જ ખાસ મિત્ર પૈસા માટેજ મને જયરાજની પળ પળની માહિતી આપી રહ્યો હતો, એ બીજું કોઈ નહીં પણ જયરાજનો ખાસ મિત્ર અને બોડકેવનો જ સબ ઇન્સ્પેક્ટર કિશન શાહ જ છે, અને મારે તો એમ પણ જયરાજની જેટલી માહિતી જોઈતી હતી એ મને આપવામાં આવી હતી એટલે હવે જો જયરાજને કિશન પર શક પણ ગયો તો એ મારા કામનો કાંઈ છે પણ નહીં અને એને પણ જલ્દી જ સ્વધામ પહોંચાડી દેવાની છું, હું દર વખતે એને હરાવતી જઈશ કેમકે જયરાજે મને ખુબ હરાવ્યો છે પણ તારી મોત પછી હું એને એવો ઝાટકો આપીશ કે તે આ દર્દ અને મોતનો ખેલ જોઈને સહન જ નહીં કરી શકે અને તે પોતે જ પોતાના મોતની સેજ તૈયાર કરી બેસસે,
હરિણી : તારે એને મારવો છે તો મારી નાખને, પોતાના જ ભાઈ સાથે આવું કરવામાં તને જરાય શરમ નથી નડતી??
હસીના : એ મારો ભાઈ હતો, તેણે મને જે દર્દ અને પીડાઓ આપી છે એની સજા તેની મોત જ છે... મને હવે મોત સાથે રમત રમવી ખૂબજ ગમે છે, જયારે માણસનું મોત નજીક હોય ને ત્યારે તેને થતી આંતરિક પીડા જોવાનો મને ખૂબજ આનંદ આવે છે,
હરિણી : જ્યાં સુધી મેં ઇન્સ્પેક્ટર જયરાજ વિશે સાંભળ્યું છે ત્યાં સુધી તો એ કોઈને તકલીફ પહોંચાડે એવા છે જ નહીં...
હસીના : એય ચૂપ આવી મોટી જયરાજની તરફદારી કરવાવાળી, એણે જે મારી સાથે કર્યું એ તો કોઈ દુશ્મન પણ ના કરે, અને મારે હવે તને બીજી કોઈ વાત કરવી પણ નથી, તારી મોત માટે તૈયાર થઇ જા હવે ચાલ....

*******************

આ બાજુ રાજુ આવીને જયરાજને હરિણી પાટડીયા અને હરિણી રાજપૂત વિશે માહિતી આપે છે જેમાં જયરાજ તરત રાજુને લઈને હરિણી પાટડિયાનાં ઘરે જવા નીકળે છે...


શું જયરાજ હરિણી સુધી પહોંચી શકશે?? હસીના હરિણીને કેવી મોત આપશે?? હસીના અને જયરાજ વચ્ચે શું બન્યું હશે ભૂતકાળમાં?? જાણવા માટે વાંચતા રહો હસીના : the lady killer નો આવતો ભાગ...

આ નવલકથા હવે પૂર્ણ થવા પર આવી છે, આપ સૌ વાંચકોનો પ્રેમ મળ્યો એ બદલ ખૂબજ આભારી છું....
મારી બીજી રચનાઓને પણ આપ સૌ આમજ વધાવશો...