Adhuro prem - 18 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ - 18 - મનન

મનન

પલકની વાત વીશાલના કાનના કીડા ખેરી નાખે એવી હતી. વીશાલને થયું કે આ છોકરી મારી કોઈ પણ વાતને માન આપતી નથી. એને પોતાનો હક અને ધાક જમાવવાની કોશિશ વારંવાર પલક ઉપર કરી પરંતુ હવે નોબત એ આવી કે પલકે બાધાભારે સંબંધ તોડવા સુધી પહોંચી ગઈ.જેનાથી
વીશાલ થોડો ડરી ગયો. એને મનમાં ડર પેસી ગયો, એને થયું કે જો પલક સબંધ તોડી નાખશે તો સમાજમાં બદનામી થશે.અને ફરી કોઈ સબંધ જોડશે નહી.અને હજીયે તો નાની બહેન નીધી માટે પણ છોકરો શોધવાનો બાકી છે.સમાજમાં ઘણી બદનામી થઈ જશે.અને અમારું કુટુંબ સમાજમાં વગોવાઈ જશે.વીશાલ પોતાના ટોસડાઈ ભરેલા વર્તન થી પોતેજ ડઘાઈ ગયો.અને મનોમન થરથર ધ્રૃજવા લાગ્યો. પણ હવે કરે પણ શું, પલકે તો પોતાના મનમાં હતું તે સાફ સાફ રોકડું પકડાવી દીધું.
અહીંયા પલક પણ પોતાની વાતને "મનન"કરવા લાગી. એને હવે થયું કે વીશાલને બહુ ખોટું તો નહી લાગ્યું હોય ને.એ મારી વાતોમાં આવીને કદાચ વેવિશાળ તોડી તો નહી નાખેને.જે કહેવું હતું એ બરોબર કહી તો દીધું પણ હવે પલકને એક અણધાર્યા ડર લાગતો હતો. એનું હ્લદય ધડક ધડક ધ્રૃજી રહ્યું હતું. મહામુશીબતે પલકે પોતાને સમજાવી ને મનોમન કહ્યું ભલે જે થવું હોય તે થાય, હંમેશાં કાઈ આમ ડર સાથે જીવન થોડું જીવી શકાય. જે થવાનું હોય તે થઈ નેજ રહેશે.એમાં કોઈ વળી શું કરી શકે,પરંતુ જીવન કોઈપણ સાથે અજીબ ક્ઈ રીતે જીવી શકાય.થોડી ઘણી હીંમત ભેગી કરીને પલક સ્વસ્થ થઈ.અને પોતાના ઘરની ઓંશરીમા આવી ને તરતજ એની નજર આકાશ ઉપર પડી.અને એક અજાણી મુસ્કાન પલકના કોમળ હોઠ પર પથરાઈ ગ્ઈ.ને એણે એકદમ જોયું તો પોતે મંદમંદ હસી રહી છે. એને એમ થયું કે અરે !હું આકાશ સામે જોતા વેંતજ કેમ હસી રહી છું. અને તરતજ એના હ્લદયમાંથી અજાણ્યો અવાજ આવ્યો. એના હૈયામાં એક પડઘો પડ્યો અને પલકે એના સગા કાને સાંભળ્યો. એના હ્લદયે પલકને કહ્યું કે પલક તું એને ખૂબ જ પ્રેમ કરે છે અને એટલે તો વીના કારણે આમ હસી રહી છે.એ તારી નસેનસમાં વસી ગયો છે. તું ચાહવા છતાં પણ એને નકારી નહીં શકે.
પલક ધીરે ધીરે પોતાની જાતને નકારાત્મક ભાવ આપી રહી હતી. પરંતુ એનું હ્લદય એની વાત માનતું નથી.અને હળવેકથી પલક પણ એનાજ હ્રદય સાથે મીઠો મીઠો ઝગડો કરી રહી છે.એ ખરેખર પોતાના હ્દય ને સમજાવવાનો ડોળ કરી રહી છે. પણ મનોમન પલક પણ ઈચ્છે છે કે મારુ કાળજું મારી કોઈ પણ વાત ન માને.એકતરફ તો પોતાના હૈયામાં સળગેલી હોળીને ઓલવવા મથી રહી છે. અને બીજીતરફ પોતેજ પોતાના હાથે આગમાં ઘી હોમીને આગને વધારે ને વધારે ભડકાવી રહી છે. આમ ઓચિંતી પલકે આકાશને બુમ પાડી,આકાશ ઓ આકાશ કેમ છો ?સામેથી આકાશે પલક સામે જોઈ ને કહ્યું કે ઠીક છે પલક તું કેમ છે ?આકાશે પણ પુછ્યું. એટલે પલકે કહ્યું કે હું જરાપણ ઠીક નથી બકા,ખબર નથી પડતી કે મને કશું ગમતું નથી. મને ઉઠવું કે બેસવું,જમવું કે સુવું કયાય પણ ગમતું નથી. જો તારી પાસે થોડો વખત હોય તો મારી પાસે બેસવા આવને પ્લિઝ આકાશ તું આવીશ ને તો મને થોડું ગમશે.
આકાશે પોતાના હાથમાં રહેલી ચોપડી ખોલીને પોતાના હાથથી એકાદ બે વખત ખોલીને બંધ કરી. ને પછી કહ્યું કે ઠીક છે પલક ચાલ હું થોડી વાર આવું છું. પણ દસેક મીનીટ જ બેસીને વળી જ્ઈશ, કેમકે મારે વાંચવા માટે બેસવું છે.અને આમેય મારે એક્ઝામ આવે છે તો સરકારી જોબ માટે તૈયારી કરવી છે.પલકે કહ્યું ઠીક છે, તું જલ્દીથી આવી જા.આકાશ પલકના ઘેર આવ્યો, જેથી પલકને ખૂબ જ ખુશી થઈ. આકાશનો હાથ પકડીને પલક પોતાના બેડરૂમમાં લઈ ગ્ઈ.પોતાના હાથેજ આકાશને પાણી આપ્યું. પછી બીલકુલ આકાશની લગોલગ બેસીને આકાશના ચહેરાને ખૂબ જ ભાવથી નીહાળવા લાગી. પલકે આકાશને કહ્યું કે હમણાં તું થોડો દુબળો થઈ ગયો છે નહી આકાશ ?એટલે આકાશે કહ્યું કે હા મને તારી બહુજ ચિંતા થાય છે ને એટલે હું દુબળો પડી ગયો છું હૈને પલક તું ક્ઈક આવુજ વીચારે છેને (થોડી મજાકનાં મુડમાં... પછી બન્ને હળવું હસ્યા )ને પલકે કહ્યું કે હાસ્તો વળી મારો બાળપણનો સાથી જો છે તું એટલે તને મારી ચિંતા પણ થાય ને.અને વળી પાછો તું મને........... એટલું કહીને પલક અટકી ગઈ.. ને આકાશે પલકને વચ્ચે રોકીને કહ્યું યાર પલક તું વારંવાર બકવાસ ના કર પ્લિઝ હું ખૂબ જ હર્ટ થાઉ છું. ને તને મજાક સુજે છે.
પલકે આકાશને કહ્યું ઠીક આઈમ સોરી બસ.ને પલક ફરી આકાશ સામે જોઈને આકાશના વાળમાં પોતાનો હાથ નાખીને પોતાની આંગળીઓ વડે ફેરવવા લાગી. ને આકાશ ફરી પોતાને રોકી ન શક્યો,ને પોતાની આંખોમાંથી દડદડ આંસુ ની ધાર થવા લાગી. આકાશને રડતાં જોઈને પલક પણ રડવા લાગી. ખબર પણ ન રહી ક્યારે બન્ને એકબીજાને કસકસાવી ને ભેટી પડ્યા.અને એકબીજાની યાદોમાં ગરકાવ થઈ ગયા. જાણે દુનિયા ઘડીભર થંભી ગ્ઈ.સમય જાણે પલક અને આકાશની સાથે સાથે પોતાના નિરધાર સમયથી ચુકી ગયો.અને દીવાલ પર ટાંગેલી ઘડીયાળનાં કાંટામાં બરોબર ગોઠવાઈ ગયો. જાણે પલક અને આકાશના પ્રેમ ને નીહાળવા ઘડીભર ચુપચાપ થંભી ગયો.પલક અને આકાશ ફરી એકવાર એકબીજામાં પરોવાઈ ગયા. એમનેએમ ઘણોજ સમય પસાર થઈ ગયો. ને એકદમ પલકને યાદ આવી ગયું કે અરે ! હું આ શું કરી રહી છું. હું તો કોઈ બીજાની થઈ ચુકી છું. મારાથી હવે એ માણસ સાથે છેતરપીંડી ન કરાય.પરંતુ પલકનું મન માનતું નથી.એ મનોમન ખૂબ જ મુંજવણ ભરી સ્થિતિ સર્જાઈ ગ્ઈ છે.
હજીતો બંન્ને એકબીજાને સંભળે ત્યાંજ પલકનો ફોન રણકી ઉઠ્યો. એણે પોતાના ફોનમાં જોયું તો વીશાલનો ફોન હતો.અને પલક અચાનક ફફડી ઉઠી.એને પહેલી વખત ગભરામણ મહેસૂસ થઈ. કારણકે વારંવાર એનાથી એકજ ભુલ થઈ રહી છે.એણે ડરતાં ડરતાં ફોન ઉપાડ્યો. પણ હજી પોતાના હાથમાં જ રાખ્યો. એણે ફોનને કાંને ન ધર્યો ને થોડીવાર વીચાર કરવા લાગી. એને થયું કે વીશાલ શું કહેશે.થોડાવખત પહેલા બન્ને વચ્ચે ખૂબ જ વડસડ થઇ હતી. અને એકબીજાને ન ફાવે તો સબંધ તોડવા સુધી પહોંચી ગયા હતા. એટલે પલકને થયું કે કદાચ વીશાલ સબંધ તો નહી તોડી નાખે ને.એકબાજુ એનુ હ્લદય કહેછે કે વીશાલ વેવિશાળ તોડી નાખે તો સારું. ને બીજીબાજુ એનુ દીમાગ કહે છે કે વીશાલ સબંધ ન તોડે તો સારું. દીલદીમાગની વચ્ચે પલક પીસાઈ રહી છે.
હલ્લો પલકે કહ્યું જેથી વીશાલે કહ્યું કે કેમ ફોન ઉપાડીને પછી આટલી બધી વાર લાગી ફોનમાં વાત કરતાં કરતાં.પલકે કહ્યું કશું નહીં મને આજે વાત કરવાનો મુડ નથી.કેમ વીશાલે કહ્યું, ને ફરી પલકે કહ્યું કે કશુજ નહીં પણ સવારે આપણે વાત કરી હતીને એ વાત ને હું વાગોળતી હતી કે તમે શું ડીસીઝન લેશો એટલે જરા ફોન રીસીવ કરતાં ડરતી હતી. હમમમમમમમમ આકાશે કહ્યું પણ હું તો તને એવું કશુંજ નથી કહેવાનો કે તને ડર લાગે. મે તો એટલા માટે ફોન કર્યો છે કે આપણે બન્ને મહાબળેશ્વર પ્રવાસે જવાનું નક્કી કર્યું છે. મારા બધાજ મીત્રો કપલમાં છે.તો મને થયું કે તારી ઈચ્છા હોય તો આપણે બન્ને પણ જ્ઈએ.અને થોડો સમય પણ આપણને એકબીજાને સમજવા પણ મળશે.જો તારી ઈચ્છા હોય તો તું મને કહે તો આપણી બન્ને ની ટીકીટ બુક કરાવી શકાય. પલક ફરવાની ખૂબ જ શોખીન છે એટલે એણે એક મીનીટ રાહ જોવા કહ્યું કે હું મમ્મીને પુછી લ્ઉ.પલક હાથમાં ફોન લઈ ને મમ્મીને પુછવા ગ્ઈ થોડી હા ના કરી પછી પલકને મમ્મી એ હા પાડી. જેથી પલકે વીશાલને કહ્યું કે ઠીક છે તમે ટીકીટ બુક કરાવી લ્યો હું ઓફીસથી રજા મંજૂર કરાવી લ્ઉ.
આકાશ પલકની સામેજ બેઠો હતો એણે કહ્યું કે પલક તારે હવે તારા ફીયાન્સેની ઉપર ધ્યાન રાખવું જોઈએ. કારણકે તું આમ કરીને મને અને વીશાલને બન્ને ને દુઃખ પહોચાડે છે.એમ કહી આકાશ ઉઠીને ચાલ્યો ગયો.




(આ તરફ પલક વીશાલ સાથે મહાબળેશ્વર ના પ્રવાસે જવાની તૈયારી શરૂ કરે છે....શું એકબીજાને સમજી શકશે કે પછી બન્ને વચ્ચે વધારે તાણ પડી જશે....જોઈશું ભાગ:-19 પ્રવાસ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED