ધ એક્સિડન્ટ - 24 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - 24












પ્રિશા નો આનંદ એક જ પળ માં દુઃખ ના કાળા વાદળ માં છવાઈ ગયો હતો. તેને હવે શું કરવું , શું ના કરવું એની કોઈ સમજ ન હતી પણ.....

અચાનક એના ખભા પર કોઈક એ હાથ મુક્યો.... પ્રિશા એકદમ ડરી ગઇ.... એ પાછળ જુવે છે...

પ્રિશા:- ધ્રુવ..... ( કહીને રડી પડે છે અને ગળે લાગી જાય છે. )

ધ્રુવ:- અરે બાપરે.... છોકરી ડરી ગઈ... સોરી બેટા ...(ધ્રુવ ની આંખ માં પણ આંસુ આવી જાય છે.)

પ્રિશા:- યાર.... તું... ક્યાંય ના જા આમ

ધ્રુવ:- અરે ક્યાંય નહતો ગયો બાપા.... તારા માટે flowers લેવા ગયો હતો.... લે તારા ફેવરિટ ઓર્કિડ એન્ડ રોઝ

પ્રિશા:- નથી જોઈતા flowers તારા... મને તું જોઈએ છે બસ ... બીજું કંઈ જ નહિ...

ધ્રુવ:-તું યાર નારાજ થઈ ગઈ હતી તો હું તને મનાવતો હતો પાગલ... surprise આપીને...

પ્રિશા:- તારી suprise ની તો...

ધ્રુવ:-અરે તું ક્યાર થી આવું બોલતી થઈ ગઈ... બોલ બોલ આગળ બોલ...😂😂

પ્રિશા:- એ તો કોઈ દિવસ નીકળી જાય હવે ... આગળ નથી આવડતું... 🙄😅

ધ્રુવ:- ચલ હવે બાપા ગુસ્સો મુક....(પ્રિશા ને ભેટી પડે છે)

પ્રિશા:- હા.. ચલ ભૂખ લાગી છે, આઈસ્ક્રીમ ખવડાય ને....

ધ્રુવ:-મને નહિ પસંદ હો બીજું કંઈક ખાઈએ ચાલ.

પ્રિશા:-અરે શુ નથી પસંદવાળી... ચૂપ ચાપ ચાલ સાથે..... ખાવાનો છે તારે બસ... કહ્યું ને મેં તો ચાલ.
ધ્રુવ:- હા મારી માઁ ચલ.....

(ધ્રુવ અને પ્રિશા આઈસ્ક્રીમ પાર્લર માં જાય છે...)

પ્રિશા:- એક ચોકલેટ આઈસ્ક્રીમ એન્ડ એક વેનીલા આઈસ્ક્રીમ આપો...

શોપકીપર:- sure મેડમ.....

પ્રિશા:-ધ્રુવ બીજું શું ખાઈશ...?

ધ્રુવ:-બસ આ આઈસ્ક્રીમ પેટ માં જાય એટલું બહુ છે(હસતાં હસતાં)😂😂

(( બન્ને આઈસ્ક્રીમ લઈને ગાર્ડન માં જઈને બેસે છે))

પ્રિશા:- ધ્રુવ એક વાત પૂછું?

ધ્રુવ:-ના પાડીશ તો નહિ પૂછે?

પ્રિશા:-ના પાડીશ તો જરૂર પૂછીશ..

ધ્રુવ:-તો કેમ પૂછે છે પાગલ પૂછ ને ડાયરેક્ટ...😄

પ્રિશા:- ધ્રુવ તારા દુશ્મન કેમ બને છે યાર લોકો કે જે તારા જીવ સાથે રમવા તડપે છે...

ધ્રુવ:- યાર દરેક સારા કામ કરવા પાછળ ખરાબ પરિણામ સહન કરવાની તાકાત જોઈએ...

પ્રિશા:- મને ફરક નથી પડતો ધ્રુવ ... તું સારા કામ કરે કે ના કરે મારે તું જોઈએ યાર... મને તારી જરૂર છે યાર

ધ્રુવ:-ઓયય પાગલ... ક્યાં જવાનો હું યાર... આમ પણ ચાલુ લગ્ન એ ઈચ્છા તો થઈ હતી કે નાસી જાઉં...😂😂😂😂 પણ હિંમત ના થઇ.... હવે શું ધૂળ તારા થી દુર જાઉં...

પ્રિશા:- ઓહ નાસી જવું છે એમ ને ....જાઓ જાઓ... ચલો હાલ જ ઉપડો હો.... જાઓ... બેગ લીધા વગર જજે ....છાની માની જા ઉપડ...

ધ્રુવ:-સાલું હવે કોઈ છોકરી મારા જોડે મેરેજ પણ નહી કરે😂 આખી જિંદગી વાંઢા ના રેવાય ને 😂😂

પ્રિશા:- ઓહહ..... મિસ્ટર ધ્રુવ ને કોઈ છોકરી નહિ આપતું ... બિચારો છોકરો...😂😂

ધ્રુવ:- કોઈક એ આપી એમાં પણ એવી આપી કે life ની પથારી ફેરવાઈ ગઈ....😔🙄

પ્રિશા:- ઓહ ... ચલ એક કામ કરીએ ... લોયર ની appointment લઇ લઈએ...

ધ્રુવ: ઓહ ... એ કેમ ?

પ્રિશા : તને મારાથી આઝાદી અપાવવા ... 😁

ધ્રુવ:- ના હો .. નહીં જોઈતી મારે હો .. ચૂપ હવે બોલ શું પ્લાન છે તારો...! ક્યાં જવું છે?

પ્રિશા:- યાર તારા જોડે ચાલવું છે બહુ દૂર સુધી હાથ માં હાથ પકડી ને.... ના કોઈ ની ચિંતા, ના કોઈનાથી લેવા દેવા.... બસ તું અને હું ...

ધ્રુવ:- ઓહહ હેલો ચાલવાનું આપણાથી ના થાય હો... ચાલ છાનું માનું રૂમ પર ત્યાં વાતો કરીએ .... પગ દુઃખે મારા તો...

પ્રિશા:- ઓયય ચાલવાનું છે મેં કહ્યું ને ચાલ.....

ધ્રુવ:- સાલું મને એવું લાગે કે તું અહીંયા મને સ્પેશ્યલ તારા સપના પુરા કરવા લાવી છે મારું બહાનું આપી ને 🙄😅

પ્રિશા:- હા એવું જ છે 😋😊

ધ્રુવ:- પ્રિશા યાર એક વસ્તુ નોટ કરી!!!!

પ્રિશા:- શું....?

ધ્રુવ:- આપણી પાછળ 2 લોકો સવાર ના પીછો કરી રહ્યા છે.....

પ્રિશા:- એ.............(પ્રિશા નો કંઈક છુપાવતી હોય એવો ચહેરો થઈ જાય છે)

ધ્રુવ:- પ્રિશા સાચું બોલ કોણ છે....?

પ્રિશા:-ધ્રુવ એ પોલીસ છે અહીંયા ની

ધ્રુવ:- ઓહહ અહીંયા બી પોલીસ.....(નારાજ થાય છે)

પ્રિશા:- પાગલ તારા પર ભરોસો છે એ લોકો ને પણ યાર.... એ લોકો તારી સુરક્ષા માટે છે પાગલ....

ધ્રુવ:- અરે પણ મને શું થવાનું..?!

પ્રિશા:- હા એટલે અમદાવાદ માં તારી ગાડી.....(રડવા લાગે છે)

ધ્રુવ:-અરે બાપરે છોકરી રડે છે... બાપરે sorry sorry મને કોઈ પ્રોબ્લેમ નથી એ લોકો ભલે રહ્યાં આપણી પાછળ...

પ્રિશા:- ધ્રુવ પ્રોમિસ કર યાર તું ક્યાંય નહિ જાય.....

ધ્રુવ:- અરે પ્રોમિસ... ક્યાંય નહિ જાઉં બસ ... ચલ હવે રોતડી... બંધ થા ... નહિ તો પંચગીની માં પુર આવશે ... 😂😂

પ્રિશા : એકદમ વાહિયાત જોક હતો હો ..

ધ્રુવ : હા અને તારા તો બહુ જ મસ્ત હોય છે નહિ ..

પ્રિશા : હા જ તો ..કોઈ doubt ...

ધ્રુવ : ના હો જરાય નહિ ... ચલ હવે (પ્રિશા નો હાથ પકડે છે)

((ધ્રુવ અને પ્રિશા રૂમ પર આવે છે))

પ્રિશા:- ધ્રુવ હું નાહી ને આવું.... તું આરામ કર

ધ્રુવ:-આટલી ઠંડી માં નાહવાનું?

પ્રિશા:- હા કેમ...? ઠંડી લાગે છે એટલે તો નાહવા જાઉં છું ... #hotwaterbath 😅

ધ્રુવ:- હું આવી ઠંડી માં તો 3 દિવસ ના નાહીને રહી શકું ... તું દિવસ માં 3 વાર નાહવા જાય અમુક ટાઈમ લાગે કે સાલું માણસ જોડે લગન નથી કર્યા મેં ... 😂😂

પ્રિશા:- 3 દિવસ છી.... ગંદા હટ્ટ

ધ્રુવ:- બે મજાક કરું છું લા... રોજ તો નહુ છું લા શું તું બી..

પ્રિશા:- હા હવે ડાહ્યા.... ચાલ હું જાઉં....

ધ્રુવ:- સારું .. પણ બે કલાક સુધી હેરાન ના કરતી મને.. ઊંઘવા દે ..

પ્રિશા : હા બાબા..

((પ્રિશા નાહવા જાય છે.... અને બહાર આવે છે ત્યારે.............))

- આખો રૂમ રેડ ફ્લાવર થી શણગારયો છે.... આખા રૂમ માં અત્તર ની સુગંધ... બેડ પર ગુલાબ ની પાંદડીઓ અને ટેબલ પર dinner સાથે કૅન્ડલ સળગે છે... હીટર ના કારણે રૂમ માં હૂંફાળલું વાતાવરણ સર્જાયું છે... અને એની નજર ના સામે ધ્રુવ છે....

પ્રિશા:- ઓ ઓ ઓ ઓ ઓ......

ધ્રુવ:- શું થયું?

પ્રિશા:- યાર તને યાદ હતું....?

ધ્રુવ:- ઓહહ એટલે મારી મેરેજ અનિવર્સિરી મને જ યાદ ના હોય એમ ??

પ્રિશા:- મારી અનિવર્સિરી એટલે ?

ધ્રુવ:- અરે મારી એટલે આપણી એનિવર્સીરી યાદ જ હોય ને પાગલ....

પ્રિશા:- મને લાગ્યું આ કેસ માં તું એટલો ગૂંચવાઈ ગયો છે... તો યાદ ના આવે યાર....

(( અચાનક અમદાવાદ થી કોલ આવે છે... આયરા નો કોલ છે ))

આયરા:- Happy marriage anniversary my dear.

પ્રિશા:- thanks પણ તને બી ખબર હતી?

આયરા:- પાગલ તને પંચગીની લઈ જવાનો પ્લાન ધ્રુવ નો જ હતો.... એને જ કહ્યું હતું કે અમદાવાદ માં રહીશ તું તો કેસ ના tention માં anniversary પણ celebrate નહી કરી શકે અને એણે મને કહ્યું હતું કે તને આ આઈડિયા આપું કે ધ્રુવ સાથે પંચગીની જઈ આવ.... આ બધું ધ્રુવ નો પ્લાન હતો...

પ્રિશા:-ઓહ.... યાર તે કહ્યું પણ નહી મને

આયરા:-અરે dear તને suprise આપવાની હતી યાર ...ચલ હવે ધ્રુવ છે, તું છે એકલા છો... એવો મોકો રોજ ના મળે એન્જોય યાર...(ફોન કટ કરે છે)

પ્રિશા:- ધ્રુવ યાર.... thanks
(આંખ માં આંસુ છે)

ધ્રુવ:- ઓહ બાપરે... thanks વાળી મારી wife માટે આટલું તો કરી શકું હો..

પ્રિશા:- નહી યાર.. જે માણસ ને એની birthday પણ યાદ કરવા નો time નથી એ આટલી સ્પેશિયલ ડે યાદ રાખીને આટલું મોટું suprise આપે thanks... 😊😍

ધ્રુવ:-ચલ dinner કરી લઈએ પાગલ ઠંડુ થઈ જશે પછી ચાલવા જઈએ...

પ્રિશા:- નથી જવું.. ક્યાંય નથી જવું આજ ...તું અને હું એ પણ અહીંયા જ.....(બન્ને ના મોબાઇલ સ્વીચઑફ કરે છે)

ધ્રુવ:-પાગલ છોકરી(પ્રિશા ના ચહેરા પર ભીના hair ને સરખા કરે છે..)

(( બન્ને dinner કરવા બેસે છે... બન્ને વચ્ચે સળગતી કેન્ડલ જાણે એમજ દિલ ની ધડકન ને એક બીજા સાથે જોડે છે.... રોજ ઝગડો કરવા નીકળતા શબ્દો આજે મોઢા માં જ રહી ગયા છે અને આંખોથી જ પ્રેમ ની વાતો થવા લાગી છે...))

- Dinner પછી ધ્રુવ અને પ્રિશા બેડ પર બેસે છે.... પ્રિશા ધ્રુવ ના ખભા પર માથું મૂકે છે અને હાથ પકડે છે...

ધ્રુવ:- જિંદગી માં અમુક વસ્તુ માગ્યા વગર મળે ને એ વસ્તુ તું છે યાર...

પ્રિશા:- ઓહહ.... એવું....! સવારે તો કોઈક ને મંડપમાંથી નાસી જવું હતું ને ...

ધ્રુવ:-એ તો મજાક હતો હો.... તારા થી દુર નહિ રહી શકું યાર...😣

પ્રિશા:- અરે બાપરે... ( ધ્રુવ ને ભેટી પડે છે.)



to be continued......