રાઘવ પંડિત - 12 Pratik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

રાઘવ પંડિત - 12


હેલ્લો મારા ફેવરિટ વાચકમિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના રીવ્યુ આપવાનું ચૂકતા નહીં.




રોની ને થોડું થોડું સમજાય છે કારણકે તેને થોડા અસ્પષ્ટ વિચારો સંભળાતા હોય છે તેના પાવરથી તે થોડું જાણવાની કોશિશ કરે છે તેમાં તેને લાગે છે બધા ફાયટરો એકસાથે તેમના પર તૂટી પડશે. રોની અને દ્રષ્ટિ ચારે તરફથી ફસાઈ ગયા હોય છે રોની જાણે છે જો તે લોકો એકસાથે વાર કરશે તો ખૂબ જ મુશ્કેલી થઇ જશે એમાં પણ દ્રષ્ટિ ને વધારે તકલીફ પડી શકે તેમનો કેપ્ટન ઇશારાથી બધાને કંઈક સમજાવે છે રોની આંખ બંધ કરીને માઈન્ડ શાંત કરે છે તેના માઈન્ડમાં એક આઈડિયા આવે છે.
રોની દૃષ્ટિની સામે જુએ છે અને આંખોથી જ દ્રષ્ટિને કંઈક સમજાવે છે દ્રષ્ટિ સમજી જાય છે અને આંખોથી જ હા કહે છે બીજી પળે તે લોકો માંથી એક દ્રષ્ટિ તરફ આગળ વધે છે દ્રષ્ટિ આગળ આવતા ફાઈટર તરફ દોડે છે તેને ધક્કો મારીને ગોળ રાઉન્ડ ની બહાર જાય છે હવે તેને રોનીના રાઉન્ડમાં પ્રવેશ કરવાનો હોય છે જે રોની એ તેને આંખોથી સમજાવ્યું હોય છે જેવી દ્રષ્ટિ રાઉન્ડની બહાર નીકળે છે કે તરત રોની દ્રષ્ટિના માર્ગમાં આવનાર ફાઈટર પર કરાટે કિક નો પ્રહાર કરે છે ફાઈટર હવામા કલા બાજીઓ ખાતો દૂર જઈ પડે છે દ્રષ્ટિ રોનીના રાઉન્ડમાં અંદર પ્રવેશે છે પછી તે રોની ની પીઠ પાછળ આવીને ઊભી રહી જાય છે હવે ટેબ્લો એવો રચાયું હોય છે કે રોની દ્રષ્ટિને બચાવી શકે અને દ્રષ્ટિ તેને કારણકે બંને એકબીજાની પીઠ પાછળથી હુમલો ના થવા દે રોની દ્રષ્ટિને કહે છે તું મને કવર આપજે તમે ડિફેન્સ કરજે. બધા ફાઈટર આચાર્ય શકિત થઈ જાય છે હવે તેઓ બધા બંને પર હુમલો કરવા ગોળ રાઉન્ડ બનાવે છે વચ્ચે દ્રષ્ટિ અને રોની છે તેઓ સાત છે અને રોની અને દ્રષ્ટિ બેજ છે. બધા એકસાથે હુમલો કરવા આગળ વધે છે રોની એક સાઇડથી ત્રણ ફાઈટર ઉપર હુમલો કરે છે તે ખુબજ આક્રમક હોય છે પેલા ફાઈટર ના ગળા પર એક જોરદાર કિક મારે છે બીજા ફાઈટર ને નીચે બેસીને તેનો પગ પકડીને તેના પર હુમલો કરે છે તેનો પગ તોડી નાખે છે ત્રીજો કઈ જોવે સમજે તે પહેલા રોની તેના પર પૂરી તાકાતથી વાર કરે છે તે ખુબજ દૂર જઈ પડે છે તે ત્રણમાંથી એક પણ લડી શકવાની હાલતમાં રહેતા નથી આ તરફ દ્રષ્ટિ ડિફેન્સ કરતી હોય છે પણ ૪ ટ્રેન્ડ ફાઈટર ને સંભાળવા ખૂબ મુશ્કેલ હોય છે તેમાંથી એક દ્રષ્ટિ ની નજર થી બચીને રોની પર પાછળથી હુમલો કરવા જાય છે તે રોનીના ગળા પર કરાટે પંચ મારવા જાય છે પણ દ્રષ્ટિ તેને જોઈ જય છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં તે પૂરી તાકાતથી પાછળના પગથી એક કિક મારે છે તે રોની ઉપરથી નીચે પડે છે રોની દ્રષ્ટિ તરફ જુએ છે તે એક સ્માઈલ આપે છે દ્રષ્ટિ પણ તેના તરફ સ્માઈલ કરે છે દ્રષ્ટિનું ત્યાં હટે છે ત્યાં જ બાકી બચેલા બંને ફાઈટર દૃષ્ટિ પર વાર કરે છે રોની આ જોઈને દ્રષ્ટિનો હાથ પકડીને પોતાની તરફ ખેંચે છે અને હવામાં ઉછાળીને બંને ફાઈટર પર હુમલો કરે છે બંને એક જ વારમાં જમીનદોસ્ત થઈ જાય છે આ રોની નો વાર છે બચવું ખુબજ મુશ્કેલ છે.
હવે સામેની ટીમનો કેપ્ટન જ બાકી હોય છે અને રોની ની ટીમમાં રોની અને દ્રષ્ટિ બે બાકી હોય છે દ્રષ્ટિ તેના તરફ આગળ જતી હોય છે ત્યાં જ રોની તેને અટકાવે છે અને કહે છે હવે મુકાબલો અમે બંને કરીશું જો હું હારી જાવ તો તું લડી શકે છે દ્રષ્ટિ કંઈ કહેવા જતી હોય છે ત્યાં જ કેપ્ટન રોની તરફ આગળ વધે છે રોની પણ તેની સામે જાય છે કેપ્ટન હુમલો કરે છે રોની થોડું ખસી જાય છે કેપ્ટનનો વાર ચૂકી જાય છે તે ખુબજ ગુસ્સા સાથે ફરી હુમલો કરે છે રોની નીચે બેસીને કેપ્ટન ના પેટમાં એક જોરદાર પ્રહાર કરે છે કેપ્ટન એક હાથથી પેટ પકડી લે છે તેને ખુબજ દર્દ ઉઠ્યું હોય છે તોપણ તે ત્યાં જ ઉભો હોય છે રોની પગથી તેના ચેહરા પર કિક મારે છે કેપ્ટન નીચે પડે છે તેના હોઠ માં તેનું જ દાંત વાગ્યો હોય છે તેના હોઠ માંથી લોહી નીકળે છે રોની તેના પર બેસીને બે આંગળી વડે ગરદન પર એક પોઈન્ટ દબાવે છે કેપ્ટન ત્યાં બેહોશ થઈ જાય છે રોની ઉભો થઈને ચારે તરફ જુએ છે કોઈ ફાઈટર ઉભો થવાની આ પોઝિશનમાં હોતો નથી ત્યાં જ 30 મિનિટ પૂરું થવાનું બેલ વાગે છે રોની ની ટીમ વિજેતા બની હોય છે રોની એ કેપ્ટન તરીકે ખુબજ લાજવાબ કાર્ય કર્યું હોય છે દ્રષ્ટિ દોડતી આવીને રોની ને હગ કરી લે છે અને કહે છે રોની આજે હું ખુબજ ડરી ગઈ હતી રોની કહે છે હું છું ને અમે બંને સ્માઈલ કરે છે.
ભરત સર રોની ની ટીમને વિજેતા જાહેર કરે છે અને રોની ને અભિનંદન આપે છે અને તેના પ્રદર્શનની પ્રશંસા કરે છે દ્રષ્ટિએ પણ અભિનંદન આપે છે.
અભય સર ઘાયલ લોકોને મેડીકલ રૂમમાં લઈ જવાની વ્યવસ્થા કરે છે રોની અને દ્રષ્ટિ પણ મેડિકલ રૂમ તરફ જય છે તેમને પણ થોડી ચોટ લાગી હોય છે પરંતુ તેઓ બંને ખુશ હોય છે કારણકે તેમણે ભારતના એજન્ટ બનવા તરફ પહેલું ચરણ પાર કર્યું હોય છે.
ડોક્ટરો બધા ની થોડી થોડી ટ્રીટમેન્ટ કરે છે અને બધાને આરામ કરવાનો જણાવે છે.
આ તરફ અમિત અને સૌરવ પોતાનો પ્લાન ફેલ થવાથી ખુબજ ગુસ્સામાં હોય છે રોની એ તેના બધા પાસાઓ પલટી નાખ્યા હોય છે રોની આ વખતે પણ સફળ થયો હોય છે પરંતુ અમિત અને સૌરવને એ નથી ખબર હોતી કે રોની ને તેમના બધા પ્લાનની ખબર પડી ગઈ હોય છે જે તેમના માટે ખૂબ જ હાનિકારક હોય છે.
સાંજ સુધી બધા આરામ કરે છે પછી રોની બધાને કેન્ટીન ડિનર પર મળવા બોલાવે છે તેમાં તે અમિતને સૌરવને નથી બોલાવતો બધા કેન્ટીન માં ભેગા થાય છે રોની બધાને આજની મેચમાં અમિત અને સૌરવના પ્લાનની વાત કરે છે અને પૂછે છે શું કરવું જોઈએ?????
તરત જ મીરા કાર્તિક અને શ્યામ એક સાથે કહે છે તેમને સબક શીખવાડવા માટે આપણે અભય સરને કેવું જોઈએ.
રોની કહે છે આવું કરવાથી તેમની કરિઅર ખરાબ થઇ જશે આખરે એ લોકો પણ આપણા દેશની સેવા કરવા જ માંગે છે
આપણે તેને એક વોર્નિંગ દઈને સમજાવવા જોઈએ દ્રષ્ટિ પણ રોની સાથે એગ્રી થાય છે.
પરંતુ મીરા કાર્તિક અને શ્યામ કહે છે આજે કંઈપણ થઈ શકતું હતું કોઈને ગંભીર હાનિ પણ થઈ શકતી હતી એ તો તમારી બંનેની બહાદુરી અને તાકાતના લીધે આપણે જીતી ગયા જો કોઈને કંઈ થયું હોત તો.
રોની કહે છે આજે તેમણે જે કહ્યું એ તો ખુબજ ખોટું હતું તેના માટે હું તેમને સબ ક જરૂર શીખવાડીશ.
અભય સર બધાને મળવા બોલાવે છે. બધા અભય સર પાસે જાય છે. અભય સર બધાને અભિનંદન આપે છે અને કહે છે. વેલ ડન બોયઝ તમે બધાએ ફિઝિકલી ટ્રેનિંગ સફળતાપૂર્વક પાર કરી છે. હવે તમારે કાલે વેપન ટ્રેનિંગ ની એક્ઝામ આપવાની છે. તમે બધા રેડી છો. બધા એકસાથે હા પાડે છે. ઓકે તો તમે આજે આરામ કરો. બધા બહાર જાય છે તેઓ ખુબજ થાકી ગયા હોય છે. બધાને આરામની ખુબજ જરૂરિયાત પણ હોય છે તેથી બધા પોતપોતાના કમરામાં આરામ કરવા જાય છે.
અડધી રાત્રી જેવો સમય થયું હોય છે રોની ને થાક લાગ્યો હોવા છતાં પણ ઊંઘ નથી આવતી તે આજના અમિત અને સૌરવના આ કૃત્ય બદલ ખુબજ વિચલિત હોય છે તે કંઈક નક્કી કરીને અમિત અને સૌરવના રૂમ તરફ જાય છે.
અડધી રાત્રે દરવાજો ખુલતા અમિત સાવધાન થઈ છે તે તે તરફ જાય છે તે રોની ને જુએ છે અને મનમાં જ તેને દર ઉત્પન થાય છે ક્યાંય રોની ને આજની ખબર તો નહી પડી ગઈ હોય ને તે વિચારે છે જોઈએ શું થાય છે.
રોની અંદર આવીને અમિત ને કહે છે અમિત આજે તેં જે કર્યું એ ખુબજ શર્મનાક હતું તેનાથી આપણી ટીમમાં કોઇબી ને કંઈપણ થઈ શકે તેમ હતું જો કોઈને ગંભીર ચોટ આવી હોત તો તેના પરિણામ ખૂબ જ ખરાબ આવત હું તને છોડીશ નહીં.
અમિત વચ્ચે જ કહે છે મેં કઈ કર્યું જ નથી પણ તું શું વાત કરે છે રોની.
વધારે સ્માર્ટ બનવાની કોશિશ ના કર અમિત મને બધી જ ખબર છે તે આજે શું કર્યું અને તને પણ ખબર જ છે તે શું કર્યું છે આજે હું અભય સરને ફરિયાદ પણ કરી શકું પણ તેનાથી તારું કરિયર ખરાબ થઇ જશે.
રોની તું મારા કરિયરની ચિંતા ના કર તારા કરતા વધારે કાબેલ તો હું છું કેપ્ટન બનવા માટે પરંતુ મને નજર અંદાજ કરવામાં આવે છે અને તારી વાહવાહી કરે છે બધા.
તો આ પોઇન્ટ છે અમિત રોની કહે છે.
અમિત ગુસ્સામાં કહે છે હા મેજ કર્યું બધું શુ પ્રુફ છે તારી પાસે આ બધું મેં જ કર્યું છે એ હુંજ કહું છું બોલ શું કરી લઇશ તું.
આટલું બોલે તે પહેલાં જ અમિતના ગાલ પર એક જોરદાર થપ્પડ પડે છે. એ હાથ અભય સર નો હોય છે તે રોની નો એક પ્લાન હોય છે અમિતને પકડવા માટેનો તેથી જ તેણે અભય સરને પહેલા જ વાત કરીને પોતાના પ્લાન મા સામેલ કર્યા હોય છે ત્યાં સુધીમાં ત્યાં સૌરવ પણ આવી જય છે.







To be continue...........


શું થશે આગળ???? શું સજા મળશે અમિતને???? શું અમિત સૌરવ નુ પણ નામ આપી દેશે??? અભય સર શું કરશે???? રોની ની ટીમ શું વિચાર છે??? સવાલો ઘણા બધા છે જવાબ માટે આગળના ભાગની રાહ જોવી પડશે અને તમારા અમૂલ્ય રિવ્યૂ આપવાનુ ભૂલતા નહિ.
Instagram id:- pratik patel
Yaaa :- pratik7149