રાઘવ પંડિત - 10 Pratik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

રાઘવ પંડિત - 10




હેલો મારા વાહલા વાચક મિત્રો
સૌને મારા જયશ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના રીવ્યુ અવશ્ય આપો.






રોની મેડિકલ રૂમના ડોર સુધી પહોંચીને ડોર નોક કરે છે અંદરથી મીરા જ કહે છે યસ રોની અંદર જાય છે અને કહે છે કેમ છે તારી હેલ્થ.
મીરા કહે છે હવે થોડી ઠીક છે પણ થોડું સર દર્દ છે.
એ તો તું આરામ કરીશ ને એટલે સારું થઈ જશે રોની કહે છે. તું કઈ જમી મીરા ના મા માથું હલાવે છે.
રોની કહે છે હું તારા માટે કઈક લાવ્યો છું પણ આજે તું હેવી ખોરાક તો નહીં જ ખાઈ શકે.
શું લાવ્યો છે મીરા ખુબજ ખુશ થઈને કહે છે મને બહુજ કકડીને ભૂખ લાગી છે પ્લીઝ જલ્દી આપ ને.
હા હવે આપું છું થોડી રાહ પણ જોઈ ના શકે મને તારાથી પણ વધારે ભૂખ લાગી છે.
મીરા ના હું રાહ ના જોઈ શકું પ્લીઝ આપને.
આમ તો અમને ભુખડ કહેતી ફરે છે આખા કેમ્પસમાં પોતે પણ એ જ છે રોની થોડો ચીડવવા ના મૂડમાં આવે છે.
મીરા ગુસ્સે થતા હા તો જા મારે નથી જમવું
રોની ને લાગે છે થોડું વધારે થઈ ગયું એટલે તે કહે છે ચાલ આપણે બંને સાથે જમી લઈએ અને એક હાથથી કાન પકડીને કહે છે સોરી હવે નહીં કહું બસ.
મીરા ખુબજ ખુશ થઇ જાય છે અને રોની ની વાત માની લે છે રોની મીરાને ચીકુ નું જ્યુસ આપે છે અને કહે છે સ્પેશ્યલ મારા તરફથી મારુ ફેવરિટ તારા માટે બનાવ્યું છે.
મીરા કહે છે ના મારુ ફેવરિટ તો બધું તારી પ્લેટમાં છે હું તે પણ જમીશ.
રોની કહે છે જ્યાં સુધી તારી હેલ્થ સારી ના થઈ જાય ત્યાં સુધી તારે જ્યુસ જ પીવાના છે અને પોકેટમાંથી સ્ટ્રો કાઢીને મીરાંને આપે છે અને મીરા ને જ્યુસ પીવાનું ચાલુ કરતી જોઈને તે પણ પોતાનું જમવાનું સ્ટાર્ટ કરે છે.
મીરા ફટાફટ પોતાનું જ્યુસ પૂરું કરીને રોનીના ચહેરા તરફ એક ધ્યાન થઈને રોની ને જમતો જુએ છે. રોની પણ મીરાંની સામુ જુએ છે અને તેને પોતાની સામુ જોતી જોઈને પૂછે છે ફિનિશ થઈ ગયું મેમ.
મીરા હા પાડે છે અને કહે છે હજી ભૂખ લાગી છે અને રોની ની પ્લેટ ના પુલાવ ઈશારો કરે છે.
રોની વિચારે છે જો હું અને પુલાવ નહીં આપુ તો તે મિલ્ક શેક પણ નહિ પીવે અને તેની હેલ્થ માટે હેવી ખોરાક સારો નથી તેથી રોની હા પાડે છે પણ કહે છે થોડું જ અને તે પણ હું ખવડાવીશ તને. મીરા હા પાડે છે.
પછી રોની એક ચમચી લઈને મીરાને ખવડાવે છે મીરા તે જોઈને રોની ના ચહેરા તરફ જુએ છે અને તેમાં ખોવાઈ જાય છે તે વિચારે છે હજી તો હમણાં જ એક દિવસ લાઇબ્રેરીમાં અમે પહેલીવાર મળ્યા હતા અને અત્યારે કેટલા સારા ફ્રેન્ડ્સ બની ગયા છીએ રોની બીજાઓથી કઈક ડિફરેન્ટ છે તે બધાની કેટલી કેર કરે છે તે બધાની હેલ્પ પણ કરે છે તે આટલો ઈન્ટેલિજન્ટ હોવા છતાં બધાને કેટલી રિસ્પેક્ટ આપે છે તેનામાં જરાપણ એટીટ્યુડ નથી અને બધાને સાથે લઈને ચાલે છે મારા માટે તો તેણે આજ જે કર્યું તે ખુબજ ગ્રેટ છે બહુ બધા લોકો હોવા છતાં ફાઈટર મને ઘાયલ કરી તો પણ કોઈ કઈ બોલ યુ નહિ પણ રોની મારી હેલ્પ કરવા નિયમ પણ બ્રેક કરીયા અને તેને પનિશમેન્ટ પણ મળવાની છે આવું વિચારતા વિચારતા તે રોનીના ચહેરામાં ખોવાઈ જય છે રોની મીરાને આમ જોતી જોઈને ચપટી વગાડીને કહે છે હેલો મેમ ક્યાં ખોવાઈ ગયા. હવે તમારુ જમવાનું ફિનિશ થઈ ગયું હોય તો હું સ્ટાર્ટ કરું મને પણ ખુબજ ભૂખ લાગી છે.
અચાનક રોનીના ચપટી વગાડવાથી મીરા વિચારોની દુનિયામાંથી બહાર આવે છે અને રોની ની વાત સાંભળીને સ્માઈલ કરતા કહે છે સોરી અને હા ભુખડ મહાશય તમે જમી શકો છો પછી તે હસી પડે છે તેનું સર દર્દ ક્યારનું ગાયબ થઈ ગયું હોય છે.
તેને આમ ખિલખિલાટ હસતી જોઈને રોની પણ હસી પડે છે અને કહે છે હા તમારું ફિનિશ થઈ ગયું એટલે હવે અમે ભુખડ પછી ફરી બંને હસી પડે છે.
રોની કહે છે સારુ ચાલ હવે આ મિલ્ક શેક પણ ફિનિશ કરી દે અને રોની મિલ્ક શેક નો ગ્લાસ મીરાને આપે છે મીરા તે સ્ટાર્ટ કરે છે અને રોની પણ જમવાનું કંટીન્યુ કરે છે દસ મિનિટ પછી બંને જમવાનું ફિનિશ કરે છે અને રોની કહે છે સારું ચાલ હું આ બધું કેન્ટીનમાં મૂકી દઉં અને તું રેસ્ટ કર.
મીરા કહે છે એ બધું હું મૂકી દઈશ તું પહેલા મને એકે કે તને શું પનિશમેન્ટ આપી છે.
રોની કહે છે કંઈ ખાસ નહિ સિમ્પલ છે એ હું કરી લઈશ અને હા તને કહી દઉં કાલે મોર્નિંગ આપણી ટીમ ફાઈટિંગ છે સામેવાળા ટીમ ફાઇટરો સાથે અને આપણી ટીમનો કેપ્ટન મને બનાવ્યો છે થોડીવાર રહીને આપણે ગ્રાઉન્ડ પર મીટીંગ કરીશું મેં બધાને ત્યાં બોલાવ્યા છે તને સારુ હોય તો તું પણ આવજે અને હવે હું આ બધું મૂકી આવું.
મીરા ટીમ મિટિંગ માં આવવા માટે હા પાડે છે અને રોની બહારની તરફ જય છે મીરા તેને જતો જુએ છે અને આજે તેણે જે તેના માટે કર્યું અને પછી તેણે જે રેકોર્ડ બનાવ્યો અને અત્યારે તેના માટે જમવાનું લઈને આવ્યો તે બધા માટે ખુબજ ગર્વ અને ખુશી મહેસૂસ થાય છે અને તે રોની ને જતો જોઈ રહે છે.
અમિત અને સૌરવ વિચાર કરે છે રાઘવ તેમને શા માટે ગ્રાઉન્ડ પર બોલાવ્યા છે પછી ડિસાઈડ કરે છે જે હોય તે ચાલો જઈએ.
બધા ગ્રાઉન્ડ પર પહોંચે છે રોની ઓલરેડી ત્યાં આવી ગયો હોય છે રોની બધાને બોલાવીને શરૂઆત કરે છે.
ફ્રેન્ડ્સ કાલે આપણી ટીમ ફાઈટિંગ ની મેચ થવાની છે આપણી સામે ફાઈટર ની ટીમ છે જેમાં બધા અલગ-અલગ સ્ટાઇલના ફાઈટર છે અભય સરે મને આપણી ટીમનો કેપ્ટન બનાવ્યો છે એન્ડ જે રીતે આજે આપણે ફાઇટ કરી તે રીતે આપણે જીતી નહીં શકીએ મેં તેના માટે એક પ્લાન બનાવ્યો છે આપણે ૭ પ્લેયર સામે ૭ છીએ તો આપણે અલગ-અલગ ટેકનીક સામે લડવાનું છે.
કાર્તિક પૂછે છે પણ તે કઈ રીતે પોસિબલ છે આપણે તો ટીમ ફાઇટ કરવાની છે?????
સારો પ્રશ્ન છે કાર્તિક રોની કહે છે.
તેના માટે મારી પાસે એક બેસ્ટ આઈડિયા છે જે રીતે કરાટે ને માર્શલ આર્ટ થી રોકી શકાય તેમ કુંફુ ને આપણે દેશી ટેકનિકથી રોકી શકીએ તો બધાને પોતપોતાની ડિફેન્સ અને અટેક ની માસ્ટરી છે તો બધા મને પોતપોતાની તાકાત અને કમજોરી કહો પછી હું તમને પ્લાન આપીશ.
બધા પોતપોતાની ખૂબીઓ કહે છે પછી રોની પોતાનો મજબૂત પ્લાન સમજાવે છે અને શું કરવાનું છે તે પણ કહે છે પછી બધા પોતપોતાની રીતે જુદા પડે છે 11:30 જેઓ સમય થઈ ગયો છે તેથી રોની ત્યાં જ રોકઇ છે તેની પનિશમેન્ટ માટે આ તરફ મીરા કાર્તિક ને રોકે છે અને રોની ની પનિશમેન્ટ માટે પૂછે છે કાર્તિક મીરાને બધુ કહે છે પછી મીરા કાર્તિક ને મોકલીને ત્યાં જ એક દિવાલ પાસે કોઈ જોવે નહીં તે રીતે રોકાઈ છે જ્યાંથી તે રોની ને જોઈ શકે તેને ખુબજ દુઃખ થાય છે.
આ તરફ અમિત અને સૌરવ રૂમમાં પહોંચે છે અમિત સૌરવ ને પોતાનો કાલ માટે પ્લાન કહે છે તે સૌરવને સમજાવે છે મેચમાં તેણે કેટલો સપોર્ટ કરવાનો છે તે રોનીના કેપ્ટન બનવાથી નારાજ હોય છે તે રોની નું કેપ્ટન બનવાનું ડિસિઝન ખોટું સાબિત કરવા માટે પોતાનો ખતરનાક પ્લાન બનાવે છે અને સૌરવને તેનો પાર્ટ સમજાવે છે.
આ તરફ રોની પોતાની કમર પર વજન દોરડાથી બાંધીને ચાલે છે તેને પોતાની પનિશમેન્ટ પુરો કરતો જોઈ ને મીરા ખુબજ વિચલિત થઈ જાય છે તે મનો મન નિર્ણય કરે છે તે હંમેશા રોની ને સપોર્ટ કરશે અને તેને ક્યારે ય હારવા નહીં દે.
અભય સર કેમેરામાં રોની ને જોતા હોય છે અને તે કહે છે આ પનિશમેન્ટ તને કાલે ખુબજ હેલ્પ કરશે કેમ જાણે અભય સરને રોની મા પોતાની છાપ દેખાતી હોય છે.





To be continue..............
શું રોની ટીમ ફાઈટિંગ મા જીતી જશે???? કોઈ injured તો નહીં થાયને????? અમિત શું પ્લાન કરી રહ્યો છે????? શું રોની કેપ્ટન તરીકે સફળ થશે???? સવાલો ખૂબ સારા છે પરંતુ તમારે તેના માટે આગળના પાર્ટ ની રાહ જોવી પડશે અને તમારા અમૂલ્ય સૂચનો આપવાનું ભૂલતા નહિ તમે instagram પર પણ રીવ્યુ કરી શકો છો.




Instagram id :-pratik patel
Yaaaa to :-pratik 7149