રાઘવ પંડિત Pratik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

રાઘવ પંડિત

એક નાનું ગામ હતું તેનું નામ દેવનાગરી હતું દેવ નગરી એ ખુબ જ સુંદર પર્વતોની વચ્ચે આવેલું સરસ મજા નું ગામ હતું તે ગામમાં ઘણી બધી કાસ્ટ ના લોકો રહેતા હતા ત્યાં એક પંડિત ફેમિલી રહેતું હતું તે ઘરના મુખિયા નારાયણ દાસ હતા તે તેમની પત્ની વસુંધરા સાથે રહેતા હતા તેમને એક પુત્ર હતો તેનું નામ રાઘવ હતું રાઘવ ને બધા રોની કહીને બોલાવતા રાઘવ ખુબ જ સુંદર હતો તેની આંખો એકદમ સુંદર હતી તે જોઈને તેમાં ડૂબી જવાનું મન થઈ જતું રોની ૧૮ વર્ષનો યંગ છોકરો હતો તેના ગામમાં તેના ચાર મિત્રો પણ રહેતા હતા તો ચાલો રોની અને તેના મિત્રોની રોમાંચક સફરમાં આ સફર ખૂબ જ લાંબી છે અને એમાં ખૂબ જ જોખમો ભરેલા છે  










 આ છોકરા નું શું થશે નારાયણદાસ બોલતા હતા અને વસુંધરા દેવી રસોડામાં સાંભળતા હતા રોની ને મારા મારાાા કર્મકાંડ ના કામમાં રસ જ નથી તેે શું કરશે.
એ મારો પુત્ર છે તેને જેમ જીવવું હોય તેમ જીવવા દો રસોડામાંથી ચા અને નાસ્તો લાવતા વસુંધરા દેવી બોલ્યા.
એમ નહીં હવે તે મોટો થઈ ગયો છે અને બસ આખો દિવસ રખડ્યા કરે છે થોડું પંડિતોનું કામ શીખી જાય તો સારુ મને તેની ચિંતા થાય છે આ સાંભળીને વસુંધરા દેવી બોલ્યા ચિંતા તો મને પણ થાય છે. પરંતુ તે કંઈક અલગ છે મે તેની સાથે વાત કરી હતી તો તેને કંઈક એવું કામ પસંદ છે જેનાથી તે આપણા દેશ માટે કંઈ કરી શકે નારાયણદાસ બોલ્યા મને તો મારા ઠાકોરજી પર ખૂબ જ ભરોસો છે તે આપણા રાઘવને રસ્તો બતાવશે અને ચાલો હવે આપણે સુઈ જઈએ.

 સવારનો મીઠો તડકો રૂમમાં નવા ઉજાસ ભરતો હતો રાઘવ ઊઠીને પોતાના નિત્યકર્મ પતાવી નાસ્તાના ટેબલ પર આવે છે ત્યાં વસુંધરા દેવી બોલે છે ઉઠી ગયો ચાલ  તારી માટે આજે મનપસંદ નાસ્તો બનાવ્યો છે અને વસુંધરા દેવી ચા અને થેપલા આપે છે રાઘવ હસતા હસતા નાસ્તા પર તૂટી પડે છે નાસ્તો પતાવી તે મમ્મીને કહે છે આજે અંકલ તેજસિંહ આવવાના છે તો હું તેમને મળવા માટે જાવ છું અને તે ફટાફટ બાઈક લઈને ઘરની બહાર નીકળી જાય છે



તેજસિંહ ભારતીય આર્મીમાં મેજર ની પોસ્ટ પર હોય છે.
રોની હેલ્લો અંકલ કેમ છો.
મજામાં દીકરા તું કેમ છે.
હું પણ મજામાં છું તમે આવવાના છો એ ખબર પડતાં હું તમને મળવા આવી ગયો.
હા ખુબ સરસ મને ખબર છે તું મને મળવા આવ્યા વગર રહીજ ના શકે.
અને હા આ વર્ષે તારા માટે કામ પણ ગોતી લાવ્યો છું પણ એના માટે તારે સાંજે આપણા ગુપ્ત સ્થળે આવવું પડશે.
આઇલવયુ અંકલ.
જા જા હવે ઈમોશનલ કરીશ.
સોરી અંકલ હું સાંજે ચોક્કસથી આવીશ.
રોની તેજસિંહ ના ઘરેથી નીકળે છે અને રસ્તામાં વિચારતો વિચારતો જાય છે કે અંકલે તેના માટે શું કામ ગોત્યું હશે.
રોની તેના દિમાગથી ખુબજ હોશિયાર અને શાંત હોય છે તે કોઈપણ પરિસ્થિતિ નો ખુબજ ઝીણવટથી જોઈ શકતો હોય છે તેને કુદરતી જ સામે વાળા નો દિમાગ વાંચી લેવાની શક્તિ હોય છે.
રોની તેના ચારે મિત્રો ને મળે છે અંકલ તેજસિંહ આવ્યાની વાત કરે છે તેના બધા જ મિત્રો ખુશ ખુશાલ થઈ જાય છે.
 ગામમાં પર્વતોની ટોચ પર એક ગુફા છે જ્યાં તે ગુફાની અંદર કોઈ વ્યક્તિ કોઈની રાહ જોતુ હોય છે દૂરથી કોઈ તે ગુફાની તરફ આવતું દેખાય છે તે રાઘવ હોય છે.
રાઘવ ગુફામાં પ્રવેશતા ગુફાનું મુખ બંધ કરી દે છે.
મેજર રાઘવ ની જોઈને તેના ચેહરા પર તેજ આવી જાય છે.
હેલો અંકલ આવ રાઘવ હું જે વાત કરવા માટે તને અહીં લાવ્યો છું તે ખુબજ ગુપ્ત છે એટલે મે આ જગ્યા પસંદ કરી.
હા અંકલ આપણે આવી વાતો અહીં જ કરીએ છીએ એટલે હું પણ સમજી ગયો હતો અને આમ પણ તમારી દેશભક્તિ થી હું ખુબજ પ્રભાવી છું.
રાઘવ તારી આ વાત પરથી જ હું તારા પર ભરોસો કરી શક્યો મારી મારી ટીમના મેજર ને અલગ-અલગ ઓર્ડર્સ છે કે અમે 10 એવા વ્યક્તિઓની ટીમ તૈયાર કરીએ જે આપણા દેશમાં કામ કરી શકે અને આ ઓર્ડર્સ ખુબજ ગુપ્ત છે એવા 10 વ્યક્તિઓ તૈયાર કરવાના છે જેમનું માઈન્ડ કોમ્પ્યુટર થી પણ તે જ હોય અને તેમને બધા હથિયાર અને માર્શલ આર્ટ તેમજ દુનિયાની તમામ યુદ્ધ ટેકનીક ની ટ્રેનિંગ આપી કોઈ ના હરાવી શકે તેવા એજન્ટ બનાવવાના છે છે બધા જ મિશન સફળ બનાવી શકે તો તું રેડી હોય તો પરમ દિવસે મારી સાથે ગુવાહાટી આવવા માટે રેડી થવાનું છે એન્ડ આમાં તારી સાથે તારા 2 મિત્રો પણ છે હું મારા 3 કેંડીડેટ્સ ફાઇનલ કરી છૂટ્યો છું મારા મેજર મિત્રો પણ દેશના અલગ-અલગ ખૂણેથી આવા ૭ કેંડીડેટ્સ લાવવાના છે જેમાં કોઈક અલગ હોય તો બી રેડી કાલે હું તારા મમ્મી પપ્પા સાથે વાત કરી લઈશ.





શું હશે રોની ની સફર ખુબજ થ્રી લ અને લવ સાગા થી ભરપૂર એકદમ ફિલ્મી સ્ટાઈલમાં લખાયેલ સસ્પેન્સ થ્રિલર નોવેલ એટલે કે રાઘવ પંડિત તો મિત્રો મારી આ શરૂઆત તમને કેવી લાગી તેના રીવ્યુ અચૂક આપજો. અને વાંચવાનું ભૂલતા નહિ રાઘવ પંડિત.