Adhuro Prem - 16 - samaychakra books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ - 16 - સમયચક્ર

સમયચક્ર

પોતાના સપનાનો રાજકુમાર આકાશના રુપમાં જોઈને પલકને હ્લદયમાં "વેદના" ભભુકી ઉઠી.એને થયું કે શું સાચેજ મારા કાળજાને પણ આકાશની જ ઝંખના હશે.પલકને ક્યાય ચેન પડતું નથી. જયા્રથી એનું વેવીશાળ થયું છે ત્યારથી જ પલક એક પણ પલ સુખની અનુભુતિ કરી શકી નથી.જીવન જાણે અસહાય બની ગયું છે. વીશાલની "મુલાકાત"થી પલકને એટલું તો સમજાઈ ગયું છે કે વીશાલ ખુબ જ શક્કી સ્વભાવનો છે.આકાશને લ્ઈને વીશાલના મનમાં ખુબ જ હીન ભાવ છે.પરંતુ પલકને એક વાત સમજાતી નથી કે હું મારા મનને કેમ સમજાવી શક્તિ નથી.એ વારેવારે આકાશને કેમ મારી નજર સામે લાવીને ઉભો રાખી દે છે.શું આકાશને હું પણ એટલોજ પ્રેમ કરતી હોઈશ. પોતાના મન સાથે લગાતાર વાતો કરી રહી છે. જો એવુજ હોય તો મારે આકાશ સાથે વાત કરીને એ વાત નો નીવાડો લાવી દેવો જોઈએ. હું નથી ઈચ્છતી કે મારી અને મારા ફીયાન્સેની લાઈફમાં કોઈ અવરોધ ઉભો થાય.
પલકે ખૂબ જ વીચાર્યુ પરંતુ એને કશું સુજતું નથીકે આકાશ સાથે કેવી રીતે વાત કરું. અને એમાં આકાશનો તો કશોજ વાંક પણ નથી એ તો બીચારો એ પણ નથી જાણતો કે હું આકાશ અને વીશાલની વચ્ચેની કટપુતળી બની બેઠી છું. દીમાગથી વીશાલની સાથે છું અને દીલથી આકાશની સાથે. પોતાના બેડરૂમમાં સુતા સુતા ગડમથલમાં ઘેરાયેલું એનું કાળજું કોરી ખાય છે.એ વીચારે છે કે હે ભગવાન આવી આકરી કસોટી તે કોઈની પણ કરી છે ખરી.જો તારે મને વીશાલની સાથે ખુશ રાખવીજ હતી તો આકાશ સાથે પ્રેમના પુષ્પો સુકામ ખીલાવી રાખ્યા. તું ગમેતેટલા વાના કરે પણ મને આ મુશ્કેલીઓ માથી દુર કરી લે.નહીંતર મારું જીવન અતીમુશ્કેલી ભરેલું રહેશે.આકાશે તો પોતાની જાતને સમજાવી લીધી છે. ને પ્રેમ નો એકરાર કરીને મને ફસાવી દીધી. ને હું પણ કેટલી પાગલ છું હું પણ આ બધું જાણવા છતાં એને પ્રેમ કરી બેઠી.દોષ કાઢું તો કોનો કાઢું આકાશ નો કે મારો અથવા કીસ્મત નો મને એ સમજાતું નથી.
થોડીવાર વીચાર કરીને પલકે એની ખાસ સહેલી નેહલને ફોન કરવાનું વીચાર્યુ. પલકે હાથમાં ફોન લ્ઈને નેહલને ફોન કર્યો. નેહલે કોલ રીસીવ કરતા કહ્યું કે હા બોલ પલક વળી પાછું શું થયું ? પલકે (રુંધાયેલા ગળે ) કહ્યું કે યાર મને લાગે છે હું બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છું. મને પ્લિઝ આ ભવરમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી બતાવ.પલકની વાત સાંભળીને નેહલે કહ્યું કે તું ગભરાઈશ નહીં. અને આમ ઢીલી ના પડી જા.તું એક ખૂબ જ હીંમતી છોકરી છે.અમારે જયારે અને જયાં જરૂર પડે છે તો અમને તું જ હીંમત બંધાવે છે.ને અત્યારે તું જ આમ માયુસ થઈ જાય એ કેમ ચાલે. હું જે પલકને પ્રાથમિક શાળાના સમયગાળાથી પુરેપુરી ઓળખું છું એ આ પલકતો ન હોઈ શકે. એ બહાદુર છોકરી ની પ્રશંસા આખીય સ્કુલ અને માધ્યમિક તેમજ આખીય કોલેજમાં થતી હતી ને આજે આવડી એવૅ નાનકડી મુશ્કેલી જોઈને તું ડરી જશે મને વીશ્ર્વાસ નથી બેસતો કે આમ અચાનક તું ડરપોક કેવીરીતે બની બેઠી.તું બહુજ બહાદુર છે તારા જેવડી હીંમત તો અમે બધી બેહનપણીઓ ભેગી મળીને કરીએ તો પણ તારા જેવડી હીંમત ભેગી ન થાય.
નેહલે પલકનો ભુતકાળ યાદ આપાવ્યો ને કહ્યું કે તને યાદ છે પલક આપણે એકવાર સ્કુલના પ્રવાસમાં ગયા હતા.એ સમયે જુનાગઢ થી ફરતા ફરતા આપણે બધાજ સાંસણ ગીરના જંગલમાં પણ ગયા હતા.(હા હા મને યાદ છે પલકે કહ્યું)ત્યાં આપણે એક ધર્મશાળામાં રાત્રી રોકાણ કરેલું. અને સ્કુલ સ્ટાફ સાથે વહેલી સવારે ગીરના જંગલમાં સફરમાં નીકળ્યા હતા. ઘટાટોપ જંગલને ખેડતાં ખેડતાં મધજંગલમાં ગયાં હતાં ને ત્યાં જંગલમાં ગાઈડ સાથે એક સીંહોનું ટોળું ભાળ્યું અને એ સીંહોનું આખું પરીવાર હતું.એમાં ચાર પાંચ સીંહણ અને બે ડાલામથ્થા સીંહો અને એમના નાના નાના બચ્ચાઓ પણ હતાં. મને આજે પણ બરાબર યાદ છે એ દિવસ જેને યાદ કરતાં કરતાં આજે પણ મને પરશેવો છુટી જાય છે.આપણાં સ્કૂલ ટીચરે કહ્યું હતું કે કોઈપણ વિધ્યાર્થી અને વિધ્યાર્થીનીઓએ બસમાંથી નીચે ઉતરવાનું નથી.પણ તું એ સીંહોના બચ્ચાને જોઈને એટલી બધી વ્યાકુળ બની ગ્ઈ હતી.ને તે મને કાનમાં કહ્યું કે નેહલ ગમે તે થાય મારે પેલા બચ્ચાને હાથમાં લ્ઈને રમાડવું છે.તે લાખ ના પાડવા છતાં પણ તે જીદ પકડી તે મુકીજ નહી.મે તને કહ્યું કે તું પાગલ છે પલક આ કાંઈ કુતરીના ગલુડીયા થોડાં છે તે હાથમાં પકડી શકાય. આતો સીંહોના બચ્ચા છે એને પકડવા તો એક તરફ રહ્યા આપણે જો આ બસમાંથી પણ નીચે ઉતરીએ ને તો એની માં જાનથી મારી નાખે.એટલે ચુપચાપ બેસીને અહીંથી જ જોવાની મજા લેવાય એટલી લ્ઈ લે બહું આવી મોટી સીંહોના બચ્ચા રમાડવા વાળી બેસ ચુપચાપ.
પલક હસવા લાગી ને કહ્યું હાં એ દિવસો ખૂબ જ મજાનાં હતાં નેહલ.પલકને વચ્ચે જ રોકી ને નેહલે કહ્યું હા અને આગળ તો સાંભળ આખી બસ એ સીંહપરીવારને જોવામાં મશગુલ હતી.અને હું પણ બારીએ વળગીને એ જોવાનો લખલૂટ નજારો બને તેટલો આંખોમાં વસાવી લેવા માંગતી હતી. ને અચાનક કોઈએ કહ્યું કે ટીચર ઓ ટીચર (એની ચીંખ કાન ફાડી નાખે એવી હતી)મે મારા બંન્ને કાનને બંદ કર્યા હતા છતાંયે કાનમાં ગુંજી રહી હતી.એણે કહ્યું ટીચર જો સામે પલક સીંહોના ટોળા પાસે જ્ઈ રહી છે કોઈ રોકો એને વીશાખા ની એ ગુંજ મારા કાળજાને આજે પણ ફફડાવી નાખે છે.ને જેવી મારી નજર તારા ઉપર પડી કે હું તરતજ બેહોશ થવા લાગી. મે કગરતાં કગરતાં સાહેબને કહ્યું કે સર પલકને બચાવી લ્યો નહીંતર એને સિંહ મારી નાખશે.ને સાહેબે શું કહ્યું તને ખબર છેને એણે કહ્યું આ છોકરી બીલકુલ ગાંડી થઈ ગઈ છે અહીંથી એને કોણ બચાવવાનું હતું. હું તો શું પણ મારો બાપેય એને નહીં બચાવી શકે.ને જોતજોતામાં મોટા મોટા વૃક્ષો ની આડશ લેતી લેતી તું એ સીંહોના ટોળાની બીલકુલ નજીક પહોંચી ગઈ હતી. અને એ સીંહણના બચ્ચાને એવીરીતે હાથ લંબાવીને બોલાવી રહી હતી કે જાણે બીલાડીના બચ્ચા હોય. મારી આંખ ફાટી ગ્ઈ હતી.જોતજોતામાં એક બચ્ચું તારા તરફ આવ્યું અને ધીરેધીરે તારા ખોળામાં આવીને રમવા લાગ્યું. અમારા તો બધાયનાં જીવ તાળવે ચોટી ગયાં હતાં. ને એ સમયે એક આકાશ જ હતો જેણે બસમાંથી નીચે ઉતરવાની હીંમત કરી હતી. એની સાથે એક વનકર્મી હતો.પણ બીજા દરેક કુતુહલવશ જોઈ રહ્યા હતા ડરથી ધ્રજતાં ધ્રૃજતાં.
ધીરેધીરે આકાશ અને વનકર્મી વૃક્ષોની આડશ લેતાં લેતાં તારી નજીક આવવાની કોશીશ કરતાં હતાં ત્યારે એક સીંહણ એવી ગુરરાઈ કે એ બન્નેને તરતજ પાછું ફરવું પડ્યું હતું. હવે તારો જીવ ખરેખર જોખમમાં હતો. એ વનકર્મી એ તો ત્યાં સુધી કહ્યું કે હવે આ છોકરીને કોઈ નહીં બચાવી શકે. એણે પોતાની જાતને મોતના મુખમાં જાતેજ નાખી છે. હવે આપણે કશું કરી નહી શકીએ.પણ આકાશ હીંમત ન હાર્યો એણે કહ્યું કે સર પ્લિઝ હું પલકને આમ મરતા નહી જોઈ શકું. એણે હાથમાં લાકડી લ્ઈને ધીરે ધીરે આગળ વધી ને તારા સુધી એ સીંહોનું નજર ચુકાવીને પહોંચી ગયો અને તારો હાથ પકડીને ચુપચાપ લ્ઈને પાછો ફર્યો હતો.અને બસમાં આવીને તને કેવો કચકચાવીને તમાચો ચોપડી દીધો હતો. ને ત્યારે તને એ વાત ની ગંભીરતા સમજાઈ હતી.આ એજ પલક છે.જે સીંહોના ટોળાથી પણ નહોતી ડરી.અને આજે કેવું "સમયચક્ર"ફરી ચુક્યું છે કે આવા નાના અમથા આવરણ થી ડરી ગ્ઈ છે.પલકને પોતાની પુરેપુરી ક્ષમતા દેખાઈ રહી છે. એના મનમાં પહેલા જેવી હીંમત પાછી ફરી અને એણે નેહલને કહ્યું થેન્ક્યુ વેરીમચ નેહલ મારી હીંમત પાછી યાદ અપાવવા બદલ.હું તને પછી ફોન કરું એમ કહી પલકે ફોન કટ કર્યો.......................... ક્રમશઃ




(પલક આગળ શું ડીસીઝન લેશે.એની હીંમતની અનગીનત કહાની માથી પ્રરણા લ્ઈને શું પોતાના સાથે જ લડી શકશે......જોઈશું ભાગ:-17 :-બહાદુરી )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED