મારી ચૂંટેલી લઘુકથાઓ - 50 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 50

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

હુકમનો એક્કો

આ ઓફિસની પત્તાની જોડમાં શિવરામ વર્મા કાયમ હુકમનો એક્કો જ રહ્યો છે. મિસ્ટર વર્મામાં કોઈ તો ખાસ વાત છે જે કડકમાં કડક ઓફિસરને પણ પોતાની બાટલીમાં ઉતારી દે છે. હવે ગયા વખતની જ વાત કરીએ તો ઘરડા સેન ગુપ્તાએ અધિકારીની ફરજ સંભાળતાની સાથેજ સ્ટાફના દરેક વ્યક્તિની બેઠક વ્યવસ્થા બદલી નાખી હતી પણ એમની હિંમત ન થઇ કે મિસ્ટર વર્માને તેમની ‘કમાઉ બેઠક’ થી હલાવી પણ શકે. બે જ દિવસમાં મિસ્ટર વર્મા સેન ગુપ્તાના ઘર સુધી પહોંચી ગયા હતા અને તે મીસીસ સેન ગુપ્તા પાસે રાખડી બંધાવીને મિસ્ટર સેન ગુપ્તાના સાળા બની ગયા હતા.

પણ હા આ વખતે એમના પાસાં ઉલટા જરૂર પડી ગયા હતા. યુવાન મિસ નીલિમા જેવી અધિકારી બનીને અહીં આવી કે આ વખતે બધાની સાથેજ મિસ્ટર વર્માની બેઠક પણ બદલાઈ ગઈ. મિસ્ટર વર્મા બધાને કહેતા હતા કે આ વછેરી તો પીઠ પર હાથ મુકવા જ નથી દેતી.

પણ હાર માનવી એ મિસ્ટર વર્માનો સ્વભાવ બિલકુલ ન હતો, એ એમ કેવી રીતે હાર માની જાય? એ અધિકારીની પીઠને ચોકસાઈપૂર્વક નિહાળી રહ્યા હતા કે...

એ સાંજે કાર્યાલયના બધા જ સહયોગીઓએ આશ્ચર્ય સાથે જોયું કે... યુવા મિસ નીલિમા મિસ્ટર વર્માના એન્જીનીયર દીકરા સાથે તેની લાંબી કારમાં બેસીને શહેરના મોંઘા રેસ્ટોરાં તરફ જઈ રહી હતી.

કાર્યાલયના સહયોગીઓમાં આજે ફરીથી એ ચર્ચા થઇ રહી છે કે મિસ્ટર વર્મામાં કોઈ ખાસ વાત તો જરૂર છે, તેમને લોકો એમનેમ હુકમનો એક્કો કહીને નથી બોલાવતા!

***