પ્રલોકી - 7 DR KINJAL KAPADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રલોકી - 7

આપણે જોયુ કે, પ્રલોકી સ્કૂલ મા રિઝલ્ટ લેવા આવે છે. પણ રિઝલ્ટ કરતા પ્રબલ ને મળવા આવે છે. પ્રબલ સ્કૂલ મા આવતો નથી. પ્રલોકી નિરાશ થઈ જાય છે. હવે જાણો આગળ.
પ્રલોકી, ચાલ અપડે હવે ઘરે જઈએ, હા નૈતિક તમે સાચું કહો છો, સાંજે પાર્ટી પણ રાખી છે. નિશા, પાર્ટી તે રાખી દીધી એ બહુ સારું કર્યુ. હા નૈતિક પ્રલોકી ના આખા ક્લાસના બધા સ્ટુડન્ટ્સ ને ઇન્વિટેશન આપી દીધું તું કાલ જ મેં. મને ખબર જ હતી પ્રલોકી અવ્વલ જ આવવા ની છે. પ્રલોકી એ પૂછ્યું, મમ્મી બધા ને આપ્યું ? હા બેટા તારા ક્લાસ ટીચર ને પણ ઇન્વિટેશન આપ્યું છે. મમ્મી, પ્રબલ ને? પ્રબલ પટેલ .. ને ? હા હા બેટા પ્રબલ ને તો ખાસ આપ્યું છે, અને એને તો ફેમિલી સાથે આવવા કહ્યું છે. મને ખબર છે તે કેવી રીતે પ્રબલ નો જીવ બચાવ્યો તો અને તારા પાપા અને સુનિલભાઈ દોસ્ત બની ગયા. મમ્મી થૅન્ક્સ. અરે બેટા તારા માટે એક પાર્ટી તો રાખી જ શકું એમ કહી નિશાબેન હસી પડ્યા.
પ્રલોકી ને હજી પ્રબલ ની રાહ જોવી હતી એને ખબર હતી કલરવ ને જ ખબર હશે પ્રબલ ક્યાં છે ? એટલે એને નિશા બેન ને પૂછ્યું હું કલરવ ને મળી ને આવું ? હા બેટા જા, તું તારા ફ્રેન્ડ્સ ને મળી લે. અમે કાર મા તારી રાહ જોઈએ છે. એમ કહી નિશાબેન અને નૈતિકભાઈ કાર તરફ ગયા. કલરવ તે પ્રબલ ને ફોન કર્યો ?? કોઈ આટલું સ્ટુપિડ કેવી રીતે હોય ? રિઝલ્ટ લેવા ના આવે. હા પ્રલોકી મેં પ્રબલ ના ઘરે ફોન કર્યો પણ કોઈએ ફોન રિસીવ ના કર્યો. લાગે છે રસ્તામા હશે. પ્રલોકી જલ્દી કર... નિશાબેને બૂમ પાડી એટલે પ્રલોકી ને જવું પડે એમ જ હતું. કલરવ, હવે તો પ્રબલ ને સાંજે જ મળાશે. તું પ્રબલ આવે એટલે એને કેજે સાંજે ખાસ આવે, મેં કહ્યું છે.
પ્રલોકી કારમા બેસી ગઈ, હજી એ સ્કૂલ તરફ જોઈ રહી ક્યાંક પ્રબલ દેખાઈ જાય. પ્રબલ ની રાહ હવે એ પાર્ટીમા જોવા લાગી. બધા ફ્રેન્ડ્સ આવી ગયા, બસ ના આવ્યો તો એક પ્રબલ. પાપા તમે સુનિલ અંકલ ને ફોન કરો ને. એ લોકો હજી નથી આવ્યા. એટલા મા તો પ્રબલ દેખાયો, પ્રલોકી ની ખુશી નો પર ના રહયો. પ્રબલે પ્રલોકી પાસે આવી એને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું. પ્રલોકી એ પણ પ્રબલ ને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું તારો પણ તો 8 નંબર આવ્યો છે બોર્ડ મા. પ્રબલ બહુ જ ખુશ હતો. કેટલાય દિવસ થી પ્રલોકી ને મળવા ટ્રાય કરતો તો. પ્રબલ તું કેમ સવારે આવ્યો નહોતો રિઝલ્ટ લેવા ? પ્રબલે કહ્યું હું આવ્યો ત્યારે તું નીકળી ગઈ હતી. મારે આવવા મા લેટ થઈ ગયું. પ્રબલ હું એક વીક અહીં જ છું. આપણે એક વાર મળીશુ પણ ક્યારે એ તું કહે ? પ્રબલ ને તો જે જોઈતું તું એ સામેથી પ્રલોકી એ કહી દીધું. હા પ્રલોકી, આપણે રવિવારે મળીએ.? હા પ્રબલ, પણ ક્યાં ? આપણી સ્કૂલ આગળ જે કેન્ટીન છે ત્યાં જ મળીએ. હા પાક્કું.
પાર્ટી પતી ગઈ, રવિવાર ની રાહ જોવાવા લાગી. પ્રબલ વિચારી રહયો હતો ઘરે શુ બહાનું બતાવું ? આ બાજુ પ્રલોકી ના પણ એ જ હાલ હતા. પ્રલોકી એ નક્કી કરી દીધું ખોટું બોલી ને નથી જવું. નિશાબેન ને વાત કરી લીધી એને કે પ્રબલ એનો ખાસ ફ્રેન્ડ છે એટલે એક વાર બોમ્બે જતા પહેલા મળવું છે. નિશાબેન ને વાંધો નહોતો પણ નૈતિકભાઈ પ્રલોકી ને આ રીતે એકલી જવા દેશે કે નહી, એ વાત નું એમને ટેન્શન હતું. એમને એક આઈડિયા કરી ને પ્રલોકી ને કહ્યું, આપણે બંને મોલ મા જઈએ છીએ એવું તારા પાપા ને કહી દઇશુ. હું તને કેન્ટીન આગળ મૂકી ને મોલ મા જઈ આવીશ. પ્રલોકી ને ઠીક લાગ્યું નહી. એને કહ્યું પાપા સામે ખોટું નહી બોલું. હું ક્યારેય ખોટું બોલી નથી પાપા આગળ. નિશાબેને કહ્યું તારા પાપા એમનેમ તો નહી જ માને. પ્રલોકી ને થયુ જો પાપા ને કહીશ તો પ્રબલ ને ક્યારે પણ નહી મળી શકાય. એટલે એને નિશાબેન ની વાત માની લીધી.
રવિવાર આવી ગયો. પ્રબલે તો કલરવ જોડે જાઉં છું એમ કહી ને ઘરમાંથી નીકળી ગયો. પ્રલોકી પણ નિશાબેન જોડે પહોંચી ગઈ. બંને જણા કેન્ટીન ના ટેબલ પર સામસામે ગોઠવાઈ ગયા. કોઈ ને નહોતું સમજ પડતું કે વાત કોણ સ્ટાર્ટ કરે. આખરે પ્રલોકી એ પૂછ્યું, તો પ્રબલ આગળ શુ વિચાર છે ? બાયોલોજી લઈશ કે મેથ્સ ? મારો તો બાયોલોજી નો વિચાર છે મને તો મેથ્સ ફાવતું નથી. તું શુ લઈશ પ્રલોકી ? જોવું બોંમ્બે જઈને શુ કરું હું. મતલબ તે હજી ડિસાઈડ જ નથી કર્યુ તારે શુ કરવું છે ? પ્રબલ, મને સમજ જ નથી પડતી, શુ કરું હું ? મેથ્સ પણ સારું ફાવે છે મને અને બાયોલોજીમા પણ ઇન્ટરેસ્ટ તો છે જ. જોઈએ ચાલ એ તો. ઓર્ડર કરી દઈએ પેલા, તારા માટે શુ ઓર્ડર કરી ને આવું. પ્રલોકી તું બેસ હું લઇ ને આવું, મને ખબર છે તને વડાપાંવ બહુ ભાવે છે. હું પણ વડાપાંવ જ ખાઈશ.
પ્રબલ ને જતા પ્રલોકી જોઈ રહી. પ્રબલ નો સાઈડ ફેસ દેખાઈ રહયો હતો. પ્રબલ ની નવી નવી ફૂટેલી મૂછો, બ્લેક કલર ની ટીશર્ટ, ને બ્લુ જીન્સ મા એ સોહામણો લાગી રહયો હતો. પ્રલોકી એકીટસે પ્રબલ ને જોઈ રહી. સોળ વરસ ની પ્રલોકી ને સમજમા આવી ગયું એ પ્રબલ ને પ્રેમ કરવા લાગી છે. એ ડરતી હતી પ્રબલ ને કહી દઈશ તો પ્રબલ ફ્રેન્ડશીપ પણ તોડી નાખશે તો. પ્રબલ પણ ઓર્ડર ના કાઉન્ટર પર ઉભા ઉભા પ્રલોકી પર નજર નાખી દેતો હતો. પ્રબલ ને વિશ્વાસ નહોતો આવતો કે જે પ્રલોકી માટે સ્યુસાઇડ કરવા ટ્રાય કર્યુ એ આજે એની સામે છે. જેની સાથે વાત કરવા તડપતો રહયો એ પ્રલોકી ફ્રેન્ડ બની ગઈ છે. પ્રલોકી પિન્ક કલર ના ફ્રોક મા પરી જેવી લાગી રહી હતી. પ્રબલ પ્રલોકી ને જોયા જ કરે એવું એનું મન કરતુ હતું. એ પણ ડરી રહી હતો નવી નવી ફ્રેન્ડશીપ તૂટી ના જાય. વડાપાંવ લઇ ને પ્રબલ આવી ગયો. થૅન્ક્સ પ્રબલ. પ્રલોકી, ફ્રેન્ડશીપ મા થૅન્ક્સ ના હોય. ના, પ્રબલ તું મને મળવા આવ્યો મને તો વિશ્વાસ નથી આવતો તું મારી સામે બેઠો છે. બોમ્બે મા પણ મને ફાવતું જ નહોતું. બહુ વિચાર આવ્યો તને ફોન કરું પણ લેન્ડલાઈન ફોન ગમે તે ઉઠાવે તો હું શુ કહું ? ચાલુ સ્કૂલ મા તો નોટ્સ પણ કહું, વેકેશન મા શુ બહાનું કાઢું?. પ્રલોકી બોલી તો ગઈ પણ પછી થયુ એને શુ બોલી ગઈ આ પ્રબલ શુ વિચારશે મારા માટે ! એમ વિચારી પ્રલોકી કહી દીધું તારી તબિયત પુછવી હતી એ દિવસ પછી વાત જ ના થઈ એટલે. પ્રબલ થોડા ટાઈમ માટે ખુશ થઈ ગયો તો, એને લાગ્યું પ્રલોકી ના મન મા એના પ્રત્યે ફીલિંગ્સ છે. એ કઈ બોલી ના શક્યો.
પ્રબલ હવે મારે જવું પડશે બહાર મમ્મી ની કાર આવી ગઈ છે. પાપા ને નથી ખબર હું આ રીતે આવી છું. મેં પહેલી વાર પાપા સામે ખોટું બોલ્યું છે. મને મળવા માટે પ્રલોકી ? હા સ્ટુપિડ. બાય હવે.. મમ્મી રાહ જોવે છે. બાય. એન્ડ હા કાલ હું બોમ્બે જાઉં છું. પ્રલોકી તારો નંબર મને આપીશ, ક્યારેક ઈચ્છા થાય તો ફોન કરું. હા એક કામ કરું આ ટીસ્યુ પેપર પર લખી દઉં. હા મારી પાસે પણ કઈ છે નહી. પ્રલોકી તું અહીં જ રહી જા ને. ના પ્રબલ, મેં મમ્મી ને પ્રોમિસ કરેલું છે. 2 વર્ષ એની જોડે જ રહેવું પડશે. સારું, પણ બોમ્બે જઈ ને ભૂલી ના જતી. ભૂલી ગઈ હોત તો આવી પણ ના હોત ને પ્રબલ ? બાય. પ્રલોકી નો આ સવાલ પ્રબલ ને સ્પર્શી ગયો. એ જે સમજતો હતો એ જ કારણ છે આ સવાલ પૂછવાનું કે બીજું કઈ. પ્રલોકી ભીની આંખો સાથે કાર મા બેસી ગઈ. પ્રબલ પ્રલોકી ને જતી જોઈ રહયો. બીજા દિવસે પ્રબલ ના ઘર પરથી ઉડતું વિમાન જાણે પ્રલોકી ને લઇ ને જતું હોય એવો એને ભાસ થયો. પ્રલોકી સાચે વિમાનમા બેસી ગઈ હતી આ નહી બીજા વિમાન મા. ઊંચે આકાશ મા ફરી એ જ આશા એ કે પ્રબલ સાથે ફોન પર વાત થશે. પ્રબલે જોયુ તો એનું જીન્સ ધોવા મા એની મમ્મી એ લઇ લીધું હતું . મમ્મી, તે મારુ જીન્સ ધોઈ નાખ્યું ? ના હજી પલાળ્યું છે કેમ ? મમ્મી એમાં એક ટીસ્યુ પેપર હતું. હા, એ પલળી ગયું હતું. આ તો મને પલાળ્યા પછી યાદ આવ્યું કે ખિસ્સા જોયા નથી. સારું થયુ ટીસ્યુ જ હતું બીજું કહી નહોતું. અરે, ક્યાં મૂક્યું મમ્મી ? ત્યાં જો સામે ફેંક્યું. પ્રબલ બેબાકળો થઈ જોવા ગયો. પણ ટીસ્યુ આખુ પલળી ગયું તું ને અંદર લખેલો નંબર પણ. પ્રબલ ને આંખમાંથી આંસુ આવી ગયા.
કેવી રીતે પ્રબલ પ્રલોકી નો ફોન નંબર શોધશે ? શુ ફરી ક્યારેય બંને વાત કરી શકશે ? જાણો આવતા અંકે