પાછળના ભાગમાં આપણે જોયું કે નીલ બીટ્ટી અને બોડો કુરેશીનું ખૂન કરીને ત્યાંથી ભાગી આવ્યા છે. કુરેશીની બેગમને બોડા એ માથામાં મારીને બેહોશ કરી દીધી છે,ક્યારેય કોઈપણ લફડાને શાંતિથી ખતમ કરી દેનાર નીલ અને તેના બે સાથી મિત્રોની લાઈફ તો આવી જ હતી પણ આજે તેમની સાથે એક નાનો છોકરો જે રાજુ છે તે પણ જોડાયો છે.જેને લઈને નીલ પોતાના રૂમમાં હાલમાં જ પહોંચી રહ્યો છે.
હવે આગળ....
***
કાકા વિચારી રહ્યા હતા કે આ છે કોણ? જોઈને તો નીલ સર નું કોઈ સગું પણ નથી લાગતું કેમ કે નીલ સરને કોઇ છે જ નહીં તો પછી આ કોણ હશે?? ખેર જે હશે એ હું કાલે પૂછી લઈશ આટલું કહી કાકા પોતાની ખુરશી પર જઈને બેઠા અને મોબાઈલ કાઢીને જોયું તો તેમાં સમય ૧૨:૩૧ કલાક બતાવી રહ્યો હતો.
'હે મારા રામ' હવે સૂવું પડશે હનન કાકા પોતાની જાતને કહીને સુઇ ગયા. સામે નીલ પણ થાકીને આવ્યો હતો રૂમ ઓપન કરી રાજુને સોફા પર સુવડાવી બ્લેન્કેટ ઓઢાડી દીધું. નીલ આજે બદલાયેલો જણાઈ રહ્યો હતો કેમ કે ક્યારેય કોઈની કદર ન કરનાર નીલ આજે આટલો પોચો કેમ પડી રહ્યો હતો? શુ હતું? રાજુમાં એવું તો શું નીલને દેખાઈ આવ્યુ? નીલ અત્યાર સુધી ક્યારેય શાંતિથી ઊંઘી શક્યો નથી તેને ક્યારેય ઊંઘ નથી આવી બસ થોડું ઊંઘતો ને સપનાઓ તેની આગળ પાછળ તરવરાટ મારતા.
બેટા !! નીલ જો તો આ કેવું છે?? ના મમ્મી નથી બરાબર આપણે નથી જવું આજે, પણ કેમ?? એક નાનો છોકરો જે તેની મમ્મીની સાડી જોઈને વખાણ કરવાને બદલે ના બોલી રહ્યો હતો કે આપણે આજે લગ્નમાં નથી જવું પણ કેમ?? તેની મમ્મી એ પૂછ્યું,
નથી જવું તો નથી જવુ મને બધા ચિઢવે છે ત્યાં અને બધાને તેમના પપ્પા સાથે જોવું છું તો મને નથી ગમતું મમ્મી આજે તો કે આપણા પપ્પા કયા છે?? કેમ મારે કોઈ પપ્પા નથી !! મારા નામ પાછળ એમનું નામ છે તો એ ક્યાં છે??
દીકરા એ બધું જાણવાની તારે જરૂર નથી ચલ તને નથી જવું ને? તું શું ખાઈશ બોલ આપણે તે બનાવીએ આજે. બહાર જમવા જઈશું??
ના મમ્મી નથી જવુ મને કે નથી ખાવું તું દરવખતે આવું જ કરે છે જ્યારે પણ હું પપ્પા વિશે વાત કરું છું ત્યારે તું વાતને બદલી નાખે છે કા તો ઉલટાવી નાખે છે તું મને સમજાવ આજે બસ !! આ છોકરો તો હવે નહી જ માને લાગે છે.
શુ કરું?? એક પત્ની જ્યારે પોતાના પતિથી દૂર થતી હોય છે ત્યારે એ દર્દ ફક્ત ને ફક્ત પત્ની જ સમજતી હોય છે અને તેમાં પણ એક પુત્રને લઈને દૂર થતી હોય છે ત્યારે કઈક વધારે જ.
દુઃખના એ પહાડ પર એક કવિતા હું રજૂ કરવા માંગીશ.
શુ ભૂલ હતી મારી??
કેમ આટલી નીચી તારી સમજદારી?
મર્દ કહેવાય છે ને તું તો ?
તો પછી કેમ આટલી નીચી હદસુધી જાય છે તું!!
વચનો તો સાત કર્યા હતા એક જન્મમાં જ તારા વચનો પુરા થયા??
તારા સ્વપ્નો હશે મારા કરતાં વધારે મોટા અને ખૂબ લાંબા બેશક,
પણ જરાક મારી અને આપણી નિશાની સામે તો જોયું હોત એક વખત ??
શુ હું એકલી જ ભૂલની ભાગીદાર છું??
શુ ભૂલ હતી મારી??
એક પત્નીને ધ્યાનમાં રાખીને લખાયેલ આ પંક્તિ તમને ઘણું કહી જશે શાયદ એ વ્યક્તિ જલ્દી ગ્રહણ કરી લેશે જેણે આવી પરિસ્થિતિ ખૂબ જ નજીકથી જોઈ હશે. માણસ જ્યારે કોઈ વ્યક્તિ સાથે જોડાય છે ત્યારે તે તમામ સંબંધો સાથે લઈને જોડાતો હોય છે. આવનાર દિવસોમાં એ જ વ્યક્તિ તેનું સંપૂર્ણ બનશે તેની દોસ્ત તેની હકદાર તેની ઓળખાણ તેની આબરૂ તેનો સમાજ તેના વારસદારની માતા તેના જીવનનો આગળનો છેડો.
તો તેને જ તું તોડી નાખીશ તો પછી જીવીશ કેવી રીતે? એક ભૂલ માફ કરવી જોઈએ સાહેબ કેમ કે ભગવાન એ આ દુનિયા બનાવી છે બધાને સરખા બનાવ્યા છે ક્યારે કોણ કોની સાથે કેવી રીતે જોડાયું છે તે કોઈ નથી જાણતું કે સમજી શકતું.
બસ નિભાવવાના હોય છે સંબંધો લાગણીસભર રીતે.
મમ્મી તું કહીશ કઈક મને?? ફરીથી પેલા છોકરાએ એની મમ્મીને પૂછ્યું પણ તેની મમ્મી આ વખત પણ ચૂપ જ હતી અને રૂમમાં જતી રહી દરરોજ આ છોકરો તેની મમ્મીને પૂછતો કે તું કે મને બોલ સમજાવ મને આમ ના તડપવા દે મારી આબરૂ ના જવા દે પણ શાયદ એ છોકરો પણ અંજાન હતો કે આ પ્રશ્ન પૂછી પૂછીને ક્યાંકને કયાક તે પણ તેની મમ્મીનું ઘણું બગાડતો હતો.
કારણ કે એ માતા બે દુઃખ એકસાથે સહન કરતી એક તો બાળકથી છુપાવીને ફરવાનું અને રોજ આવું સાંભળીને પોતાના પતિને યાદ કરવાનું દુઃખ.
ક્રમશ :