Vivah Ek Abhishap - 16 books and stories free download online pdf in Gujarati

વિવાહ એક અભિશાપ - ૧૬

આગળ આપણે જોયુ કે સુરજનસિંહ ચંદર ની હત્યા કરાવ્યા પછી હીર પર બળાત્કાર કરીને પછી એની બલિ ચડાવી દે છે.મરી ગયા પછી હીર ની આત્મા ચંદર ની આત્મા મળે છે અને બંને ને ખબર પડે છે કે એ બંને મરી ચુક્યા છે એટલે બંને સુરજનસિંહ સાથે પોતા ની હત્યા નો બદલો લેવા પેલા મકાન માં પાછા જાય છે *****************---***************************
અમે એ મકાન માં પાછા ગયા ત્યાં એક ભયાનક દ્રશ્ય જોયુ કે એ મકાન માં અમારા શવ પડ્યા હતા.મારું ધડ નીચે જમીન પર પડ્યુ હતુ એમાંથી હજુ ય થોડું થોડુ લોહી નીકળી રહ્યુ હતુ.અને મારા માથા ને ઉપર લટકાવવામાં આવ્યુ હતુ.ચંદર નુ શવ એના થી થોડે દુર હતુ .આ જોઇને ગુસ્સા ની અને બદલાની ભાવના વધુ પ્રબળ બની.અમારે બદલો લેવો હતો અમને એમ હતુ કે જ્યાં સુધી એના થી બદલો ના લેવાય અમારી બંને ની આત્મા ને મુક્તિ નહિ મળે.પણ ત્યાંસુરજનસિંહ ના ચેલા હતા એ ક્યાંય નહોતો દેખાતો આખરે થોડી વાતચીત પછી એક ચેલા એ મકાન ભોંયતળિયે કોઇ ને દેખાય એવું એક લાકડા નું પાટિયુ ઉપાડ્યુ અને અંદર જવા લાગ્યો.એટલે ત્યારે અમને ખબર પડી કે એ એક ગુપ્ત દરવાજો છે અમે એની પાછળ પાછળ ગયા .
એ લાકડા ના પાટિયા ની નીચે પગથિયા હતા .જે એક ભોંયરા માં જતા હતા.અને એ ભોંયરુ એક ગુફા સુધી જતુ હતુ.મને યાદ આવ્યુ આ એ જ જગ્યા હતી જ્યાં મારી ક્રૃરતા થી બલિ ચડાવી દેવાઇ હતી .
એ ગુફા મા સુરજનસિંહ સુતો દેખાયો પણ એ બહુ અશક્ત અને વ્રૃદ્ધ થઇ ગયેલો દેખાતો હતો અમને નવાઇ લાગી કે હજુ થોડા સમય પહેલા જે ક્રૃર અને શક્તિ શાળી દેખાતો હતો તે નિર્બળ ,અશક્ત અને વ્રૃદ્ધ કેવી રીતે થઇ ગયો .એના શિષ્ય એ કામ પતી ગયુ છે કહી ને રજા માગી અને જતો રહ્યો .
એની એ હાલત જોઇ ને અમારે એને છોડી દેવા જેવો હતો અને એની હાલત પર દયા ખાઇ ને એને માફ કરી દીધો હોત તો કદાચ અમારી આત્મા ને મુક્તિ મળી ગઇ હોત પણ બદલા ની આગમાં અમે બંને સળગી રહ્યા હતા એટલે અમે એને એ હાલત માં પણ જીવતો નહોતા છોડવા માગતા .એ સમયે અમે એના કરતા વધારે શક્તિ શાળી હતા એટલે ચંદરે પોતાની શક્તિ થી એને ઉપાડ્યો ,ફંગોળ્યો અને કેટલી વાર ઉંચાઇએ થી જમીન પર પડતો કર્યો એ ખાસો લોહી લુહાણ થયો તો ય એ સામો એક પ્રહાર ના કરી શક્યો .અને છેવટે પિશાચી મુર્તિ ની તલવાર થી ચંદરે એને મારી નાખ્યો .અમારી વેર લેવાની આગ શાંત થઇ .અમને એમ કે અમારી આત્મા ને મુક્તિ મળી જશે પણ સુરજનસિંહ ની હત્યા કરી વેર લેવુ એ અમારી બહુ મોટી ભુલ હતી .અમારી આત્માઓ ને મુક્તિ ના મળી એટલે અમે ત્યાં થી બહાર જવા લાગ્યા પણ અમે ના જઇ શક્યા અમને ખબર નહોતી પડી રહી આ બધુ શું થઇ રહ્યુ છે અમે કેમ કેદ થઇ ગયા હોય એવું લાગેતુ હતુ ત્યાં જ ગુફામાંથી એ જ ભયાનક અટહાસ્ય સંભળાયુ,અને એ સાથે અવાજ આવ્યો," તમારા બંને નો ખુબ ખુબ ધન્યવાદ કે તમે મને મારા નિર્બળ અશક્ત અને વ્રૃદ્ધ શરીર થી મુક્ત કરી દીધો .હવે એ શરીર થી મુક્ત થઇ જવા થી હું મારી શક્તિ અને સિદ્ધિ ઓ નો ઉપયોગ કરવા સમર્થ છું .એ સાથે જ અમે જોયુ કે એ અઘોરી પણ અમારી જેમ જ આત્મા ના રુપે અમારી સામે હતો અને એ જ ભયાનક રુપમાં અમારી સામે હતો.એણે કહ્યું,".આમે ય એ શરીર અત્યારે મારા માટે કામનું નહોતુ અને ગમે તેમ કરી ને મારે એનો ત્યાગ કરવાનો જ હતો.મારા તરફ ગંદી નજર થી જોતા એણે કહ્યું ,"ઓહ ,તારુ આ રુપ ,તારુ ફુલ થી કોમળ બદન ,ગુલાબ ની પાંખડી જેવા હોઠ ,તારા સોનેરી વાળ.તને ખબર છે હમણા થોડી વાર પહેલા જે મારી હાલત હતી એ માત્ર અને માત્ર તારા લીધે ,તારા આ રુપ ને લીધે. "
"પ્રેત દેવતા ને બલિ દેવા માટે તુ સર્વોત્તમ હતી સર્વ ગુણ સંપન્ન હતી તારી બલિ ચડાવવા ના ઉદ્દેશ થી જ તો હું ચંદનગઢ માં આવ્યો હતો.તારા ભાઇ ઓ નો વિશ્વાસ જીત્યો .ઘણા વર્ષો માં એક વાર રચાતા આ નક્ષત્ર માં એક બત્રીસ લક્ષણો વાળી કુંવારી કન્યા ની બલિ ચડાવતા જ મને અમરત્વ પ્રાપ્ત થઇ જવાનુ હતુઆખી દુનિયા પર મારુ રાજ ચાલે એટલો શક્તિશાળી હું બની જવા નો હતો..મ્રૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત કરી લેવાનો હતો હું.પણ તારુ આ રુપ મારુ દુશ્મન બની ગયુ .બધી ખબર હતી કે પ્રેત દેવતા ને કુંવારી છોકરી ની બલિ ચડાવવા ની હોય પણ તને ભોગવવાની મારી પ્રબળ ઇચ્છા એ મારી અમર થવાની ઇચ્છા પર કબ્જો જમાવી દીધો .તારા રુપે મને ભાન ભુલાવ્યુ અને મે એ ભુલ કરી દીધી જે મારે નહોતી કર્યા જેવી .તારુ શરીર ભોગવી ને પછી તારી બલિ ચડાવી ."
"પરિણામ ,મારી બધી શક્તિ પ્રેત દેવતા દ્વારા લઇ લેવા માં આવી .અને હું એકદમ નિર્બળ અને અશક્ત થઇ ગયો.પણ તમારા બંને નો ખુબ ખુબ આભાર કે મને મારા શરીર થી મુક્ત કરી દીધો.હવે આ ચંદનગઢ મારો કોપ માં બરબાદ થઇ જશે.તમે વિચારી પણ નહિ શકો કે હવે ચંદનગઢ માં લાશો બિછાઇ જશે.અને બીજા કોઇ ના હાથે નહિ ચંદર ખુદ તારા જ હાથે ,તારા જ ઉપયોગ થી હું ચંદનગઢ માં મારો કહેર વરસાવીશ.અને તને ,તારા યોૌવન ને તો હું રોજ ભોગવીશ હીર ."
હવે અમને ખબર પડી કે એને મારીને અમે કેટલી મોટી ભુલ કરી દીધી એણે મન માં કંઇક મંત્રોચ્ચાર કર્યો અને જળ પ્રકટ કર્યુ અને ચંદર પર છાંટ્યુ એ સાથે જ મારો ચંદર એક ભયાનક પિશાચ માં બદલાઇ ગયો જેને જોઇ ને હું ડરી ને ચીસો પાડી ને બહાર ભાગવા દોડી પણ ચંદરે જ એ અઘોરી ના આદેશ થી મારો રસ્તો રોક્યો.અને એ અઘોરી એ મને કેદ કરી દીધી .અને ચંદર ને ભયંકર પિશાચ બનાવી ને પોતાના વશમાં કરી દીધો.
*****************************************?
" એ દિવસ થી લઇ ને આજ સુધી જેટલી પણ હત્યા ઓ થઇ છે એમાં એ અઘોરી સુરજનસિંહ નો જ હાથ છે.ચંદર ના હાથે એણે મારા મોટા ભાઇ,મારી ભત્રીજી યશોધરા અને એના પતિ સુકેતુ એ સિવાય ય ઘણા બધા ને મરાવ્યા .એ અઘોરી હજુ ય મન ફાવે ત્યારે મારુ શોષણ કરે છે ક્યારેક કેદ કરે છે વળી ક્યારેક કોઇ રાતે આઝાદ કરે છે ત્યારે હું ચંદર ને બોલાવુ છુ એ આશા એ કે મારુ દર્દ ભર્યુ ગીત સાંભળીને ચંદર ને બધું યાદ આવી જાય .ચંદર એ અઘોરી ના વશીકરણમાં થી બહાર આવે પણ કોણ જાણે કેટલાય યુગો નો સમય પસાર થઇ ગયો છે પણ ના તો ચંદર ને કંઇ યાદ આવે છે ના તો એ એની ગુલામી માં થી મુકત થાય છે.જે ચંદરને મારી ઉદાસીનતા પણ દુખી કરી દેતી એ ચંદર ને મારી આ અસહ્ય પીડા દુખ થી પણ કંઇ જ ફરક પડતો નથી .કદાચ મારુ દરદ એના સુધી પહોંચતુ જ નથી . "
********************************************** " આટલા સમય થી તમે ના જાણે કેટલી પીડા અને કેટલુ દુખ ભોગવ્યુ જેની કલ્પના પણ ધ્રુજાવી દેનારી છે અને અમે એ શ્રાપ માટે તમને જ જવાબદાર સમજતા હતા .પણ હવે ખબર પડી એ કોઇ શ્રાપ નહિ પણ સુરજનસિંહ ની બિછાવેલી જાળ હતી .અને ચંદનગઢ વર્ષોથી આ જાળ માં સપડાયેલુ છે પણ હવે તમને અને ચંદનગઢ ને એ જાળ માંથી મુક્ત કરવા નો સમય આવી ગયો છે."
"એ બહુ જ શક્તિશાળી છે સિદ્ધિ ઓ ની શક્તિ છે એની પાસે .એ મર્યા પછી પણ નથી મર્યો એવું કોઈ નથી જે એની શક્તિ ઓ નો સામનો કરી શકે."
એ ભલે ગમે એટલો શક્તિશાળી હોય પણ બધા ની શક્તિ થી ઉપર પણ એક શક્તિ છે ઇશ્વરીય શક્તિ .એ શક્તિ જ એને ખતમ કરશે.તમે જ વિચારો અત્યાર સુધી કોઈ ને પણ તમારા દુખ ની જાણ હતી ?પણ તમારા સિવાય હવે મને પણ ખબર છે આપણે બધા જ ભેગા મળી ને એનો સામનો કરીશું .હવે એનો અંત નજીક છે."એમણે સ્મિત કર્યું અને પછી મે વર્તુળ ભુસી ને રાજકુમારીને જવા દીધી .એ થોડી વાર ચાલી ને પાછળ ફરી ને જોયુ અને પછી ગાયબ થઇ ગઇ.
*********************************
મે એને આશા તો આપી પણ મને જ ખબર નહોતી કે એ અઘોરી નો અંત કઇ રીતે કરવો .કદાચ પેલી પહાડી પર ના સાધુ મહારાજ મદદરૂપ બની શકે એમ વિચારીને એમની પાસે ફરી જવાનો નિર્ણય કરી હું એ જંગલ માંથી ઘર તરફ પાછો વળ્યો.
***************************
ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED