આગળ આપણે જોયુ કે હીર એ રાત નુ વર્ણન કરે છે જેરાતે એની અને ચંદર ની હત્યા થઈ હતી.અને એ હત્યારો બીજો કોઈ નહિ પણ સમશેરસિંહજી નો ખાસ અને ભરોસાપાત્ર માણસ સુરજનસિંહ હતો.એણે પહેલા તો હીર ને ભગાડવા માં મદદ કરી પછી ષડયંત્ર પુ્ર્વક ચંદર અને હીર ને જંગલ ની નજીક આવેલા મકાન માં ભેગા કરી એ મકાન માં પોતાના માણસો દ્વારા ચંદર ની હત્યા કરાવે છે .ચંદર ને મરતા જોઇ હીર બેભાન થઈ જાય છે.
****************************
ચંદર ને મરતા જોઇ હું બેભાન થઈ ગઇ જ્યારે હું થોડી ભાન માં આવી ત્યારે એક પથ્થર પર આડી પડી હતી પેલો નીચ દુષ્ટ સુરજનસિંહ વાસનાપુર્વક મારા શરીર પર હાથ ફેરવી રહ્યો હતો મને ખબર પડી ગઇ કે એનો ઇરાદો શું છે એટલે હું ઉભી થવા ગઇ ત્યારે ખબર પડી કે હું સાંકળથી બંધાયેલી છુ .મે ચીસો પાડી ખુબ રડી એની પાસે મ્રૄત્યુ ની ભીખ માગી પણ એને દયા ના આવી અને એણે મારા પર બળાત્કાર કર્યો . હું રડતી રહી પીડામાં કણસતી રહી પણ કંઇ કરી શકતી નહોતી .
પોતાની વાસના થી મને અપવિત્ર કરી એ પાછો કંઇક વિધિ કરવા લાગ્યો .પછી મંત્રોચ્ચાર કરતો પોતાના શેતાન ના દેવ રક્ત તિલક કરી એને ખોપરીઓ ની માળા પહેરાવી .મારા ગળા માં પણ એણે માળા પહેરાવી અને મને તિલક કર્યું અને પછી ખડગ લઇ મંત્રો બોલતો બોલતો મારી નજીક આવ્યો .જે દ્રશ્ય જોઇ મને ખબર પડી ગઇ કે એ મારી બલિ ચડાવે છે .મે એક જોરદાર ચીસ પાડી પણ અફસોસ ત્યારે એ ચીસ સાંભળી મને બચાવનારુ ત્યા કોઈ જ નહોતુ .અને એ ચીસ પુરી થાય એ પહેલાજ મારુ માથુ ધડ થી અલગ થઈ ગયુ .
******************
થોડા સમય પછી મારી આંખ ખુલી .શરીર માં ઘણુ દર્દ હતુ પણ તો ય મને ચંદર ની ચિંતા થઈ .મને થયુ મારે એની પાસે જવુ જોઈએ કદાચ એ હજુ બચી શકે તેમ હોય તો મારી મદદ થી અને યોગ્ય સમયે ઇલાજ મળવા થી કદાચ એને બચાવી શકાય.એમ વિચારી ચંદર ને શોધવા હું બહાર જતી રહી. આગળ જતા ચંદર જ મને મળી ગયો.મારા આશ્ચર્ય વચ્ચે એના શરીર પર કોઇ જ ઘાવ નહોતા એ બિલકુલ સ્વસ્થ દેખાતો હતો .હું જઇ ને એને ભેટી પડી.મે એને પુછ્યુ ,"તુ બરાબર તો છે ?સુરજનસિંહ ના માણસોએ તારા પર ચાકુ થી વાર કર્યા હતા .બેભાન થતા પહેલા મે તને મારી આંખો એ મરતા જોયો હતો શું એ કોઇ સ્વપ્ન હતુ?તારા શરીર પર તો કોઈ જ ઘાવ દેખાતા નથી .એ બધું શું હતુ?"
"ના એ સ્વપ્ન નહિ એ સત્ય જ હતુ .સુરજનસિંહ ના માણસો એ મારા પર વાર કર્યા હતા અને હું ત્યારે જ મરી ગયો હતો.હું જીવિત નથી હીર .હું એક આત્મા છું."
મને એ સાંભળીને આઘાત લાગ્યો અને એને ભેટીને હું રડવા લાગી પછી મને કંઇક યાદ આવ્યુ ,"જો તું જીવિત નથી એક આત્મા છે તો હું તને કેવી રીતે જોઇ શકુ છું?કેવી રીતે તને ભેટી શકું છુ?હા કદાચ ,એટલા માટે જ તને ભેટી શકુ છું કેમ કે હું પણ જીવિત નથી .હું પણ એક આત્મા જ છુ"
જે સાંભળી ને ચંદર ને મારા થી ય વધારે આઘાત લાગ્યો .એ પછી ચંદર ને મે બધુ જ જણાવ્યુ કે કેવી રીતે એ જાલિમ સુરજનસિંહે મારા પર બળાત્કાર કર્યો અને એ પછી કેટલી ક્રૃરતા થી મારી બલિ ચડાવી.
એ સાંભળી ને ચંદર નો ક્રોધ ભભુકી ઉઠ્યો ,એણે કહ્યું ,"હું એને એવી ભયાનક મોત આપીશ કે એની આત્મા પણ કંપી ઉઠશે.હવે તો આપણે બે ય મરી ગયા છીએ તો હવે કઇ વાત નો ડર .તું ચાલ મારી સાથે અને જો હું કેવી રીતે આપણા બે ય ના મ્રૃત્યુ નો બદલો લઉં છું.એ પછી જ આપણા બે ય ની આત્મા ને મુક્તિ મળી જશે અને આપણે બે ય હંમેશા સાથે રહીશું."
અને હું અને ચંદર નીકળી પડ્યા સુરજનસિંહ સાથે અમારા મ્રૃત્યુ નો બદલો લેવા.
******************
શું હીર અને ચંદર સુરજનસિંહ સાથે બદલો લઇ શકશે? એ બદલો લેવા જતા હીર અને ચંદર કેમ અલગ થઈ ગયા? ચંદર સાથે શું થયુ ?જાણવા વાંચતા રહો વિવાહ એક અભિશાપ.