વિવાહ એક અભિશાપ jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિવાહ એક અભિશાપ

           મારી  પ્રથમ નોવેલ   કેદી નં ૪૨૦ ને વાચકો તરફથી સારો   પ્રતિસાદ મળ્યો છે એ બદલ વાચકો નો ખુબ ખુબઆભાર .કેટલાય  દિવસોથી એક હોરર સ્ટોરી લખવાની બહુ ઇચ્છા હતી જે હવે લખીને તમારીસામે રજુ કરુ છુ.આશા છે કે તમને બધાને ગમશે.
                     આ સંપુર્ણ રીતે કાલ્પનિક વાર્તા છે .એનો કોઇ પાત્ર ઘટના અને કોઈ ની પણ વાર્તા સાથે સંબંધ નથી .જો કદાચ પણ એવું લાગે તો એ માત્ર  અને માત્ર સંજોગ હશે.
                       ' વિવાહ એક અભિશાપ ' એક યુવતીની વાર્તા છે જેના પર શાપ છે કે ક્યારેય લગ્ન નહિ કરી શકે કે કોઇ પુરુષ  સાથે સંબંધ પણનહિ રાખી શકે.અને જો  રાખશે તો એ અને એની સાથે પ્રેમ કરનાર  બંન્ને નું ભયંકર રીતે મ્રૃત્યુ થશે.     જેને પ્રેમ કરતા હોય એને જો અાવો શાપ કોઇ ગુના વગર મળ્યો હોય તો શું કરશો ?એનો સાથ અાપવું પસંદ કરશો કે  મ્રૃત્યુ ના ભય થી  છોડી દેશો?આ યુવતીને એનો પ્રેમ મળે છે  પણ એમના શાપ માં થી મુક્ત થવા બંન્ને ના  કેટલા ભયાનક અનુભવો માંથી પસાર થવું પડે છે જાણવા વાંચો અભિ શાપિત યુવતી ની ભયાનક અને રહસ્યમય રોમાંચક કથા  .         વિવાહ એક અભિશાપ.
**********************************************
                     દર વખત ની જેમ એ જ અમાસ ની રાત !.હું  એક અાલીશાન પણ દેખાવે ભયાનક અને સુમસામ લાગતી હવેલી ના મેઇન ગેટ પર એકલી ઉભી છુ.હું અહિંયા કેવી રીતે પહોંચી મને દર વખત ની જેમ કંઇ જ યાદ નથી .એ હવેલી માંથી  દર વખત ની જેમ કોઇક સ્ત્રી નો રડવાનો અવાજ અાવે છે .એ દર વખત ની જેમ મને મદદ માટે પોકારે છે.અને .રુદન ની વચ્ચે અહિં સુધી અાવતી એની ચીસો મને અંદર સુધી ધ્રુજાવી દે છે .અા વખતે મે નિર્ણય લઇ જ લીધો છે કે એની પાસે  જઇ ને  પુછી જ લઇશ કે એ કેમ રડે છે.એને હું કઇ રીતે મદદરૂપ થઇ શકુ.એનું દુખ દુર કરવા મારું મન અધીર થઈ ગયુ .મે મેઇન ગેટ ને ધક્કો માર્યો એ સાથે જ વર્ષો જુનો બંધ ગેટ એક કિચુડાટ સાથે ખુલ્યો.  સન્નાટા ને ચીરતો એ અવાજ  ડરાવના વાતાવરણ ને વધારે ડરાવનું બની ગયો. .મે ડરતા ડરતા અાગળ કદમ વધાર્યા .જમીન પર પડેલા સુકા પાંદડા મારા પગ નીચે કચડાતા એનો અવાજ સુનકાર ભર્યા વાતાવરણ માં મને સ્પષ્ટ સંભળાય છે.અમાસ ની અંધારી રાતે કંઈ દેખાતુ નથી એટલે મે મોબાઇલ ની ફ્લેશલાઇટ ઓન કરી જેથી એના અજવાળામાં અાગળ વધી શકાય .હવેલીનો દરવાજા પાસે જતા જ કોતરણી કામ કરેલો હવેલી નો વજનદાર દરવાજો અાપમેળે ખુલી ગયો.અંદર જવાની મારી હિંમત નથી ચાલતી પણ અહિંથી બહાર નીકળવાનો બીજો કોઇ રસ્તો નથી એટલે મે અંદર પ્રવેશ કર્યો .પેલી સ્ત્રી ના રુદન નો અવાજ વધારે સ્પષ્ટ થયો.હવેલીની અંદર  એક વિશાળ હોલ માં છત પર મોટું કાચનું ઝુમર લટકતુ. હતુ. .જેના પર વર્ષો ની ધુળ જામેલી હતી. સાથે કરોળિયા ના જાળા બાઝેલા હતા.સોફા સેટ અને બીજા જુના ફર્નિચર ને કપડા થી ઢાંકી દેવાયા હતા.. સામે મધ્યમાં જ ઉપર જવા માટે દાદર અાપેલો.દિવાલો પર જંગલી અને ભયાનક પ્રાણીઓ ના કપાયેલા માથા ઓ શો પીસ તરીકે લટકાવેલા હતા.જેમની અાંખો જાણે કે મને ઘુરી ઘુરીને જોતી હતી.. દાદર ઉપર ચડતા  ડાબે જમણે બે ભાગમાં વહેંચાઇ જતો હતો.ડાબી જમણી બંન્ને બાજુ ના દાદર ચડતા વિશાળ લોબી હતી અને એ લોબી માં પડતા ખંડ હતા.રુદન નો અવાજ ડાબી બાજુ થી અાવે છે તો મારે એ બાજુ જ અાગળ વધવું જોઇએ.એવુ નક્કી કરી હું અાગળ વધી  દાદર ચડીને લોબીમાં અાવી ત્યાં થી સીધા ્ત્રીજા નંબરના ખંડમાં થી જ અવાજ અાવે છે .હું ધડકતા હ્રદયે એ તરફ અાગળ વધી.અને જેવી એ ખંડ ના દરવાજા ને ધક્કો માર્યો એ દરવાજો ખુલી ગયો.ત્યાં સામે જ અારામ ખુરશી પર  પીઠ કરીને એક સ્ત્રી બેઠી હતી.એ રડવાનો અવાજ એનો જ લાગતો હતો પણ હવે  એ રડતી નથી બસ એના ડુસકા ઓ નો અવાજ મારા સુધી પહોંચે છે.હું મન મક્કમ કરીને એની તરફ અાગળ વધી હું ધીમેધીમે કદમ વધારતી એની તરફ જઉં છું.હું એની નજીક અાવી હવે મારી અને એની વચ્ચે માત્ર બે ત્રણ ડગલા નું જ અંતર હતુ ત્યાં જ એક ભયંકર ચહેરો ધરાવતો વ્યક્તિ અમારી બે ની વચ્ચે અાવી ગયો.લાંબા છુટા વાળ , ચહેરા ના સ્થાને માંસ ના લોચા એમાં થી હાડકા દેખાતા હતા.સાથે એનાં લોહિયાળ દાંત સાથે એ અટહાસ્ય કરતો હતો , અને ચહેરામાંથી ટપકતું લોહી ,કીકી વગર ની મોટી અને ધોળી અાંખો અને એમાં થી વહેતું લોહી રીતસર નો ચીતરી ચડે એવો ચહેરો જોઇ ને મારા થી ચીસ નીકળી ગઇ.હું પાછળ ફરીને દોડવા માગતી હતી પણ મારા પગ જકડાઇ ગયા એણે પોતાના લાંબા નખ વાળા લોહી નીતરતા હાથ મારા તરફ લંબાવ્યા , અને મારુ ગળુ પકડીને જોરથી દબાવ્યુ , મારું ગળુ ભીંસાવા લાગ્યુ  એ  ભયંકર અવાજે બોલ્યો ," બહુ મદદ કરવી છે એને , તારા  હાલ તો એના થી  ય બદતર  થવાના છે .પછી જોઇએ છે તારી મદદ કોણ કરે છે ? એમ બોલતા બોલતા એણે બીજા હાથે એવો જોરદાર ફટકો માર્યો કે હું બેભાન થઇ ગઇ.
                     જ્યારે મારી અાંખો ખુલી ત્યારે મે જોયુ હું  લાંબા કાળા પથ્થર પર સુતી હતી.ક્યાંક થી કંઈ મંત્રોચ્ચાર સંભળાતો હતો .વાતાવરણ માં યજ્ઞ નો ધુમાડો ભરાયેલો હતો બહુ જ ધુંધળુ વાતાવરણ હતુ એ ધુમાડા થી મારી અાંખો બળવા લાગી.તો ય હું ઉભી થવા ગઇ પણ થઇ ના શકી કેમ કે મારા હાથ અને પગ ને સાંકળો થી બાંધી દેવાયા હતા.સામે દુર એક કાળા રંગ ની કદરુપી મુર્તિ હતી.એને કંકુ નું તિલક અને ફુલહાર ચડાવ્યા હતા.મંત્રોચ્ચાર નો અવાજ નજીક અાવ્યો,એ અઘોરી જ મંત્રોચ્ચાર કરતો હતો એના વાળ લાંબા છુટા એના ચહેરા ને ય ઢાંકી દેતા હતાએટલે એનો ચહેરો દેખાતો નહોતો..એના શરીર પર રાખ ચોળાયેલી હતી .વસ્ત્રોમાં એને માત્ર લંગોટ પહેરી હતી એના ગળામાં માનવ ખોપરી ની માળા પહેરેલી હતી.એના શરીરમાં થી સડેલા માંસ ની તીવ્ર દુર્ગંધ અાવતી હતી.મને ઉબકા અાવ્યા પણ ડરના માર્યે બંધ થઇ ગયા જ્યારે જોયુ કે એના હાથમાં એક ધારદાર  ખડગ હતુ.મંત્રોચ્ચાર કરતા કરતા એણે  ખડગ ઉપાડ્યું મારા ગળામાંથી ચીસ નીકળી કેમ કે એ મારી બલિ ચડાવતો હતો .એનું ખડગ  મારી નજીક અાવ્યું એ  સાથે જ મારી સાંકળો ટુટીને હું પથ્થર પર થી પડી ગઇ .અને નીચે પડતા જ મારી અાંખો ખુલી તો મે જોયું  હું મારા જ રુમ ના મારા બેડ પર હતી. ઘડિયાળ માં જોયુ તો સવા પાંચ વાગ્યા હતા .ફુલ એસી માં ય પરસેવો વળી ગયો. ધબકારા જાણે કે બોતેર ની સ્પીડ થી નહિ સો ની સ્પીડ ના થઈ ગયા.હું મારા બેડ પર થી ઉભી થઇ .ઉઠી ને    ફ્રીજ માથી પાણી પીધું  . હવે ઉંઘ નહિ એ અાવે એ નક્કી  .છ વાગતા સુધીમાં નાહી તૈયાર થઈ હું પો્ર્ચ ના હિંચકા પર બેઠી.કોફી પીતા પીતા રાત નું સ્વપ્ન જ યાદ અાવ્યે રાખ્યુ.સપના  વિશે વિચારતા વિચારતા મારા પગે થી વાગતી ઠેસ નું જોર ક્યારે વધી ગયુ મને યાદ જ ના રહ્યું અને હિંચકા જોરથી ઝુલવા લાગ્યો.અચાનક જ મારી સામે મારી નાની બેન રિયા જે મારા થી  ત્રણ વર્ષ નાની છે એ અાવી. ને હિંચકા ની ગતિ ને રોકી લેતા બોલી ,"શું દિ, હજુ તો સવાર ના સાત  ય નથી વાગ્યા ને તુ હિંચકે ઝુલે છે .તારા હિંચકો મને ય નથી સુવા દેતો .હમણા સાત વાગ્યે તો સ્કુલ જવા  માટે તૈયાર થવું પડશે ત્યાં સુધી તો સુવા દે."પછી મારી  ગંભીરતા જોઇને બોલી," શું થયુ દિ ?કેમ મોઢા પર બાર વાગ્યા છે ?ફરીથી ક્યાંક એ જ સપનુ તો નહિ?"
                   મે ડોકુ ધુણાવી હા પાડી એટલે એ ધબ્બ દઇ મારી બાજુ માં બેસી ગઇ.
                   " તું કોઇ  સારા સાયકોલોજીસ્ટ ને કેમ નથી કનસલ્ટ કરતી?કદાચ એમને  કંઈ ખબર પડે?"
                  "તને નથી ખબર ? કેટલાય સાયકોલોજીસ્ટ પાસે જઇ અાવી .પણ કોઇ ક્યાં સમજી શકે છે કે મને કેમ વારે વારે અા એક જ  સપનું અાવે છે? અને એ પણ  દર અમાસ ની રાતે જ .મને રાત થી નફરત થવા લાગી છે .અને અમાસ ની રાત અાવતા અાવતા તો મારા હાલ ખરાબ થઇ જાય છે.તને શુ કહું રિયા એ સિવાય ની બધીજ રાતો માં કોઇ જ સપનુ નથી અાવતુ .અાવતુ હોય તો ય યાદ નથી રહેતુ.  .પણ એક જ અા સપનું અાવે છે તો એવું લાગે છે જાણે કે  એ બધુ હકીકતમાં મારી સાથે બને છે .એક એક પળ જાણે રોકાઇ જતી હોય એવું લાગે છે.એ સ્ત્રી નું રુદન અને ચીસો  મને અંદરથી હલાવી દે છે .કોણ છે એ સ્ત્રી અને એને કયું દુખ છે એ જાણવા જેવી હું એની પાસે જઉં છુ સામે અાવી જાય છે એ વિકરાળ અને ભયંકર ચહેરા વાળી વ્યક્તિ જે મને."રિયા એ મારા મો પર હાથ રાખી ને બોલી ,"પ્લીઝ , અાગળ ના બોલ. .મને ય એના વિશે સાંભળતા જ હાથ પગ ધ્રુજવા લાગે છે .તારા પર કોણ જાણે શું વીતતી હશે? થોડી વાર પછી બોલી ," સારુ , તું બેસ મારે હવે સ્કુલ જવા તૈયાર થવું પડશે.અાપણે પછી સાથે મળીને તારા સપના નો કોઈ ઉપાય કરીશુ.ડોન્ટ વરી , તું ચિંતા ના કર બધું બરાબર થઇ જશે.  "એમ કહીને નહાવા બાથરુમ જતી રહી.હું મારો મુડ સરખો કરવા બગીચા માં જઇ ગાર્ડનીંગ નું કામ કરવા લાગી જેનો મને શોખ હતો.ત્યારે મને નહોતી ખબર કે અાજ ની રાતે જ મારા જીવન માં એક રમત રમાવા ની છે મારી જીંદગી ધરમુળ થી બદલી નાખશે.સાથે સાથે કેટલાયનો ભોગ લેશે .કઇ રમત હશે  એ જે અદિતિ દિવાન 'એનો બેસ્ટ ફ્રેન્ડ વિક્રમ ,અદિતિ ના પ્રેમી પ્રત્યુષ ,તેમજ વિક્રમ ની પ્રેમિકા પુજા તેમજ એ બધાય નો ફ્રેન્ડ મોન્ટી બધાની જિંદગી બદલી દેશે?અદિતિ  ને દર અમાસ ની રાતે અાવતા સપના નું શું રહસ્ય હશે ?અદિતિ ને કેમ એ સ્ત્રી નું દર્દ અને ચીસો કેમ અાટલી અસર કરે છે કે અાટલા ડર પછી ય એની પાસે જવા અધીર બની જાય છે ? શું એની સાથે હશે એનો સંબંધ? જાણવા વાંચતા રહો વિવાહ એક અભિશાપ.