અધુુુરો પ્રેમ - 15 - વેદના Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અધુુુરો પ્રેમ - 15 - વેદના

વેદના

પલકને સમજાતું નથી કે શું થવાનું છે,એ પોતાના ભવિષ્યમાં શું કરવું કે શું ન કરવું એનું મનોમંથન કરી રહી છે. પોતાના ફીયાન્સેની વાતથી પલકની "વેદના"એને જ ખરોચી રહી છે.
જયારે જયારે પલક પોતાની આંખો બંધ કરીને જુવે ત્યારે ત્યારે એને વીશાલની ઉધ્ધતાઈ ભરેલી વાતો એનાં કાનમાં ગુંજી ઉઠે છે. છેલ્લા કેટલાક દિવસથી પલક ઠીકઠીક નીંદર લ્ઈ શકી નથી. જયા્રથી એનું વેવીશાળ થયું છે ત્યારથી પલક શાંતિથી સુઈ શકી નથી. કેટલાય દિવસનો થાક એના દીલ અને દીમાગને થકવી નાખ્યું છે. આજે વીશાલની "મુલાકાત" થી પલકના જીવનમાં અત્યંત દયનિય સ્થિતિ સર્જાઈ છે.પોતાને ખૂબ જ માનસિક તણાવ અનુભવી રહી છે. પથારીમાં પડતાની સાથે જ ઘસઘસાટ ઉંઘી ગ્ઈ.
કેટલાક દિવસથી થાકેલી પલક ગેહરી નીંદરમાં ફસડાઈ પડી.પરંતુ એનું દીમાગ અધકચરી નીંદરમાં હતું. વીચારોનુ વમળ ભરેલી નીંદરમાં સુહાની સફરમાં ઉપડી ગયું. પલકે સપનામાં જોયું કે એ એક અત્યંત સુંદર ઈન્દ્રની અપ્સરા જેવી રુપાળી લાગતી હતી. પોતે એક સફેદ પોષાકમાં કામદેવ ને પણ પલાળી દે એવી કામણગારી સ્વરૂપવાન મનમોહક સ્ત્રી લાગતી હતી.એક પાંખો વાળા અતિ દુર્લભ એવા દેવરુપી પવનવેગી ઘોડા ઉપર સવાર થઈ ને આકાશ માર્ગે પુરજોશમાં અને પુરઝડપે પ્રસરી રહી છે.એના એક હાથમાં દેવલોકમાં મળતાં દુર્લભ પારીજાત વૃક્ષના પુષ્પોની માળા લ્ઈને બેઠી છે.અને પોતાના બીજા હાથમાં એક રુપાળી સાચા હીરાની વીંટી છે.થોડી દુર જ્ઈને જોયું તો એક સુંદર અને વીશાળ સમુદ્ર જેવુ સરોવર જોયું.અને એની અંદર શીતળ પાણીમાં અનેક અપ્સરાઓ ખીલખીલાટ કરતાં કરતાં સ્નાન કરી રહી છે.
પોતે ઘોડા ઉપરથી નીચે ઉતરી અને સરોવર કીનારે ગ્ઈ ને એ સ્નાન કરી રહેલી અપ્સરાઓ ને કહ્યું કે સાંભળો અપ્સરાઓ તમે કોઈએ મારા રાજકુમાર ને જોયો છે.હું એને કેટલાય જન્મોથી શોધી રહી છું. મને ભાળ મળી છે કે એ આ સરોવર નજીક આવેલા પહાડોમાં પોતાના આલીશાન મહેલમાં વસવાટ કરે છે.અને એ અત્યંત સુંદર અને કામદેવ જેવોજ રુપકડો છે.પલકની વાત સાંભળીને પેલી અપ્સરાઓ ખડખડાટ હસવા લાગી. એથી પલકને ગુસ્સો આવ્યો. એણે કહ્યું કે હે અપ્સરાઓ તમે આમ મારી વાતને હાસ્યસ્પદ ના બનાવો અગર મને ગુસ્સો આવ્યો તો તમને શ્રાપ આપી દ્ઈશ.અપ્સરાઓ પલકની વાત સાંભળી થરથર ધૃજી ઉઠી એમણે કહ્યું કે હે પરીસ્તાનની ખુબસુરત પરી તમે અમને શ્રાપ આપશો નહી.અમે તમારા રાજકુમારને જોયો તો નથી પણ અમે સાંભળ્યું છે કે પેલા દુર દેખાતા પહાડોમાં એ સુંદર રાજકુમાર પોતાના પરિવાર અને વસવાટ કરે છે.
અપ્સરાની વાત સાંભળીને પલક ફરીથી મારતે ઘોડે દુર દેખાતા પહાડોની તરફ આગળ વધી છે. આકાશની ખુબસુરત રંગીનીયોને નીહાળતી નીહાળતી જાય છે ને આંખોમાં એક સુંદર ઉપવન દેખાયો. એની આંખોમાં બગીચામાં ખીલેલા રંગબેરંગી ફુલોની પથરાયેલી સુવાસ એને મંત્રમુગ્ધ બનાવી દીધી. થોડીવાર પછી એને એક આલીશાન મહેલ નજરે પડ્યો. એ ખુબ જ ખુશ થઈ ગઈ ધીરેધીરે આગળ વધી રહી છે. હવે મહેલની મહાકાય દીવાલ પાસે પહોંચી ગઈ. મોટો દરવાજો કોઈ આખી ધરતીનો ચક્રવર્તી રાજાએ બંધાવ્યો હોય એવો મહેલ દેખાયો.પલક પોતાના પવનવેગી ઘોડા પરથી નીચે ઉતરી,પરંતુ એને કોઈ સીપાઈ કે ચોકીદાર નજરે નચડ્યો.એથી પોતાના હાથેજ મોટા દરવાજા ને ખોલીને અંદર દાખલ થઈ.
મહેલની અંદરનો નજારો જોઈને પલકને જાણે આનંદનો કોઈ પાર ન રહ્યો. પલક બગીચામાં રંગબેરંગી પતંગિયા સાથે ઘડીભર રમવા લાગી. એક પતંગિયાને પોતાના હાથમાં લ્ઈને ચુમવા લાગી.અને ત્યારેજ એના કાને કોઈના હસવાનો અવાજ આવ્યો. એના કાન ખડા થઈ ગયા. એણે પાછું વળીને જોયું તો એક અતીસુંદર રાજકુમાર નજરે પડ્યો.પણ એ રાજકુમારનું મો ઢાકેલું હતું. એ રાજકુમારે પોતાના મોઢા પર એક મલમલનું બોકાનું બાધ્યું હતું.પલક એ રાજકુમાર ને જોઈને એની તરફ દોડી ગ્ઈ.પલભરમાં જ એ યુવાન નજીક પહોંચી ગઈ. પલકે પાસે જ્ઈને પુછ્યું આપ કોણ છો,શું આપ એજ રાજકુમાર છો કે જેની રાહમાં હું કેટલાય જનમોથી ભટકું છું ? પલકની વાત સાંભળીને પેલો રાજકુમારખડખડાટ હસવા લાગ્યો. થોડીવાર પછી એણે પલકને કહ્યું કે હા હું એજ રાજકુમાર છું જેની આપ ગોતમાં ફરો છો. આજે તમારી દોડ પુરી થઈ છે. રાજકુમાર ની વાત સાંભળી ને પલક રાજીના રેડ થઈ ગઈ. એણે ઉત્સુકતાથી કહ્યું હે મારા રાજકુમાર મને આપનું સુંદર મુખ દેખાડવા વીનંતી આપને જોવા હું તડપી રહી છું. મને હવે એકપણ પલ વીતતા જનમારો લાગે છે. જલદી થી તમારા ચહેરા પરથી બુકાની હટાવી ને મને આપના દીદાર કરાવો મારા રાજકુમાર.
પલકની વીનંતી સાંભળીને રાજકુમાર બોલ્યો પલક તું તો મને જાણે છે છતાં પણ આમ અજાણી કેમ બની બેઠી છે.તું આંખો બંધ થઈ ને જોઈલે મારી છબી તારા હ્લદયમાં અનંત વર્ષોથી અંકાયેલી છે.હું કયારેય તારાથી દુર થયો જ નથી પલક.એકબીજા વાતોમાં સમય વિતાવી રહ્યા છે. જેથી પલકે કહ્યું કે હે મારા મનના માણીગર હું કાઈપણ જોવા કે જાણવા નથી માગતી હું તો માત્ર આપનું મુખ જોવા માગું છું. માટે હવે આપ વીલંબ ન કરો નહીંતર મારા કમરબંધમાં રહેલી કટારથી મારું કાળજું કાઢી નાખીશ.તમારી જુદાઈ હવે મારાથી એકપણ ક્ષણ બરદાસ્તની બહાર છે.આપ બીજી વાતોમાં સમય વેડફવો રહેવા દ્યો.અને તરતજ મને આપના દર્શન કરવા મહેરબાની કરશોજી.રાજકુમાર ને થયું કે હવે પહેલી બુજાવવાનો કોઈ અર્થ નથી. કદાચ પલક મારા વીયોગમાં પોતાનો જીવ ગુમાવી બેસસે.એથી રાજકુમાર બોલ્યો ઠીક છે તું આમ અધીરા ના બન હું મારા ચહેરાની આડસ હટાવીને તને રુબરુ બનું છું. પણ એક શરત છે મારી તું જો મને વચન આપે કે તું મારી સાથે જ લગ્ન કરીશ.માત્ર ચહેરો જોઈને જતી રહીશ તો હું તને મારો ચહેરો દેખાડવા નથી માગતો.
એકપણ પલની વાર લગાડ્યા વગરજ પલકે કહ્યું કે હા મારા રાજકુમાર હું તમને વચન આપું છું કે હું માત્ર આપની સાથે જ લગ્ન કરીશ હું આપને ભગવાનની સાક્ષીએ વચન આપું છું હવે મને જલ્દીથી આપનું મુખારવિંદના દર્શન કરાવો.હવે મારાથી આપનો વીયોગ સહન નથી થતો.પલકની વાત સાંભળીને રાજકુમાર પલકનો હાથ પકડીને પોતાના ઓરડામાં લ્ઈ ગયો. પોતાના વીશાળ સયનકક્ષમાં આલીશાન ઢોલીયામાં પલકને બેસાડી અને પોતાના હાથે બનાવી ગુલાબરસનું સુગંધી સરબત આપ્યું. એકાદ ઘુટ ભરીને પલકે કહ્યું બસ હવે બહું થયું રાજકુમાર એમ કહી પોતાની કેડમાં લટકતી કટાર કાઢીને જોરથી પોતાના પેટમાં ઘા કરવા લાગી ને એ રાજકુમારે પલકનો હાથ પકડી લીધો.અને પોતાના ચહેરાની આડશ પોતાના બીજા હાથે કાઢી લીધી.પલક પોતાની આંખોમાં આતુરતાથી જોઈ રહીછે.જેવો ચહેરાનો નકાબ હટાવ્યો ને પલક શું જોયું. એ રાજકુમાર બીજો કોઈ નહોતો પરંતુ એ રાજકુમાર એના બાળપણનો ભેરુ પોતાના સુખ દુઃખમાં મદદરૂપ થવા હંમેશાં તૈયાર રહેતો આકાશ જ હતો.પલક પોતાની આંખો ફાડીફાડીને જોઈ રહી.બસ એકીટશે આકાશના ચહેરાને પોતાના હાથમાં લઈને નીરખવા લાગી. અને પલક એ રાજકુમાર ને લ્ઈને પોતાના પવનવેગી ઘોડા ઉપર બેસાડીને આકાશના અનંત પટાંગણમાં ઓળાવી ગ્ઈ.ને વહેલી સવારે પલકની ઓચિંતા નીંદર ખુલીને પોતાના હ્લદયને પોતાની છાતી થી ઉછળીને જાણે કાળજું ધગધગતા અંગારા ઓકી રહ્યું હોય એવું લાગ્યું. એણે પોતાના હાથથી કાળજાને દબાવીને એની ધડકન મહેસૂસ કરી.એક ઉંડો ધ્રાસકો પડ્યો ને પલક ફફડી ઉઠી.એની "વેદના" એના ચહેરા ઉપર છાપ પાડી ગ્ઈ................................ક્રમશઃ



(પલકને એ સમજાતું નથી કે આકાશ વારંવાર એના હ્લદયને કેમ ઝંજોડે છે.પલક આકાશના વિચારો માં સરી પડી...પલકનું જીવન કેવો મોડ લેશે...જોઈશું..ભાગ:-16માં
સમયચક્ર)