ડેવિલ રિટર્ન-2.0 - 16 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ડેવિલ રિટર્ન-2.0 - 16

ડેવિલ રિટર્ન-2.0

16

વેમ્પાયર પરિવાર એક ખૂબ મોટી ફૌજ સાથે રાધાનગર પર હુમલો કરવાનાં આશયથી શહેર તરફ આગળ વધી રહ્યો છે એ વાત દિપક જોડેથી જાણ્યાં બાદ અર્જુન એક મોટી સમસ્યામાં મુકાયો હતો. એક તરફ જ્યાં શહેરીજનોને વેમ્પાયરનાં હુમલાથી બચાવવાની જવાબદારી હતી તો બીજી તરફ ફાધર વિલિયમની રક્ષા કરવાની. છેવટે અર્જુને ફાધર વિલિયમને બચાવવાનું નક્કી કર્યું અને જાની તથા નાયકને અન્ય પોલીસકર્મીઓની વ્હારે મોકલી દીધાં.

અર્જુન જાણી ચુક્યો હતો કે આ વેમ્પાયરોને રોકવાનો એક જ ઉપાય છે એ છે દૈવી શક્તિ. જે રીતે ફાધર વિલિયમે લસણ અને હોલી વોટરની મદદથી બધાં પોલીસકર્મીઓને એકલાં હાથે બચાવી લીધાં હતાં એમજ બધાં પોલીસકર્મીઓ મળીને વેમ્પાયર પરિવારનો સરળતાથી સામનો કરી શકશે એવી અર્જુનની ગણતરી હતી.

આ મુજબ અર્જુને પોલીસની કુલ ચારનાં બદલે છ ટીમ બનાવી અને દરેકને પોલીસ જીપમાં જ શહેરમાં ફરવા કહ્યું હતું. કોઈપણ સંજોગોમાં એ લોકોએ જીપમાંથી હેઠે નહીં ઉતરવું એવી હિદાયત અર્જુન આપી ચુક્યો હતો. આ ઉપરાંત પોલીસની દરેક જીપમાં ફાધર વિલિયમે આપેલાં હોલી વોટર અને લસણની પૂરતી માત્રા પણ ઉપલબ્ધ હતી. આ સિવાય અર્જુને વેમ્પાયર લોકોને સૌથી વધુ તકલીફ આપતી યુ. વી લાઈટ ને પણ દરેક જીપનાં ઉપર લગાડી દીધી હતી.

આ બધી પૂરતી વ્યવસ્થા હોવાનાં લીધે જ અર્જુને અત્યાર પૂરતું ફાધર વિલિયમને બચાવવા જવું ઉચિત સમજ્યું હતું. આ ઉપરાંત જાની, નાયક, વાઘેલા, અશોક, અબ્દુલ અને બાકીનાં સાથી કર્મચારીઓ પર અર્જુનને પૂર્ણતઃ વિશ્વાસ હતો.

ક્રિસની આગેવાનીમાં ઈવ, જ્હોન, ટ્રીસા અને ડેઈઝી ની સાથે પચાસ જેટલાં ગુલામ વેમ્પાયર મક્કમ ગતિએ શહેરની તરફ આગળ વધી રહ્યાં હતાં. એ લોકોની પ્રચંડ તાકાતનો સામનો અર્જુન વગરની પોલીસની ટુકડી કઈ રીતે કરી શકવાની હતી એ એક મોટો સવાલ જરૂર હતો.

નાયક અને જાની એ દિપક જોડેથી મળેલી જાણકારી અનુસાર દરેક પોલીસકર્મીને વોકીટોકીની મદદથી સંદેશ પાઠવી સાવધ કરી દીધી હતી. ક્રિસ અને એનાં ભાઈ-બહેનો રાધાનગર શહેરની સરહદમાં પ્રવેશ કરી ચુક્યાં હતાં. એક વિચિત્ર પ્રકારની ચાલ સાથે ગુલામ વેમ્પાયરો પણ એ લોકોનાં પગ થી પગ મિલાવી આગળ વધી રહ્યાં હતાં.

"ભાઈ, કઈ તરફ જઈશું.. ?"રાધાનગરમાં પહોંચતાં જ ઈવે ક્રિસને પૂછ્યું.

"એ તરફ જ જઈએ જ્યાં ગઈ વખત અધૂરું મૂકીને આવ્યાં હતાં.. "ક્રિસ બોલ્યો.

"પેલો અર્જુન પોતાની ટીમ સાથે નક્કી ત્યાં આપણી રાહ જોતો હશે. ગઈ વખત તો પેલાં પાદરીએ એને બચાવી લીધો પણ હવે આ વખતે હું પણ જોઉં છું કે અર્જુન અને એની એ ટીમ ને કોણ બચાવે છે. "ક્રિસ ક્રોધિત સુરમાં બોલ્યો.

ક્રિસનાં આમ બોલતાં જ એ લોકો નીકળી પડ્યાં સરદાર પટેલ ગાર્ડનની તરફ જ્યાં ગઈ વખતે વેમ્પાયર પરિવારનો અને રાધાનગર પોલીસનો આમનો-સામનો થયો હતો. આખરે એ લોકો સરદાર પટેલ ગાર્ડનની સામે મોજુદ ખુલ્લી જગ્યામાં આવી પહોંચ્યાં. અહીં એકપણ પોલીસકર્મી એમની નજરે ના ચડ્યો એટલે ક્રિસ અને એનાં ભાઈ-બહેનોને ભારે આશ્ચર્ય થયું.

"લાગે છે અર્જુન અને એની ટીમ ડરી ગઈ છે.. "જ્હોન બોલ્યો.

"મને નથી લાગતું કે અર્જુન કોઈનાંથી ડરે.. એ દિવસે પણ મોત સામે હોવાં છતાં એની આંખમાં કોઈ જાતનો ડર નહોતો. એ જુદી જ માટીનો માણસ છે. "ઈવ અર્જુનનાં વખાણ કરતાં બોલી.

ઈવનાં મોંઢે અર્જુનનાં વખાણ સાંભળી ક્રિસને ગુસ્સો જરૂર આવ્યો હતો પણ ઈવ જે કહી રહી હતી એ સત્ય પણ હતું એટલે ક્રિસે ઈવની વાતનો વિરોધ કરવાનું ટાળ્યું.

"જો આ શહેરની રક્ષા કરવાં કોઈ મોજુદ ના હોય તો આજની રાતને આ શહેરનાં ઈતિહાસની સૌથી કાળી રાત બનાવી દઈએ.. "ક્રિસે કહ્યું. ક્રિસનાં આમ કહેવાનો સાફ એક જ અર્થ હતો કે હવે એ વેમ્પાયર ભાઈ-બહેનો અને એમની વેમ્પાયર ગુલામોની ફૌજ ઘરોમાં સંતાઈને બેસેલાં રાધાનગરનાં માસુમ લોકોનો શિકાર કરશે અને રાધાનગરની જમીનને રક્તરંજીત કરી મુકશે.

ક્રિસે જેવું આ વિધાન ઉચ્ચાર્યું એ સાથે જ એનાં ભાઈ-બહેનો અને ગુલામ વેમ્પાયરોનાં ચહેરા પર એક ક્રૂર સ્મિત પથરાઈ ગયું. એ ગુલામ વેમ્પાયરો તો હવે એક રિધમમાં પોતાનાં પગ જમીન પર પછાળી અને મુખેથી ચિત્ર-વિચિત્ર અવાજ કરી રાધાનગર વાસીઓનું એ ભૂલીને લોહી પીવાં ઉતાવળા બન્યાં હતાં કે પોતે પણ ક્યારેક રાધાનગરમાં વસતાં મનુષ્ય હતાં.

પાંચેય ભાઈ-બહેનો અલગ-અલગ દિશામાં આગળ વધવા હજુ સજ્જ થયાં હતાં ત્યાં એમનાં કાને એકસાથે ઘણાં બધાં ગાડીઓનાં એન્જીનનો અવાજ કાને પડ્યો. આ અવાજની સાથે એ લોકો જ્યાં વર્તુળાકાર ઉભાં હતાં ત્યાં ઘણાં બધાં લસણ આવીને પડ્યાં. લસણની તીવ્ર ગંધ અને ગાડીઓનાં એન્જીનનાં અચાનક કાને પડેલાં અવાજને સાંભળી ક્રિસ અને એનાં ભાઈ-બહેનો હેબતાઈ ગયાં.

આગળની પરિસ્થિતિ શું હશે એ વાતથી બેખબર ક્રિસનાં મુખેથી અનાયાસે જ નીકળી ગયું.

"દગો.. દગો.. "

*****

આ તરફ અર્જુન વગર મેદાને પડેલાં એનાં સાથી કર્મચારીઓ સેનાપતિ વગરની સેનાની માફક હોવાં છતાં શૈતાની શક્તિ ધરાવતાં વેમ્પાયર પરિવારનો સામનો કરવાં મેદાને પડ્યાં હતાં તો બીજી તરફ અર્જુન ડેવિડથી ફાધર વિલિયમને બચાવવા સેન્ટ લુઈસ ચર્ચ તરફ જતાં રસ્તે આગળ વધી રહ્યો હતો.

અડધે રસ્તે પહોંચેલા અર્જુનનાં મનમાં સતત એક વાત રમતી હતી કે જો ફાધર વિલિયમને કંઈપણ થઈ જશે તો પોતે પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકે. ફાધર થોમસની જ્યારે હત્યા થઈ ત્યારે પોતે કંઈપણ જાણતો નહોતો પણ આ વખતે તો સમય પહેલાં પોતાને માહિતી મળી ગઈ હોવાથી કોઈપણ ભોગે અર્જુન ફાધર વિલિયમને બચાવવા માંગતો હતો.

અર્જુને નીકળ્યાં પહેલાં ફાધર વિલિયમને બે-ત્રણ વાર કોલ કરવાનો પ્રયત્ન પણ કરી જોયો હતો પણ એમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. અર્જુને ચર્ચની નજીક રહેતાં ફાધર વિલિયમની સાથે જ ચર્ચમાં સેવા-પૂજા કરતાં બે અનુયાયી ચાર્લી અને બ્રાયનને પણ કોલ કરી જોયો પણ અર્જુનનાં કમનસીબે એ બંને ફોન રિસીવ નહોતાં કરી રહ્યાં.

અર્જુન હજુ દિપકનાં ઘરેથી નીકળ્યો હશે એ સમયે ડેવિડ પોતાનાં ભાઈ ક્રિસનાં કહ્યાં મુજબ સેન્ટ લુઈસ ચર્ચ પહોંચી ચુક્યો હતો. ડેવિડ એક વેમ્પાયર હોવાથી ચર્ચની અંદર પ્રવેશ કરવો એનાં માટે અશક્ય હતો. ડેવિડે સેન્ટ લુઈસ ચર્ચની બહાર મોજુદ જે ઘરો બનાવેલાં હતાં એમાં જઈને ચેક કરી જોયું પણ ક્યાંય એને ફાધર વિલિયમ નજરે ના ચડયાં.

ડેવિડ આખરે કંટાળીને પાછો પોતાનાં ભાઈ-બહેનો જોડે જવાં તૈયાર થયો ત્યાં એનાં કાને બે વ્યક્તિઓ વચ્ચે થઈ રહેલી વાતચીતનાં અમુક અંશ પડ્યાં. એ બે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ફાધર વિલિયમનાં અનુયાયી ચાર્લી અને બ્રાયન હતાં.

"બ્રાયન, ચલ ચર્ચમાં જઈને એ ચેક કરી લઈએ કે ફાધર સુઈ ગયાં કે નહીં.. ?"

"હા ભાઈ, એ સુઈ ગયાં હોય તો આપણે પણ શાંતિથી સુઈ જઈએ.. "

આ ચર્ચા પછી બ્રાયન અને ચાર્લી ચર્ચ તરફ અગ્રેસર થયાં. છુપાઈને એ બંનેની વાત સાંભળી રહેલો ડેવિડ સમજી ચુક્યો હતો કે ફાધર વિલિયમ નક્કી ચર્ચની અંદર છે જ્યાં એનું જવું શક્ય નથી. કોઈપણ ભોગે ફાધર વિલિયમનો ખાત્મો કરવાં આવેલો ડેવિડ હવે પોતે આગળ શું કરે એ વિશે વિચારતાં વિચારતાં બ્રાયન અને ચાર્લીની પાછળ-પાછળ ગયો.

બ્રાયન અને ચાર્લી તો ચર્ચમાં અંદર પ્રવેશી ગયાં પણ ડેવિડ ચર્ચની બહાર મોજુદ બગીચામાં છુપાઈને આગળ પોતે શું કરી શકે એ અંગે ગહન મનોમંથન કરવાં લાગ્યો. થોડું વિચાર્યા બાદ ડેવિડનાં શાતિર દિમાગમાં એક આઈડિયા આવ્યો અને મનોમન એ બોલી ઉઠ્યો.

"હું ચર્ચમાં ના જઈ શકું પણ ફાધર તો બહાર આવી શકે છે. "

આ સાથે જ ડેવિડનાં ચહેરા પર ક્રૂર સ્મિત ચમકી ઉઠ્યું અને એ ચર્ચમાં ગયેલાં બ્રાયન અને ચાર્લીનાં બહાર આવવાંની રાહ જોઇને બેસી રહ્યો. આગળ વધતી દરેક મિનિટ સંકી મગજનાં ડેવિડને અકળાવી રહી હતી. એક મિનિટ પણ ધીરજ નહીં રાખી શકનારાં ડેવિડ માટે રાહ જોવી એ ખૂબ કપરું કાર્ય હતું.

દસેક મિનિટ માંડ વીતી હશે ત્યાં તો ડેવિડ પૂર્ણતઃ અકળાઈ ચુક્યો હતો.. બે વાર તો એ છેક ચર્ચનાં દરવાજે જઈને પાછો આવ્યો. અચાનક ડેવિડનાં કાને કોઈકનાં પગરવનો અવાજ સંભળાયો એટલે એ પાછો બગીચામાં જઈને છુપાઈ ગયો.

"ફાધર સુઈ ગયાં છે.. હવે આપણે પણ જઈને શાંતિથી સુઈ જઈએ. કાલે સવારે પાછું જલ્દી ઉઠવાનું છે. "ચાર્લીને ઉદ્દેશીને આમ બોલતાં-બોલતાં બ્રાયન ચર્ચની બહાર આવ્યો.

એ બંનેને જોતાં જ ડેવિડની આંખો પહોળી થઈ ગઈ અને એને ફાધર વિલિયમને ચર્ચની બહાર નીકળવાની યોજના આ સાથે જ અમલમાં મુકી.

ડેવિડ બગીચાનાં ઘાસ પર પેટનાં બળે અવળો સુઈ ગયો અને ચાર્લી તથા બ્રાયન સાંભળી શકે એમ કરાહવા લાગ્યો. એનું આમ કરાહવું બ્રાયન અને ચાર્લીનાં કાને પડ્યું.

"ચાર્લી, ત્યાં કોઈ તકલીફમાં હોય એવું લાગે છે.. ?"

"હા ભાઈ.. ચલ ત્યાં નજીક જઈને જોઈએ. "

આ સાથે જ બ્રાયન અને ચાર્લી નાટક કરી રહેલાં ડેવિડની મદદ કરવાં એનાં જોડે જઈ પહોંચ્યાં. એમને ત્યાં જઈને જોયું તો બગીચાનાં ઘાસ પર એક માનવાકૃતિ મોજુદ હતી. જેનાં મુખેથી નીકળતો કરાહવાનો અવાજ એ દર્શાવી રહ્યો હતો કે એ કોઈ મોટી તકલીફમાં છે.

બ્રાયન મદદ કરવાનાં ઉદ્દેશથી છેક ડેવિડની નજીક ગયો અને ડેવિડનાં શરીરને હાથ લગાડી બોલ્યો.

"એ ભાઈ, તને શું થયું છે.. ?

બ્રાયનનાં આમ બોલતાં જ ડેવિડે પોતાનો ચહેરો એની તરફ ઘુમાવ્યો અને ભેદી સ્મિત સાથે કહ્યું.

"મને તો કંઈપણ નથી થયું. "

ડેવિડનાં બહાર નીકળી આવેલાં બે ધારદાર દાંત અને એની ચમકતી આંખો જોઈ બ્રાયન સમજી ચુક્યો હતો કે એની સમક્ષ એક વેમ્પાયર મોજુદ છે. બ્રાયનથી ત્રણ-ચાર ડગલાં દૂર ઉભેલાં ચાર્લીનો જીવ પણ આ સાથે જ તાળવે ચોંટી ગયો.

"બ્રાયન ભાગ ત્યાંથી.. "બ્રાયનને અવાજ આપતાં ચાર્લી બોલ્યો.

ચાર્લીની વાત સાંભળી બ્રાયને ચાર્લીની પાછળ-પાછળ ચર્ચની તરફ દોટ મૂકી.. હજુ 25-27 વર્ષની ઉંમર માંડ થઈ હોવાથી ચાર્લી અને બ્રાયનનાં પગમાં તેજી હતી. એ લોકો અડધી મિનિટમાં તો દોડીને ચર્ચમાં પહોંચી જશે એ વાત નક્કી હતી.. પણ એ લોકોએ હજુ બગીચાથી ચર્ચનું અંતર અડધું જ કાપ્યું હતું ત્યાં એમની સામે ડેવિડ આવીને ઉભો રહી ગયો.

ડેવિડ આમ અચાનક ત્યાં કઈ રીતે આવી પહોંચ્યો એ અંગે બ્રાયન અને ચાર્લી વધુ વિચારે એ પહેલાં તો ડેવિડે એ બંનેને ઊંચકીને બગીચામાં ફેંકી દીધાં. જોરથી નીચે પછળાવાનાં લીધે ચાર્લી અને બ્રાયનની કારમી ચીસો વાતાવરણમાં ગુંજી ઉઠી.

બ્રાયન અને ચાર્લીની આ ચીસો સુવાની તૈયારી કરી રહેલાં ફાધર વિલિયમનાં કાને પડી અને એ સફાળા જાગી ગયાં. પોતાનાં બંને અનુયાયી કોઈ મોટી તકલીફમાં મુકાયાં છે એમ વિચારી ફાધર વિલિયમે વધુ સમય વ્યર્થ કર્યાં વગર ચર્ચનાં દરવાજા તરફ દોટ મુકી.

*****

વધુ આવતાં ભાગમાં.

ફાધર વિલિયમને અર્જુન બચાવી શકશે.. ?વેમ્પાયર પરિવારનાં લોકો સાથે શું થશે.. ?વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***