મા નું હ્દય... Dipty Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

શ્રેણી
શેયર કરો

મા નું હ્દય...

રાજના જન્મ વખતે જ એની મા નું મૃત્યુ થઈ ગયું .એ સાથે જ રાજના હૃદય નું સંગીત પણ બેસૂરૂ થયું ગયું. ઘરમાં અને ઘણી સારી રીતે લાડ લડાવીને રાખવાની કોશિશ કરતા હતા. પણ રાજ નું મન ક્યાંય લાગે નહીં, તે ખૂબ રડ્યા કરતો અને એને સાચવવા માટે જાતજાતના અખતરા કરવામાં આવતા પણ એ રડી રડીને થાકી જતો. રાજને માં નો પ્રેમની જરૂર હતી... જે ન મળવાથી એ એક કોરો કાગળની જેમ રહી ગયો.એની અસર એના વાણી અને વર્તનમાં દેખાવા લાગી..

એમ કરતાં કરતાં રાજ પાંચ વર્ષનો થઈ ગયો પણ એ હંમેશા ઉદાસ રહેતો અને ગુસ્સે પણ ખૂબ થતો . એના પપ્પાનું પણ આ સમય દરમ્યાન અવસાન થઈ ચુક્યુ હતું. એટલે એના દાદી એને સાચવતાં હતાં. દાદી ઉંમરવશ તેની પાછળ દોડી ન શકતા અને રાજની પરેશાનીનું કારણ પણ જાણી નહોતા શકતા. તે છતાં ખૂબ પ્રયત્ન કરી કરીને રાજને દરેક રીતે ખુશ રાખવા અને સંસારમાં એને સંસ્કારી બનાવવા માટે એને જીવનમાં દરેક રીતે ઘડતર પૂરું પાડવાની કોશિશ કરતા હતા. રાજની નારાજગીનું કારણ ક્યારેય જાણી ન શક્યા. એ વાતની ચિંતા દાદીને રહ્યાં કરતી.

રાજ રસ્તા ઉપર દોડી જતો.. ભૂખ લાગે ત્યારે ખાવાનું દાદી ખવડાવે તો ખાવાનું ફેંકી દેતો.રાત્રે સૂવાના સમયે ખૂબ રડતો... દાદી એને શાંત કરવા માટે ખૂબ મહેનત કરતાં અને ચિંતા કરતાં.

મિહિરભાઈ રાજના પડોશમાં રહેવા આવ્યા, અને એ આ બધું જોતાં હતાં. એમને પણ ખૂબ જ અજુગતું લાગતું હતું અને એ રાજને સમજવાની કોશીશ કરતા રહેતા હતા.પણ એમણે એક વસ્તુ નોટીસ કરી હતી કે રાજ જ્યારે મારા સાથે વાત કરે છે ત્યારે અને હું એની સાથે વાત કરું છું ત્યારે એ ખૂબ નોર્મલ હોય છે . એટલે એ વધારે ને વધારે રાજ ને પોતાની સાથે વાત કરવા અને એની સાથે પોતે વાત કરવા માટે કોશિશ કરતા રહેતા હતા.મિહિરભાઈ જ્યારે રાજને ગુસ્સે નહીં થવા માટે સમજાવીને એનાં કારણે થતાં નુકસાન સમજાવતા અને રાજ એકદમ ડાહ્યો થઈને વર્તન કરતો...

એક દિવસ મિહિરભાઈ રાજના દાદીને મળવા ગયા, અને એમને રાજની પરેશાનીનું કારણ માટે પૂછવા લાગ્યા.રાજના દાદીએ જણાવ્યું કે એના જન્મ સમયે એની માતાનો મૃત્યુ થઈ ગયું હતું અને એને એની માતાનો પ્રેમ મળ્યો નથી કદાચ એના કારણે.....હું ઘણી કોશિશ કરું છું પણ હું સફળ નથી થતી. વાતચીત કરતાં મિહિર ભાઈ ને જાણવા મળ્યું , કે રાજ ની માતા મૃત્યુ પામી હતી તે સમયે એ પોતે પણ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. એમના હ્રદય નું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. હવે તેમને વધારે ઉત્સુકતા થઈ રહી હતી અને એમણે ઘરે જઈને હોસ્પિટલમાંથી બધી વિગતો મંગાવી લીધી હતી. જાણવામાં આવ્યું કે રાજની જ માતાનું હ્રદય એમના હૃદયમાં ધબકતું હોય છે અને એ માટે જ રાજ એમનાં સાથે નોર્મલ રહેતો હોય છે.. રાજને અજાણ્યો એક લગાવ મિહિર ભાઈ સાથે બંધાઈ જાય છે. અને ધીરે ધીરે સંસારમાં સ્થાયી થઈ રહ્યો હોય છે.

રાજ પણ જાણે જેના પેટમાં રહ્યો હતો એ હ્રદયને ખૂબ સારી રીતે ઓળખી ગયો હોય એમ મિહિરભાઈ ના હૃદયમાં માતાના હ્રદયનું સ્થાપન ની વાત થી અજાણ હોવા છતાં મિહિરભાઈ સાથે અજાણ્યા હૃદય નાં સંગીતથી જોડાઈ ગયો હતો. અને ધીરે ધીરે તે નોર્મલ જ રહેવા લાગ્યો હતો, ક્યારેય પણ ગુસ્સો પણ કરતો નહોતો . દાદીને પણ હવે રાજ ને સંસ્કારી બનતો જોઈને ખુશ રહેવા લાગ્યા હતા.

દિપ્તીબેન પટેલ.
વડોદરા.