ના હંમણા નહીંં .... Dipty Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ના હંમણા નહીંં ....

અમદાવાદ નું ધમધમતું સ્ટેશન ચહલપહલ થી ભરેલું એમાંય ટ્રેન આવવાના સમયે તો અફરાતફરી થઈ જાય. કુલી પણ ઓચિંતા પ્રગટ થઈ જતાં હોય એમ ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યારે જ દેખાય. કેટલાય શાંતિ થી બેઠા હોય. વેઇટિંગ ખુરશીઓ માં એમ જ મીના શાંતિ થી બેઠી હતી. મગજ સુન્ન થઈ ગયેલું. કશું પણ વિચાર કરવાનું મન ના પાડી રહયું હોય એમ એ શૂન્યમસ્તક થઈ બેઠી હતી.
નયને ખીસામાં થી સિગરેટ કાઢી માચીસથી ચાલું કરી. ઊંડો કશ ખેચ્યો, એની નજર એકટક મીના ને જ જોઈ રહી હતી. હજી પણ એ મીના ને ઓળખવા ની કોશિષ કરી રહ્યો હતો. ઓળખી જ ગયો હતો, પણ વીતેલા વર્ષો એ એકદમ બદલાઈ ગઈ હતી. જેને હૈયાના સીહાસન બેસાડી હોય એને ઓળખવામાં નયન કોઈ થાપ નહોતો ખાઈ રહ્યો. સવાલ એ આવતો હતો વાત કેવી રીતે શરૂ કરું?
શઆખરે મીના ની પાછળની લાઈન માં જગ્યા થઈ . નયન તરત ત્યાં બેસી ગયો. તેને વિચાર આવ્યો મીના એકલી જ કયાંક જતી હશે. આટલી ઉદાસી !!!!!!!!! અરેરેરે દિલ ચીરી નાખ્યું મારું.
વવવવએકદમ નયન ઝબકયો, મીના મને ઓળખશે ? આટલા વર્ષમાં હું પણ તો બદલાઈ ગયો છું. સમય ની થાપટ તો દરેકને લાગે છે.


પચીસ વર્ષ પછી એકબીજાને અજાણતાં આજે ભટકાઈ ગયા, એજ એક આશ્ચર્ય !!!!!! એનાઉન્સમેન્ટ નો લગાતાર અવાજ સાથે ટ્રેન ની આવનજાવન , સમય હાથ થી જતો રહે તે પહેલાં કેવી રીતે વાત કરવી..... ત્યાં જ મીના નો અવાજ સંભળાયો.
'હા, સ્ટેશને જ છું. અડધા કલાકમાં ટ્રેન આવે એટલે '
ફોન પર વાત ચાલતી હતી, હા તો અડધો કલાક માં વાત કરવી જ પડશે. વાત હજી ચાલુ હતી. નયને સિગરેટ નો છેલ્લો કશ લઈ સિગરેટ ને ન્યાય આપી દીધો.
' હા હું પહોંચી જઈશ. ચાર કલાક નો જ રસ્તો છે. ચિંતા ના કરશો.' ફોન બંધ થયો. નયને તરત અવાજ દીધો, 'મીના '
એક જ ઝટકા માં મીના એ પાછળ ફરી ને જોયું, મનમાં મને કોણે બૂમ પાડી ? એજ ઝટકા થી પાછી ફરી ગઈ. કોઈ જાણીતું નથી, એક મિનિટ માં જ તેણે ફરીથી પાછળ જોયું, ઝટકા થી પાછું ફરતાં અજાણ્યા માં જાણીતો ચહેરો લાગ્યો....!!!!!
નયને એની આંખોમાં જોઈ ને સ્માઈલ કર્યું. ફરીથી બોલ્યો,
'મીના ' મીના એને ઓળખવાની કોશિષ કરતાં બોલી, ' નયન ??'
નયને માથું હલાવ્યું ,મીના ઉભી થઈ ને પાછળની લાઈનમાં નયન ની
બાજુમાં જઈને બેસી ગઈ. બે ત્રણ મિનિટ અવાચક જોતાં રહ્યા.
છેવટે નયને પૂછ્યું, ' તું કેમ છે ??' ત્યારે મીના ને લાગ્યું ઉતાવળ તો નથી થઈ ગઈ નયન જોડે વાત કરવામાં ????
કોઈ જવાબ ના મળતાં નયને તેના સામે જોયું, 'શું હજી પણ વાત નથી કરવી ?'
'. ' હવે શું ફાયદો વાત કરવાનો ?' મીના એ એક ઊંડા નિસાસા સાથે કહ્યું .' આપણી ટ્રેન અલગ દિશાઓ માં પહોંચી ગઈ છે. ' 'પચાસેક વટાવી ચૂક્યા છીએ. તારો પણ પોતાનો ઘરસંસાર હશે.'
નયને કહ્યું ,' હા , મારા ઘરમાં બે દીકરીઓ અને એક દીકરો છે.
મારી પત્ની પણ મને ખૂબ પ્રેમ કરે છે. એક દીકરી ના લગ્ન થઈ ગયા છે. બીજી ભણે છે. દીકરો પણ ભણે છે. હા, પણ તું કેમ છે ?'
મીના: ' હું સૂરત જવું છું. મમ્મીના ઘરે, અમદાવાદ માં રહું છું.'
નયન : ' તારા ઘરે. ....? મતલબ પતિ શું કરે છે ? અને છોકરાઓ ?? ખુશ છે ને ??'
' હા, મારી એક દીકરી છે. ઘરે જ છે. હજી ભણે છે.'
'અને પતિ ???' નયને પૂછ્યું.
'હું એકલી જ રહું છું. ડિવોર્સ લીધા છે. ' નીચે જોઈ ધીમેથી કહ્યું ,' બહુ શક કરતાં અને મારતાં હતાં . થાકી ને છૂટાં થઈ ગયા.' હવે હું એકલી મારી દીકરી ને ઉછેરમાં જીદંગી વીતાવી રહી છું. ' નયને મીના ને આંખો માં કંઈ વાંચવાની કોશિશ કરતાં પૂછ્યું : 'આટલી જ વાત હતી, કે ......??' એ એકટક મીના સામે તાકી રહ્યો. મીના એ એની આંખો માં રહેલો પ્રશ્ન નો જવાબ ટાળવા પૂછ્યું : ' તું તો તારી લાઈફ માં સેટ છું ને, કેમ જૂની વિસરી વાતો ને ઉખેળે છે .?'
નયને સમય ના બગાડતા સીધી વાત કરવાનું યોગ્ય માન્યું.
' જો સાંભળ , આ અચાનક આપણે મળી ગયા છીએ. હંમણા તારી ટ્રેન આવી જશે. હવે આપણે કશું બદલી નથી શકવાના પણ સાચી વાત ની એકબીજાને ખબર હોવી જોઈએ. આપણા લગ્ન તારા કારણે નહિ થયા, તું ખૂબ ભણેલી મારા જેવા ગામડાના અભણ તને શું આપી શકે ?? ' એ જ વાત હતી ને ? ' માટે તે મને કહ્યું હતું ,' ના હંમણા નહિ.......''તારે વધારે ભણવા નું છે. એમ કહેવડાવી, તે લગ્ન માટે ના કહી હતી. તારા થી નિરાશ થઈ હું ગામડે જતો રહ્યો. ત્યાં ટ્રાન્સપોર્ટ કંપની શરૂ કરી. વિધાતા નો સાથ મળતાં અત્યારે મને કોઈ કમી નથી. ઠીક છે સંસાર ની ગાડી બે પૈડાં થી સારી રીતે ચાલે છે. પણ તને કયારેય ભૂલી ના શકયો. એટલે જ તને ઓળખી ગયો. સમજણ આવી ત્યાર થી તને જ પ્રેમ કર્યો હતો. જયાં સુધી મારા મામા ત્યાં રહેતાં હતાં ,હું ત્યાં આવતો જ હતો. આપણે સાથે ઊઠતાં બેસતાં જમતાં હતાં. તું પણ મને પ્રેમ કરતી હતી. તો પછી ......???
' હા, આપણે એકબીજાને વચન આપ્યાં હતાં, પણ.... એક દિવસે હું અને ગીતા બહાર ગયા હતા, ત્યાં અચાનક એની તબિયત બગડી જવાથી ડૉકટર પાસે હું એને લઈ ગઈ.ત્યાં મારી જીદંગી બદલાઈ ગઈ. ગીતા મારી નાની બહેન પ્રેગ્નન્ટ હતી. શું કરવું ??લગ્ન પહેલાં તું સમજે છે ને, કુવારી છોકરી પ્રેગ્નન્ટ હોય તેના ઘર ના ને જીવવું હરામ કરી દે,.સમાજ !! ઘરમાં નક્કી થયું હમણાં એને માસી ને ત્યાં ગામડે લઈ જવાનું મારે સાથે જવાનું, જેથી બધાં ને કહેવાય બન્ને બહેનો ભણવા માટે ગઈ છે.
' તો શું થયું ? ' નયને પૂછ્યું.
' એ થોડી નરમ તબિયત વાળી હોવાથી સ્વસ્થ નહોતી રહેતી,
છોકરી ને જન્મ આપી, એ સિધાવી ગઈ. એ છોકરી ની જવાબદારી મારી છે. માટે હવે એ મારી જ દીકરી છે.'
' તો ડિવોર્સ વાળી વાત....?? '
' એ મેં એમ જ કહ્યું હતું, દીકરી ને મોટી કરવામાં જ ટાઈમ
જતાં ખબર જ ના પડી..'
ટ્રેન આવવાની એનાઉન્સમેન્ટ સાંભળી મીના ઊભી થઈ,
નયને જલ્દી પૂછી લીધું ,' તો હવે લગ્ન....??' ના હંમણા નહિ.....!!! 'બોલતાં ટ્રેન તરફ ચાલી, નયને ખીસામાં હાથ નાખી વિઝીટિગ કાર્ડ કાઢી , તેની પાછળ જઈ તેના હાથ માં આપતાં કહ્યું , ' કંઈ પણ કામ પડે મને ફોન કરજે......'
મીના ટ્રેન માં બેસી પાછી દૂર જઈ રહી... !!!
નયન જતાં જોઈ રહ્યો...