આગલા ભાગમાં આપણે જોયું કે અનુષ્કા પોતાનો જીવ દઈ દે છે, ઇશિતાના ખભે ગોળી વાગે છે, જયરાજ ઇશિતાને હોસ્પિટલ લઇ જાય છે, હસીના ફરી કોઈક નવા શિકારને પકડવા પ્લાન બનાવે છે હવે આગળ,
જયરાજ ઇશિતાનાં ભાનમાં ના આવતા જયરાજ ડરી જાય છે અને ડોક્ટરને બોલાવવા જાય છે,
જયરાજ ડોક્ટરને સાથે લઈને આવે છે અને ઇશિતાની તપાસ કરવાનું કહે છે એટલામાં એક કોન્સ્ટેબલ અંદર આવે છે અને જયરાજને કહે છે, 'સાહેબ આ કવર કોક નાનું છોકરું આવીને આપી ગયું અને તમને જ આપવાનું કહેતો ગયો, હજુ હું એને રોકુ એ પહેલા તો એ ભાગી ગયો,
આટલું કહીને એ કોન્સ્ટેબલ જયરાજને લેટર આપે છે,
જયરાજ સમજી જાય છે કે એ લેટર હસીનાનો જ છે....
અને અંદર રહેલો કાગળ ખોલીને વાંચે છે,
ડિયર જયુ,
તારી મહેબૂબા હજુ ભાનમાં નથી આવી, આવશે એટલે તને ખબર પડી જ જશે કે હું કોણ છું??
ખબર પડશે પછી જોઈએ છીએ કે તું કેટલો મને પકડી શકે છે, અનુષ્કાની મોતને પણ સારી કહેવડાવે એવી મોત હવે હું આપીશ, ઇશિતાના નસીબ સારા છે કે તે બચી ગઈ પણ એને પણ હું છોડીશ તો નહિ જ, આજે નહિ તો પછી એને પણ મારી જ નાખીશ, હવે જોઈએ છીએ કે તું નવી છોકરીને બચાવી શકીશ કે નહિ?? !!
અનુભવ બહુ જરૂરી બની ગયો છે જીવન જીવવામાં, તારો અનુભવ પાણીમાં જ ગયો હુહ.... ખુલ્લેઆમ 4 છોકરીઓના મર્ડર થયાં અને તું કંઈજ ના કરી શક્યો, 5 મું પણ જલ્દી થશે.... ઇશિતાભાભીને મારા વતી પ્રેમ આપજે....
ફ્રોમ, હસીના
જયરાજ ડૂચો વાળીને ખીસામાં મૂકી દે છે, અને ડોક્ટર પાસે આવે છે,
ડૉક્ટર : જયરાજ મેં એક ઈન્જેકશન આપી દીધું છે, આવતા 2 કલાકમાં જો ઇશિતા ભાનમાં ના આવી તો એના કોમામાં જવાનાં ચાન્સીસ વધી જશે...
જયરાજ : ના ડોક્ટર મને વિશ્વાસ છે, ઇશિતા આવીજ જશે ભાનમાં.... બહાદુર છે એ ખૂબજ,
આટલું બોલીને જયરાજ પોતાના આંખના ખૂણે આવી ગયેલ આંસુ લૂછી નાખે છે, ડોક્ટર પણ ત્યાંથી નીકળી જાય છે....
જયરાજ ઇન્સ્પેક્ટર સોનિયાને ફોન લગાવે છે,
સોનિયા : બોલ જયરાજ શું મદદ કરી શકું??
જયરાજ : ઇશિતા બાબતે તારાથી વિશ્વાસપાત્ર બીજું કોઈજ નથી મારા માટે, મારે એ કાતિલને પકડવા માટે જવુ પડશે એટલે તું પ્લીઝ...
સોનિયા : અરે એમાં શું પ્લીઝ, દોસ્ત છું તારી, અહેસાન નથી કરતી, મારી ફરજ છે તારો સાથ આપવાની, હું અહીંયા બીજા સાહેબને કહીને બસ અડધો કલાકમાં ત્યાં પહોંચું છું,
જયરાજ : હા, આવ જલ્દી....
જયરાજ ફોન મૂકીને પાછો ઇશિતા પાસે આવે છે,
જયરાજ : ઈશુ પ્લીઝ આંખો ખોલી દે બેટા, કોલેજમાં આપણે બેઉ એકબીજાને કેટલો પ્રેમ કરતા હતા નહિ??
ફરી એવોજ પ્રેમ અને સમય તને આપીશ બેટા પ્લીઝ આંખો ખોલી દે
અને જયરાજના શબ્દોની જાણે અસર થઇ હોય એમ ઇશિતા ધીરે ધીરે પોતાની આંખો ખોલે છે,
ઇશિતા : જયરાજ.... જયરાજ...
જયરાજ તરત બેઠો થઈને બોલે છે,
જયરાજ : ઈશુ હું અહીંયા જ છું બેટા,
આટલું બોલીને એને ગળે વળગાડી દે છે,
ઇશિતા : મને ઘડીક તો એમ લાગ્યું કે હું સપનું જોઉં છું, પણ તું વળગ્યો અને મને ખભે દુખ્યું ત્યારે લાગ્યું કે હું બચી ગઈ છું...
જયરાજ : ઉપ્સ સોરી સોરી, હું ભૂલી જ ગયો આ તો...
ઇશિતા : જયરાજ અનુષ્કાના લીધે હું આજે જીવતી છું અને એ બિચારીએ મને બચાવવાં પોતે મોતને ભેટી ગઈ, તું છોડીશ નહિ એને, તું છોડીશ નહિ....
આટલું બોલીને ઇશિતા રોવા લાગે છે...
જયરાજ : કોણ છે કાતિલ?? બોલ ઈશુ...
ઇશિતા : મને માફ કરી દે જયરાજ, તારી સાથે બેવફાઈ કરી એનું જ આ પરિણામ છે પણ આપણી વચ્ચે આ દરાર પાડવાવાળો છે દિવ્યરાજ....
જયરાજ : શું?? દિવ્યરાજ?? પણ એ તો....
ઇશિતા જયરાજને બધી વાત કરે છે....અને જેમ જેમ જયરાજને ખબર પડે છે એમ એમ જયરાજનો ગુસ્સો સાતમા આસમાને જતો જાય છે....
એટલામાં ઇન્સ્પેક્ટર સોનિયા ત્યાં આવી જાય છે,
સોનિયા : વાહ ઇશિતા યુ આર સચ એ બ્રેવ ગર્લ..... કેવું છે હવે તને??
ઇશિતા : મને સારુ છે, પણ જયરાજ તારે હવે કોની હાલત બગાડવાની છે એ તું જાણી ગયો છું....
સોનિયા : શું જાણી ગયો છે??
જયરાજ સોનિયાને બધી વાત કરે છે,
સોનિયા : જયરાજ તું ઇશિતાનું ટેન્શન છોડી દે એની પર હું પોતેજ ધ્યાન આપીશ, તું હવે આ હસીના કઈ છોકરીનો શિકાર કરશે એની પર ધ્યાન આપ, હમણાં ડીસીપી સાહેબને વાત નાં કરીશ, એમ પણ ક્રાઇમ બ્રાન્ચ પણ નહિ જ પકડી શકે એને તો, તારેજ કંઈક કરવું પડશે...
ઇશિતા : જયરાજ સૌથી પહેલા નામની હિન્ટ શોધ એના પરથી એવી છોકરી જે હસીનાનાં વિચારો સાથે મળતી હોય, સમજ્યો હું શું કહેવા માંગુ છું?? !!
જયરાજ :હા હા સમજી ગયો, હું નીકળું છું સોનિયા,, તું ધ્યાન રાખજે ઈશુનું.. ઈશુ તું પણ આરામ કર ઓક્કે બાય, લવ યુ...
ઇશિતા : લવ યુ ટુ....
થોડીવારમાં જયરાજ પોલીસ સ્ટેશને પાછો આવે છે,
કોન્સ્ટેબલ રાજુ કેબિનમાં પ્રવેશે છે...
રાજુ : જય હિન્દ સાહેબ
જયરાજ : જય હિન્દ... બોલ કંઈ નવી ખબર લાવ્યો છું??
રાજુ : ના સાહેબ, નવીનમાં કંઈ નથી, ઇન્સ્પેક્ટર સોનિયામેડમનો ફોન આવ્યો હતો એમણે એટલું કહેવડાવ્યું કે, 'જાસ્મીન કંઈજ પ્રકારે ઉગલી નથી રહી,
જયરાજ : સારુ તું જા અને બીજી કંઈ પણ માહિતી મળે એટલે આવ...
રાજુ જાય છે ત્યાંજ સબઇન્સ્પેક્ટર કિશન જયરાજની કેબિનમાં પ્રવેશે છે...
જયરાજ તેના કબાટમાંથી હસીનાએ આપેલા લેટરો કાઢે છે,
જયરાજ : આવ કિશન બેસ...
કિશન : તો હવે શું વિચાર્યું છે?? નવા લેટરમાં શું હિન્ટ આપી છે હસીનાએ??
જયરાજ : હસીનાએ મને લેટર આપ્યો એ વાત મેં તને ક્યાં કરીજ છે તો તને કેમની ખબર કે લેટર મળ્યો મને??
કિશન (ડરતા ): અરે તું ભાભીને મૂકીને પોલીસ સ્ટેશન આવ્યો એના પરથી જ મને લાગ્યું કે નક્કી હસીનાએ બીજો કોઈક લેટર મોકલ્યો લાગે છે...
જયરાજ : અચ્છા હા બરાબર, સારુ કિશન એક કામ કરજે ને મને આખી રાત સુવાયું નથી તો થોડી વાર આરામ કરી લઉં... એક કામ કર ત્યાં સુધી તું આ નવી પહેલી શોધ... એમ કહીને જયરાજ એ લેટર કિશનને હાથમાં આપે છે...
કિશન : હા લાવ, તું આરામ કર, હું ધ્યાન દઉં છું, જય હિન્દ
જયરાજ : જય હિન્દ
આ બાજુ હસીના એના નવા શિકારને ફોન કરે છે....
હસીના : હેલો મેડમ, હું નવાબ બિલ્ડરર્સનો માલિક સુહેલ શેખ બોલું છું, મારે તમારી કંપનીના ડૂબેલા શેર વિશે વાત કરવી હતી તો તમે મળી શકશો મને??
ફોન ઉપાડનાર : હા હા કેમ નહિ? !! તમે મારી ઓફિસે આવશો કે પછી હું આવું તમે કહો ત્યાં...
હસીના : તમેજ આવી જશો તો વધારે સારુ રહેશે...
એમ કહીને હસીના સરનામું આપે છે અને જોરજોરથી હસે છે... 'આવીજ ગઈ મૂર્ખ મારા ચંગુલમાં, હાહાહા '
હસીના હવે કોને ફસાવવા જઈ રહી છે?? શું જયરાજ બચાવી શકશે નવી છોકરીને?? દિવ્યરાજ કોણ છે?? એનો જયરાજ સાથે શું સંબંધ છે?? જાણવા માટે વાંચતા રહો હસીના - the lady killer નો આવતો ભાગ...