ધ એક્સિડન્ટ - 22 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - 22















( હોસ્પિટલ થી ઇન્સ્પેકટર ને કોલ આવે છે. હવે આગળ .... )


પ્રિશા:- સર... અમે આવી શકીએ સાથે...?

ઇન્સપેક્ટર:- ok ચલો પણ અમને અમારું કામ અમારી રીતે કરવા દેજો.

પ્રિશા:- sure , અમે તમને જરાય પણ ડિસ્ટર્બ નહિ કરીએ , બસ અમારે માહિર ને જોવો છે...

ઇન્સપેક્ટર:- ok. તો તમે હોસ્પિટલ આવી જાઓ, હું પોલીસ car માં ત્યાં પહોંચું.

[પ્રિશા અને આયરા માહિર સાથે હોસ્પિટલ પહોંચે છે. ]

ડોક્ટર:- good morning inspector...

ઇન્સપેક્ટર:- good morning doctor.... માહિર.....

ડોક્ટર:- હા.... સમજી ગયો, ચાલો મારા પાછળ...

ઇન્સપેક્ટર:- ok

[ ડોક્ટર ઇન્સપેક્ટર ને ICU માં લઇ જાય છે , સાથે સાથે પ્રિશા અને આયરા હોય છે. ]

ICU એક દમ શાંત છે AC ની ઠંડી હવા અને ICU ની શાંતિ પ્રિશા અને આયરા ના રૂંવાટા ઉભા કરે છે . માહિર બેડ પર પડ્યો છે ventilation લગાવેલું છે...

ઇન્સપેક્ટર:- મિ. માહિર

(માહિર આંખો ખોલે છે...)

ડોક્ટર:- please inspector માહિર ને વધારે વિચારવા પર મજબૂર ના કરતાં હજુ એ નાજુક હાલત માં છે...

ઇન્સપેક્ટર:- sure sir...

માહિર ની આંખો ધીમે ધીમે ખુલે છે... એની આંખો આખા ICU માં ફરે છે , જાણે એ કોઈને શોધી રહી છે... પણ અચાનક એ પ્રિશા ને જોઈને સ્થિર થઇ જાય છે... અને પ્રિશા એની જાત ને સંભાળી નથી શકતી અને માહિર નો હાથ પકડવા આગળ વધે છે અને હાથ પકડી ને રડે છે...

ડોક્ટર:- મિસીસ પ્રીશા... please હાલ કંઈ જ નહિ... તમે માહિર ને load આપી રહ્યાં છો. હાલ એમને support ની જરૂર છે સંવેદના ની નહિ....

ઇન્સપેક્ટર:- please પ્રિશા... control your self.

ડોક્ટર:- mam પ્રિશા ને please બહાર લઈ જાઓ ( આયરા સામે જોઈ)

આયરા:- ચલ પ્રિશા (પ્રિશા નો હાથ પકડી ને)

(આયરા અને પ્રિશા બહાર આવે છે... અને એકબીજાને ગળે લાગીને જોર જોર થી રડવા લાગે છે)

પ્રિશા:- માહિર ની હાલત....

આયરા:- પ્રિશા શાંત શાંત.. બધું સરખું થઈ જશે.

પ્રિશા:- હા થવું જ પડશે . (આંખો ના આંસુ લૂછતાં લૂછતાં)

આયરા:- બેસ પ્રિશા ( પ્રિશા ને બેન્ચ પર બેસાડે છે) .

પ્રિશા:- માહિર મોતના મોંમાં થી બચીને નીકળ્યો છે...

આયરા:- માહિર ના હોત તો એની જગ્યાએ ધ્રુવ....

પ્રિશા:- ચૂપ આયરા please... એવું ના બોલ...

આયરા:- હા sorry... but જે પણ થયું એ ખરાબ થયું but હવે જે થશે એ સારા માટે જ થશે...

પ્રિશા:- (આયરા નો હાથ પકડી ને ) હું ધ્રુવ ને નિર્દોષ સાબિત કરીને જ રહીશ અને માહિર ને પણ કંઈ જ નહિ થવા દઉં.

આયરા:- હા મને તારા પર વિશ્વાસ છે...

( ICU નો દરવાજો ખુલે છે... ડોક્ટર બહાર આવે છે... એમના પાછળ પોલીસ ઇન્સપેક્ટર બહાર આવે છે... પ્રિશા અને આયરા ઉભા થઇ જાય છે.)

પ્રિશા:- સર...

ઇન્સપેક્ટર:- અમે માહિર ને અમારી ઈન્ફોર્મેશન માટે જરૂરી વાતો પૂછી લીધી છે ત્યારે એ આરામ કરે છે..

પ્રિશા:- શું કહ્યું એણે..?

ઇન્સપેક્ટર:- sorry હું તમને ના કહી શકું...

પ્રિશા:- ok sir ... હું સમજી શકું છું.

ઇન્સપેક્ટર:- thanks for understanding... તમે લોકો હવે ઘરે જાઓ અને આરામ કરો . માહિર ની ચિંતા ના કરો ... આમ પણ અહીં કોન્સ્ટેબલ છે જ એની સેફટી માટે.

પ્રિશા : ઓકે... થેન્ક યુ સર ...

【 આયરા અને પ્રિશા ઘરે આવે છે】

પ્રિશા ઘરે આવતા સાથે જ એના રૂમ માં જાય છે એમના રૂમ નો ધીમે રહીને ખોલે છે... ધ્રુવ અંદર બેડ માં સૂતેલો હોય છે. એ જોઈને એને ICU માં સૂતો માહિર યાદ આવે છે અને રડવા લાગે છે... તરત એના ખભા પર કોઈનો હાથ સ્પર્શ કરે છે.

આયરા:- પ્રિશા રડીશ નહિ.. please

પ્રિશા:- માહિર અને ધ્રુવ બન્ને મારા close છે એમને ખોવાનું વિચારું તો પણ રડું આવે છે...

આયરા:- તું જ તૂટી જઈશ તો ધ્રુવ ને કોણ સંભાળશે ?!

પ્રિશા:- અહીંયા નો માહોલ જ એવો છે એક એક મિનિટે મને વીતેલા સમય ને યાદ કરવા મજબૂર કરે છે.

આયરા:- તો અહીંયા થી થોડા દૂર જાઓ ને...

પ્રિશા:- હું સમજી નહિ.

આયરા:- તું અને ધ્રુવ થોડા દિવસ માટે અહીંયા થી શાંત જગ્યા પર જતાં રહો. શાંતિ પણ મળશે અને એક બીજા માટે સમય પણ અને આમ પણ અહીંયા કામ તો છે નહિ...

પ્રિશા:- પણ હજી માહિર પણ ઠીક નથી થયો અને જેણે આ બધું કર્યું છે એની વિરુદ્ધ કોઈ પ્રુફ પણ નથી મળ્યું.

આયરા : માહિરનું ધ્યાન રાખવા હું છું ને અને અંકલ આંટી પણ છે. અને પ્રુફ તો ઇન્સ્પેકટર શોધી લેશે.

પ્રિશા : પણ ઇન્સ્પેકટર ધ્રુવને પરમિશન આપશે ?

આયરા:- હું ઇન્સપેક્ટર જોડ વાત કરીશ , માની જ જશે....

પ્રિશા:- ok તો ધ્રુવ ને હાલ આ વાત પર કંઈ જ કહેતી નહિ , એને surprise આપીશ...

આયરા:- ok (મોઢા પર smile લાવી ને)

પ્રિશા રૂમ માં આવે છે. ધ્રુવ એની સામે જ જોઈ રહ્યો છે. પ્રિશા એની નજીક જઈ એના માથા પર હાથ ફેરવે છે.

પ્રિશા : તું ઠીક તો છે ને ?!

( ધ્રુવ કંઈ જ જવાબ નથી આપતો . )

પ્રિશા : ધ્રુવ .. આમ કેમ જોઈ રહ્યો છે ? કંઇક તો બોલ...

ધ્રુવ : હું ઠીક છું .... તારે ચિંતા કરવાની જરૂર નથી.

પ્રિશા : મને ખબર છે મારાથી નારાજ છે તું .. I'm sorry .... હું તને કંઈ કહ્યા વગર જ આમ જતી રહી ... હવે આવું નહિ થાય બસ ... ( પ્રિશા કાન પકડીને માફી માગે છે . )

ધ્રુવ : તું પોલીસ છે ? જાસૂસ છે ? વકીલ છે ?

પ્રિશા : નહિ તો ...

ધ્રુવ : તો તારે આવી રીતે જવાની જરૂર કેમ પડી ? કંઈ પણ કહ્યા વગર જતી રહી... તને કંઈ થઈ જાત તો ..મારું શું થાત ... તને કંઈ આઈડિયા પણ છે ... ?? I know ... તું મારા માટે જ ગઈ હતી પણ કોઈને કહીને તો જવું હતું ... બોડીગાર્ડ પણ નહિ હોય સાથે.. રોજની જેમ...

પ્રિશા : હા બાબા ..સોરી ... હું એકદમ ઠીક છું... કંઈ નથી થયું મને ...

ધ્રુવ : હવે આવું ના કરતી પ્લીઝ ...

પ્રિશા : હેય ... I'm sorry dear ... તું રડીશ નહિ ...

ધ્રુવ : હું શું કરવા રડું .. તું રોતડી છે હું નહિ...

પ્રિશા : તારી આંખો માં આંસુ નથી પણ તું મનમાં જ રડે છે , મને સારી રીતે દેખાય છે... દેખ હવે બધું જ બરાબર છે ... જે નથી થયું એ પણ થઈ જ જશે ... ડોન્ટ વરી ... અને મારી ચિંતા તો બિલકુલ ન કર ... I'm very much fine ...

ધ્રુવ : હા ડાહી... દેખાય છે મને .. તું કેટલી ફાઇન છે... ચલ હવે .. સુવા દે મને ... ગુડ નાઈટ.

પ્રિશા : હા હવે... ગુડ નાઈટ ...


*

પ્રિશા:- ઓયય ધ્રુવ ઉઠ ચાલ... સવાર થઈ ગઈ. (હાથ માં કોફી લઈને)

ધ્રુવ:- ઓહહ....(પ્રિશા સામે એક જ નજરે જોઈ રહ્યો)

પ્રિશા:- શું થયું?

ધ્રુવ:- કંઈ નહિ... બહુ સમય થઈ ગયો તને અને તારી કોફી ને મળી ને...

પ્રિશા:- અરે બસ બસ હવે...

ધ્રુવ:- યાર... બહુ જ miss કરી તને સાચે ..

પ્રિશા:- અમુક કામ જરૂરી હોય છે ધ્રુવ... બસ એ જ કરવા ગઈ હતી.

ધ્રુવ:- હા ચાલ સવાર સવાર માં મગજ ના ખા, મને કોફી આપ ઠંડી થઈ જશે તો પછી નહિ ભાવે મને 😂

પ્રિશા:- ના તો કેમની ભાવે! મેં બનાવી છે.

ધ્રુવ:- તે બનાવી છે એટલે તો નહિ ભાવતી ને.

પ્રિશા:- ઓહહ hello!! આજ સુધી મારી જ કોફી પીધી છે અને મને જ કહે છે.... જબરું હો.

ધ્રુવ:- હા તો શું હે!! Wife એટલું ના કરે!! (હસતાં હસતાં)

પ્રિશા:- હું પણ કોના સાથે બહેસ કરું છું.... આ લે કોફી અને હા હું કામ થી જાઉં છું કલાક માં આવી જઈશ. ધ્યાન રાખજે તારું હા...

ધ્રુવ:- એ પણ કહી દે કે જમી લેજે and રજાઈ ઓઢીને ઊંઘી જજે...(હસતા હસતા) અરે નાનું છોકરું નથી હું...

પ્રિશા:- મારે સંભાળવું નાના છોકરા કરતાં પણ વધારે પડે છે એનું શું? (હસતા હસતા દોડી ને ત્યાં થી જાય છે)

ધ્રુવ:- ઓહહ એવું નથી હો ડાહી.... ઊભી રે તું ...

*

પ્રિશા અને આયરા પોલીસ સ્ટેશન જાય છે.

ઇન્સપેક્ટર :- ઓહ ! પ્રિશા... આવો આવો

પ્રિશા:- hello sir...

આયરા:- hyy sir

પ્રિશા:- sir એક વાત પૂછું?

ઇન્સપેક્ટર:- sure પૂછો એ તમારો હક છે અને તમને સંતોષ પૂર્વક નો જવાબ આપવો અમારું કામ.

પ્રિશા:- સર video માં manager દેખાય છે તો કેમ એના પર કોઈ action લેવામાં નથી આવતી.

ઇન્સપેક્ટર:- મૅમ તમે સાચા છો પણ અમારે બધી બાજું જોઈ સમજી વિચારીને અમારું કામ કરવાનું હોય...

પ્રિશા:- હું સમજી નહિ.

ઇન્સપેક્ટર:- અમે તમારો video અમારા ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ને આપ્યો છે,એ લોકો FSLમાં મોકલી દેશે. ત્યાં video experts ચેક કરશે કે video માં કોઈ editing તો નથી કરવામાં આવી ને....

પ્રિશા:- ઓહહ...ok ok sir....

ઇન્સપેક્ટર:- વિશ્વાસ રાખો મોડું થશે પણ ન્યાય જરૂર અપાવશું...

પ્રિશા:- મને પૂરો વિશ્વાસ છે sir...

આયરા:- અને બીજી વાત....

ઇન્સપેક્ટર:- બોલો ...

પ્રિશા:- sir વાત એવી છે કે....

ઇન્સપેક્ટર:- બોલો પ્રિશા...

આયરા:- હું જ કહી દઉં... sir પ્રિશા અને ધ્રુવ બન્ને ને થોડા દિવસ શાંત જગ્યા પર જવા માટે તમારી permission લેવા આવ્યા હતાં...

ઇન્સપેક્ટર:- sorry પણ એ possible નથી.

પ્રિશા:- sir... please હું ખાતરી આપું છું , કોઈ જ ખોટું કે ગેરકાયદેસર કામ નહી થાય. અને અમે એવું કંઈ જ નહી કરીએ જેનાથી કેસ માં કોઈ problem આવે...

ઇન્સપેક્ટર:- પણ મેડમ

આયરા:- sir... ધ્રુવ depression માં છે એ જૂની વાતો પણ યાદ નથી કરી શકતો... શાંત જગ્યા પર કદાચ એ યાદ કરી શકે અને પ્રિશા એના જોડે વાતો નીકાળી શકે જેનાથી કેસમાં કંઈ હેલ્પ થયી શકે અને એને પણ સારું લાગશે.

ઇન્સપેક્ટર:- ( થોડી વાર વિચારી ને) ok

પ્રિશા:- thanks sir....

ઇન્સપેક્ટર:- હા પણ તમારે તમારો અને ધ્રુવ નો પાસપોર્ટ અહીંયા જમા કરાવવો પડશે અને તમે જ્યાં પણ હશો, ત્યાં અમારા પોલીસ ઓફિસર્સ તમારા પર નજર રાખશે....

પ્રિશા:- sir police જોઈને ધ્રુવ depression માં આવશે....

ઇન્સપેક્ટર:- don't worry miss.... અમારા officers સિવિલ ડ્રેસ માં જ હશે . તમે ઓળખી પણ નહી શકો એમને....

પ્રિશા:- ok sir તો ઠીક.... thanks sir....

ઇન્સપેક્ટર:- happy journey પ્રિશા...

પ્રિશા:- thanks (મોઢા પર smile આપીને )

[આયરા અને પ્રિશા ઘરે આવે છે... ધ્રુવ સોફા માં બેઠો હોય છે]

પ્રિશા:- hellloo mister dhruv

ધ્રુવ:- હેલો મિસિસ. ધ્રુવ ... આજ તો બહુ ખુશ લાગો છો , મોલ માં સેલ મળી ગયો કે શું ?😄😄
(હસતા હસતા)

પ્રિશા:- બહુ જ ખરાબ જોક હતો.

ધ્રુવ:- તો તમે જ શીખવાડી દો ને....

પ્રિશા:- એ બધું છોડ....ચલ બેગ પેક કર.

ધ્રુવ:- પોલીસ સ્ટેશન જવાનું છે કે શું!?😄😄

પ્રિશા:- ચૂપ .... એકદમ ચૂપ બધી વાતે મજાક સુજે...

ધ્રુવ:- તો ?

પ્રિશા:- આપણે ત્યાં જઈએ છીએ , જ્યાં આપણી story શરૂ થઈ હતી...

ધ્રુવ:- ઓહહ તો એ જગ્યા પર જવાનું છે જ્યાં ગયાં પછી આખી જિંદગી હું પછતાઉ છું!!

પ્રિશા:- ઓહહ really...?

ધ્રુવ : હા જ તો ...

પ્રિશા : તો પહેલાં કહેવું હતું ને .... ખાલી ખોટી તકલીફ લીધી... હું બેગ પેક કરી લેત... હંમેશા માટે ...

ધ્રુવ : ઓહ !! તો પહેલાં કહ્યું હોત તો તું તારા મમ્મી પપ્પા ના ઘરે જતી રહેત ?

પ્રિશા :- ના રે.... કોણે કહ્યું કે હું જાત ?

ધ્રુવ : તો ??

પ્રિશા : હા જ તો ... તું વિચારે છે એમ જ ... તારી બેગ પેક કરી દેત ....

ધ્રુવ: બહુ ડાહી હો તું ....

પ્રિશા : એ તો જન્મથી જ ...😎😉

ધ્રુવ : હા સારું હો ... પણ ઇન્સ્પેકટર પરમિશન આપશે ?

આયરા:- એ બધું setting થઈ ગયું છે... તમારે કાલે નીકળવાનું છે.

ધ્રુવ:- ok 🤔🤔 ( કૈક વિચારતાં વિચારતાં)

પ્રિશા:- ચલ room માં બેગ પેક કર તારી ... હું નથી કરવાની ...( ધ્રુવ નો હાથ પકડી ને રૂમ માં લઇ જાય છે.)

ધ્રુવ : ત્રાસ છે હો તારો ...

પ્રિશા : એમાં તો હું કંઈ ન કરી શકું 😜.... એ તો પરમેનન્ટ છે .. 😜😁

ધ્રુવ : હા મારી મા ... તમે કહો એમ ...🙏🙏


to be continued........