નસીબ ના ખેલ... - 26 પારૂલ ઠક્કર... યાદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ ના ખેલ... - 26

હેલ્લો ફ્રેન્ડ્સ, ઘણા લાંબા સમય બાદ આવી છું ધરાના નસીબ ના ખેલ લઈને.... પાછળના પ્રકરણમાં આપણે જોયું કે...
ધરા ના લગ્ન થાય છે કેવલ સાથે, પણ કેવલ ને લઇ ને નિશા નું વર્તન થોડું રાહસ્યભર્યું લાગે છે ધરા ને, ધરા આ બારામાં કેવલ ને વાત પણ કરે છે પણ કેવલ એની મીઠી વાતોથી ધરાને સમજાવી લ્યે છે, પણ લગ્ન ને એક મહિનો થઈ જવા છતાં ધરા અને કેવલ ક્યાંય બહાર ફરવા ગયા નથી હોતા, આ વાત ની જાણ ધરા ના ભત્રીજા ને થાય છે અને નવદંપતિ ને પોતાના ઘરે જવા બોલાવે છે અને સાથે સાથે બંને ને ફિલ્મ જોવા મોકલવાનો પ્લાન પણ બનાવે છે, આ વાત ની જાણ નિશાને થતાં તે થોડો વિરોધ કરે છે પણ ત્યાં એનું કાંઈ ચાલતું નથી, અને ધરા અને કેવલ વહેલા જમી ને ફિલ્મ જોવા નીકળે છે, હવે આગળ જોઈએ શુ થાય છે.....
ધરા ખૂબ ખુશ હતી આજે,. એક મહિના પછી એ ઘર ની બહાર કેવલ સાથે એકલી બહાર નીકળી હતી, એણે ભાવનગર ની બજાર જોઈ હતી , ફિલ્મ પણ જોયું હતું, અને ફિલ્મ જોયા બાદ બંને થોડી વાર બગીચા માં પણ બેઠા હતા, અને પછી બંને નાસ્તો કરવા પણ ગયા, અને ત્યાં કેવલ એ ઢોસા મંગાવ્યા હતા, અને ઢોસા ખાઈ ને બંને ઘરે આવવા નીકળ્યા, ખૂબ ખુશ ધરા ને ક્યાં ખબર હતી કે આ બધી ખુશી, ઉમંગ ઘરે જતા જ ઓસરી જવાનો હતો...
ખુબ ખુશ ધરા ઘરે પહોંચી કેવલ સાથે અને નિશા ગુસ્સા થી રાતી પીળી બેઠી હતી, ઘર માં આવતા જ નિશા નો ગુસ્સો જ્વાળામુખી ની જેમ ફાટ્યો સીધો ધરા પર, કોઈ કહે એટલે બસ નીકળી જવાનુ? કાંઈ જવાબદારી નહિ? ઘરના મોટા ને પૂછવાનું ય નહિ? અને મને પણ ન કીધું કે ચાલો તમારે આવવું છે?
નિશા ના છેલ્લા શબ્દો સાંભળી ને ધરા ચોંકી ગઈ, પોતે પોતાના પતિ સાથે લગ્ન ના એક મહિના પછી પહેલી વાર એકલી બહાર ગઈ અને એમાં એ પતિ ની ભાભી ને કે પોતાની મોટી બહેન જે ગણો એને સાથે લઇ ને જાય??? શું પતિ -પત્ની બે સાથે ક્યાય જઈ ન શકે? આ કેવો નિયમ??
એક બાજુ ધરા ના મન માં આ ગડમથલ ચાલતી હતી ત્યાં નિશા એ બીજો ધડાકો કરતા કહ્યું કે હવે આજ થી ધરા નિશા ને બેન નહિ પણ ભાભી કહી ને બોલાવે અને જે એના બનેવી થાય એને જેઠ ગણવામાં આવે અને એનું હવે ધરા એ માથે પણ ઓઢવાનું, હવે અહીં ધરા ને બેન બનેવી નથી કોઈ, હવે ધરા ને જેઠ જેઠાણી છે,
આ શબ્દો ની ધરા એ કલ્પના પણ નોહતી કરી, ખુબ ઝાટકો લાગ્યો ધરા ને, કે જેના પર ભરોસો મૂકી ને એના પપ્પા એ પોતાને અહીં વળાવી હતી એ તો હવે રહી જ નોહતી, હવે એ ધરા ની ફકત જેઠાણી બનવા માંગતી હતી, ધરા પર રોફ જમાવવા માંગતી હતી, ધરા ને દબાવવા માંગતી હતી, થોડા સમય પહેલા જે ઉમંગ જે ખુશી થી ધરા નું મન નાચી રહ્યું હતું એ જ ધરા અત્યારે સાવ અવાચક બની ગઈ હતી, કેવલ સાવ ચૂપ હતો એ કાંઈ બોલતો જ નહતો, આમ પણ નિશા સામે એ ક્યાં કાંઈ બોલવાનો જ હતો??
જો કે આ બધી વાતથી ધરા એટલું તો સમજી જ ગઈ હતી કે જે વિશ્વાસ સાથે એના પપ્પા એ એને અહીં પરણાવી હતી એ મુજબ અહીં એની સંભાળ ralhnar કોઈ નથી, આ સાસરી છે અને અહીં એ એકલી જ છે,