Soneri Salah books and stories free download online pdf in Gujarati

સોનેરી સલાહ

લેખ-સોનેરી સલાહ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775
:- વૅલ એજ્યુકેટેડ યુવાનો અને યુવતીઓ:-
સારૂં ભણ્યા પછી પ્રાઇવેટ કંપનીઓ માં નોકરીઓ કરીને પોતાની જાતને વેડફી દેશો નહીં.ભણીને નોકરી જ કરવી એવું માનીને શું કામ બેસી રહેવું પડે? પ્રાઇવેટ કંપનીઓ માં થતું ભયંકર શોષણ તમને હતાશ, નિરાશ કરી દેશે.ઓછા પગાર, ભવિષ્ય ના કોઇ લાભો નહીં,કોઇ સલામતી નહીં,કમરતોડ કામ,રજાઓ પણ નહીં, શેઠિયાઓ ની ખુશામત કરનારાઓ ને વધુ લાભો મળે ત્યારે થતી નિરાશા,તમે કશા કામના નહીં રહો.સામાજિક રીતે પણ પછાત રહી જશો.પૈસાના અભાવને કારણે સમાજમાં અવગણના થશે.સમયના અભાવે કોઇના કામમાં પણ નહીં આવી શકો.સતત તણાવગ્રસ્ત રહેશો.પોતાની જાત બીજા માટે ગિરવે મુકી હોય એવું મહેસુસ કરશો.તમને એવું લાગશે કે આઝાદ ભારતના ગુલામ નાગરિકો છો.
તમે યુવાનો સૌ પ્રથમ તો કોઈપણ કામની શરમ અભરાઇએ મુકીદો.આ કામ કેવી રીતે કરાય એ શબ્દ જ ડીક્ષનરી માં થી કાઢી નાખો.અભણ લોકોને આ ચિંતા સતાવતી નથી એટલે જ ભણેલાઓ કરતાં વધુ કમાયછે.મોટા બંગલાઓ,ગાડીઓ,સુખ સગવડની તમામ સુવિધાઓ કોણ ભોગવેછે તે ચકાસજો.કર્મચારીઓનું શોષણ કરીને કમાયેલા રૂપિયાનું દાન કરીને પાછા આ અભણો સમાજમાં વાહ વાહ કહેવડાવશે.
ભજીયાં અને ગોટાવાળા, સમોસા, કટલેસ વિ.નાસ્તા હાઉસ વાળા, પાણીપુરી ના ખુમચા વાળાઓ,બરફ ગોળા વાળા,ટી સ્ટોલ વાળા, ભાખરી શાક વાળાની લૉજો, ટિફીન સર્વિસ વાળા,રસોઇયાઓ,મંડપ ડેકોરેશન વાળાઓ,બ્યુટી પાર્લર્સ,કોચીંગ ક્લાસ, પાઉંભાજી ,પીઝા, સેન્ડવીચ,દાબેલી, વડાપાઉં,દાલબાટી વાળાઓ ને જઇને એમનો અભ્યાસ અને આવક બંને પૂછજો.દંગ થઇ જશો.અરે દિવાળી માં ફટાકડા ની દુકાનો કરનારા અને ઉત્તરાયણ ઉપર પતંગ દોરીની દુકાન કરનારાઓ પણ નોકરિયાત કરતાં વધુ કમાતા હોયછે.આપણે તો ભણેલા આપણાથી આવું કામ થતું હશે એવું વિચારીને બેસી રહેશો તો હાથ ઘસતા રહી જશો મિત્રો.લોકોની માંગ શું છે તે જાણો અને તે પીરસો.સમયની સાથે ચાલો એ સૂત્ર જૂનું થઇ ગયું સમયથી આગળ ચાલો.
થોડો સમય નાનમ જેવું લાગશે પણ પૈસો આવવા માંડશે એટલે તમારી દુનિયા બદલાઇ જશે.પોતાની મરજીના માલિક બનીને જીવી શકશો, મુક્તપણે જીવી શકશો.કુટુંબ માટે જીવી શકશો,સમાજ માટે જીવી શકશો.પૈસો આવશે તેને સારી રીતે ભોગવી શકશો.ઉપર જે ધંધા બતાવ્યા એ તો ફક્ત ઉદાહરણો છે એનાથી પણ અનેક એક એકથી ચડિયાતા ધંધાઓ છે.નાડ પારખું બનો.પ્રાઇવેટ નોકરી એટલે ઘાણી નો બળદ,ગુલામીખત,કુંભારનો ગધેડો,પોતાના સુખ અને આનંદ નું બલિદાન, અંધકારમય ભવિષ્ય,તમારી બધી આવડત,બુદ્ધિ, શક્તિ મફતના ભાવે વેચીને દેવાળું ફૂંકવાનુ.જિંદગી જીવવા માટે છે વેડફી દેવા માટે નહીં.જિંદગી ના મિલેગી દુબારા.અહીં જે પ્રાઇવેટ નોકરીની વાત કરીછે તે આઠ-દસ હજારની નોકરીઓ ની વાત છે.તમારા અભ્યાસ ને અનુરૂપ મોટી કંપનીમાં નોકરી મળી હોય તેનો વિરોધ નથી.પણ મોટી કંપનીમાં નોકરી ના મળે તો નિરાશ થયા વગર પોતાનો નાનો મોટો બિઝનેસ કરવો જોઈએ એ આ લેખનો હેતુ છે.એવું પણ ધ્યાન માં આવેલછે કે યુવતીઓ એવું ઇચ્છે કે મુરતિયો નોકરી કરતો હોવો જોઇએ.એના કારણે પણ યુવાનો કમને પ્રાઇવેટ નોકરીઓ માં કૂટાતા હોયછે.જો આ સાચું હોયતો પણ યોગ્ય તો નથી જ.
આનો મતલબ એવો નથી કે ભણવું નહીં.ભણવાનું ખરૂં પણ બુદ્ધિ ને ગિરવે નહીં મુકવાની પણ પોતાના માટે વાપરવાની.સારી પરીક્ષાઓ આપીને સરકારી નોકરી મળતી હોયતો જરૂર કરવાની.અભણો ભણેલાઓ ઉપર રાજ કરે એ સ્થિતિ આપણે જ નિર્માણ કરીછે.આ સ્થિતિ બદલો.એક ધંધો જે અભણ કરે એ જ ધંધો જો ભણેલો કરશે તો ભણેલો જ વધુ વિકાસ કરશે.જેમ રાજકારણમાં સારા માણસોના નહીં જવાથી ખરાબ માણસો ફાવી ગયાછે અને દેશ ખાડે ગયો છે એવી રીતે ભણેલાગણેલા ઓ ધંધામાં રસ લેતા નથી એટલે જ અભણો ફાવ્યા છે.ભણેલાઓ જ અભણોના ત્યાં નોકરી કરીને તેઓને પોષેછે અને પાછા આ અભણો જ તેમનું શોષણ કરેછે.આ વિષચક્ર ને કોણ તોડશે? સમાજમાં ભણેલાઓનું વર્ચસ્વ રહેશેતો જ સમાજ વિકાસ કરશે.ભણેલા માણસો આગળ વધશે તો જ સમાજ વિકાસ કરશે.અત્યારે તો નાનો મોટો બિઝનેસ કરવા બેન્કો પણ તુરંત લોન આપેછે અને સરકાર સબસીડી આપેછે.
એક વાર્તા કદાચ તમે વાંચી હશે.ના વાંચી હોયતો અહીં રજૂ કરૂં છું.એકવાર સિંહ ના ટોળા માં થી એક નાનું બચ્ચું છૂટું પડી ગયું.આ બચ્ચું એક ભરવાડ ના હાથમાં આવ્યું.ભરવાડે તેને ઘેટાં બકરાં ભેગું મુકી દીધું.આ બચ્ચું ઘેટાં બકરાં જોડે ભળી ગયું.ચરવા જતું અને ઘાસ પણ ખાતું.એમ કરતાં કરતાં આ બચ્ચું મોટું થઇ ગયું.દેખાવે મોટો સિંહ બની ગયો.એકવાર એવું બન્યું કે ભરવાડ ઘેટાં બકરાં ચરાવતો હતો એ વખતે ત્યાં જંગલના સિંહે આવીને ત્રાડ નાખી.બધાં પ્રાણીઓ ગભરાઇને ભાગ્યાં.ભેગો પેલો ઉછેરેલો સિંહ પણ ભાગ્યો.ભાગતાં ભાગતાં આ ભરવાડના સિંહ ને તરસ લાગી એટલે એ એક હવાડા માં પાણી પીવા લાગ્યો.પાણી પીતી વખતે તેણે પાણીમાં તેનું પ્રતિબિંબ જોયું.તેણે જોયું કે જે સિંહ ને જોઇને અમે બધા ભાગ્યા છીએ તે સિંહ જેવો સિંહ જ છું હું.તેને તેના અસલ સ્વરૂપ નું ભાન થઇ ગયું અને તેણે પણ જોરદાર ત્રાડ પાડી અને જંગલમાં જતો રહ્યો.ઘેટાં બકરાં જોડે રહીને તેને અસલ સ્વરૂપ ની વિસ્મૃતિ થઇ ગઇ હતી પણ પોતાનું સ્વરૂપ જોઇને તે મૂળ સ્વરૂપમાં આવી ગયો.તમે યુવાનો પણ તમારી શક્તિ ને ભૂલી ગયાછો.તમે સિંહ બાળ ભલે હતા પણ હવે ખૂંખાર સિંહ બની ગયાછો.
ફગાવીદો લઘુતાગ્રંથિ ની જંજીરો,પહેરી લો મુગટ આત્મવિશ્વાસ નો, છલાંગ મારીને ચડી જાઓ પુરૂષાર્થ ના ઘોડા ઉપર, બુદ્ધિ રૂપી તલવાર થી ચીરી નાખો નિષ્ફળતાઓ અને નિર્બળતા ઓને.વિજેતા બનો વિજેતા.
દુનિયા સફળતા ને જ સલામ કરેછે.માત્ર ને માત્ર સફળ બનો.ઊગતા સૂર્ય ને જ સૌ પૂજેછે.દુનિયા ઝૂકતી હૈ ઝૂકાને વાલા ચાહિએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED