અધુુુરો પ્રેમ -9 - પ્રેમની પરીભાશા Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અધુુુરો પ્રેમ -9 - પ્રેમની પરીભાશા

પ્રેમની પરીભાશા

થોડીવારમાં પલકની બધીજ બહેનપણીઓ આવી ગ્ઈ.વારાફરતી બધીજ બહેનપણીઓએ પલકને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું આખુંય વાતાવરણમાં આનંદ છવાઇ ગયો. પરંતુ નેહલ ના ચહેરા ઉપર ખુશીની એકપણ લકીર દેખાતી નથી.નેહલ પલકથી ખૂબ જ નારાજ છે.ઘણીબધી સહેલીઓએ નેહલને કહ્યું પણ ખરું. કે નેહલ તું કેમ પલકની સગાઈ થી ખુશ નથીકે શું ?આજે તો આનંદનો દિવસ છે ને તું આમ મોઢું લટકાવી ને કાં ફરે છે.એટલે નેહલે કહ્યું કે ના એવું કશુજ નથી હું રાત્રે મોડે સુધી સ્ટડી કરતી હતી એટલે મને જરા ઉજાગરો લાગે છે બસ બીજું કશું જ નહીં. પરંતુ પલક ભલી ભાતી જાણે છે નેહલની નારાજગી..થોડીવારમાં નેહલને પલકે આંખથી કશુંક ઈશારો કર્યો. અને નેહલ સમજી પણ ગ્ઈ ને નેહલે આંખોમાં ને આંખોમાં પલકને કશુંક કહી પણ દીધું.
બધાજ મહેમાનોની આગમનની તૈયારીઓ શરૂ કરી દીધી. સાફસફાઈ ને મહેમાનો માટે રસોઈ બનાવામાં મદદ કરવા લાગ્યા. પરંતુ નેહલ હળવેકથી બધાથી જુદી પડીને આકાશના ઘરમાં જતી રહી. આકાશ હજીયે પણ આ વાતથી અજાણ હતો.એને એમ હતું કે કોઈ મહેમાનો આવવાનાં હશે એટલે બધાં જ ભેગા થયા છે. પરંતુ જ્યારે નેહલને આવતા જોઈ એટલે આકાશ એકદમ ઉભો થઇ ને નેહલને આવકાર આપ્યો. ને કહ્યું કે અરે મારી સાળી અચાનક કેમ આવી ચડી.આકાશની વાત સાંભળી ને નેહલની આંખોમાં શ્રાવણ ભાદરવો શરુ થઈ ગયો. આકાશને કશુંક અજુગતું લાગ્યું. એટલે આકાશે નેહલને કહ્યું કે અરે નેહલ હુંતો મજાક કરુછુ યાર.તને સાળી કહ્યું એ તને ખોટું લાગ્યું હોય તો મને માફ કરજે યાર.
નેહલ હવે વધારે રડવા લાગી એટલામાં તો વિભાભાભી પણ આવી ચડ્યા. ને કહ્યું અરે નેહલ તું ક્યારે આવી મને તો ખબર પણ ન પડી.અને શું થયું છે તું કેમ રડે છે,ભાભીને ગળે વળગીને નેહલ ખૂબ રડી ને આખી વાત કરી નાખી.આકાશ પોતાની જગ્યાએ સજડ બની ગયો. એ જરા પણ હલી ચલી ના શક્યો. થોડીવારમાં આકાશે પોતાની જાતને સમજાવી લીધી ને નેહલનો હાથ પકડીને પોતાની પાસે બેસાડીને કહ્યું કે નેહલ આતો પ્રેમનો સંબંધ આમાં કાંઈ જબરદસ્તી ના હોય. જેને તમે પ્રેમ કરો છો. એ કેવીરીતે ખુશ રહે એજ "પ્રેમની પરીભાશા"છે.પ્રેમનો મતબલ એ નથીકે તમે જે છોકરીને પ્રેમ કરોછો એને કોઈપણ ભોગે મેળવી લેવી.પ્રેમ એટલે ઈશ્વરની ભક્તિ જેવું છે. એતો કોઈ ભાગ્યશાળીનેજ મળે અને પ્રેમ માં તો જુદાઈ જ હોય ને નેહલ ? ધીરેધીરે આકાશ જાણે ઘડીકમાં પીઢ બની ગયો. નાનકડો આકાશ અચાનક જાણે વડીલો જેવી સલાહ આપવા લાગ્યો. નેહલ પણ સમજી ન શકી કે જેને હું પણ સમજાવતા ડરતી હતી એ આમ મને પણ સમજાવવા લાગશે.
આકાશની વાતમાં નેહલ પરોવાઈ ગ્ઈ એણે વિભાભાભીને કહ્યું કે ભાભી હું આકાશની મનોદશા સમજું છું. પરંતુ આની આવી વાતોથી મને ડર લાગે છે.જેથી ભાભીએ કહ્યું કે નેહલ તું જરાય ખોટું વીચાર કરીશ નહી.હું મારા દેવરને જાણું છું. એ કોઈના જીવનમાં દુઃખ આપે એ શક્ય નથી. એ હ્લદયનો ખુબ જ વિશાળ છે.એને આવા નાના મોટા આવરણ રોકી નહી શકે.આકાશની સામે વિભાભાભી બોલી ગયા.પરંતુ એ મનમાં જાણે કે મારા દીયરનું ઉતરેલો ચહેરાની રેખા સાફસાફ જોઈ શકું છું. આકાશ કેટલો દુઃખી થયો હશે.આકાશ બંનેની વચ્ચે જ બોલ્યો નેહલ,ભાભી હવે આ વાતને અહીયાજ પડતી મુકો હું પલકના વેવિશાળની તૈયારી કરવામાં મદદરૂપ થઈશ.મારે પણ જોવું છે એ કોન ભાગ્યશાળી વ્યક્તિ છે કે જેણે પલકનું હ્લદય જીતી લીધું છે. મને ખરેખર એ માણસની અદેખાઈ આવે છે. પરંતુ હશે કશું નહીં પલકને એ માણસ ખૂબ ખુશ રાખે બસ એજ મારા જીવનની પુંજી છે.મને કોઈની પણ શીખામણ ની જરૂર નથી.છતાંય પણ તું આવી મને એ ગમ્યું નેહલ.પરંતુ મને જો પલકે કહ્યું હોત તો વધારે સારુ લાગેત.પણ જે થયું તે સારું થયું અને જે થશે તે પણ સારું જ થશે.
આકાશ ઉભો થયો ને નેહલને કહ્યું કે ચાલ હવે આપણે પલકના કામમાં મદદરૂપ થઈએ.નેહલ અને આકાશ પલકના ઘેર આવ્યા. આકાશ પલક સામે જોઈને પોતાનો હાથ લાંબો કરીને પલકને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું. પલક આકાશ સામે એકીટશે જોઈ રહી.થોડીવાર પછી નેહલે કહ્યું પલક લગભગ પાંચ મિનિટથી આકાશનો હાથ લાંબો છો કમસેકમ એનું અભિવાદન તો સ્વીકારી લે. કે પછી તારામાં હીંમત નથી એનો સામનો કરવાની.એથી પલકે પણ આકાશને બદલામાં કહ્યું આઈમ સોરી આકાશ.હું મજબૂર છું ઉમીદ છેકે તું મને ક્ષમા કરી દ્ઈશ.આકાશે કશોજ જવાબ ન આપ્યો ને કહ્યું કે નેહલ ચલો આપણે ઘરકામમાં મદદ કરીએ.ને આકાશ પલકની મમ્મી પાસે ગયો ને કહ્યું આંટી તમે પલકની સગાઈ કરો છો ને મને ખબર પણ ન પડવા દીધી. આકાશની વાત સાંભળીને આંટીએ કહ્યું બેટા હું તો કાલની પલકને કહું છું કે આકાશને બોલાવી ને કહું કે થોડી મદદ કરે પણ પલકેજ કહ્યું કે તું આકાશને કશું ના કહીશ હું જ એને વાત કરીશ.એટલે આકાશ પણ સમજી ગયો. ને કહ્યું ઠીક આંટી બોલો હવે હું શું કામ કરાવું. આંટીએ કહ્યું આકાશ તું અને જીગર બન્ને મળીને ફળીયામાં માંડવો નખાવી દ્યો જેથી આપણે મહેમાનોને બેસાડી શકાય.(જીગર પલકનો નાનો ભાઈ છે)
આકાશ અને જીગર બહાર છુટક કામમાં લાગી ગયા. થોડીવાર પછી બધું જ કામ બરાબર થઈ ગયું. ને દરેકને થોડો આરામ મળી ગયો. ને બધા મહેમાનોની રાહ જોવા લાગ્યા. અને જ્યાં સુધી મહેમાન પહોંચે ત્યાં સુધી બધાજ પલક સાથે મશ્કરી કરવા લાગ્યા. પરંતુ પલકને કોઈની મજાક મસ્તી તરફ ધ્યાન નથી એ માત્રને માત્ર આકાશ તરફ જ જોઈ રહી છે.એમાની એક બહેનપણી એ ટકોર પણ કરી કે પલક તું આમ આકાશ તરફ શું જોઈ રહી છે. હું કયારનીય જોઈ રહી છું. જયારથી આકાશ આવ્યો છે ત્યારથી જ તારી આંખો એકીટશે આકાશને જ ફોલો કરી રહી છે. આકાશ જ્યારે બહાર કામ કરતો હતો ત્યારે પણ તું વારંવાર આકાશ ને જોઇને પાછી આવતી હતી. શું વાત છે પલક અમને કહે જે વાત હોય તે..... પલકે કહ્યું કે અરે ના ના એવું કશું નથી હું તો એ જોતી હતી કે આકાશે કેવું કામ તાત્કાલિક ગોઠવી દીધું. નહીંતર કેટલી બધી વાર લાગે.થેન્ક્યુ આકાશ મને મદદ કરવા બદલ.ફરી આકાશ કશું ન બોલ્યો એણે પોતાનું માંથુ હલવીને કહ્યું કે હમમમમમ..
બધા એકબીજા સાથે આમ સમય પસાર કરવાંંમાં વ્યસ્થ છે ને કોઈએ બહાર થી બુમ પાડી કે આંટી મહેમાનો આવી ગયાં છે.ને પલકને જાણે હ્લદયમાં સુળ ઉપડ્યું.કોઈએ જાણે પલકના હ્લદયમાં તીક્ષ્ણ હથીયારો વડે ઉંડો ઘા કર્યો હોય એવું લાગ્યું. પલકને પણ ખબર ન રહી કે એણે ઉભા થઇ ને કયારે આકાશનો હાથ કચકચાવીને પકડી લીધો. આકાશ પલક સામે જોઈ રહ્યો. આ દ્રશ્ય જોઈને નેહલે કહ્યું પલક ઓ પલક આકાશનો હાથ છોડીદે કોઈ તને જોઈ જશે તો એકની બે થશે બેત્રણ વખત પલકને કહ્યું ત્યારે પલકને ખબર પડી કે એણે આકાશનો હાથ કચકચાવીને પકડી રાખ્યો છે. પલક ભાંગી પડી એને થયું કે મે બહુજ મોટી ભુલ કરી નાખી છે પણ હવે કશું થઈ શકે એમ નથી. ફરીથી એણે આકાશ ને કહ્યું આઈમ સોરી આકાશ... આકાશે ફરી માથું ધુણાવ્યું. ને બધાએ મહેમાનોની આગતાસ્વાગતા કરી.જોતજોતામાં વીધી પુરી થઈ. મહેમાનોને ભાવથી જમાડ્યા. સમયસર વેવીશાળ નું કાર્ય પુરુ થયું. બધા ખુબ જ આનંદ મંગલ ગીતો ગાયા ને ખૂબ સુંદર રીતે કાર્યક્રમ સંપૂર્ણ પુરો કર્યો. મહેમાનો ઉમળકાથી મળ્યા. ને અંતે બધાએ વિદાય લીધી. પરંતું પલકે જોયું કે આકાશ એકપણ શબ્દ કહ્યા વગર જ દરેક કામ પુરુ કર્યું. એણે આખીર સુધી હરેક બાબતનું ધ્યાન આપ્યું. પલકને હવે ખરો અહેસાસ થયો કે આકાશે કોઈપણ જાતનો વીરોધ કર્યા વગર જ એના સુખ માટે પોતાના પ્રેમનું બલીદાન આપીને દરેકને અને પોતાને
""""પ્રેમની પરીભાશા""""શીખવી દીધી છે બધાજ મહેમાનો અને સહેલીઓ વારાફરતી જતાં રહ્યાં પણ આકાશ હજીયે પલકની સામે જોઈને બેઠો છે.ભલે એ કશું બોલતો નથી પણ એની આંખો ઘણુંબધું કહી રહી છે.................ક્રમશઃ

(પલકના વેવિશાળ ની આકાશના જીવનમાં કેવી અસર પડશે.શું આકાશ ભાંગી પડશે અથવા પોતાની જાતને સંભાળી લેશે..........જોઈશું ભાગ :-10 નીશબ્દ )