Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર....પેજ - ૪૬

સંબંધો નાં સમીકરણ રચાઈ રહ્યા છે.અદિતી નાં મન માં પ્રયાગ ની અર્ધાંગીની અને અંજલિ ના ઘર ની પુત્રવધુ બની ને જવાનું હોવાથી મનમાં ઉમંગ ની હેલી ઉમટી છે.કુમકુમ પગલે તો પ્રયાગ નાં ઘરે ક્યારે જવાશે તે ખબર નહોતી પણ મનથી તો તે પ્રયાગ ને વરીજ ચુકી હતી.
પણ સાથે સાથે તેેમના સ્વપના નાંં વાવેેેતરત પણ કરવા નાં હતા,જેનાં માટેે પ્રયાગ નાં મમ્મી તથા પ્રયાગ ગ્રુપ નાં સર્વેેેસર્વા અંજલિ મેડમજી ના આશીર્વાદ પણ અનિવાર્ય હતાં.

************હવે આગળ *********
અદિતી એ પ્રયાગ ને ફોન લગાવ્યો છે, ત્યારે પ્રયાગ બધી જ વાતે નિશ્ચિત થઈ ને તેનાં બેડરૂમ માં આરામ કરી રહ્યો હતો.પોતે સમજતો હતો મમ્મી ને તેનાં નિર્ણયો લેવા ની શક્તિ ને અને ક્યારેય કોઈને પણ નાનું સરખું પણ નુકશાન નાં થાય કે તેનાં કારણે કોઈનું દિલ દુભાય તેવો વિચાર શુધ્ધા પણ તેની મમ્મી ને નાં આવે એટલે પ્રયાગ એકદમ નિશ્ચિત જ હતો.
મોબાઈલ પર અદિતી નું નામ ફ્લેશ થઈ રહ્યું હતું, પ્રેમ થી પ્રયાગે ફોન ઉપાડ્યો...અને બોલ્યો....
જી બોલો મારા સ્વપ્નો ની સોદાગર...થોડા હળવા મજાક નાં મુડમાં હતો પ્રયાગ..
અદિતી એ પણ તેનાં પેરેન્ટ્સ ને અંજલિ મેડમજી નાં આશીર્વાદ મળી ગયા છે તે ખુશખબર આપી દીધા હતા, એટલે તે પણ ખુબજ ખુશ અને ઉત્સાહી હતી...
જી મારા સ્વપ્નો નાં રાજકુમાર...પણ એક વાત કહું હું એકલીજ નહીં પરંતુ આપણે બંન્ને જણા એકબીજાના સ્વપ્નો નાં સોદાગર છીએ.
હમમમમ...તુ હંમેશા દરેક શબ્દો ને માપી,તોલી ને તેનાં મર્મ સાથેજ બોલતી હોય છે અદિ...મને લાગેછે કે તારે મમ્મીજી સાથે ખુબ સારું બનશે.બન્ને બોલવા માં બહુજ ધ્યાન રાખીને જ બોલો છો.
હા...તો સારૂં ને તારે ?? એક વાત નું તો તને ટેન્શન જ નહીં ને કે આ બે સાસુ વહુ ને ઝઘડા તો નહીજ થાય.
પ્રયાગ ખડખડાટ હસવા લાગ્યો.....હાહાહાહાહાહા અદિ....!!!
મમ્મી અને ઝઘડો ???? અદિ....મેં મારી લાઈફ માં મમ્મી ને કોઈની સાથે ઝગડતી અથવાતો ઉંચા અવાજે વાત કરતા પણ નથી જોઈ,એટલે તારી કે મમ્મી વચ્ચે એવો કોઈપણ જાતનો વિવાદ ઉદભવે તે શક્ય જ નથી.
ઓહહ...ધેટ્સ વેરી નાઈસ પ્રયાગ....મીન્સ હજુ તો કેટલુ બધુ મારે તેમની પાસે થી શીખવાનું છે.
હા...અદિ મમ્મી પોતેજ એક યુનિવર્સિટી છે એવું કહીએ તો પણ ખોટું નથી. અને તેમ છતાં મમ્મી હંમેશા એવું કહેતા હોય છે કે...
"લાઈફ ઈટ સેલ્ફ ઈસ અ લર્નીંગ સેસન.." જિંદગી ની હરેક પળ આપણને નિત નવું શીખવાળે છે.અને દરેક ઉમ્મરે અને જીવન નાં દરેક પડાવ પર માણસને શીખતા જ રહેવુ જોઇએ.
મમ્મી ની ફીલોસોફી ખુબ સરળ છે પણ કદાચ ખુબ અઘરી પણ છે.દરેક વ્યક્તિ તેના જીવન ને જો મમ્મી ની રીતે જ જીવતા હોય તો કદાચ દરેક નાં ઘરમા થી નાની મોટી તકલીફો તો માણસ હસતા હસતા જાતે જ ઉકેલી શકે.
હમમમ...ખુબ સાચુ કહ્યું તે પ્રયાગ...
બન્ને ની વાતો ફીલોસોફી વાળી થવા લાગી...હતી.
પ્રયાગ ને પણ લાગ્યું કે અત્યારે આ બધી વાતચીત ફીલોસોફી વાળી થવા લાગી છે...એટલે પોતે જ બોલ્યો...
એની વે અદિ...બોલ...શુ વાત થઈ તારે મમ્મી સાથે ??
બધુ ઓ.કે.ને ??
યસ...પ્રયાગ બધુ ઓ.કે. છે. આન્ટીજી સાથે વાત થઈ ગઈ, હું પોતે હવે ખુબજ ખુશ અને ઉત્સાહી છું, હું એક એવા પરિવાર નો હિસ્સો બનવા જઈ રહી છુ,જે મારા જીવન નો આદર્શ છે.તેમનાં વિચારો અને તેમના જીવન નાં સિધ્ધાંતો અને કાયદા આપણાં જીવનને ઉજાગર કરવામાં ખુબ મહત્વ નાં સાબીત થવાનાં છે.
અને બીજુ કે,મેં મારા પેરેન્ટ્સ સાથે પણ વાત કરી લીધી કે અંજલિ આન્ટી એ શું કહ્યું હતું...મારા ઘરે પણ મમ્મી અને પપ્પા ખુબ ખુશછે.
હવે આપણી જવાબદારી બમણી થઈ ગઈ પ્રયાગ...આપણે પોતે ખુશ રહેવાનું છે અને આપણાં પેરેન્ટ્સ ને પણ આપણે ખુશ રાખવાનાં છે.
હા...અદિ...પણ એતો જો આપણે બન્ને ખુશ રહીશુ તો આપણાં પેરેન્ટ્સ પણ સાથે ખુશ જ રહેવાના ને...!! દરેક પેરેન્ટ્સ તેમનાં સંતાનો ની ખુશી માં જ પોતાની ખુશી સમજતા હોય છે અને મેળવતા પણ હોય છે.
હમમ...એ વાત તો સાચી છે પ્રયાગ..!! અરે એક અગત્યની વાત પ્રયાગ...કદાચ આન્ટીજી અંહિ આપણને મળવા માટે આવી રહ્યા છે.
ઓહહ...વાઉ...ઈટ્સ રીઅલી ગુડ ન્યુઝ અદિ...મને હતું જ કે આપણાં સમાચાર સાંભળી ને મમ્મી ચોકક્સ અંહિ આવશે જ. તે રીઅલી ગુડ...ન્યુઝ...આપ્યા અદિ..અને એમ પણ મમ્મી એ મને ક્હયું જ હતું કે તારા પપ્પા ની તો મને નથી ખબર કે તે આવશે કે નહીં..પરંતુ તે પોતે તો મળવા માટે આવશે જ. સો...મમ્મી તેમનું કમીટમેન્ટ પુરું કરશે...
હમમ...મને લાગે છે ખુબ યાદ રાખે છે આન્ટી, અને પાછા પોતાનાં કમીટમેન્ટ માં પણ પાક્કા છે એકદમ પોતે.
હા...અદિ..એક તો તેમનું કમીટમેન્ટ હતું અને તેમાં પણ આપણાં સમાચાર જાણ્યા...એટલે જરુર થી આવશે જ.
અદિતી અને પ્રયાગ બન્ને ફોન પર ની વાતો પતાવીને બીજા દિવસ ની સોનેરી સવાર નાં સમણાં જોતા જોતા સુઇ જાય છે...!!

અંજલિ નાં ચહેરા પર તેનાં દિકરા પ્રયાગ માટે અદિતી તેની પુત્રવધુ તરીકે તેનું ઘર શોભાવવા તથા પ્રયાગ ના જીવન માં ખુશી અને ઉમંગ ભરવા આવી રહીછે, તે ખુશી અને આનંદ તેનાં ચહેરા અને અંગે અંગ માં છવાઈ જાય છે.
અંજુ અચાનક જ પોતાનાં ભુતકાળ માં સરી પડે છે...પોતે કેટલી બધી તકલીફ અને યાતનાઓ ઝેલી પછી તેનાં જીવનમાં પ્રયાગ નામ નું પુષ્પ ખીલ્યુ હતું, એ ફુલ આજે ઉછરી ને ખુદ એક બગીચો બનવા તરફ આગળ વધી રહ્યું હતું. કંઈક કેટલાય પ્રયાસો નાં અંતે અજલિ એ પ્રયાગ નું મુખ જોયું હતું. કેટલા દવાખાના, કેટકેટલા ડૉક્ટર,વૈદ્ય ની દેશી દવાઓ, કેટલી બધી સોનોગ્રાફી, અલગઅલગ રિપોર્ટસ...તેનાં પોતાનાં અને સાથે...વિશાલ નાં પણ..!!
રોજે સાસુનો એકજ સવાલ કે ઘર નો કુળદિપક ક્યારે આપશો વહુ ??
અંતર મન ને વલોવી નાખ્યું હતું...અંજુ એ. બધા રિપોર્ટસ તેના પોતાનાં તો નોર્મલ જ આવતા હતા...ને. પરંતુ વિશાલ ના રિપોર્ટ જોતાં ડૉકટરો નો અભિપ્રાય એવો આવ્યો હતો કે અંજલિ બેન તમારા રિપોર્ટસ માં તો વાંધો નથી...પણ આપણે વિશાલ માટે થોડીક દવાઓ કરવી પડશે...પરંતુ વિશાલ ને પોતાનુ પુરુષત્વ નાં ટેસ્ટ અને દવા કરવામાં હંમેશા ઈગો આડો આવતો હતો.વિશાલ ને અંજુ એ કેટલી બધી રીકવેસ્ટ કરવી પડતી હતી હંમેશા ડૉક્ટર ને બતાવવા જવા માટે..એકબાજુ બન્ને ને સંતાન તો જોઈતું જ હતું,અને બીજી બાજુ ડૉકટર પાસે જવા વિશાલ ની બહુ ઈચ્છા નાં હોય, ખુબ રળી રળી ને તે સમય કાઢ્યો હતો અંજુ એ.
એક દિવસે તો અંજલિ ની સાસુ એ અંજુ ને તેની ઓફીસમાં આવીને બધાની વચ્ચે જાહેરમાં ઉતારીપાડી અને તેનુ હળાહળ અપમાન કર્યું હતું,
અંજુ ની આંખો માં ખુબ શરમ,લાચારી,બેઈજ્જતી,અને અપમાન નો કડવો ઘુંટ પી ગઈ છે તથા પી રહી છે તે સપ્ષટ વર્તાઈ રહ્યું હતું. આખો સ્ટાફ તે વખતે અંજુ ની પડખે ઊભો રહ્યો હતો,પણ અંજુ ની સાસુ એ કડવા વહેણ નો મારો ચાલુ જ રાખ્યો હતો.અંજુ ની હાલત અને તેનાં મનમાં જે પીડા ઉદ્દભવી હતી તે, જાણે ભરીસભા મા દ્રોપદી નાં ચિરહરણ થયા હશે ત્યારે દ્રૌપદી જેવી જ થઈ હતી.
પોતાની ઓફીસમાં અંજુ ની આ હાલત જોઈને ખુદ અનુરાગસર પોતે ખુબ દુઃખી થઈ ગયા હતા. તેમણે પણ વાત માં વચ્ચે પડીને અંજુ ની સાસુ ને સમજાવવા પ્રયત્ન કર્યો હતો કે આ બધુ ઓફીસ નાં વાતાવરણ માં સારૂ નાં કહેવાય અને અંજુ ને પણ તેનુ આવુ અપમાન થાય તે સહન ના થાય, અને અનુરાગ સર પોતે પણ તેમની હાજરી માં એક સ્ત્રી અને તેમાં પણ અંજુ નુ આવુ અપમાન સાંખી નાં શકે, પરંતુ સામે લડવા નું કે બોલવાનું તેમના સ્વભાવ માં પણ નહોતું.
તેજ સમયે અનુરાગ સરે ઘરે તેમની પત્ની નિશી સાથે ચર્ચા કરીને તેનાં ગાયનેક ડોક્ટર ને વાત કરી અને આખો કેસ ડો.ત્રિવેદી સાથે સમજી ને અંજુ ને નિશી સાથે વાત કરાવી અને ડો.ત્રિવેદી નાં ક્લીનીક પર જઈને તેમની ટ્રીટમેન્ટ કરવા સમજાવ્યું. ત્યારપછી અંજુ એ ડો.ત્રિવેદી ની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી.
અનુરાગ સર ને તે સમયે ખુબ દુખ થયું હતું કે આજનાં આધુનિક સમયે પણ એક સ્ત્રી ને બાળક લાવવા માટે શા માટે આટલો ભોગ આપવો પડે છે ?? જાહેરમાં તેણે પોતાનું અપમાન સહન કરવાનું,અને તેમ છતાં રડી લેવાનું પણ એક હરફ શુદ્ધા નહીં ઉચ્ચારવાનો.એક અજીબોગરીબ ઘુટન મહેસુસ કરતા હતા અનુરાગ સર પોતે.અંજુ એ ડો.ત્રિવેદી સાહેબ નો ઓપીનીયન લઈને સારવાર શરુ કરી દીધી હતી,અને આ સમયે પણ વિશાલ નો સહકાર પુરતો નહોતો મળી રહ્યો. અંજુ એ કેટલાય મંદિરો ની બાધા રાખી હતી,બસ ગમેતેમ કરીને તેને એ મહેણાં સાંભળી ને ખુબ દુઃખ થતું હતું. વિશાલ મને કમને પણ હવે ટ્રિટમેન્ટ લઈ રહ્યો હતો, પરંતુ ધાર્યુ પરિણામ નહોતું મળ્યું.
અંજલિ ના સાસુ નો વ્યવહાર હવે પહેલા કરતા પણ વધારે ખરાબ થવા લાગ્યો હતો.એક દિવસે તો તેમણે તમામ હદ વટાવી દીધી અને ફરીથી અંજુને તેની ઓફીસે આવી અને અપમાનિત કરી, અને આ વખતે તો તેમણે અનુરાગ સર ને પણ ગમેતેમ બોલી નાંખ્યું કે એ ત્રિવેદી ને કહો મારા છોકરા નો વાંક કાઢ્યા વગર આ અંજલિ ને સરખી રીતે ચેક કરે અને તેની દવા કરો.
અંજુ ત્યાં ને ત્યાં જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી, ખુદ અનુરાગસર ની કેબિન માં જ આ ખરાબ પ્રસંગ બની ગયો હતો, અંજુ નું સદભાગ્ય કે તેની સાસુ એ આ વખતે આવી વાત બધા સ્ટાફ ની વચ્ચે નહોતી કીધી પણ અનુરાગ સર ની કેબીનમાં કહ્યું હતું, કારણકે ડો.ત્રિવેદી અનુરાગ નાં પરિચિત મિત્ર હતા,અને વળી અંજુ ની સારવાર પણ અંજુ એ અનુરાગ સર નાં કહેવાથી જ તે ડોક્ટર પાસે કરાવી રહી હતી,એટલે આ વખતે અંજુ ની સાસુ એ અનુરાગ સર ને પણ નહોતા છોડ્યા.
આટ આટલા અપમાનો છતા પણ અંજુએ ક્યારેય તેની સાસુ ને એક શબ્દ પણ સામે નહોતો ઉચ્ચાર્યો.રોજ અપમાન નાં કડવા ઘુંટ સહન કરવાનું હવેતો અંજુ ને પણ જાણે કે કોઠે પડી ગયુ હતું. વાત હવે દિવસે દિવસે વણસતી જતી હતી. અનુરાગસર ને પણ હવે અંજુ ની વાત ની ચિંતા રહેતી હતી.એક ખુબ હોશીયાર કર્મચારી તો અંજુ હતી જ ,પણ તેની સાથે સાથે અંજુ હવે અનુરાગ ની પર્સનલ આસીસ્ટન્ટ થી વધારે અનુરાગ ની ચિંતા નું કારણ પણ બની રહી હતી.
ઓફીસમાં અંજલિ દરેકે દરેક કામ ને આટલા બધા ટેન્શનો વચ્ચે પણ આબેહૂબ રીતે નિભાવતી હતી.આટલી તકલીફો વચ્ચે પણ ક્યારેય ઓફીસમાં દુઃખી ચહેરે આવવું કે કામમાં બહાના બાજી કરવી,એના દુઃખ અને તકલીફો ની વાત ઓફીસમાં કરીને સહાનુભુતિ મેળવવી તે કશું જ નહીં. બસ તે ભલી અને તેનુ કામ ભલું. ઓફીસના કલીગ ક્યારેક તેની સાસુ ની વાત ને ઉચ્ચારે તો પણ અંજુ કહેતી કે પ્લીઝ તમે કોઈજ મારા ઘર ની વાત નાં કરશો, તે જેવા પણ છે...પણ મારા સાસુ છે, અને કદાચ તેમની ભાવનાને તે સારી રીતે વ્યક્ત નથી કરી શકતા બાકી તેમને પણ મારાં માટે લાગણી તો છે જ.
સ્ટાફે પણ હવે સમજીને જ અંજુ ને વધુ દુઃખ નાં પહોંચે એટલે તે વાત પર પડદો પાડી દીધો હતો.
અંજુ એક દિવસ અનુરાગ ની કેબીનમાં હતી, અને આગલી રાત્રે જ અંજુ અને વિશાલ ને અંજુ ની પ્રેગ્નન્સી વિશે ચર્ચા થઈ હશે, બન્ને વચે હવે બાળક આવે અને તેની સાસુ નાં મહેણાં મારતાં હતાં તે બંધ થાય એટલે આઇ.વી.એફ ટેકનોલોજી નો સહારો લેવા માટે વાત થઈ હતી.
પરંતું તેમાં પણ પરિણામ ની ઓછી શક્યતાઓ જ હતી.
આજ વિષય પર વાત કરવા માટે અંજલિ ની હાજરીમાં જ ડો.ત્રિવેદી નો અનુરાગ સર પર ફોન આવ્યો હતો.
અંજલિ નાં ચહેરા પર રાત્રે જે વાત કરી હતી તેનો હલકો તનાવ અનુરાગે ક્યારનાયે અનુભવી લીધો હતો.અંજુ તથા અનુરાગ વચ્ચે એક એમ્પલોયર અને એમ્પલોય ના સંબંધ જ હતા...પરંતુ બન્ને એકબીજાને બહુજ સમજતા હતા.હંમેશા એવુ બનતુ કે અનુરાગ ફક્ત અંજુ ને એટલું જ કહે કે અંજુ જરા પેલી ફાઈલ લાવતો...કઈ ફાઈલ, કોની ફાઈલ કે કયા વિષય ની ફાઈલ ની વાત છે તે ક્યારેય અનુરાગ ને કહેવું પણ ના પડે, અને અંજુ હંમેશા એજ ફાઈલ લઈને અનુરાગ સામે હાજર થઈ જતી જેની ખરેખર અનુરાગ ને જરુર હોય.
સામે પક્ષે અંજલિ નાં ફેસ અને તેના અવાજ પર થી અને અંજુ ની આંખો પર થી જ અનુરાગ ને ખબર પડી જતી હતી કે અંજુ શુ કહેવા માંગે છે, અથવા અંજુ ને શુ તકલીફ છે અથવા અંજુને કોઈ વાત નું દુઃખ કે ખુશી છે...ખુબ સમજદારી હતી બન્ને વચ્ચે. અંજુ ને અનુરાગ ની એટલી બધી ખબર રહેતી કે જ્યારે જ્યારે અનુરાગ બહાર મીટીંગ માં કે બીઝનેસ નાં કામ થી બહાર ગયો હોય અને અનુરાગ, અંજુ ને જ્યારે ઓફીસ નાં કામ અંગે ફોન કરે તો અંજુ ફક્ત અનુરાગ નાં હલ્લો અંજુ...કહે તેટલા માં જ અંજુ ને ખબર પડી જતી કે મીટીંગ કે ટુર સફળ થઈ છે કે નહીં. અનુરાગ નાં મોટાભાગના કામો અંજુ ચપટીમાં પુરા કરી દેતી.
તે દિવસે અનુરાગ સર ની કેબીનમાં અંજુ તેનાં કોઈ કામ થી ગઈ હતી,તેજ સમયે અનુરાગ સર ને એક ફોન આવ્યો હતો જે ડૉ.ત્રિવેદી નો હતો. અંજુ ને અનુરાગ સર અને ડૉક્ટર ની વાતો સાંભળવા તો નહોતી મળી પરંતુ તેને ખ્યાલ આવી ગયો હતો કે સર અને ડૉક્ટર સાહેબ તેનાં વિષે જ કોઈ વાત કરી રહ્યા છે.અનુરાગ સર નું ધ્યાન ફોન ની સાથે અંજુ શુ સાંભળી રહી હતી તેનાં પર પણ હતું જ.અંજુ ને તે સમયે જ અનુરાગ ને પૂછવું ઉચિત ના લાગ્યું એટલે કશુ પુછ્યુ નહીં,અંજુ અને અનુરાગ હતા તો એક જ કેબીનમાં પણ દૂર હતા, પરંતુ મન થી તો પોતે અનુરાગસર થી નજીક જ હતી. અનુરાગ ને અંજુ બન્ને એકબીજાને ખુબ સારી રીતે સમજી શકતા હતાં.બન્ને વચે ના સંબંધ ખુબજ પવિત્ર હતા, બન્ને એકબીજાને સમજતા હતા...પણ પ્રેમસંબંધ તો નહોતો જ. મિત્રતા નો સંબંધ પણ ન્હોતો. બન્ને એકબીજાને ખુબ માન આપતા હતા...કુદરતીરીતે જ એકબીજાને સારી રીતે સમજી શકતા હતા...અને તેમ છતા કોઈ એક સંબંધ કરતા વધારે સારા અને નજીકના સંબંધો ને બન્ને જીવતા હતાં.
અંજુ ને એક વખત તો અનુરાગ ને પુછવાનું મન થઈ ગયું હતું કે સર પ્લીઝ કહોને શુ કીધું ડો.ત્રિવેદી એ ?? પણ એક મર્યાદા હતી તેમના સંબંધ માં એટલે પૂછવાનું ઉચીત નાં લાગ્યું અંજુને, અને તેમ છતા પણ સામાન્ય તો તેણે અનુરાગ ને પુછીજ લીધું હતું કે સર આપ ડો.ત્રિવેદી સાથે મારી ચર્ચા કરી રહ્યા હતા ને ?
ત્યારે પહેલી વખત અનુરાગે અંજુ ને ખોટો જવાબ આપ્યો હતો...કે નાં અંજુ...હતો તો ડો.ત્રિવેદી નો જ ફોન, પણ તેમાં તમારી કોઈ ચર્ચા ન્હોતી કરી.
હોંશિયાર અંજુ સમજીગઈ હતી કે આજે પહેલીવાર સરે મારા થી કશું છુપાવવા નો પ્રયત્ન કર્યો છે.
અને પહેલીવાર અનુરાગે અંજુ સામે ખોટુ બોલ્યું હતું ,એટલે અનુરાગ સર નો પોતાનો આત્મા પણ દુભાતો હતો. પરંતુ તે સમયે અનુરાગ સર ની હિંમત જ નહોતી થતી કે તે અંજુ ને સાચો જવાબ આપે.
અંજુને પણ બહુ સારુ નહોતું જ લાગ્યું પરંતુ તે સમયે કશું કહેવું ઉચીત પણ ક્યાં હતુ !!
બીજા દિવસે જ અંજુ એ ઓફીસ હાફ લીવ મુકી ને ડો.ત્રિવેદી ને મળવાનું નક્કી કરી લીધુ અને તે મુજબ જ અંજુ ડો.ત્રિવેદી ને મળવા તેમનાં ક્લિનીક પર પહોંચી ગઈ હતી.અને બરાબર અંજુ જેવી ડોકટર ની કેબીનમાં ગઈ હતી ત્યારે જ ત્યાં તેની સાસુ પહોંચી ગયા..અને...અને બસ....કોહરામ મચી ગયો હતો તે સમયે.
ડો.ત્રિવેદી ની ૧૫×૧૫ ની કેબીનમાં અંજુ ની સાસુએ અંજુ ને ખુબ અપમાનિત કરી, અને સાથે સાથે ડો.ત્રિવેદી ને પણ અંજલિ ની સાસુ એ ખરાબ શબ્દો માં તેમની કાબેલીયત પર સવાલો ઉઠાવી ને તેમને પણ લજ્જીત કરી મુક્યા હતા.
અંજલિ તે સમયે ડોક્ટર ત્રિવેદી ની સામે નીચા મસ્તિષ્કે ખુબ જ ક્ષોભજનક સ્થિતિ માં બેસી ને રળી પડી હતી.તેની સાસુ ને શુ કહેવું ?? અને ડોકટર ને પણ શું કહેવાનું કશુ જ નહોતું સમજાયું તેને.અંજુ ની સાસુ તો થોડીકવાર ત્યાં બન્ને વ અંજુ તથા ડોકટર ને જેમતેમ બોલી ને જતા રહ્યાં, પરંતુ અંજુ ત્યાં જ બેસી રહી...ડોકટર ની સામેજ...અને ડોકટરને ખુબ આજીજી કરી...સર પ્લીઝ આપ મારી તકલીફ ને સમજોને...સર..મને કહો ને કે શુ તકલીફ છે ?? મારા રીપોર્ટ માં કોઈ તકલીફ હોય તો હું ટ્રીટમેન્ટ લેવા તૈયાર છું. મને ખબર છે તમે ગઈકાલે જ અનુરાગ સર ને ફોન પર અમારા વિષે કશું કહ્યું હતું...
સર તમે મારા માટે જ કીધુ હતુ ને ??
ડો.ત્રિવેદી ને કશું સુઝતુ નહોતું કે આ પરિસ્થિતિમાં પોતે શુ કરે. કોઈ વ્યક્તિ તેમનીજ કેબીનમાં તેમની જ સામે બેસીને તેમને અને તેમની કાબેલીયત વિશે હમણાં જ જેમતેમ બોલી ને ગઈ હતી....અને બીજી એક વ્યક્તિ તેમનાં પર ભરોસો મુકીને હજુ પણ ટ્રીટમેન્ટ કરાવવા રડી રહી હતી.
કોણ સાચું ?? એ સ્ત્રી કે જેને તેમના પર ભરોસો છે ?
કે તૈ સ્ત્રી કે જે તેમને જેમતેમ બોલી ને ગઈ...હતી.
કેવીરીતે સમજાવવું સામે બેઠેલી અંજલિ ને...! ડો.ત્રિવેદી ને કોઈ જવાબ નહોતો મળતો, એટલે અંજુ ને ફકત એટલું જ કીધું કે બેન તમારા રિપોર્ટસ નોર્મલ જ હતા અને નોર્મલ જ છે...પણ હાલ હમણાં જ જે વાતાવરણ ઊભુ થયું હતું, તેમાં મને કોઇ જવાબ આપવો સુઝતો નથી,તો પ્લીઝ તમે મને માફ કરજો અને એક બે દિવસ પછી તમે ફરીથી આવજો ત્યારે આપણે વાત કરીશું.
અંજલિ ને પણ તે સમયે ડો.ત્રિવેદી ની વાત યોગ્ય જ લાગી કે હાલ આ યોગ્ય સમય નથી વાત કરવાનો, એટલે પોતે સમજી અને તે સમયે ત્યાંથી સીધા ઓફીસ જવા નીકળી જાય છે.
ત્યાંથી નીકળી ને અંજુ સીધા ઓફીસ જવા ને બદલે અનુરાગસર નાં વાઈફ નિશીમેડમ ને ફોન કરીને તેમને મળવા જવાનું વિચારે છે, પરંતુ તેના પગ પાછા પડે છે. શું કહું હું તેમને ? એક સ્ત્રી છે...એટલે મારી તકલીફ તો સમજશેજ ને...ફરીથી એવો વિચાર આવ્યો અંજુ ને...પણ ફરી હિંમત નાં થઈ...એટલે ઉદાસ ચહેરે અને ઉદાસ મને તેણે ટેક્ષી ડ્રાઈવર ને પોતાની ઓફીસ તરફ જ જવા જણાવ્યું.અંજુ ને થયું કે નિશી મેડમ ને પુછું તેનાં કરતા તો સરને જ નાં પુછું ??? ભલે ને તે એક પુરુષ રહ્યા...પરંતુ તેમની સાથે મારે આત્મીયા તો નિશી મેડમ કરતા વધારેજ છે ને...!! અને મારે તેમને કેટલું અને કેવું પુછાય કે નાં પુછાય તેની મર્યાદા ની મને પણ ખબર જ છે ને...તો સંકોચ શુ કામ રાખવો ??
અંજુ એ મન ને મનાવ્યું અને મજબુત કર્યું....અને ઓફીસ માં પહોંચી...!!

**************(ક્રમશ:)***********