Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર..... પેજ - ૪૭

અંજલિ નાં ઘરે તેનાં લાડકવાયા દિકરા પ્રયાગ ની અર્ધાંગિની નાં સ્વરૂપે અંજલિ જેની આદર્શ રહેલી છે તે...તથા પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ નાં હોનહાર તથા ખુબ કર્તવ્યનિષ્ઠ સિનિયર એકાઉન્ટ મેનેજર અને અંજુ નાં ભરોસાપાત્ર વ્યક્તિ આચાર્ય સાહેબ ની એકની એક દિકરી અદિતી આચાર્ય....હવે અંજુ નાં ઘર માં શુભલક્ષ્મી બની ને આવી રહીછે તે નકકી થઈ ચુક્યુ છે. અંજુ ને તેમનાં જ્યોતિષ ની રજા પણ મળી ગઈ છે. ખુશીની આ પળો નાં સમયે અંજુ ને અચાનક છેક પ્રયાગ જન્મ્યો તેનાં પહેલાના સમયે તે જે તકલીફો માંથી પસાર થઈ હતી તે યાદ આવી જાય છે.
************** હવે આગળ ************
અંજલિ ઝવેરી એક સામાન્ય સ્ત્રી,અસામાન્ય વ્યક્તિ અને ખુબજ સૌમ્ય વ્યક્તિત્વ. તેનાં માતૃત્વ નહીં ધારણ કરી શકવાના કારણે દુઃખી હતી.અંજુ ડૉ.ત્રિવેદી ને ત્યાંથી નીકળી ને સીધી જ ઓફીસે પહોંચી ગઈ હતી.
જ્યાં અનુરાગસર ને પણ આજે અંજુ લેટ કેમ હશે ? શુ ફરીથી બિચારીને ઘરે તેની સાસુએ...એક મૌન હતુ અનુરાગ નાં ચહેરા પર,પણ ચિંતા પણ હતી તેને એક નિર્દોષ સ્ત્રી જ્યારે તેનાં વાંક કે ગુના વગર જ જ્યારે આટલું બધું દુઃખ અને તકલીફો સહન કરી ને પણ હસતી રહી શકે છે,તે વિચાર માત્ર થી અનુરાગ ને અંજુ માટે વધારે માન ઉપજે છે.
અંજલિ આવી ને પહેલા તેનાં કેબીનમાં ગઈ હતી, ભગવાન માં ખુબ માનતી અંજુ,એટલે પહેલાં ભગવાન ને પૂજા કરી અને તરતજ અનુરાગસર ની મિટીંગ ના સમય ચેક કર્યાં,પોતે જોઈ લીધુ કે અનુરાગ સર હાલ કોઈ મીટીંગ માં નથી ગયા તથા તેમની કેબીનમાં જ છે, એટલે તરતજ સમય બગાડ્યા વિના અનુરાગસર ને ઇન્ટરકોમ થી વાત કરી અને તમને મળવા તથા તેમની સાથે ડો.ત્રિવેદી એ શુ કહ્યું હતુ તે સમજવા માટે તેમની કેબીનમાં ગઈ હતી. અનુરાગસર પણ તે સમયે પોતાનું રૂટીન કામકાજ જોઈ રહ્યા હતા.
અંજલિ એ તેની આદત અને ડીસીપ્લીન મુજબ અનુરાગસર ની કેબિન નાં ડોર પર નોક કર્યું, તરતજ અનુરાગે પોતાના ટેબલ પર રહેલા મોનિટર માં જોયું કે અંજુ આવી રહીછે, એટલે તરત જ કમ ઈન અંજુ કહીને નોર્મલ રીતે જ તેને અંદર બોલાવી.
અંજુ અંદર આવી ત્યારે સાથે તેનુ કામ પણ લઈને જ આવી હતી,એટલે પહેલા કામ પતાવ્યું. પછી અંજુ એ મન થી નકકી કર્યા મુજબ અનુરાગસર ને ડો.ત્રિવેદી ના ફોન વાળી વાત પુછવા માટે અનુરાગસર ને વાત કરી.
અંજુ એ અનુરાગસર ની સામે જોયું અને બોલી.. સર....
અંજુ ને ખબર હતી કે કદાચ સર તેની વાત નો જવાબ નાં આપે તો, તેમની જવાબના આપવાની રીત માં પણ ફરક જ હશે.એટલે અંજુ સતત અનુરાગસર ની આંખો તરફ જોઈ રહી હતી.
અનુરાગસર પણ હતા તો અંજલિ નાં પણ સાહેબ, એટલે અંજુ શુ પુછી શકે છે તેનો અંદાજ તો તેમને પણ આવી જ ગયો હતો.પોતાના મન ને સ્હેજ મજબુત બનાવીને અનુરાગસરે જવાબ આપ્યો.
યસ...અંજુ...શુ હતું ???
સર..આપને ખબર છે ? હું અત્યારે હમણાં જ ડો.ત્રિવેદી ને મળીને આવી છું.
ઓ.કે. ગુડ અંજુ...(અનુરાગ ની આંખો નીચી હતી અને પોતાના કોઈ કામમાં જ તેનું ધ્યાન હતું. )
સર...અપને તો ખબર જ હશે ને ?? ( અંજુ એ જાણી ને અધુરો સવાલ કર્યો કે જેથી અનુરાગ ને ખ્યાલ ના આવે કે શુ પુછે છે અંજુ)
અનુરાગસર એચદમ સફાળા થયા....શેની અંજુ ??
સર...ડો.ત્રિવેદી ની વાત કરી રહી છુ હું...આઈ થોટ કે આપને ખ્યાલ આવી ગયો હશે. અંજુ ની આંખો માં ઝળઝળીયા આવી ગયાં. અવાજ ભારે થવા લાગ્યો, અને માથું શરમ થી ઝુકી ગયું. તે સમયે અંજુ પોતાને ખુબ શરમજનક સ્થિતીમાં મહેસુસ કરી રહી હતી.
અનુરાગસર પરિસ્થિતિ ને તરતજ પામી ગયા, અને અંજુને ટેબલ પર રાખેલા ફ્લાસ્ક માંથી ટેબલ પર જ રાખેલા ખાલી ગ્લાસ માં પાણી ભરી ને આપ્યું...
અંજુ એ નીચી નજરે તે જોયું કે સરે જાતે તેના માટે પાણી નો ગ્લાસ ભર્યો..એટલે અંજુ થી ના જ રહેવાયું...એકદમ છૂટા મ્હોં એ ચોધાર આંસુએ રડી પડી અંજુ.
અનુરાગસર તરત જ તેમની ચેર પર થી ઊભા થઈ ગયા અને અંજુ ને સાંત્વના આપવા તેની પાસે ગયા...અનુરાગ નાં હાથમાં પાણી ભરેલો ગ્લાસ હતો...અને મનમાં અંજુ નુ ભગવાન સારૂ કરજો એવી દિવ્ય ભાવના હતી.
અંજુ પ્લીઝ રડીશ નહીં...જો ભગવાન પર ભરોસો રાખજે, તે બધુ સારૂ કરી દેશે. લે આ પાણી પીલે...કહીને અનુરાગસરે પોતાનો જમણો હાથ અંજુ નાં મસ્તિષ્ક પર મુક્યો..!! લે અંજુ પાણી પીલે...બસ આટલું કહેવાની વાર હતી...અંજુ એક નાનાં બાળક ની માફક રળી અને અનુરાગ ના ખભા પર માથું મૂકીને રળી પડી...સરરર......!!!!!
અનુરાગસર ખુબજ સભાન અવસ્થામાં જ હતા, તેમની મર્યાદા ને બખુબી જાણતા અને સમજતા હતા.એક સ્ત્રી ભલે તે અંજુ જ હતી...પરંતુ તેની જ કેબીનમાં તેનાં ખભા પર માથું મૂકીને રળી રહી હતી...તે વાત જો તે સમયે તે કેબીનમાં થી બહાર જાય તો તેનાં કેવા, કેટલા અને કેવીરીતે સમજેલા મતલબો થાય અને તેની તેનાં પર અને તેની કંપની પર અને ખુદ અંજલિ અને તેનાં જીવનમાં શુ અસરો થાય તેની પુરેપુરી સમજ હતી તેમને...એકાદ બે સેકન્ડ નાં તે સમય મા જ અનુરાગે અંજુને ધીરેથી પોતાનાથી દૂર કરી અને ટેબલ ની સામે રાખેલી વિઝીટર્સ ચેર માં બેસાડી અને પોતે પોતાની ચેર સંભાળી લીધી.
ખુબ પવિત્ર હતા બંન્ને...હા...અંજુ અત્યારે ખુબ દુઃખી હતી...અને ઓફીસ ની દરેક વ્યક્તિ ને હવે આ વાત ની જાણકારી પણ હતી જ, કે અંજુ ને તેની સાસુ કેટલુ હેરાન કરેછે. પરંતુ અનુરાગ ને તે પણ જાણ અને ખબર હતી કે પોતે સંયમિત ના રહે તો શુ પરિણામ આવે.
પરિસ્થિતિ ને સમજીને અનુરાગસર બોલ્યા...અંજુ...એકવખત તું અને વિશાલ બંન્ને જણા ડોક્ટર ત્રિવેદી ને મળી ને સમજો કે આગળ તમારે શુ કરવું જોઈએ.
સામે બેઠેલી અંજુ એ પાણી નાં ગ્લાસ માંથી એક ઘૂંટડો ગળે ઉતાર્યો..સહેજ સ્વસ્થ થઈ...પછી ભારે અવાજે બોલી...સર...હું તો ડોકટર ત્રિવેદી ને મળવા ગઈજ હતી, પરંતુ ડૉક્ટર પણ કશું જણાવતાં નહોતા, હા...તે સમયે મારા સાસુએ ત્યાં આવીને આપણી ઓફીસ માં જેવું મારી સાથે કરેછે તેવુજ...અને આ વખતે તેમણે ડોક્ટર સાહેબ ને પણ...( અંજુ આગળ નાં બોલી શકી કશુંજ)
ઓહહહહ....નો...અંજુ...એ ડૉક્ટર ખુબ હોશીયાર અને કાબેલ તો છે જ, પણ અંજુ...તારા સાસુ એ ત્યાં જઇને જે કર્યું તે ખોટું કર્યું...
બટ...એની વે...જે થઈ ગયુ તે હવે ક્યાં બદલી શકવાનું હતું.
સર...મારા માટે થઈને આપ એક કામ કરી શકો ??
અંજુ..તારા માટે તો ઠીક, આ પરિસ્થિતિમાં હું દુનિયા ની કોઈપણ સ્ત્રી તુ જે પરિસ્થિતિ માં છું તેમાં હોય તો, મારા થી શક્ય હોય તેટલી મદદ હું કરુજ.
યસ સર...હું આપને તથા આપનાં સ્વભાવને જાણું તથા સમજું છું. અને એટલેજ આપને કહું છું,કે મારા વતી આપ ડો.ત્રિવેદી ને પુછો ને કે શુ પ્રોબ્લેમ છે ?? અને તેમાં તે મને શુ સજેસ્ટ કરેછે ?
અનુરાગસર...કશુંજ બોલ્યા વિના ગૂમસૂમ થઈ ગયા. આંખોમાં ભેજ આવી ગયો.આજે પહેલીવાર અનુરાગસર ને આરીતે જોઈને હોંશિયાર અંજુ તરતજ સમજી ગઇ કે સર બધુ જાણેજ છે, પણ મને કહી ને મને દુઃખ પહોંચાડવા નથી માંગતા, અને એટલેજ પોતે ચૂપ છે.
અનુરાગસરે પોતાની આંખો પરથી ચશ્મા ઉતારીને તરતજ તેમની કેબીનમાં એટેચ્ડ વોશરૂમ માં ગયા અને ચહેરા ને પાણી થી વોશ કર્યો. અંજુ ને અનુરાગસર ને આ રીતે દુઃખી જોઈને પોતાની જાત પર પણ ધ્રુણા થઈ...મન માં જ બોલી...હે ભગવાન મે એવુ તો શુ કર્યું છે કે આજે મારે લીધે સર ની આંખોમાં પાણી આવી ગયું અને તે પણ દુઃખી થાય છે.
અનુરાગસર તરતજ પરત આવ્યા અને પોતાનાં ચશ્માં ને હાથરૂમાલ વડે સાફ કર્યા અને ફરીથી પહેર્યા.
અંજુ...આઈ એમ નોટ અ ડોક્ટર, સો આઈ કાન્ટ જર્જ ડો.ત્રિવેદી ઓર એની અધર ડોકટરસ એસ વેલ. બટ...હા હું જે કાંઈ જાણું અને સમજું છું તે મુજબ તારે અને વિશાલે જો ચાઇલ્ડ જોઈએ તો ડોક્ટર ને મળી અને તેમની સલાહ મુજબ આગળ વધવું જોઈએ.
હા તો સર....એજ તો કરી રહ્યાં છીએ અમે, પછી શુ પ્રોબ્લેમ છે ?
અંજુ...કદાચ..એટલુ બોલી ને ફરીથી અનુરાગ સર ચૂપ થઈ ગયા.
અંજુ...મને લાગે છે કે કદાચ થોડો સમય લાગશે પણ રિઝલ્ટ તારી ફેવર માં આવશે. બસ તું હિંમત નાં હારીશ, ડોકટર ની સલાહ પ્રમાણે ચાલજો અને ભગવાન માં શ્રદ્ધા રાખજે. અંજુ તુ ફરી થી ડોક્ટર ત્રિવેદી ને મળીલેજે, હું પણ તેમને કહી દઈશ કે તારી સાથે વાત કરી ને યોગ્ય નિર્ણય લે.
પણ સર.....યોગ્ય નિર્ણય એટલે શું ???
સી અંજુ....એ પણ હું નિશી સાથે સમજી લઈશ અને તેને પણ કહીશ કે...
નો સર...સૉરી...બટ આપ મેડમ ને બહુ તકલીફ નાં આપશો, તેમને પણ દુઃખી કરીને મને પણ દુઃખ થશે,એક વખત હું ડોક્ટર ને મળીને પછી સમજી લઉં અને જરૂર હશે તોજ હું મેડમ ને તકલીફ આપીશ.
અંજુ...કદાચ નિશી બધુંજ જાણે છે.એક સ્ત્રી છે તે પણ, એટલે...!!
હા..સર ..સમજુ છું હું, અને તેમ છતાં પણ કહું છું કે, મારા થી સહન થશે ત્યાં સુધી હું તેમને તકલીફ નહીં આપુ પછી જોઇશ.
અનુરાગસર ની હાલત નાં કહેવાય અને ના સહેવાય તેવી હતી તે સમયે..તે જાણતા તો હતા કે જો અંજુ ને બાળક જોઈતું હોય તો શુ કરવું પડે, પણ...બસ...
અંજુ એ ફરીથી ડૉક્ટર પાસે જવાનું નક્કી કર્યું અને આ વખતે તેણે વિશાલ ને રિકવેસ્ટ કરીને કીધું કે તે સાથે આવે...પણ ફરીથી વિશાલ ને કોઈ અગત્યનું કામ આવી પડ્યું હોઈ તેણે અંજુ ને એકલી જ મોકલી..
અંજલિ નાં ચહેરા પર નારાજગી હતી, વિશાલ ને કયા કામ ને પ્રાયોરીટી આપવી તેની પણ તેને સમજ નથી.અંજુ એ નક્કી કર્યું હતું કે આજે જવુ છેજ, એટલે તે એકલી જ ડોક્ટર ત્રિવેદી ના ક્લિનીક પર પહોંચી ગઈ. ડૉક્ટર ત્રિવેદી એ અંજુ ને જે વાત જણાવી તે અંજલિ નાં માતૃત્વ ધારણ કરવા કરતા વિશાલ નાં પિતા બનવાની ખરી કસોટી કરનાર હતા. અંજુ તે સમયે એકલી જ હતી. ડો.ત્રિવેદી એ જે સમાચાર આપ્યા તે ખરેખર ચોંકાવનારા હતા તથા હવે અંજુ નું શુ થશે ?? તે સમઝ માં ના આવે તેવા જ હતા. વિશાલ નાં પિતા બનવા ની શક્યતા ખુબ ધુંધળી થઈ રહી હતી, તેમ છતા ડોકટર પોતે હજુ કન્ફર્મ નહોતાં કહી રહ્યા...કારણકે હજુ પણ ડોક્ટર ફાઈનલ ડીસીસન પર નહોતાં આવ્યા. અંજુ આ વાત જાણીને એકદમ મૂર્છિત અવસ્થામાં આવી ગઈ, ડૉકટર ની કેબીનમાં જ અંજુ બેભાન થઈ ગઈ હતી. તેને સતત તે સમયે તેનાં સાસુ હવે શુ કહેશે અને શુ કરશે તેની ચિંતા ઉભી થઈ ગઈ હતી.
અંજલિ ને પોતાનીજ કેબીનમાં આ સમાચાર સાંભળી ને જે રીતે બેભાન થઈ ગઈ હતી, તે સમયે ડોકટર ને શું કરવુ તે તેમને પણ નહોતું સમજાયું.
બસ અંજુ જ્યારે ભાન માં આવી અને તેણે આંખો ખોલી ત્યારે તે હોસ્પીટલમાં એક બેડ પર હતી, અને તેની સામે અનુરાગસર અને નિશી મેડમ હતા.
આ બેભાન થઈ જવાની અને ભાન માં આવી જવાની ઘટના દરમ્યાન અંજુ લગભગ ત્રણ કલાક બેભાન અવસ્થામાં જ રહી હતી.એટલે તે સમય દરમ્યાન માં શુ થયુ તેની અંજુ ને કશી સમજ ન્હોતી પડી. ત્યારે કેમ અનુરાગસર અને નિશી મેડમ તેની સાથે હતા અને તેમને કોણે બોલાવ્યા અને કેમ બોલાવ્યા...અને તેમના આવ્યા પછી ડોકટર અને સર અને મેડમ બધા વચ્ચે શુ વાતચીત થઈ તેની કશી જ ખબર અંજુ ને નહોતી. બસ ત્યાંથી અંજુ ને સીધાજ નિશી મેડમ તેમનીજ કાર માં સાથે લઈ જઈને અંજુ ને તેનાં ઘરે મુકી આવ્યા હતા. અને અંજુ ને રજા આપતી વખતે ડોક્ટરે તેને પંદર દિવસ પછી ફરીથી આવવા જણાવ્યું હતું.
બસ એ દિવસ પછી ડોકટર ત્રિવેદી ની થોડા સમય ની સારવાર પછીથી લગભગ સવા વર્ષે અંજુ એ માતૃત્વ ધારણ કર્યું હતું અને પ્રયાગ રુપે તેને પુત્ર પ્રાપ્ત થયો હતો.
અંજુ જ્યારે આ વિચારો માં થી પસાર થઈ રહી હતી ત્યારે તેને કપાળ પર અતિશય પરસેવો છૂટી ગયો હતો,અને અંજુ ની આંખો બંધ જ રહી હતી. પ્રયાગ હાઉસમાં થી નીકળેલી અંજલિ ની કાર ક્યારે પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝમાં આવી પહોંચી તેનો પણ અંજુ ને આજે ખ્યાલ ન્હોતો આવ્યો. અંજુ ની કાર તેની ઓફીસમાં આવી ત્યારે હજુ પણ અંજુને કશો ખ્યાલ ન્હોતો,પરંતુ અંજુ ના ડ્રાઈવર એટલા સારા અને હોંશિયાર હતા કે તેમણે અંજુ ને કાર માં સુવા જ દીધી અને ડીસ્ટર્બ નહોતી કરી.સફાળી જાગી ગયેલી અંજુ આજે પહેલીજ વખત આમ કાર મા જ સુતી હતી.
પોતાનાં ફેસ ને અંજુ એ કાર માં જ વેટ ટીશ્યુ પેપર થી સાફ કર્યો અને ઓફીસ માં પહોંચી ગઈ. પોતાના રૂટીન કામકાજ પતાવીને અંજુને આજે અતિ મહત્વ નુ એક કામ કરવાનુ હતું..પોતાનાં લાડકા દિકરા પ્રયાગ સાથે અદિતી નું નક્કી કર્યું છે, તેની જાણ તેણે અનુરાગ સર ને કરાવાની હતી.
અંજલિ ને અનુરાગ ને ક્યા સમયે અને ફોન કરી શકાય તેનો ખ્યાલ હતો જ, એટલે બરાબર લંચ સમયે જ કે જ્યારે અનુરાગસર પણ તેમની કેબીનમાં એકલા રહેતા હોય છે,તે જ સમયે અનુરાગસર ને મેસેજ થી જણાવ્યું ,
ગુડ આફ્ટર નુન સર....પ્રયાગ નાં જીવનસાથી ની પસંદગી અંગે અતિ મહત્વની ચર્ચા કરવા માંટે મારે આપની સાથે વાત કરવી છે...આપને કયા સમયે ફોન કરી શકુ ?
અંજલિ ની અપેક્ષા મુજબ તરતજ અનુરાગ સર નો ફોન અંજલિ નાં મોબાઈલ પર આવી ગયો.
અંજલિ પણ મેસેજ કરીને તરતજ ફોન ના સ્ક્રીન પર અનુરાગસર લખાઈ ને ફ્લેશ થાય તેની જ રાહ જોતી હતી.એટલે જેવુ સ્ક્રીન પર અનુરાગસર નું નામ લખાઈ ને રીંગ વાગી એવુ તરત જ તેણે મોબાઈલ નું ફોન રીસીવ નું ગ્રીન બટન ને સ્પર્શ કર્યો...
જયશ્રી કૃષ્ણ...જય અંબે સર...
જી અંજુ...જયશ્રી કૃષ્ણ અને જય અંબે......
ખુબ ખુબ વધાઈ અને અભિનંદન.....અંજુ, તુ એક મા ની સાથે હવે આજે સાસુમા બન્યાં ની ખબર સાંભળી ને મને ખુબજ ખુશી થઈ છે.એક દુબળી પાતળી છોકરી ગ્રીન કલર નાં કપડા થી સજ્જ, આંખો માં નિર્દોષતા અને મન માં મક્કમતા....ચહેરા પર ઈન્ટરવ્યુ નો આછો આછો ડર....અને જીવનમાં કશું કરી છુટવાની તમન્ના અને ધગશ.અંજુ, એ ઈન્ટરવ્યુ માં તે આપેલા દરેક જવાબ આજે પણ મને યાદ છે. અને તને સિલેક્ટ કર્યા પછી થી સાથે જ ઈન્ટરવ્યુ લેવાં બેઠેલા અન્ય પેનલીસ્ટ સાથે તારા વિશે જે ચર્ચા થઈ હતી તે પણ આજે હજુયે મને યાદ જ છે.
એની વેસ...કોન્ગ્રેટ્સ અંજુ...ખુબ સરસ દિકરી તારા ઘરમાં પુત્રવધુ બની ને આવી રહી છે. અદિતી એક હોનહાર,હોંશિયાર,કાબેલ પણ ભોળી,તારૂં તથા તારા પરિવાર નુ ધ્યાન રાખે અને બધાનૈ ખુશ પણ રાખે તેવી,પ્રયાગ ને ખુબ પ્રેમ કરતી અને સાથે અનેક ગુણો નો ભંડાર છે અદિતી...અને તારા માટે મોટી ખુશી તથા સોના માં સુગંધ ભળી તે વાત....અંજુ તુ હવે પ્રયાગ ની સાથે સાથે પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ નાં ભવિષ્ય ને લઈને પણ નિશ્ચિત છું.પ્રયાગ સાથે તુ ધન્ય હતી જ,હવે અદિતી નાં આગમનથી તુ પ્રધન્ય થઈ ગઈ છુ.
હજુ તો અંજુ એ અદિતી વિષે અનુરાગસર ને કશુંજ જણાવ્યુ નહોતું,અને તેમ છતાં પણ પ્રયાગ નાં ભવિષ્ય ને લઈને અનુરાગસર કેટલું ધ્યાન રાખે છે, તે જાણીને અંજુ મનોમન અનુરાગસર થી ખુબજ ખુશ થઈ ગઈ.
પણ....સર....હજુ તો મેં આપને અદિતી વિષે કશું કહ્યું જ નથી, તો ? આપ શું બધું જાણતાં હતા ??
અંજલિ ને ખ્યાલ આવી ગયો હતો કે ચોકક્સ અનુરાગસર ને શ્લોકે જણાવ્યું જ હશે,અને એવું પણ શક્ય છે કે પ્રયાગ અંગે ની આ બધીજ માહિતી અનુરાગ સર ને પહેલેથી જ મળેલી હશે.
જી અંજુ....પ્રયાગ તથા અદિતી બન્ને શ્લોક અને સ્વરા ની સાથે રહેછે, અને એક પિતા હોવાનાં કારણે મારે બધાય નું ધ્યાન રાખવુ મારી ફરજ માં જ આવેછે.શ્લોકે મને જાણ કરી હતી બન્ને વચ્ચે નાં સંબંધો વિશે.અને એમ હું પણ તેમના વિશે માહિતી લેતો જ હોઉં છું. એની વે...અગેઈન કોન્ગરેચ્યુલેશન અંજુ...!!
સર હું બરાબર કરી રહીછુ ને ? તમને પૂરો હક છે કે તમે મારી કોઈપણ ભુલ થઈ રહી હોય તો તમે મને રોકી જ શકો છો.
અંજુ...હવે હજુ પણ તારે મને એવું સમજાવવું કે કહેવું પડે ? કે તારી ભૂલ થતા મારે તને રોકવાની. તારી ભુલ થાય એ વાત સમજી શકાય,પરંતુ તુ જાણીને ભૂલ કરે તે નાં માની સકાય,અને અદિતી ને પસંદ કરવી એ કોઈ ભૂલ નથી, અને જો એને ભૂલ ગણાતી હોય તો ભગવાન તને આવીજ ભૂલો કરાવે બસ. મારા સાચા હ્રદય થી પ્રયાગ અને અદિતી બન્નેવ ને આશીર્વાદ છે.બન્નેવ જણા એકમેકના પુરક બની રહેશે.
જી સર...થેન્ક યુ વેરી મચ..!!
અંજુ મારા લાયક કોઈપણ કામ હોય તો જણાવજે, પ્રયાગ નું કામ કરી અને મને આનંદ થશે.અને,આમ તો તને કહેવું નાં જ પડે,પરંતુ આચાર્ય સાહેબને તુ સામેથી મળી આવજે,અને સૌથી પહેલાં વિશાલ ને જણાવી દેજે.
જી સર ચોકક્સ.. અંજુ આગળ બોલે તે પહેલાં જ તેનું ધ્યાન ઘડીયાળ પર પડ્યું...સર, આઈ નો તમારો મિટીંગો એટેન્ડ કરવાનો સમય થઈ ગયો છે,આપ મારા કરતા વધુ બીઝી રહો છો તેનો ખ્યાલ છે મને....સો, આપ પ્લીઝ આપની મિટીંગસ કન્ટીન્યુ કરો.
અનુરાગે પણ તરતજ અંજુ ની વાત સાંભળી ને સમય જોઈને અંજુ ને રજા આપી.
બન્ને નાં ફોન મુકાઈ ગયા પછીથી અંજલિ એ બાકીનું અગત્યનું કામ હાથ પર લીધુ....આચાર્ય સાહેબને બોલાવીને વાત કરતા પહેલાં...પોતાના પતિ વિશાલ ને ફોન લગાવ્યો.
ત્યારે વિશાલ તેની પોતાની ઓફીસમાં તેની કેબીનમાં બેઠો હતો.
વિશાલ નાં મોબાઈલ પર અંજલિ લખાઈ ને રીંગ વાગી રહી હતી...

**********(ક્રમશ:) *******