વિષબીજ Nidhi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષબીજ

વિષબીજ




હું મારી કૉલેજમાં જતી હતી.કૉલેજ નું પ્રથમ વર્ષ હતું અને પહેલો દિવસ હોવાથી હું થોડી ડરેલી પણ હતી જોકે હું આમ પણ ગરોળી ,વંદો ઉંદર,બિલાડી,દેડકું,આવા નાના-મોટા પ્રાણીઓ, અને જીવજંતુઓ થી વધારે ડરું છું પણ આજે તો કૉલેજનો પ્રથમ દિવસ હતો તો ડર તો અલગ જ લાગે ને! તોપણ મેં હિંમત કરી અને કૉલેજમાં જવાની શરૂવાત કરી.

અમારી કૉલેજ બજાર માં આવેલી અને એટલા માટે મને ત્યાં જવું વધારે ગમતું.હું જતી હતી ત્યાં રસ્તામાં એક ઘટના મેં જોઈ.મેં જોયું કે એક પિતા તેમના આઠ વર્ષ ના બાળક ની સાથે સ્ટેસનરી ની દુકાન માં તેમના બાળક માટે ત્રીજા ધોરણ ના પુસ્તકોની ખરીદી કરતો હતો.
બપોરે નો સમય હોવાથી તડકો ખૂબ હતો .ત્યારે તે માણસ ના ફૉન માં રીંગ વાગી એમની વાતો પરથી ફોન શાળાનાં પ્રિન્સીપાલ નો હોય તેવું લાગતું હતું.તે ફોન પર બોલી રહયો હતો કે "મેં જેટલું ડોનેશન આપ્યું છે તે પૂરતું છે મારા છોકરાં ના એડમીશન માટે અને જો તમારે વધારે પૈસા જોતા હોય તો હું ક્યાં ના પાળું છું."

હું ત્યાં ઉભા ઉભા આ બધું સાંભળતી હતી ત્યાં જ એ છોકરો તેના પિતા ને બોલાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે "પપ્પા મને બહુ તરસ લાગી છે, મારે પાણી પીવું છે .મારુ ગળું સુકાય છે.પપ્પા જલ્દી પાણી આપો ને!"ત્યારે તે બાળક ને તેના પિતા એ શાંતિ રાખવા માટે કહયું. પણ બાળક નાનું હતું અને ઉનાળા નો તાપ ખુબજ આકરો હતો માટે તેનાથી તરસ્યા ન રહેવાણું.

બાળકે આજુબાજુ નજર કરી અને જોયું તો બાજુમાં જ જે દુકાન આવેલી હતી ત્યાં પાણીનું માટલું મૂકેલું હતું .આ જોઈ ને બાળકને પાણી પીવાની ઈચ્છા થઈ એને એના પિતાને કહયું કે પપ્પા બાજુમાં પાણી નું માટલું પડ્યું છે હું એમાંથી પાણી પીવું?તેના પિતાએ દુકાન પર નજર કરી
જોયું તો મુસલમાન ની દુકાન હતી.માટે તેના પિતાએ બાળકને કોઈ જવાબ ન આપ્યો.


બાળકે થોડી વધારે રાહ જોવાનો પ્રયત્ન કર્યો પણ તે તરસ સહન ન કરી શક્યો માટે તેને બીજી વખત તેના પિતાને પુછ્યું કે"પપ્પા હું માટલા માંથી પાણી પીવું?"ફરીથી તેના પિતાએ બાળક ને જવાબ ન આપ્યો. તેના પિતા એ તેને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કર્યો.પણ બાળક નાનું હતું અને તેનાથી તરસ સહન નહિ થતા તેને તેના પિતાનો હાથ પકડ્યો અને હાથ જોરથી હલાવતા હલાવતા લે બોલ્યો.

"પપ્પા બહુ તરસ લાગી છે અને ત્યાં પાણી છે તો હું પીવું?"

ત્યારે તેના પિતાએ હળવેકથી તે બાળક ના કાનમાં કહ્યું કે બેટા તે મુસલમાન ની દુકાન છે.
બાળકને આ વાત સાંભળીને નવાઈ લાગી તેને તરતજ તેને જોરથી બોલતા કહ્યું કે "પપ્પા! મુસલમાન એટલે વળી શું?આ વાત બાળક થોડું મોટે થી બોલ્યો એટલે તેના પિતાએ બાળક ના મોં પર હાથ રાખ્યો અને તેઓ આજુ બાજુ જોવા લાગ્યા કે કોઈએ સાંભળ્યુ તો નથી ને. અને પછી તેઓ ત્યાંથી નીકળી ગયા.
આ બધું હું ત્યાં ઉભા ઉભા જોતી હતી અને ઘરમાં આવી ને વિચાર આવ્યો કે એ નાનકડા બાળક ના મનમાં તેનાપિતા ધર્મ, નાતજાતના અને ભેદભાવ નામનું આવું તે ક્યુ વિસબીજ રોપી રહ્યા હતા જે વિસબીજ મોટું થઈ ને એટલું મોટું થઈ જશે કે પછી તેની મુળો કાપવી અશક્ય થઈ જશે. સાચી વાત ને?.
આમ પણ આપણા સમાજ માં કેટલાય નિર્દોષ બાળકો ના મનમાં આવા વિષબીજ રોપવામાં આવતા હશે અને આપણે મુકપ્રેક્ષક બનીને જોઈ રહીએ છીએ અને પછી આજ વિષબીજ જ્યારે મોટું ઝાડ બને ત્યારે તેને કાપવું અશક્ય બની જાય અને પછી આના પર જ લોકો નું શોષણ થાય .... ધર્મ ના નામે ભાગલા પડે અને હિંસાઓ થાય આ બધા માટે જવાબદાર કોણ?????????