Janta Jawab mange chhe books and stories free download online pdf in Gujarati

જનતા જવાબ માંગે છે

વાઈ_ફાઈ નું કનેક્શન

હું દરરોજ સાંજે મારી છત પર આવતો ફક્ત ને ફક્ત એને જોવા માટે એ પણ દરરોજ આવતી એની છત પર મારી સામે જોતી અને પછી તેના ફૉન માં જોતી અને પછી મંદ મંદ મુસ્કુરાઈ જતી અને તેના ચહેરા પરની એ મુસ્કાન જોઈ ને મારુ દિલ બાગબાન થઈ જતું .

મારે ગમે તેટલું કામ કેમ ના હોય .હું સાંજે છ વાગે બધું કામ પતાવીને તેને જોવા સ્પેશિયલ છત પર આવતો. તેની નાજુક નમણી હરણી જેવી ચાલ, પતલી કમર પર તેના ડ્રેસ નું આવરણ, તે મોસ્ટલી સલવાર સૂટ પહેરી ને આવતી અને કયારેય મેં તેનાં એ લાલ લાલ હોઠ પર લિપસ્ટિક નહિ જોઈ હોય એના હોઠ હતા જ એટલા સુંદર લાલ ચટાક કે તેને લિપસ્ટિક ની જરૂર જ ક્યાંથી હોય.

તેની આખો માં હમેશા કાળું કાજળ તે લગાવતી.કદાચ મારા જેવાઓ ની નજર ના લાગી જાય ને એટલે પણ તેની આંખો એટલી સુંદર હતી કે જોતાવેંત જ તેમાં ડુબી જવાનું મન થઈ જતું.તેને પણ મારી જેમ આઝાદી વધારે પસંદ હશે એટલે એ દરરોજ ખુલ્લા વાળ રાખતી અને વાળ ની આગળ ની બે લટો કાઢી ને એ પાછળ નાનું બકકલ ભરાવતી જેથી છત પર આવતા પવન ના લીધે તેના વાળ તેને હેરાન ન કરે છતાંય તેના કપાળ પર રહેલી બે લટો હંમેશા તેની સાથે મસ્તી કરવા તેની આંખો પર આવતી.

તે આવતી અને મારી સામે જોતી પછી તેની ચૂંદડી સરખી કરતી અને પછી તે મારી સામે જોતી અને પછી તે તેના ફોનમાં જોતી અને મંદ મંદ હસતી.તેને આમ ખુશ જોવી મને બહુ જ ગમતું. વારે વારે પવનના લીધે તેની જિદ્દી લટો ને પણ તે હળવેકથી કાન ની પાછળ સરકાવતી અને પછી ફોનમાં જ લાગેલી રહેતી.

મારા તરફથી બધું નક્કી જ હતું તેને કયારેય બોલાવી ન હતી. અને તેનું નામ પણ મને ક્યાં ખબર હતી છતાંય મેં અમારા છોકરાઓ ના નામ નક્કી કરી રાખ્યા હતા અને કેટલા બાળકો થશે તે પણ....બસ એક વખત તેની સાથે વાત કરું એટલે લાઈફ સેટ પણ જયારે એ મારી સામે આવતી ત્યારે ખબર નહિ કેમ પણ મારું મોઢું જ નાં ખુલતું.

મેં સ્વપ્ન માં તો તેની સાથે ઘણી બધી વાતો કરેલી,અમે સાથે બાઈક પર જતાં ત્યારે એ મને પાછળથી એટલો જોરથી પકડતી જાણે એને એમ ના હોય જે મને તેનાથી કોઈ છીનવી તો નઈ લે ને મેં તેના પપ્પા ની સાથે પણ વાત કરેલી અને એ અમારા લગ્ન માટે માની પણ ગયેલા અને ખુબજ ધામધૂમથી અમારા લગ્ન પણ થયેલા . લગ્નના જોડા માં તો એ એટલી સુંદર લાગતી હતી ને કે શું કહું તમને હું એના વિષે પણ આ બધું તો સ્વપ્ન માં થયું હતું ને.

મેં નક્કી કરી લીધું કે ક્યાં સુધી મારી બોલતી તેની સામે બંધ જ રહેશે કઈંક તો કરવું જ પડશે તેની સાથે વાત કરવા માટે એટલે એકદિવસ સાંજે મેં એક કાગળ પર I LOVE YOU લખ્યું અને સાથે લખ્યું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને મને ખબર છે તને પણ હું ગમતો જ હશું જો તને પણ મારાથી પ્રેમ હોય તો આ નંબર પર ફોન કરજે . લિખિતમ તારો અને માત્ર તારો જ શાહિદ લખ્યું અને નીચે સરસ મજાના બે હૈયા દોર્યા.

આજે તો નક્કી કરી લીધું કે તેને મારો લવ લેટર આપીને જ રહીશ અને ફરીથી હું સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ ગયો. શુ કહું તમને મારા આ સ્વપ્ન વિષે તો હું છત પર ગયો અને એ પણ આવી લાલ કલરના સલવાર સૂટ માં અને મેં પેલો કાગળ એક નાનકડા પથ્થર માં લપેટયો અને તેને માર્યો મારુ નિશાન પણ બહુ જ સરસ એ લેટર સીધો તેના કપાળ પર વાગ્યો તે મારા પર ગુસ્સે પણ થઈ અને પછી મેં હળવેકથી તેને ઈશારાથી કહ્યું કે કાગળ વાંચ અને કાગળ વાંચી ને તું જે રીતે શરમાઈ ગઈ તે પરથી હું સમજી ગયો કે તારી હા જ છે પણ આ શું અચાનક ભૂકંપ આવ્યો હોય તેવું કેમ લાગે છે.....

અવાજ:"ભાઈ ઉઠ ને ઉભો થા શુ કરે છે.....આ સમયે પણ ઉઘવાનું હોય કાંઈ.... જલ્દી ઉઠ..

શાહિદ:કેટલું સરસ સ્વપ્ન હતું બાડી અને તે પૂરું જ ન થવા દીધું....

અવાજ:મારુ નામ કોમલ છે બાડી નહિ કેવાનું

શાહિદ:આખી દુનિયા તને ભલે કોમલ કહે પણ મારા માટે તો તું મારી બાડી જ રહીશ એક નહિ પણ સો વખત કહીશ મારી બાડી બહેન....

કોમલ : ઓકે બાડી કેજે બસ હવે એમ કે શુ જોતો હતો સ્વપ્ન માં ભાઈ?

શાહિદ:તારી ભાભી ને જોતો હતો..

કોમલ:અરે વાહ (હાથ માં કાગળ જોઈ ને પૂછતાં)ભાઈ તારા હાથ માં શુ છે બતાય ને..

શાહિદ:અરે બાડી કાઈ નથી ........

કોમલ:(હાથમાંથી કાગળ લેતાં) ભાઈ વાહ શુ મસ્ત દિલ દોર્યા છે ને કાઈ પણ મારી ભાભી નું નામ તો તે લખ્યું નથી.

શાહિદ:નામ તો મને જ નથી ખબર ને તો કેવી રીતે લખું બાડી....

કોમલ:વાંધો નહિ નામ જાણવાની જવાબદારી મારી પણ તમે એમ તો કહો કે મારા ભાભી ને તમે ક્યાં મળ્યા તા પહેલી વાર..

શાહિદ:છત પર..

કોમલ:શુ ભાઈ...

શાહિદ:સમજાવું છું બાડી પેલા પુરી વાત તો સાંભળ..

કોમલ: હમ્મ બોલો

શાહિદ:આપણા ઘરની સામે ઘર છે ને ત્યાં રહે છે એ હું રોજ છત પર તેને જોવા જાવું છું અને એ પણ મારા માટે જ આવતી હશે...

કોમલ:કોણ પેલું d…27 વાળું મકાન રહ્યું એ જ ને...

શાહિદ:હમ્મ એ જ ત્યાં જ રહે છે એ...

કોમલ:(હસતાં હસતાં)એ ઘરમાં તો ખાલી કપલ જ રહે છે....

શાહિદ:શું કહ્યું તે બાડી...

કોમલ:હસે છે અને જોર જોરથી હશે છે.....

શાહિદ:હસવાનું બંધ કર બાડી અને મને સમજાવીશ કે શું થયું...

કોમલ:ભાઈ તું તો સાવ ગધેડો છે....

શાહિદ:સીધેસીધું બોલ ને શુ વાત છે..

કોમલ:ઓકે ઓકે હું સમજાવું.....એમાં એવું છે ને કે સેજલ ભાભી એ તો મને કહ્યું હતું કે તેઓ કોઈક ગધેડા નું વાઈ ફાઈ વાપરે છે પણ મને નતી ખબર કે એ તું જ નિકલીશ....

શાહિદ:એટલે...

કોમલ:અરે મારા ભોળા ભાઈ એ સેજલભાભી છે અને થોડા મહિના પહેલા જ આપણી સોસાયટી માં રહેવા આવ્યા છે તેમના હસબન્ડ કામ થી એક મહિના પહેલા જ દુબઈ ગયા છે અને તેમને બેલેન્સ કરાવતા આવડતું નથી એટલે તેઓ દરરોજ છત પર આવે ત્યાં તેમને કોઈક નું વાઈ ફાઈ નું કનેકશન મળી રહે એટલે તેઓ વહાટ્સ અપ પર તેમના પતિ સાથે વાત કરે....

શાહિદ:શું વાઈ ફાઈ નું કનેકશન.....

કોમલ:હમ્મ એમને મને પણ કહ્યું હતું કે તેઓ છત પર કોઈક નું વાઈ ફાઈ કનેક્ટ કરે છે....મને થોડી ખબર કે એ ગધેડો તું જ નિકલીશ ચાલ આ ચિઠ્ઠી ફાડી ને નીચે આવ મમ્મી રાહ જોવે છે નાસ્તા માટે અને હા ચિઠ્ઠી ફાડવાનું ભૂલતો નહિ સેજલભાભી ના હસબન્ડ બહુ ખતરનાક માણસ છે...

શાહિદ:નીકળ બાડી....

કોમલ:ઓકે જાવ છું ભાઈ..


કોમલ એટલે કે મારી નાની બહેન બાડી તો નીકળી ગઈ પણ મારા દિલ ના ટુકડે ટુકડા કરતી ગઈ..મારુ મન માનવા તૈયાર જ ન હતું કે મેં જ્યાં પ્રેમ કર્યો ત્યાં વાઈ ફાઈ નું કનેક્શન નીકળ્યું અને કોમલ સામે બેજજતી થઈ એ અલગ.....મેં નક્કી કર્યું હું આજે મારુ નેટ બંધ કરી ને છત પર જઈશ .

સાંજ પડી હું છત પર આવ્યો અને આ વખતે હોસપોટ બંધ રાખ્યું થોડી વારમાં એ પણ આવી તેને મારી સામે જોયું પછી ફોનમાં જોયું અને થોડી વાર માં ઉદાસ થઈ ને એ ચાલી ગઈ હું તેને જતા જોઈ રહ્યો હતો ત્યાં જ છત પર કોમલ આવી અને બોલી

"કેમ ભાઈ કેવું રહ્યું વાઈ ફાઈ નું કનેક્શન"

હું શું બોલવાનો હતો મારુ તો કનેકશન જ વાઈ ફાઈ નીકળ્યું . તે મારા માટે નહીં વાઈ ફાઈ માટે આવતી હતી માટે કાલ થી છત પર આવવાનું બંધ....

વાઈ ફાઈ નું કનેક્શન કહી ને આજે પણ બાડી મને ચીડવે છે



😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂




email:id nidhithakkar359@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED