aeborshn books and stories free download online pdf in Gujarati

એબોર્શન

એબોર્શન

મમ્મી...... મમ્મી.... આ શું તે તો ખાલી એક જ છોકરા એટલે કે મારા પપ્પા સાથે જ લગ્ન કર્યા હતા ને તો આજે મારી સામે આ છોકરાઓ ની હારમાળા કેમ......? આજો ને આ બધા છોકરાઓ વરમાળા લઈ ને મારી સામે કેમ ઉભા છે .....? શું હવે મારે આટલા બધા છોકરાઓ સાથે મેરેજ કરવાનાં મમ્મી..... બોલ ને ...... કાંઈ.... બોલતી કેમ નથી ....... મમ્મી આવા મેરેજ કરવા કરતાં તો તે મને તારી કૂખ (પેટ) માં જ મારી નાખી હોત તો કેટલું સારું થાત ને........

મહિમા હજુ તેની મમ્મી ને સવાલો જ કરી રહી હોય છે ત્યાં વરરાજા ની હારમાળા માં ઉભેલો એક છોકરો આવે છે મહિમાને ખેંચી ને લઈ જાય છે અને તેને કહે છે તારે અમાંરા બધા સાથે લગ્ન કરવા જ પડશે તું ઈચ્છે તો પણ તને મરવા નહિ દઈએ.......

મહીમાં ને પેલો છોકરો ખેંચી ને લઈ જાય છે અને મહિમા રાડો પાડતી રહી જાય છે

"મમ્મી......મમ્મી........મમ્મી.....મને...બચાવી......લે.......મમ્મી....."

"નહિ મહીમાં..... હું મારી મહિમાને કાંઈ નહિ થવા દઉં....... છોડી દો એને......."

એકદમ ટાઈટ બાંધેલા અંબોડા સાથે હવામાં કોઈક ને મારવા જતી હોય તેમ વીણા બેડ પરથી અચાનક જાગી જાય છે અને તેને હવામાં મારેલા હાથ થી તેના પતિ રવીને પણ જગાડી દે છે.....

"આઉચ મારુ માથું આટલું જોરથી મરાય વીણાં " ફરિયાદ ના સ્વર માં વીણા ના પતિ એ કહ્યું....

રવિ આટલું બોલી ને આખો પર હળવો હાથ ફેરવતા ફેરવતા વીણા ની સામે જોઈ રહે છે અને તેને ખભા ને અડે છે.......અને કહે છે "શું થયું ....?"

"સપનું.....તો....તે....સ્વપ્નું.....હતું....." વીણા એ ગભરાતા ગભરાતા કહ્યું....

"શું હતું?...... શું..... જોયું.....તે.....સ્વપ્ન ....માં....." રવિ એ પૂછ્યું

"કાંઈ નહિ મહીમાં ક્યાં છે.... મારે તેને જોવી છે મારી દિકરી મહિમા ક્યાં ગઈ મારે હાલ જ તેને મળવું છે....." વીણા એ કહ્યું

રવિએ વીણા ને શાંત કરવાની કોશિષ કરી તેને પાણી આપ્યું અને કહ્યું ",તું બેસ અહીંયા હું મહિમાને લઈ ને હાલ જ આવું છું તે તેના રૂમમાં જ સૂતી છે "

"ના મારે મહિમા ને હાલ જ જોવી છે તમે જલ્દી તેને લઈ આવો " વીણા ખૂબ જ હાઇપર થઈ ને કહે છે એટલે રવિ મહિમા ના રૂમમાં જાય છે ત્યાં પાંચ વર્ષની મહિમા શાંતિ થી સૂતી હોય છે તેના પપ્પા તેની પાસે જાય છે અને હળવેકથી તેના માથા પર હાથ ફેરવે છે અને હળવેકથી ચુંબન કરી ને નામકડી મહિમા ને જગાડે છે......

"પપ્પા......" મહિમા ઉઠી ને આટલું જ બોલે છે અને તેના પપ્પાની સામે તાકી રહે છે....

"બેટા હમણાં મમ્મી ખૂબ જ ડરી ગયેલી એટલે મેં તારી મમ્મી ને કહ્યું કે મહિમા હમણાં જ તારો ડર ભગાડી દેશે " રવિ એ મહિમા ને તેની કાલી ભાષા માં સમજાવતા કહ્યું

હા..... પપ્પા ચાલો આપણે મમ્મી ના રૂમમાં જઈએ.....હું મમ્મી નો બધો ડર તરત દૂર કરી દઈશ "
મહીમાં એ કહ્યું......

મહિમા ની વાત સાંભળીને એક મોટા સ્મિત સાથે રવિ કહે છે " શાબાશ, તો ચાલો આપણે મમ્મી ના રૂમમાં જઈએ ..... મારી ઢીંગલી ને તેના પપ્પા તેડી ને લઈ જશે....

રવિ મહિમા ને તેડી ને વીણા ના રૂમમાં લાવે છે મહિમા ને જોતાંની સાથે છે વીણા તેને તેની બાહો માં લઈ લે છે અને રડી પડે છે

મહિમા તેની મમ્મી ને શાંત કરતાં કહે છે...."મમ્મા હું અહીં જ છું અને હું છું ને ત્યાં સુધી તું ડરિશ નઈ હું તારા ડર ને આમ ખત્મ કરી દઈશ .....

મહિમા ની વાતો સાંભળી ને રાતે જોયેલા પેલાં સ્વપ્ન ના આઘાત માંથી બહાર આવવાનો પ્રયત્ન કરતી વીણા મહિમા ના માથા પર હળવું ચુંબન કરે છે અને તેના માથે હાથ ફેરવે છે અને કહે છે " હું મને આવેલું સ્વપ્નું ક્યારેય સાચું નહિ પડવા દઉં.......


વીણા રવીને તેના સ્વપ્ન વિશે કહે છે અને એમ પણ કહે છે કે મારી ગર્ભ માં રહેલી દિકરી ને હું નહિ મારુ..... હું એબોર્શન તો નહીં જ કરાવું નથી જોઈતો મારે દીકરો ........હું મારી બંને દિકરીઓ ને દિકરા થી પણ ચડિયાતી બનાવીશ પણ એબોર્શન તો નહીં જ કરાવું......."

રવિ વીણા ની વાત સાથે સહમત થવાનો પ્રયત્ન કરે છે તે ભણેલો ગણેલો છે એટલે જલ્દી વીણા ની વાત ને સ્વીકારી લે છે અને કહે છે "ઠીક છે જેવી તારી ઈચ્છા હું તારી સાથે છું.....



"ઠીક છે જેવી તારી ઈચ્છા" કહીને રવિ સુઈ જાય છે અને વીણા પણ સુવાનો પ્રયત્ન કરે છે પણ હમણાં આવેલા સ્વપ્ન ના લીધે તેને ઊંઘ જ નથી આવતી......



સવારે..........................................

સવારમાં જ્યારે વીણા ની આંખ ખુલે છે ત્યારે રવિ ઓફીસે જવા માટે તૈયાર થઈ ગયો હોય છે રવિ ને તૈયાર થયેલો જોઈ ને વીણા કહે છે " હું અત્યાર સુધી સૂતી હતી તમે મને વહેલા કેમ ના ઉઠાડી?.."

"તને પેલા સ્વપન પછી બહુ મોડા ઊંઘ આવી હતી ને એટલે મને થયું કે આજે જાતે જ તૈયાર થઈ ને ઓફિસે જાઉં " રવિ એ હસતાં હસતાં કહ્યું...અને પછી વીણા ને બાય કહીને રવિ ઓફીસ જવા નીકળી ગયો.


આજે આ ઘરમાં તો એક એબોર્શન થતા અટક્યું અને પાંચ મહિના પછી વીણા એ મહિમાની નાનકડી બહેન ને જન્મ આપ્યો અને તે નાનકડી પરી નું નામ પ્રિન્સી રાખવામાં આવ્યું....



❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤









નિધિ ઠક્કર


email id : nidhithakkar369@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED