Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૧૩

અધ્યાય-13


બધા જ કલાસ તરફ જવા જતા હતા ત્યારે અર્થે માનવ ને કેન્ટીન તરફ દૂરથી જતા જોયો તેથી તેણે કલાસમાં જવાનું માંડી વાળ્યું.

તેણે બધાને કહ્યું "તમે ક્લાસમાં જાઓ હું આજે નથી આવતો આપણે રિશેષમાં મળીએ"

બીજા કોઈ તેને સવાલ પુછે તે પહેલાજ તે ભાગી ગયો.

સ્મૃતિ એ આશ્ચર્ય સાથે પૂછ્યું" આને શું થયું?"

બધા વિચારતા હતા પણ કલાસ માં જવાનું હોવાથી કોઈએ ધ્યાનના દીધું.

અર્થ એ માનવની પાછળ પાછળ કેન્ટીનમાં ગયો અને માનવ જ્યાં બેઠો હતો તે ટેબલમાં જઈને બેસી ગયો. માનવને કોઈ પાસે છે તેવો અહેસાસ થયો અને તે કંઈ બોલે તે પહેલાં અર્થ બોલ્યો

"શુભસવાર માનવ, હું અર્થ.."

"શુભસવાર અર્થ તને મળીને ખુશી થઈ.શું આજે તમારે પણ કલાસ નથી."

"ના એવું નથી બસ આજે મને કલાસમાં જવાની ઈચ્છા નહોતી.હું તમને કંઈક પૂછવા માંગુ છું."

"ઓહ,હા જરૂર બોલ તારે શું પૂછવું છે."

"આપણી એક ટીમ મેમ્બર છે કાયરા તેણે એવું વિચાર્યું છેકે કદાચ સ્પર્ધામાં તરતા આવડવું જરૂરી છે કોઈપણ ચાર પાંચ સદસ્યોને કારણકે કોઈ એવી રમત યોજાઈ જેમાં તરવાનું જરૂરી નીકળ્યું તો આપડે મુશ્કેલીમાં મુકાઈ જઈ શકશું.તો તેની માટે અહીંયા કોઈ આસપાસ સુરક્ષિત નદી કે તળાવ જેમાં કોઈ ખતરો ના હોય અને અમે રાત્રે તેમાં તરવાનું શીખી શકીએ કારણકે અમારે આ કામ સ્કુલના નિયમો ની વિરુદ્ધ જઈને કરવાનું છે."

માનવ થોડું વિચારે છે અને ત્યારબાદ કહેછે.

"અહીંયાંથી થોડે દુર એક નદી છે મેં તેના વિશે સાંભળ્યું છે વાંચ્યું છે પણ હું ત્યાં ગયો નથી તે નદીનું નામ અમાયા છે. તે એક સુંદર નદી છે અને બહુ પવિત્ર નદી છે. ત્યાં એક ટાપુ જેટલી જગ્યા છે અને જેની ઉપર જંગલ છે. ત્યાં કોઈ ભય નથી બસ થોડુંક જંગલી જાનવર થી સંભાળજો.તેના ઇતિહાસ માં એવું લખ્યું છેકે તે રાત્રી દરમ્યાન ના મુશળધાર વરસાદથી બનેલી નદી છે. તે ખૂબ પવિત્ર છે તેથી કોઈ દાનવ અને દુષ્ટજાદુગર ત્યાં આસપાસ પણ ફરીના શકે. તે એટલા માટે પવિત્ર છે કારણકે તે વરસાદ કોઈ સારા જાદુગરના મૃત્યુ થવાથી તેના માનમાં વર્ષયો હતો."

"માહિતી આપવા બદલ આપનો આભાર મારે હજી કંઈક તમને પૂછવું છે માનવ.શું તમે પ્રો.અનંત વિશે જાણો છો?"

"હા, હું કઈ ખાસ તો તેમના વિશે જાણતો નથી પણ મને ખબર છેકે તે આપણી સ્કૂલમાં ભણાવતા હતા.પણ તે કેટલાક વર્ષો થી ગાયબ છે નાતો તેમના મૃત્યુ ની ખબર છે નાતો તેમના જીવિત રહેવાની પણ કેટલાક લોકો તેમની ગુપ્ત રીતે તપાસ કરે છે પણ તેમને એવો કોઈ ખાસ સુરાગ નથી મળતો તેમના જીવિત હોવાનો.આ ઉપરાંત મને કંઈક ખબર છે પણ હું તને અત્યારે નહીં કહું કારણકે તે ખબર સાચી નથી મને તેની ઉપર વિશ્વાસ થશે તો હું તને જરૂર કહીશ.પણ તું તો સ્કૂલમાં હમણાજ આવ્યો તો તું તેમની વિશે કેવી રીતે જાણે છે?"

"હું તમને જે વાત કહું તે મહેરબાની કરીને કોઈને કહેશો નહીં પણ મને પ્રો.અનંત સ્વપ્નમાં આવે છે જ્યારથી હું આ દુનિયામાં આવ્યો છુ,આ સ્કૂલમાં આવ્યો છું ત્યારથી ખબરનહિ પણ તે વારંવાર મારા સ્વપ્નમાં આવીને મને કંઈક કહેછે તે જીવિત છે તે હું જાણું છું પણ મારી પાસે કોઈ એવો સબૂત નથી કે હું રજૂ કરી શકું.મારી જોડે તેમની એક બુક છે."

"હું તારી વાત સમજીશકુ છું પણ આ વાત પર મારી કંઈ ટિપ્પણી દેવી ઠીક નથી તેથી હું તને આ વિશે કંઈક વિચારીને સલાહ આપીશ."

"તમારો ફરીથી આભાર માનવ"

"તું અહીં બેસ ત્યાં સુધી હું જરૂરી કામ પતાવી દઉં."

"હા, કેમનહી"

માનવે તેની બેગમાંથી એક ચોપડી કાઢી અને ટેબલ પરમૂકી અને તેને હાથની મદદથી વાંચતો હતો અને એક નોટબુકમાં લખતો હતો.

રિશેષ પડી ત્યારે ત્યારે ક્રિશ,કરણ,વરીના,સ્મૃતિ અને કાયરા પણ આવે છે.અર્થ તેમને બધીજ વાત કહેછે.

સ્મૃતિ: "મેં તે નદી જોયેલી છે.હું તને રસ્તો બતાવીશ."

કરણ: "પણ આપડે જઈશું કેવી રીતે તે બહુ મોટી સમસ્યા છે."

કાયરા: "તે બધું તમે મારી ઉપર છોડી દો.બસ તમે રાત્રે દશ વાગ્યે તમારા રૂમમાં તૈયાર રહેજો."

ક્રિશ: "પણ તું તેવું તો શું કરીશ?"

કાયરા: "તે તમને રાત્રે જ ખબર પડશે."

ત્યાંથી છુટ્ટા પડ્યા બાદ જમી ને રાત્રે દશ વાગ્યે અર્થ અને કરણ તૈયાર હતા.ક્રિશ તો આવવાનો જ નહોતો કારણકે કોઈ તો રૂમમાં તેમનો બચાવ કરવા રહેવું જરૂરી હતું.તેમણે વિચાર્યું હતું કે જો તેમની ગેરહાજરી માં કોઈ આવીને કરણ અને ક્રિશ વિશે પૂછશે તો તે ધાબા ઉપર ખુલ્લી હવા ખાવા ગયા છે તેમ કહી દે છે અથવા કોઈ બીજાના રૂમમાં કામ થી ગયા છે તેમ કહીદેશે આમ કરવાથી તે બચી જશે અને કોઈને ખબર પણ નહીં પડે.

કરણ અને ક્રિશે શતરંજ રમવાની ચાલુ કરી અને અર્થ બુક વાંચતો હતો ધીમે ધીમે સમય ક્યાં જતો રહ્યો તેની કોઈ ખબર ના રહી અને અગિયાર વાગી ગયા.

અર્થ મનોમન વિચારતો હતો કે કાયરા અહીંયા આવીજ નહીં શકે કારણકે અહિયાં આવું તેની માટે ખૂબ મુશ્કેલ હતું.કારણકે છોકરી ઓની ચોકીદારી એટલેકે તેમનું ધ્યાન રાખતી ઉંમર લાયક બહેન મિસિસ.બેલા બહુજ જબરા હતા.તે રાત્રે કોઈ છોકરી ને બહાર નીકળવા દે તેમ હતું નહીં અને જો ત્યાંથી કદાચ પણ નીકળી જાય તો છોકરાઓ ના છાત્રાલયમાં મિસ્ટર.અનમોલ પણ તેમના થી કંઈ ઓછા નહોતા.તેથી બે મુશ્કેલી પાર કરીને આવું લગભગ અસંભવ લાગતું હતું.

અગિયાર વાગ્યા બાદ તો ત્રણે જણે માની લીધું હતું કે કાયરા હવે નહીં આવે તેણે માત્ર વાત જ કરી હતી.

ત્યાંજ અચાનક બારીનો ખટકવાનો અવાજ આવ્યો જાણે કોઈ બારી ખખડાવી રહ્યું હોય અને ત્રણે તે તરફ જોયું તો બહાર સ્મૃતિ અને કાયરા હતી તેમણે એક ચામચીડિયા જેવું ઝેકેટ પહેર્યું હતું અને આશ્ચર્યની વાત એ હતી કે તે હવામાં ઉડી રહયા હતા.જેમ કોઈ ચામચીડિયું ઉડતું હોય.આ ખરેખર અદભુત હતું.કાયરા અને સ્મૃતિ અંદર આવ્યા અને કરણ,ક્રિશ અને અર્થે તેના વખાણ કર્યા.

ક્રિશ: "પણ તને આવો વિચાર ક્યાંથી આવ્યો?"

કાયરા: "થોડા દિવસો પહેલા મેં એક બુક વાંચી હતી તેમાં ઉડવાની કેટલીક રીતો આપી હતી તેમાંથી મને આ વિચાર આવ્યો.તો અમે આજે જ છુટ્ટીને નજીક ની એક બજાર માં ગયા અને ત્યાંથી આવા ચાર ખરીદી લાવ્યા.આ બંને તમારા માટે છે.આપણે ત્યાં ઉડીને જઈશું."

કાયરા એ તેવા બે ઝેકેટ અર્થ અને કરણ ને આપ્યા.

કરણ: "પણ આ કામ કેવી રીતે કરેછે?"

કાયરા: "બહુજ સિમ્પલ છે તમે તેને ઝેકેટની જેમ પહેરી લો અને બસ બંને હાથ ફેલાવીને જોરથી હલાવો તેથી તમે હવામાં તરી શકશો એટલેકે ઉડી શકશો."

અર્થ: "ઠીક છે આપણે બારી માંથી જવું પડશે.તો આપણે નીકળીએ જેથી જલ્દી પાછા આવી શકીએ."

ચારેય જણ તૈયાર હતા અને સૌ પ્રથમ સ્મૃતિએ હવામાં પડતું મૂક્યું ત્યારબાદ કરણે બાદમાં કાયરાએ અને છેલ્લે અર્થે હવામાં પડતું મૂક્યું.

તે ત્રણે સ્મૃતિની પાછળ ઉડતા જતા હતા.હવા ખૂબ ઠંડી હતી પણ અર્થને ખૂબ મજા આવી રહી હતી.જ્યારે કાયરા પણ અદભુત આનંદ લઈ રહી હતી. તેના વાળ હવામાં ખુલ્લા હતા અને તે રાતમાં કોઈ હવામાં ઊડતી પરી જેવી લાગતી હતી. અર્થ પણ મંત્રમુગ્ધ થઈને તેની સામે જોઈ રહ્યો હતો.જાણે તેને કોઈ પ્રત્યે પહેલીવખત આકર્ષણનો અનુભવ થયો હોય.તેણે કદાચ જ કોઈ સુંદર છોકરીને આટલી નજીકથી નિહાળી હશે.તે બંને એઉડતા ઉડતા એકબીજાનો હાથ પકડી લીધો અને બંને સ્થિર હવામાં ઉડતા હતા.સ્મૃતિ અને કરણ પણ આગળ ઉડતા હતા.તે ઘણા આગળ આવી ગયા હતા.સામે પર્વત દેખાતા સ્મૃતિએ ઈશારો કર્યો અને તે પર્વત પર કરતાજ એક મોટી અને સુંદર નદી દેખાઈ જેની વચ્ચે એક નાનો ટાપુ જેવું કંઈક દૂરથી દેખાતું હતું.નજીક ગયા બાદ ખબર પડી તે ટાપુ નાનો હતો પણ ગીચ વૃક્ષોથી ભરેલો હતો.સ્મૃતિ એ નીચે ઉતરવાનો ઈશારો કર્યો અને તે ચારેય નીચે ઉતર્યા. તે જે ગીચ જંગલની વચ્ચે ઉતર્યા ત્યાંથી થોડેક નજીકજ કિનારો હતો.તે ચારેય તે તરફ ચાલતા ચાલતા જતા હતા.

પણ જ્યારે કિનારાની નજીક પહોંચ્યા ત્યારે ખબર પડી કે કિનારા ઉપર કોઈ હતું કારણકે ત્યાં ટોર્ચનો પ્રકાશ દેખાઈ રહ્યો હતો.