અધુુુરો પ્રેમ - 7 - વચન Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અધુુુરો પ્રેમ - 7 - વચન

વચન
આકાશ અને પલક એકબીજાને ભેટીને અથાગ પ્રેમ ને માણવા એકબીજાની આત્મા સુધી ઉતરી ગયા.પલકે પણ સહેજથીજ આકાશને આલીંગન આપી દીધું. પલકને પણ આકાશના ભેટવાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. એને થયું કે હું પણ ઇચ્છતી હતી કે આકાશ મને ભેટી પડે.એકબીજા પ્રેમથી ભેટ્યા, પણ પલક અચાનક યાદ આવ્યું કે અરે !હું આ શું કરી રહી છું. મારે આકાશને રોકવો જોઈતો હતો.પલક એક ઝાટકેથી આકાશના હાથમાંથી છુટીને દોડતી પોતાના ઘેર જતી રહી. ને કશું બોલ્યા વગર જ પોતાના બેડ ઉપર પડીને રડવા પણ લાગી અને વળી આંખોમાં ખુશી પણ અપાર દેખાણી,પલક હજીસુધી એ વાતને સમજી શકી નથીકે એ પણ આકાશ ને અથાગ પ્રેમ કરવા લાગી છે. પણ બીજી તરફ એ પોતાના ભાવી પતીને અને એના પરીવાર ને "વચન"આપી ચુકી છે.અને આમ પણ આ બધું મારી મરજીથી તો નક્કી કરવામાં આવ્યું છે તો પછી હું હવે મારો હાથ અને મેં આપેલું "વચન"કેવીરીતે ફેરવી શકું.અને હવે એ પણ એક સચ્ચાઈ છેકે આકાશને હું પણ ચાહવા લાગી છું. ને આમેય આકાશ મને પહેલાથીજ ખૂબ જ ગમતો હતો.પણ મે એના વીશે આવું કયારેય વિચાર્યું જ ન હતું કે આકાશ મને આવી પરીસ્થીતીમાં મને પ્રપોઝ કરશે ને હું પણ એના તરફ આર્કિષત થઈ જ્ઈશ.નહીતર હું આ વેવિશાળ કરવા રાજી જ ના થાત ને.આમ પલક મનોમન વ્યથિત થયા કરે છે.
એક તરફ પ્રેમ છે તો બીજી તરફ "વચન"છે ને સાથે સાથે વડીલો ને સમાજને આપેલું વચન છે.જે હોય તે મારે ગમેતે એક ને અન્યાય કરવોજ પડશે કારણકે એક સાથે બન્ને વચન નિભાવવા એ મારા માટે શક્ય નથી. એણે ખુબ જ વિચાર વિમસ કર્યો પણ શું કરવું એ સમજાતું નથી. એથી એણે પોતાની બહુજ પ્રિય બહેનપણી નેહલ ને ફોન કરી ને કહ્યું નેહલ મને તારી જરૂર છે તું જલ્દીથી મારા ઘેર આવને એમ કહીને પલકનું ગળુ રુંધાઈ ગયું. નેહલે કહ્યું અરે પલક કેમ રડે છે શું વાત છે તું મને જલ્દીથી કે શું કોઈ સાથે ઝગડો થયો કે શું ? તારી મમ્મીએ તો કશુ નથી કહ્યું ને ? કે પછી તારા બેસ્ટ ફ્રેન્ડ આકાશ જોડે તો કશું નથી ખાટુમોળું થયું ને ? આમ નેહલ એક પછી એક પ્રશ્ર્નો ની ઝડી વરસાવવા લાગી. જેથી પલકે કહ્યું તું બસ અત્યારે કશું પુછ માં તું બસ જલ્દીથી આવ.
ઠીકઠીક તું ચિંતા ન કર હું બસ આ પહોંચી બેજ મીનીટમાં.
ફોન કટ કરીને પલક માથે હાથ દ્ઈને પોતાના જીવ ને કોષવા લાગી. અરે પલક તું આટલી ભણેલી ગણેલી છોકરી થઈ ને એક વાતનું ડીસીઝન ન લઈ શકે.એના માટે તારે કોઈ બીજાની મદદ શા માટે લેવી પડે,તું ગાંડી તો નથી થઈ ગઈ ને કેમકે તું એવી છોકરી છે જે આખાય ગામને સલાહ સુચન કરે છે અને આજે બીજા કોઈના સુચનની તારે જરૂર પડે છે. આમ પોતાની જાત સાથે વાત કરી રહી છે.એટલામાં જ નેહલ એકટીવા લઈ ને પહોંચી ગઈ. અચાનક નેહલને આવેલી જોઈને પલકના મમ્મીએ કહ્યું અરે '!નેહલ આવ આવ કેમ અચાનક આવી.નેસલે કહ્યું કે માસી બસ એવું કશું નહીં, પણ મને પલકનો ફોન આવ્યો હતો કે એની તબિયત સારી નથી એટલે હું એની ખબર પુછવા આવી ગ્ઈ. સારું સારું તું આવી આજે સવારની પલકની તબિયત ખરાબ લાગે છે. દરેક કામ ઉંધુ ચિત્તુ કરે છે ખબર નથી કે એને શું થયું છે. તું આવી તો એને થોડું ઠીક લાગશે.
નેહલે પલકના બેડરૂમ નો દરવાજો ખટખટાવીને અંદર પ્રવેશ કર્યો. નેહલને જોતાજ પલક ઉભી થઈ ને નેહલને ભેટી પડી ને ભારે અવાજે આવકાર આપ્યો. થોડીવાર આગતાસ્વાગતા કરીને પછી તરતજ નેહલે પલકને કહ્યું કે બોલ પલક શું વાત છે તું આટલી મુંજવણ માં કેમ લાગે છે. હંમેશાં બીજાને હીંમત આપતી તું આજે કેમ આટલી બધી ગળગળા થઈ ને બેઠી છે.જલ્દીથી મને વાત કરી ને તારું મન હલકું કરી નાખ.એટલે પલકે પોતાનો રુમ અંદરથી લોક કર્યો. અને નેહલને તમામ બનેલી ઘટનાઓ થી રુબરુ કરી.પલકની બધીજ વાત સાંભળીને થોડીવાર નેહલ પોતાની જીભને હોઠ વચ્ચે દબાવીને મંદમંદ મુસ્કુરાઈ ને કહ્યું કે પલક આતો ખૂબ સારી બાબત છે. તારો નાનપણ નો મિત્ર આકાશ તને પ્રેમ કરે છે. એ બાબત જાણીને મને ખૂબ જ આનંદ થયો અને ખબરછે પલક આકાશ તારુ કેટલુ ધ્યાન રાખે છે જો તું આકાશ સાથે તારી લાઈફને સેટ કરી શકે તો તારા જેવી ભાગ્યશાળી છોકરી બીજી આ જગતમાં કોઈ નહી હોય. અને રહ્યું તારા વેવિશાળ ની વાત તો હજીયે તું એના ઉપર ફરી વીચાર કરી શકેછે. પરંતુ જો તું મારી સલાહ લેતી હોય અને જો મને તું તારી હમદર્દ માનતી હોય તો મારા મત પ્રમાણે તારા માટે આકાશ બેસ્ટ લાઈફપાર્ટનર સાબિત થશે.
સમજી મારી ભોળી પલક.
પરંતુ નેહલની વાત થી પલક પોતાની જાતને સહમત કરી ન શકી.એને પોતાના કરતા પોતાના વડીલોએ આપેલું "વચન"વધું મહત્વ ધરાવતું લાગ્યું. પરંતુ પલકે અત્યારે નેહલને કશું કહ્યું નહિ. થોડીવાર બંને સહેલીઓ એકબીજા સાથે વાતો કરી, પછી પલકની મમ્મીએ દરવાજો ખખડાવી ને કહ્યું પલક લે આ સરબત નેહલને આપ અને તું પણ પી લે.બંનેએ સરબત પીધું. અને પછી નેહલે કહ્યું કે હવે હું રજા લ્ઉ છું પલક.કારણકે તારે તો ઓલરેડી ગવર્મેન્ટ જોબ છે પરંતુ મારે હજી જોબ લેવા માટે ખુબ વાંચવાનું છે.એટલું કહી ને નેહલે રજા લેતાં લેતાં પલકને કહ્યું કે જો પલક આ તારી જીંદગી નો પ્રશ્ન છે, આ તારેજ સ્વોલ કરવો પડશે.ઉતાવળે કોઈ ડીસીઝન લ્ઈને આખી જીંદગી માથું કુટીશ નહી.થોડો વખત લઈને સમજી વિચારીને ફેસલો કરજે.હવે હું જ્ઈશ. અને હા આકાશ ક્યાં છે હું આજે તો એને મળ્યાં વીના તો જ્ઈશ નહી.(મારા થનાર જીજાજી ને ..બંને જોરથી હસવા લાગ્યા)
પલકને નેહલને દરવાજા સુધી વળાવવા ગ્ઈ પરંતુ ઓશરીમાં પહોંચી નેહલે આકાશને બુમ પાડી આકાશ ઓ આકાશ, નેહલનો અવાજ સાંભળીને આકાશ પોતાની ઓશરીમાં આવ્યો ને એકબીજાને હાથ મેળવી હેલ્લો કહ્યું. નેહલે મજાક કરતા કહ્યું કે હવે હું તને જીજાજી કહું તો ચાલશેને આકાશ...(બધાજ હસવા લાગ્યા)આકાશે કહ્યું હા બીલકુલ નેહલ ચાલશે પણ તારી બહેનને તો પુછી જો એને ફાવશે ને.એટલે નેહલે કહ્યું એને પુછવાની જરૂર નથી. હું તને કહુ છુને જા અમારા તરફથી આ સંબંધ પાક્કો જ છે.તું લગ્નની તૈયારી આજથીજ શરૂ કરી દે.અને હા તમારા બંને માટે હનીમૂન નુ સ્થળ પણ મેં નક્કી કરી રાખ્યું છે. પલકે નેહલને વચ્ચે જ અટકાવી ને કહ્યું કે બસ કર હવે તું બહુ જ આગળ નીકળી ગઈ છે તારી જીભને થોડી લગામ દે.હજીતો ભેંસ ભાગોળે અને છાછ છાગોળે જેવી વાત છે ને તું ક્યાની કયાં સુધી પહોંચી ગઈ નેહલ.તને અહીંયા મને વ્યથામાંથી બહાર કાઢવા બોલાવી હતી ને તું મને વધારે ઉતારી ગ્ઈ.હવે તું જા તારી જોબની તૈયારી કરવા જા અહીંથી.
પરંતુ આકાશ તું આની કોઈપણ વાતને માનતો નહી.તું તારી વાતને વળગી રહેજે.હીંમતે મર્દા તો મદદે ખુદા એ કહેવતને સાર્થક કરજે હું હંમેશાં તારી સાથે જ છું નેહલે કહ્યું. મારી પલક સુંદર હોવાની સાથે સાથે ખૂબ જ ભોળી છે એને જો કોઈ અપલખણીયો ભટકાઈ જશે ને તો એ સીચુરેશનને હેંડલ નહીં કરી શકે, પરંતુ અમે બધાજ જાણીએ છીએ કે તું હંમેશા પલકની કેટકેટલી કાળજી રાખે છે એ દીવો લઈને શોધવા જ્ઈશે તો પણ તારા જેવો છોકરો એને ક્યાય નહી મળે.આકાશ મને એક વચન આપ કહીને આકાશનો હાથ નેહલે પોતાના હાથમાં લીધો ને કહ્યું આકાશ મને વચન આપ કે તું પલકનો હાથ કયારેય નહી છોડે.એકપણ ક્ષણની વાર લગાડ્યા વીના આકાશે નેહલને વચન આપી દીધું.નેહલે આકાશ ને થેન્ક્યુ કહ્યું અને સજળ નેત્રે રજા લીધી...................... ક્રમશઃ




(પલક શું ડીસીઝન લેશે એ કોની સાથે પોતાના ભવિષ્ય ને આગળ ધપાવશે.....જોઈશું ભગ:-8 એહસાસ)