બે જીવ
ડૉ. બ્રિજેશ મુંગરા
(6)
ક્રોનિક મીટ
'નકુમ સર તમારા માટે જ્યુશ ઓર્ડર કરું ? મારો બેચ મેટ મોદી નકુમભાઈને જોતાં જ બોલ્યો.
'નો થેન્કસ, બંને બેસો, હું ઓર્ડર કરીશ.'
'ત્રણ ફાલુદા જ્યુશ ટપુ '
'હા, નકુમભાઈ' ટપુએ વીજળી વેગે પ્રતિક્રિયા આપી.
બ્રાઉન ધોતી, ઉપર પહેરણ, હાથમાં દાંડીયા. નવરાત્રીનો ગજબ ક્રેઝ હતો. નકુમભાઈને...
'યાર, નવરાત્રી છે. ખૂબ રમો, એન્જોય યોર સેલ્ફ' બ્રેકમાં નકુમભાઈ નાસ્તો કરવા આવેલા અને અનાયાસે અમે પણ પહોંચી ગયાં.
'ફે્રશ ફાલુદા જ્યુશ તૈયાર, લો' ટપુએ સ્ટાઈલથી એક હાથમાં ત્રણ ગ્લાસ ઉઠાવી આપ્યાં.
એક તરફ ફાલુદા જ્યુશનો સ્વાદ અને તરફ નકુમભાઈ અને નવરાત્રીની વાતો...
'તું કયા યરમાં સ્માટી ?' તેણે મારી તરફ જોતાં કહ્યું. 'ફાઈનલ ફર્સ્ટ'
'હું પણ' એ ખડખડાટ હસ્યાં.
૧૯૯૪ની બેચનો નકુમભાઈ ર૦૦૩માં પણ ફાઈનલમાં જ હતો. અમારું કેમ્પસ આવા વારંવારના પાસ થતાં વિદ્યાર્થીનેૃ ક્રોનીક તરીકે ઓળખતું.
'નકુમભાઈ, આ વખતે તો તમે પાસ જ છો. અમારા બેચમેટ મોદીએ કહ્યું.
'ના યાર, આપણે કંઈ પાસ–બાસ નથી થવું. આવી નવરાત્રી પછી કયાં થાય ?
જલ્સા છે જિંદગીમાં. આ સાંભળી અમે થોડું હસ્યાં.
મેં નકુમભાઈ વિશે ઘણી વાતો સાંભળેલી, પણ અત્યારે તો એ ખૂબ ઝગમગતા હતાં અને નવરાત્રીએ તેમાં વધારો કર્યો હતો.
ખરેખર અદભુત છે લાઈફ આવા આશાસ્પદ યુવાનો લક્ષ્ય તરફ આગળ વધે છે અને જિંદગીની ભંવરમાં ફસાઈને આશા જ છોડી દે છે. પછી તો નવરાત્રી જેવા તહેવારો જ હૃદયના પડેલા ઘાને મલમ લગાવે છે જ્યારે સમગ્ર વાતાવરણ ખુશીઓથી ભરેલું હોય...
'જૂઓ જૂનિયર્સ, પાસ થઈ જવાથી, રેન્ક આવવાથી સારા ડૉકટર નથી થવાતું. તેનાં માટે બે ચીજની ખાસ જરૂર છે. એક દિલ અને બીજું દિમાગ.તેને ઈશારાથી કહ્યું.
'લે, હું પણ કયાં ફિલોસોફી કરવા માંડયો ચાલો મોડું થાય છે.
ડાંડીયા અથડાવીએ તો ગરબા ગાતા ચાલ્યા.
'મોદી, ખરેખર મોજીલો માણસ છે નકુમભાઈ'
મેં કહ્યું.
'હા, યાર બધાં ક્રોનિક મોજીલા જ હોય છે. એને કશી ચિંતા હોતી નથી.'
'પણ એના કુટુંબીજનો એની અપેક્ષાઓ જેમાં એ ખરા નથી ઉતર્યા '
'હા, એમને પણ ચિંતા હશે જ. એટલે જ એ કેમ્પસમાં ટકી રહ્યા છે. નહીં તો કેમ્પસ છોડીકયારનાં ય જતાં ન રહે... '
'ખેર છોડ આપણે પણ નીકળીએ.' નાસ્તો પૂરો થતાં મોદીએ કહ્યુ.
અમે રાત્રે ડી.જે. ચાલુ થાય ત્યારે પહોંચતાં અને ઉટ–પટાંગ ડાન્સ કરતાં. ખરેખર, કેમ્પસની નવરાત્રી હંમેશા અમારા માટે ખાસ રહેતી.
રહી વાત નકુમભાઈની. તો આ દેશમાં આ લાખો યુવાનો રોજ એનાં સપનાઓ છોડી દે છે. કારણ... પ્રયત્ન કરવા છતાં નસીબ સાથ નથી આપતું અને કોઈ વાર પૂરતો પ્રયત્ન નથી હોતો. આવા યુવાનો એની જ તરંગોમાં જીવે છે અને પોતાની આકાંક્ષાઓ છોડી અલગ દિશામાં જ દોટ મુકે છે... તો શું એમને પણ આપણે નામ આપ શું ક્રોનીક ? જેનાં પ્રયત્નો બાદ પણ તે ઘણી વખતે નિષ્ફળ નીવડે છે.
***