બે જીવ
ડૉ. બ્રિજેશ મુંગરા
(1)
પ્રેમની પરાકાષ્ઠા
' બસ, પ્રિતી મને હા કહી દે, હું તને જિંદગીનાં છેલ્લા શ્વાસ સુધી ખૂબ જ ચાહીશ. આખી દુનિયાની ખુશી તારા ચરણોમાં ધરી દઈશ. બસ... હા, કહી દે પ્રિતી હું તને સાચા દિલથી ચાહું છું.
પ્રિતી અટ્ટહાસ્ય કરે છે... 'ના... જા... પાગલ...
આ કૂ્ર અટ્ટ હાસ્ય અત્યારે મારા કાનમાં ગુંજવાને બદલે મારું હૃદય ચીરી રહ્યું હતું. એ.સી. રૂમમાં પણ મારા ચહેરા પર રેખાઓ ઉપસી આવી અને હૃદય જોરથી ધબકી રહ્યું હતું. કંઈક પડવાના અવાજ સાથે હું સફાળો બેઠો થયો.
પ્રિતી, ગ્મને છોડી ને ન જા...
' શું થયું આદીત્ય બેટા ' સુઈ જા અહીં કોઈ નથી, કહેતા પપ્પા એમને પકડી લીધો.
' પપ્પા, પ્રિતી અહીંયા જ હતી. એમને મળવા આવી હતી, મારે... મારે...નવું પડશે. તે લાયબે્રરી પાસે મારી રાહ જોતી હશે.
રૂમમાં આછું અંધારું હતું. થોડો પ્રકાશ રૂમનાં નાઈટ લેમ્પને આભારી હતો. મેં જોશથી પપ્પાએ પકડેલો હાથ છોડાવ્યો અને બીજ ક્ષણે જમીન પર ફસડાય પડયો.
' બેટા, કોઈ નથી અહીંયા. કોઈ તારી રાહ નથી જોતું. આદી કેમ સમજતો નથી બેટા આ તારી કોલેજ નથી. આ હોસ્પીટલ છે. આપણે જૂનાગઢ છીએ.
રૂમ નં.૪ માં અવાજો સંભળાતા કમ્પાઉન્ડર દોડીને અંદર આવ્યો. લાઈટ ચાલુ કરી. તેની નજર સમક્ષ વ્હાઈટફલોરમાં લોહીનો લાલ રંગ સ્પષ્ટ દેખાતો હતો અને એક તરફ હું પડયો હતો.
' શું થયું આદીત્યભાઈને આ ઈન્ટ્રાકેથ કેવી રીતે નીકળી ગઈ
' કંઈ નહીં, બાથરૂમ ગયો. નીકળી ગઈ અને પડી ગયો.' પપ્પા આંખમાંથી આંસુ રોકતા વાસ્તવિકતા છુપાવવા તેઓ બોલ્યા.
' હું બીજી લગાવી દઉં છું '
' સાહેબને, બોલાવો પ્લીઝ '
ડૉ. હેમાંગી એક બાહોશ સાઈક્રિઆટીસ્ટ, સૌરાષ્ટ્રભરમાં સારી ઓળખ, શાંત અને મૃદુ સ્વભાવનાં, ઘર હોસ્પીટલથી નજીકમાં જ એટલે ફોન કરતાં જ પહોંચી ગયાં.
' હં... હવે સુઈ ગયો. મેં ઈન્જેકશન આપી દીધું છે. સો રિલેકસ... નીતીનભાઈ એમ કહેતાં ડૉ. હેમાણીએ પપ્પાને સાંત્વાના આપી.
' અડધી રાત્રે પેશન્ટ કેવા હેરાન કરે છે. સરસ સપનું આવેલું ' કમ્પાઉન્ડર બબડયો. ' શું વાત કરે છે આ પેશન્ટ ' કોલેજ, લાયબ્રેરી અને ઘણી વાર તો પ્રિતી... પ્રિતી કરતો ઊંઘમાં જ બબડે છે
તું નહીં સમજ આ ફાયનલ યર એમ.બી.બી.એસ. નો સ્ટુડન્ટ છે. પ્રેમમાં આ હાલત થઈ. પ્રેમમાં પણ માણસની શું વલેવાય છે ' કિનારે આવેલી નૈયા ડુબી ગઈ. આટલી સુંદર કારકિર્દી બસ... ખતમ... ડૉ. હેમાણી એ એક નિસાસો નાખ્યો અને રવાના થયાં.
' આદીત્ય ' આપણે ડૉ. હેમાંગીની હોસ્પીટલમાં છીએ અને આ તારું જામનગ રકેમ્પસ નથી, જૂનાગઢ છે ' પપ્પા હજુ ગુસ્સામાં જ હતાં. જાણે મારા પ્રેમનો પ્રતિકાર ન કરતાં હોય જે ફકત મારી બાજુએ થી જ હતો એક તરફી
પપ્પા એમને એમ.ડી. બનાવવાનાં સપનાં જોયેલા, થોડી જૂની વિચારસરણી પણ ખરી પ્રેમ–બ્રેમમાં તો સહેજય માને નહીં. એમાં બળતાંમાં ઘી હોમાઈ એવી મારી આ હાલત... કદાચ એક પિતા ન જોઈ શકે. હું એમની વેદના સમજી શકતો હતો. પણ મારી વેદના એ સમજી શકી હોત તો આજે હું અહયાં ન હોત
' શું વિચારે છે પેલી છોકરી વિશે હજુ તારે એમાં જ પડયું રહેવું છે ? ' પપ્પા કડક સ્વરે બોલ્યાં.
' શું થયું હતું રાત્રે ?' મેં સાંભળ્યું ન હોય એમ અકળાઈને પૂછયું.
' કંઈ નહીં..., તું આરામ કર. હું ફ્રુ્રટ લઈને આવું છું. પપ્પાએ ગુસ્સો ગળી જતાં કહ્યું.
આહ્લાદક સવાર... પર્વતોથી ઘેરાયેલું શહેર, બારીમાંથી દેખાતું સુંદર રળીયામણું દ્શ્ય પહાડો ચીરી આવતો પ્રકાશ જાણે નવી શરૂઆતનો સંદેશો લઈને આવ્યો હતો.
પરંતુ હું... હું મારા ભૂતકાળમાંથી બહાર જ નહોતો આવતો અને એટલે જ હું ડૉ. હેમાણીની હોસ્પીટલમાં હતો.
દર્દીઓની ચહલ–પહલ વધી હતી... બધા એનાં કામમાં ગળાડુબ હતાં. માનસિક બિઁમાર દર્દીઓ અલગ જ તરી આવતાં હતાં. કોઈ હસતું હતું... કોઈ ગંભીર મુદ્રામાં હતું, તો કોઈએ બબડતું હતું.
હું મારા રૂમમાંથી બહાર આવ્યો. સામેની સીટ પર બેઠેલો વૃદ્ધ દર્દી મને ઓળખતો હોય તેમ મારી પાસે આવ્યો અને બીજી ક્ષણે એમને ભેટી પડયો.
' હાય... ' શાહરૂખ પહચાના મુજે ? 'બચ્ચન' હું આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો.
' અરે... અમિતાભબચ્ચન કેબીસી દેખ રહે હોના ? હે નાં સુપર્બ તે મારી તરફ ધસ્યો.
' ચાલો, અહીં બેસી જાવ.' એક યુવાને આદેશાત્મક અવાજે કહ્યું.
આજે તેનાં પર હસવું મારે માટે મુશ્કેલ હતું, કારણકે હું પણ એમાંનો એક હતો. બસ, ફર્ક એટલો હતો કે એ યુવાન તેનાં પિતાને લાવેલો અને મારા પપ્પા મને...
કેવા છે આ લાગણીઓનાં તાણાં વાણા... એકદમ ગૂઢ અને અનોખા...
બીજો એક પેશન્ટ ગંભીર મુદ્રામાં આંગણીના વેઢે કંઈક ગણતરી કરતો હતો અને બબડતો હતો. જાણે કાલેજ એને દેશનું બજેટ પેશ કરવાનું ન હોય... ?
હું વ્યથા સાથે મારા રૂમમાં ગયો. પછી ચાલું થયો વિચારોનો સીલસીલો કેમ્પસ, મસ્તી, મિત્રો, લાયબ્રેરી, ક્રિકેટ, લેકચર, પ્રોફેસર અને હા... મારી પ્રિતી મારી જિંદગી તો ખરી જ
એક અવાજ સાથે દરવાજો ખુલ્યો અને હું મારી તંદ્રામાંથી બહાર આવ્યો.
' બેટા, જો હું ફુ્રટ લઈને આવ્યો. ફુ્રટવાળો તો બહુ ભાવ કહેતો હતો. ૧૦૦રૂા. ના કિલો હોય કોઈ દિવસ ? હું તો ૬૦રૂા. ના કિલો લઈ આવ્યો. એ પણ એકદમ ફ્રેશ ' પપ્પાએ જાણે મોટી જંગ જીતી હોય તેમ સફરજન મારી સામે મૂકયા.
ખરેખર અમે ગુજરાતીઓ થોડું–ઘણું બાર્ગેનિંગ કરી, કોઈ વસ્તુમાં ખાટી ગયા એમ હરખાતા હોઈએ છીએ.
પણ... મને આવા તો માં ઝાઝો રસ ન હતો. મને રસ હતો કેમ્મપસની એ યાદગાર ક્ષણોમાં... મારી પ્રિતીમાં. જે હર ક્ષણ... હર શ્વાસે મને એની તરફ ખેંચતી હતી... અભૂતપૂર્વપ્રેમની માઠીઅસરો મારા દિલો–દિમાગ પર સ્પષ્ટ વર્તાતી હતી.
કમ્પાઉન્ડર ''બાબુ, બિન્દાસ્ત' રૂમ પાસે આવી બોલ્યાં.
' રૂમનં. ૪ના પેશન્ટનાં સગાને બોલાવે છે.' પપ્પા ઓપીડી રૂમમાં ગયાં.
ડૉ. હેમાણી તેનાં ઈન્ડોર પેશન્ટની ફાઈલ અને પ્રોગ્રેસ ચકાસી રહ્યાં હતાં.
હું કયારનોય અકળાયો હતો જાણે કોઈ કેદીને જેલમાં પૂર્યો ન હોય...
હું રિસેપ્શનમાં બાબુભાઈ પાસે જઈ બેઠો. બાબુભાઈ આમ જોવા જઈએ તો કમ્પાઉન્ડર... પરંતુ ફિલ્મોના જબરા શોખીન સફેદ પેન્ટ–શર્ટ, શૂઝ અને ગળામાં કામ કરતા સમયે રૂમાલ...
' યે મૂવી ૧૯૯૪ મેં રીલિઝ હુઇ થી મેને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો દેખી થી ' તેણે હિન્દી માં ડાયલોગ માર્યો.
મેં ટેલીવિઝન પર ઉડતી નજર કરી. શાહરૂખ કાજોલનો સંવાદ ચાલતો હતો. મને મારી કાજોલ... એટલે કે મારી પ્રિતી યાદ આવી.
પ્રિતી દેસાઈ, પ'૬'' હાઈટ, સુંદર આકર્ષક શરીર, ગોરુંમુખડું, ને ગાલ પર ખંજન. ખરેખર... અદ્ભૂત હતી. આ છોકરી બધા અનાયાસે તેની તરફ ખેંચાઈ જતાં પછી સ્ટુડન્ટ હોય કે પ્રોફેસર...
હું વિચારોની દુનિયામાં રાચતો હતો. ત્યાં જ બાબુભાઈએ મારી આંખો સમક્ષ ચપટી વગાડી. 'કઈ દુનિયામાં છો આદીત્યભાઈ મૂવી પૂરું થઈ ગયું' હું જરા રૂમનં.૧ નાં પેશન્ટને દવા આપીને આવું.
હું સ્થિર મૂર્તિની જેમ બેઠો હતો. સામે હતાં મારા એ જ સપનાં જેમ નું કોઈ મૂલ્ય ન હતું. કદાચ...ભૂતકાળ મારા શરીરની આજુબાજુ સાપ બનીને વીટાળ્યો હતો.
મેં હળવેકથી ઓપીડી રૂમનો દરવાજો ખોલ્યો, ડૉ. હેમાણી ગંભીર મુદ્રામાં હતાં. ' ઇટ ઇજ ઍ કેસ ઓફ પેરાનોઇડ્ય સિજૉફેનીયા' એટલે જ આદિત્યને અવાજો સંભળાય છે. હજુ ઇ.સી.ટી.આપવાપડશે.
આ સાંભળી મારું હૃદય જોરથી ધબકયુ, કારણકે પેરાનોઇડ્ય સિજૉફેનીયા' વિશે હું થોડું–ઘણું જાણતો હતો.
હું મારી લાગણીઓ દબાવી ઓપીડી રૂમમાં પ્રવેશ્યો.
' હાય, સર '
' હાય, બેટા '
મારાપપ્પાની આંખમાં આંસુ હતાં. જેના માટે જવાબદાર હતો હું.
' આદિત્ય, સાહેબ શું કહે છે સાંભળ્યું... તું જલ્દી ઠીક થઈ જઈશ. પપ્પાએ મુશ્કેલીથી સ્મિત કર્યું.
પણ હું જાણી ચુકયો હતો કે હવે મારી જિંદગી દવાઓને સહારે હતી. હું ગુસ્સાથી ઓપીડીરૂમમાં થી બહાર આવ્યો.
મેં રૂમમાં આવતાં જ મારી પ્રિય રિસ્ટ વૉચ અને ચપ્પલનો ઘા કર્યો. સામે પલંગ પર બેસી હું મારા હાથને મસળવા માંડયો.
' સિજૉફેનીયા ' નાહોય...
હું તો હમારા સપના પૂરાં કરવા માંગુ છું, ખૂબ આગળ વધવા માંગુ છું. ' મેં નિઃસાસો નાખ્યો અને રડી પડયો.
' બેટા, આદિત્ય ' કંઈ નથી થયું, તું જલ્દી સાજો થઈ જઈશ. પપ્પાએ પ્રેમાળ હાથ મારા ખભા પર મૂકયો, ખરેખર કેટલું વાત્સલ્ય હોય છે બાળક પર પિતાને અને હું તેના માટે તો બાળક જ હતો. તેની આંખોમાં આજે પણ મને આશાનું કિરણ દેખા તું હતું. હું પપ્પાને ભેટી પડયો.
' શાંત થઈ જા ' આદિ. બધા સારાવાના થઈ જશે.
' પપ્પા... મને ખોટો દિલા સોન આપો હું જાણું છું કે.........
અને મેં તમને કેટલી વાર કહ્યું મને સાચો પ્રેમ છે. બસ, મને પ્રિતી મળી જાય હું સાવ ઠીક થઈ જઈશ.
' બંધ કર તારા લપરાવેડા એ છોકરડીને મન તારી કોઈ ચિંતા નથી અને તું પ્રિતી... પ્રિતી... કરતો ફરશ, કયાં સુધી તું કઈ દુનિયામાં જીવે છે આદિ ? જીવન એક સ્પર્ધા છે. અહીં કોઈ તમારી રાહ નથીજોતું. તારી સાથે ભણતાં વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પૂરું કરી પોસ્ટ–ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મેળવી ચૂકયાં છે અને તું... એક હોસ્પીટલમાં પેશન્ટ બનીને બેઠો છે. વાસ્તવિક રીતે આદિત્ય નહીં તો તારું કેરિયૃર અને મારા સપનાં બંને ભાંગી પડશે. પપ્પા ગુસ્સે થઈ ઉઠયાં.
' તમારી વિચારસરણી જ ખોટી છે પપ્પા તમે મારી લાગણી, મારા પ્રેમને સમજતાં નથી.
' બસ, હવે ચુપ થઈ જા.' પપ્પા વ્યથિત હૃદયે વચ્ચેથી જ બોલી ઉઠયાં. 'કાલે આવેલી છોકરી માટે તને આટલી લાગણી છે... અમારે લાગણીનું કોઈ મૂલ્ય નહીં, પરિવારે આપેલાં પ્રેમનું કંઈ નહીં. રાત–દિવસ જોયા વગર તારી કારકિર્દી માટે ભોગ આપેલો છે, મેં અને તારી મમ્મીએ. તારા કેટકેટલાંક પારિતોષિકો જોઈ મારી છાતી ફુલાઈ જતી અને તારી આ હાલત જોઈ મારું હૈયુ વલોવાય છે.'...
હું શાંત બેસીને સાંભળતો રહ્યો. આમેય બીજો કોઈ વિકલ્પ મારી પાસે હતો પણ નહીં...
એટલામાં ડૉ. કુમાર આવ્યાં.... કેમ છે આદિત્ય ?
' ફાઈન સર ' રોજની જેમ મેં મારો જમણો હાથ આગળ કર્યો. 'સર અહીં વેઈનછે '. 'તું શાંતિથી સુઈ જા. હું શોધી લઈશ.' થોડીવારમાં જ હું બેભાન થયો.
૦૦૦
'બેટા, ટીફીન લઈ આવ્યો છું. જમી લે.' બધું ગરમાગરમ છે. કહેતા પપ્પાએ ટીફીન ખોલી મારી સામે રાખ્યું.
મને બંને બાજુ 'ટેમ્પોરલ લોબ' એટલે કે કાનની ઉપર ખૂબ દુઃખતું હતું. હું સમજાય ગયુકે ઇ.સી.ટી અપાયા છે. કારણકે હોસ્પીટલમાં આવ્યા બાદ આ રોજિંદી ક્રિયા હતી. મેં એક ઊંડો નિઃશ્વાસ નાખ્યો. જમી લીધું. દવા પી સુઈ ગયો.
સાંજે પ.૦૦ વાગ્યાની આસપાસ હું જાગ્યો. થોડું ઘેન હજુ જણા તું હતું. હું રૂમની બહાર આવ્યો. બહાર ઓપીડીમાં લોકોની સંખ્યા ખાસ્સી હતી. મારા રૂમની બહાર એક મોટું દર્પણ હતું. અનાયાસે મારી નજર પડી અને... સામે જાણે કોઈ અજાણ્યો વ્યકિત ઊભો હોય એમ હું એકીટશે જોઈ રહ્યો.
ખરેખર... આ હું જ છું ? એ જ આદિ જે સપ્રમાણ શરીરનો આગ્રહી હતો. જે ૭૦ કિલોની જગાએ આજે ૯૦ કિલોનો થઈ ગયો. શરીર અને મુખ પર ચરબીનો થર જામી ગયો હતો.
' ખરેખર, કાતિલ છે આ જિંદગી ' જેને મારા વ્યકિતત્વને બિલકુલ બદલી નાખ્યું છે. હું મનોમન બબડયો.
કભી હમ ભી થે વો બંદે
જિસે હવા ભી પૂછ કે ચલતી થી.
આ ગયે કિસ મુકામ પે હમ
જહાઁ મંજિલ ભી રૂખ્ બદલતી હૈ..
જાણે કોઈ મને બોલાવી રહ્યું હોય એવું મને લાગ્યું. હું મારી યાદોને વાસ્તવિકતામાં અનુભવી રહ્યો હતો. ત્યાં જ 'ધડામ... ' વાતાવરણ નિઃશબ્દ બન્યું. એક દર્દીએ જોરથી પાણી પીવાનો ગ્લાસ પછાડયો બસ... મારા એકાંકી નાટકનો અંત આવ્યો.
' આદિત્ય કયારનોય બોલાવું છું. સાંભળતો નથી. કયાં ખોવાયેલો છો ? પપ્પા જોરથી તાડૂકયો.'
' હંમેશની જેમ... મારા સપનાની દુનિયામાં' હું ધીરેથી બોલ્યો.
પપ્પા ખુશ જણાતાં હતાં. રૂમમાં પ્રવેશતાં જ બોલ્યા. બે દિવસમાં રજા મળી જશે. બસ... પછી રાજકોટ... તું શાંતિથી ભણજે.
મારા માટે સ્ટડી, લાયબ્રેરી બધું 'આઉટ ઓફ વે ' હતું. મારી નજર સામે હતી. મારી પ્રિયતમા અને હૃદયમાં તેને હૃદયમાં તેને પામવાની અપાર ઝંખના...
ફરીથી સવારે ડૉ. કુમાર, એનેસ્થેસિયા ઇ.સી.ટી વળી દુઃખાવો અને લંચમાં ગરમાગરમ ટીફીન...
૦૦૦
આજે રજા મળવાનો દિવસ હતો. ડૉ. હેમાણી મારા રૂમમાં આવ્યાં. 'કેમછેબ્રેવો' આજે ર૦મો દિવસ છે તે ફાઈલ ચેક કરતાં બોલ્યાં, આઇ થિન્ક યુ આર વેલ નાઉં. તેઓ ધીમે પણ મક્કમ અવાજે બોલ્યા, યુ નાઉ એડવાઈઝ એડીકવેટ રેસ્ટ, રેગ્યુલર ડ્રગ્સ એન્ડ ફરગેટ ઓલ. કેરી ઓન યોંર સ્ટડીઝ, બેસ્ટ ઓફ લક આદિત્ય ધીમેથી એમને મારી પીઠ થબથબાવી.
હું ખરેખર નિરાશ હતો. જે ઇ.સી.ટી દ્વારા ડૉ. હેમાણીએ મારા મગજની સ્થિતિને કાબુમાં કરી. પણ... મારી અંદર વહેતા પ્રેમનાં અવિરત ઝરણાનું શું ? મારી એ શુદ્ધ લાગણીઓનું શું ?
ખરેખર મુશ્કેલ છે પ્રેમને સમજવો અને જેને અનુભવ થાય તેણે બીજા સમક્ષ વ્યકત કરવો. કારણકે એ શુદ્ધ હૃદયનાં પ્રેમને વ્યકત કરવાની સ્થિતિમાં જ હોતો નથી. આ લાગણીને સમજી તેને ઊંચું સ્થાન આપવું એ ખરેખર મુશ્કેલ હતું. આ સમજનારો સમગ્ર સૃષ્ટિમાં જાણે હું એક હતો. બીજા બધા માટે હું એક સબ્જેકટ (વિષય) હતો. મારી પ્રેયસી માટે પણ...
હૃદયનું સ્થાન ઊંચે છે, પ્રેમની દુનિયામાં પણ ભૌતિક દુનિયા દિમાગને મહત્ત્યવ આપે છે અને આજે... દિમાગ સામે દિલની હાર હતી એ મેં સ્વીકારી લીધું.
ગિરનારનાં દૂરથી દર્શન કરી અમે કારમાં બેઠા, ડૉ. હેમાણી એ આપેલી સૂચના હું કયારનોય ભૂલી ચુકયો હતો. પ્રેમનું ઝનુન મારા પર હાવી થઈ રહ્યું હતું અને એ કેમ્પસ... જ્યાં મારી યાદો કેદ હતી. એ એક પછી એક મારા દિમાગમાં રમવા લાગી...
***