Be Jeev - 8 books and stories free download online pdf in Gujarati

બે જીવ - 8

બે જીવ

ડૉ. બ્રિજેશ મુંગરા

(8)

ઈમોશનલ ઈડિયટ્‌સ

ફાઈનલ યર. દરેક મેડીકો માટે ટફ અને મહેનતમાં ગીલે એવો સમયગાળો. પાર્ટ–૧માં ત્રણના વિષયો, છ મહિનાએ માટે પૂરતા હતાં.

ડૉ. વૈદ્યે પોતાનું લેકચર શરૂ કર્યું.

'લુક, પ્રિવેન્ટીવ અને સોશ્યલ મેડીસીન ઈઝ વેરી બોરીંગ સબ્જેકટ. ઈટ ડાયરેકટલી રીલેટેડ વીથ ડેટા, બટ યુ મસ્ટ નો એવરીથીંગ બી કોઝ પી.એસ.એમ. ઈઝ વેરી હેલ્પ ફુલ ફોર અવર પ્રેઝન્ટ એન્ડ ફયુચર... ઓહ વી હેવ ટુ લર્ન ઈટ.

હર્ષ લેકચર સાંભળતા સાંભળતા જ ઊંઘી ગયો. આમ, પણ એ બે–ચાર દિવસથી ઉદાસ જણાતો હતો. ડૉ. વૈદ્ય શિસ્તપાલનનાં આગ્રહી હતાં. હર્ષને ઊંઘતો જોઈ તાડુકયા.

'લોર્ડ ઓફ ધી લાસ્ટ બેંચ, વેક–અપ, વેક–અપ યુ ઈડીયટ.'

ત્યારે જ હર્ષ મહાશયની ઊંઘ ઊડી.

વોટ ઈઝ ધીસ

સર, ધીસ ઈઝ લેકચર હોલ.

નો, ધીસ ઈઝ પી.એસ.એમ. લેકચર હોલ.

ઈઝ ધીસ રાઈટ પ્લેસ ફોર સ્લિપિંગ ?

નો સર,

'સો વાય એન્ડ ટેલ મી અબાઉટ પી.એસ.એમ.'

'આઈ નો સર, પી.એસ.એમ. ઈઝ વેરી બોરિંગ સબ્જેકટ.'

લેકચરમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ જોરથી હસ્યાં. હર્ષ હજુ પોતાની આંખો અને ચશ્મા વ્યવસ્થિત કરવામાં લાગ્યો હતો.

ડૉ. વૈદ્ય ગુસ્સે ભરાયા, 'નો... યુ આર નોટ સર્ટેન્લી ટેલ લાઈક ધીઝ ઈડિયટ.'

'સોરી, સર' હર્ષ બેસી ગયો.

લેકચર પત્યા બાદ હું, નીલ અને અમન તેને ઘેરી વળ્યાં. 'શું થયું હર્ષ ?'

'કંઈ નહીં. જવા દો યાર' તેને રુખોસુખો પ્રત્યુત્તર આપ્યો.

'ના, અમે ફકત તારા મિત્રો નથી. તારા હમદમ છીએ યાર, કહે વિના સંકોચે.

કુછ નહીં, વહી દર્દે દિલકી દાસ્તાન.

એક કાતિલ હસીના ઔર... ઔર અલીબાબા અમને ઉમેર્યું.

ના, બેચારા મજનું

એકસ્કયુઝમી, આમાં મજનું કોન છે ?

નીલે ચારેબાજુ નજર કરી પેતરો કર્યો.

'હછું,યાર તમારો મિત્ર, હમદમ, સાથી જે કહો તે,

પણ મને હવે પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.'

શું થયું ? હવે વાત રસપ્રદ બનતી જતી હતી.

કંઈ નહીં... એ સાલી બી.ડી.એસ. વાળી કવિતા.

ખૂબ ગોસીપ કરી. સાથે ખૂબ ફર્યા.

મારા નામે ઘણાં રેસ્ટોરન્ટમાં જમવાના અને નાસ્તા નાં બીલ ફાડયા, અને

અંતે... તું મારો સારો ફ્રેન્ડ છે. આવતા મહીને મારી સગાઈ છે.

તું જરૂરથી આવજે.

નીલ અને અમને હસવાનું ચાલુ કર્યું.

મેં વચ્ચેથી બંનેને રોકયા.

'હી ઈઝ સીરીયસ એન્ડ વી હેવ ટુ બી',

થોડીવાર બધા ચૂપ, મા હોલ એકદમ શાંત થઈ ગયો.

મેં પ્રેમથી હર્ષના ખભા પર હાથ મૂકયો.

'યાર, પ્રેમ એ બલા છે જેમાં માણસ કાં તો ખૂબ ઊંચે જાય છે.

અથવા તો સાવ નીચે તળીયે.

બસ, તું નિરાશા ખંખેરી નાખ, અને મારી સાથે થઈ જા.

પછી જો જિંદગી કેવી તોફાની છે...

હજુ હર્ષ એ જ છોકરીના વિચારોમાં હતો.

'લીવ હીમ એલોન' નીલે નિરાશા થી કહ્યું.

અમે થોડા દુર ગયાં, થોડી ક્ષણો બાદ મેં વળી હર્ષ તરફ જોયું.

'લીવ હીમ,... એલોન આદિ.' નીલે ગુસ્સાથી કહ્યું.

'નહિ, હું હિંમત નહીં હારું. અમારી દુનિયામાં તારું ફરી સ્વાગત છે હર્ષ.

આપણે ફકત મિત્રો નથી. એકબીજાનાં સુખ–દુઃખનાં પણ સાથી છીએ

હંમેશને માટે યાર.' મેં મારા બંને હાથ લંબાવ્યાં.

તત્ક્ષ્ણ હર્ષ આગળ વધી મને ભેટી પડયો.

ખરેખર આજે એની ફિલિંગ્સ, હું હૈયા સોસરવી અનુભવી રહ્યો હતો.

કેટલું દર્દ છે મોહબ્બતમાં...

અચાનક થોડા દિવસ પહેલા જોયેલી ફિલ્મ યાદ આવી. અને

મેં મારું મોં વાંકુચુકું કર્યું. ત્રણેય હસી પડયો.

'મિસ્ટરબીન'... હર્ષઉછળીપડયો.

તેઓને આ પાત્ર ખૂબ પસંદ હતું.

આ બાદ લગાતાર સાત દિવસ સુધી મેં 'મિસ્ટર બીન ટાઈપ મો કર્યુ.

ફકત મારા મિત્રની ખુશી માટે...

હા, એ વાત અલગ હતી કે હવે,

મારા મિત્ર વર્તુળમાં હું 'મીસ્ટર બીન' તરીકે જાણીતો થયો.

પણ મેં એક વાત સમજી લીધી.

એ ખુદા, મેરે કિસી ચાહને વાલોકો પ્યાર ન હો,

અગર હો તો પ્યાર મેં હસીના એતરાજ ન હો...

૧ એપ્રિલ – ર૦૦૩.

આજે નીલનો બર્થ ડે હતો.

અમે યોજના બનાવી હતી કે નીલને વિશ ન કરવું.

પછી જોઈએ શું બકે છે એ બંદો

સવારે અમે નાસ્તામાં નીલની રાહ જ ન જોઈ.

નીલે ભપકાદાર કપડામાં પૂરા ઠાઠમાઠથી ,સ્ટાઈલથી એન્ટ્રી મારી,

હેલ્લો ફ્રેન્ડઝ, ચાલો નાસ્તો કરીએ.'

અમે કરી લીધો.' અમને ટૂંકમાં કહ્યું.

'હેં... મને મૂકીને... સાલાઓ આ જ...

'હા, આજ સોમવાર છે. ડૉ. વૈદ્યનું લેકચર... સો પંકચ્યુલ અબાઉટ ટાઈમ.'

અમે નીકળી ગયા.

'આજે મારો જન્મદિવસ છે. ભૂલી ગયા હરામખોર...

સાલાઓ જાવ, હવે તમારો એકનો પણ જન્મદિવસ યાદ ન રાખું.

'તેલ લેવા જાવ, તમે અને તમારો વૈદ્ય' નીલ મનોમન બબડયો.

સાંજે નીલ વહેલો જમી લાયબ્રેરી નીકળી ગયો. એને મૂડ પણ ન હતો.

ગજબ છે ને દોસ્તી પણ

પોતાનો હક્ક ઈચ્છે છે મિત્રો પર, જેટલી મિત્રતા પરિપકવ અને

ઊંડી એટલી એકસ્પેટેશન પણ વધી જાય છે.

અમે શું કરવાના છીએ એનાથી નીલ બેખબર હતો.

અને ખબર પણ કયાંથી હોય,

એ તો રૂમ પર આવી ગાઢનિંદ્રામાં સરી પડયો હતો.

રાત્રે અગિયાર વાગ્યે અમે નીલનાં રૂમમાં પ્રવેશ્યાં.

ચોરની માફક લાઈટ ઓફ હતી.

હું, અમન અને હર્ષ કેક હાથ પર લગાડી નીલ પર તુટી પડયો.

નીલ સફાળો બેઠો થયો. લાઈટ્‌સ ઓન કરી.

હેપી બર્થ–ડે નીલ.'... અમે તાળીઓ પાડી જોરદાર સોર કર્યો.

બધા ફ્રેન્ડઝ ભેગા થયાં.

સાલાઓ, તમને તો મારો જન્મદિવસ યાદ ન હતો ને

નીલ હજુ ગુસ્સામાં હતો.

'આ સરપ્રાઈઝ આપવા કર્યું હતું બર્થ–ડે બોય' મેં કહ્યું.

'પણ આ રીતે લુચ્ચાઓ, મારો નાઈટ ડ્રેસ અને મારું મોં...

નીલે અરીસામાં નજર કરી.

'હા, ડેવીલ બહુ સરપ્રાઈઝ દે છે ને બધાને આજે તને દઈ નાખી.

ચાલ ઉપર અગાસીમાં (ટેરેસમાં)

તારા માટે પાર્ટીનું આયોજન કર્યું છે.' હર્ષે કહ્યું,

'અને... અમે કહીએ એ રીતે અમને ઉમેર્યું.'

નીલનાં બે હાથ, બે ટાંગા પકડી ઉચકયો બધાએ.

'નીલ પટેલ, મુર્દાબાદ, શૈતાન કા જન્મદિન યાદ રહે.' નાંનારા લગાવી હુરિયો બોલાવ્યો.

બધા ફ્રેન્ડઝ નીલને નારા લગાાવતાં ટેરેસ પર લઈ ગયાં.

ડી.જે. ચાલુ થતાં અમારા પગ ગતિમાં આવ્યાં.

નાચવા માટે મજબૂર કરે એવો માહોલ હતો.

પેટભરીને ચાઈનીઝ અને કેક ખાધી.

રાત્રે ૧વાગ્યે પાર્ટી પતી.

નીલ આસ્તેકથી આવી મને ભેટી પડયો.

'થેંકયું, યાર એક યાદગાર જન્મદિનની ઉજવણી માટે.'

'અરે... રાસ્કલ, તારા માટે તો જાન હાજર છે.'

બાય ધ વે, આ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન અમન અને હર્ષનો પ્લાન હતો.મેં કહ્યું.

યાર આજ તો તારી જિંદાદીલી છે.

મિત્રોને જ મોખરે રાખીને તું પે્રક્ષક ની જેમ હંમેશ ઊભો હોય છે.

ખેર, આજે મારા માટે ખુશી બેવડાઈ છે.

' કેમ ?'

'યાર, આજ મેં અંકિતાને પ્રપોઝ કર્યો અને તેણી એ હા કહી.'

'કોણ પેલી આયુર્વેદવાળી, તારી હુશ્ને મલ્લિાકા'.... 'હા'...

હું એની આંખોમાં પ્રેમનું ઓજસ્વી સ્વરૂપ સ્પષ્ટ જોઈ શકતો હતો.

'તો આજથી તું અમારી લઠ્ઠા પાર્ટર્ીમાંથી બાદ...'

મને આમ પણ પ્રેમ–બ્રેમમાં વધુ કંઈ સમજાય નહિ.' મેં રીલેકસ થતાં કહ્યું.

'યાર એકવાર સમજી તો લો... પ્રેમથી વિશેષ આ દુનિયામાં બીજું કંઈ નથી.'

હર ક્ષણ જીવંત બની જાય છે.

તેણે તેના બંને હાથ ફેલાવ્યા આસમાન તરફ.

તેનું આ વાકય મને પણ સ્પર્શી ગયું.

પણ પ્રેમ માટે નહોતી ફુરસદ.તમન્ના કે હિંમત, પરંતુ મારા દોસ્તોની ખુશી, હું ખુશ હતો.

ચાલો એક મિત્રનો પેમ તો મંઝીલે પહોંચ્યો.

આખરે મિત્રતા પણ એક એવું વળગણ છે.

મિત્રના સુખથી સુખ અને દર્દથી દર્દ...

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED