Maanan ni Mitrata - full story books and stories free download online pdf in Gujarati

માનન ની મિત્રતા - ફૂલ સ્ટોરી

માનન ની મિત્રતા ફુલ સ્ટોરી
આ મારી પહેલી સ્ટોરી હતી . તેથી ઘણા વાંચક મિત્રો એ તે ન વાંચી હોય એવું બની શકે , આથી તેમની માટે આ આખી સ્ટોરી એક જ ભાગ માં લઈને આવી રહી છું .
અેક સરસ મજાનુ ગામ હતુ. ગામ નુ નામ રામપર હતુ.ગામ ની આજુબાજુ સરસ મજાની હરીયાળી હતી.આમ જોવા જઇઅે તો ગામ સંપૂણ રીતે કુદરત ના ખોળે રહેનાર હતુ.
આ ગામ ના લોકો પણ સારા અને સુખી હતા.આ ગામ મા ત્રણ સાચા અને પાકા મિત્રો રહેતા હતા.તેમના નામ માનવ,નયન અને નલિનિ હતુ.
જયા જોવો ત્યાં આ ત્રણેય સાથેને સાથે.આ ત્રણેય ની મીત્રતા ની ગામ વાળા લોકો પણ મિશાલ આપતા હતા.
ગામ હતુ તો શાળા પણ હોય. ગામ મા ધોરણ ૭ સુધીની શાળા હતી. આ ત્રણેય મીત્રો નુ છેલ્લું વષૅ હતુ , કારણ કે ગામમાં આના થી આગળ ની શાળા ન હતી .
ગામ ના જમીનદાર નું નામ રમણીકલાલ હતું. નલિની તેમની દીકરી હતી. રમણીકલાલ સારા વ્યક્તિ હતા .તેઓ ખરા દિલ થી ગામ વાળા વ્યક્તિ ઓની સેવા કરતા હતા.નલિની નાની હતી ત્યારથી જ તેની મા ગુજરી ગઈ હતી ,આથી રમણીકલાલ તેને એકલા હાથે ખુબ લાડકોડ થી ઉછેરી હતી અને તેની બધી જરૂરિયાત પુરી કરતા હતા , તો પણ નલિની માં આ વાત નું જરા પણ અભિમાન ન હતું .
નયન અને માનવ પણ આ જ ગામ ના હતા. નયન તેની બહેન અને તેના માતા-પિતા સાથે રહેતા હતા.જયારે માનવ નો પરિવાર મોટો હતો. તે તેની બે બહેનો અને તેના માતા-પિતા ખુબ હળીમળી રહેતા હતા . તેઓ નયન અને નલિની ના માતા-પિતા જેટલા પૈસાદાર ન હતા પરંતુ મહેનતુ અને ઈમાનદાર વ્યક્તિ ઓ હતા.
નલિની ના પપ્પા તેને આગળ ભણાવવા માંગતા હતા . આથી તેઓ ગામ છોડીને હંમેશ માટે બાજુના શહેર માં રહેવા માટે ચાલ્યા ગયા.
નયન પણ થોડા ટાઈમ પછી તેના પરિવાર સાથે બીજા શહેર માં ચાલ્યો ગયો અને આ બાજુ માનવ એકલો ગામ માં રહી ગયો. તે આગળ ભણી શકે તેમ ન હતો આથી તે ગામ માં જ તેના પપ્પા ની મદદ કરવા લાગ્યો.
* * * * *
થોડા વરસો પછી
હવે તેઓ મોટા થઇ ગયા હતા . તેઓ કોલેજ માં આવી ગયા હતા. નયન અને નલિની કોલેજ ના બીજા વર્ષ માં આવી ગયા હતા. નલિની ની કોલેજ નું નામ એમ.જે .કોલેજ હતું. નયન પણ અમરેલી માં કોલજ કરતો હતો. તે ઉપડાઉન કરતો હતો.તેની કોલેજ નું નામ કે.વ્યાસ કોલેજ હતું.
નલિની અને નયન પુરી રીતે તેમના ગામ ને ભૂલી ગયા હતા , અને સાથે સાથે તેઓ એકબીજા ને અને માનવ ને પણ ભૂલી ગયા હતા. તેઓ તેમની જિંદગી માં આગળ વધી ગયા હતા.
એમ. જે .કોલેજ શહેર ની પ્રખ્યાત કોલેજ હતી . નયન બીજા વર્ષ માં હતો પણ તેની કોલેજ માં કોઈ પ્રોબ્લમ આવતા તેને કોલેજ ચેન્જ કરી અને તે નલિની ની કોલેજ એમ.જે.કોલેજ માં એડમિશન લીધું હતું.
નલિની પુરી રીતે બદલાય ગઈ હતી. તેની પાછળ નું કારણ તેના પપ્પા હતા.કારણ કે તેના પપ્પા નલિની ના ભવિસ્ય માટે અમરેલી તો આવતા રહયા પરંતુ તેને પૂરતો ટાઈમ ન આપી શક્યા .આથી નલિની તેના પપ્પા ના સાથ વગર પુરી રીતે બદલાય ગઈ.
નલિની એકલવાયા જીવન થી કંટાળી ગઈ હતી.તેની અસર તેના વર્તન માં દેખાતી હતી . એ પોતાનામાં જ મસ્ત રહેતી હતી. તેનો ગુસ્સો બધા ઉપર વરસતો હતો. તે એકદમ ટોમબોય જેવી થઇ ગઈ હતી.
આ બાજુ નયન અને માનવ બન્ને નલિની થી એકદમ અલગ હતા .બન્ને શાંત અને સુશીલ હતા.
નયન અને નલિની બંને એક જ કોલેજ માં હતા પરંતુ,બંને માંથી કોઈ પણ એક બીજાને ઓળખી શક્યા ન હતા.
અહીં ગામ માં માનવ નો પરિવાર મોટો હતો અને તેના પિતા પણ મોટી ઉમર ના હતા,આથી તેઓ પૂરું કામકાજ કરી શકતા ન હતા અને તેમના પરિવાર નું ભારણપોષણ સરખું થતું ન હતું .
આથી એકદિવસ માનવ તેના માતા-પિતા ની રજા લઈને અમરેલી નલિની ના પપ્પા પાસે તેના લાયક કોઈ નોકરી હોય તો કરવા માટે આવ્યો.
રમણીકલાલ પહેલા તો તેને ઓળખી ન શક્યા પરંતુ માનવે ઓળખાણ આપી તો ઓળખી ગયા.માનવ ભણ્યો ન હતો આથી તેમની ઓફીસ માં નોકરી આપી શકે તેમ ન હતા , પરંતુ તેમને નલિની માટે ડ્રાયવર ની જરૂર હતી. આથી તેમને ડ્રાયવર ની જોબ આપી દીધી. માનવે જતા પહેલા તેમને વિનંતી કરી કે નલિની ને ન જણાવે કે આ તેનો નાનપણ નો દોસ્ત માનવ જ છે અને રમણીકલાલ એ માટે હા પડી.
આમ ત્રણેય એકબીજા ની જિંદગી માં પાછા ફર્યા હતા પરંતુ એકબીજા ને પહેલા ની જેમ ઓળખાતા ન હતા.
* * * * * *
નયન અને નલિની એક જ કોલેજ માં હતા .આથી તેઓ ક્યારેક ક્યારેક સામસામા આવી જતા પરંતુ એકબીજા ને ઓળખી સકતા ન હતા.
નયન ખુબ જ સારો અને ડાહ્યો છોકરો હતો . આથી આ કોલજ માં થોડા સમય માં જ તેના ફ્રેન્ડ બની ગયા હતા.
નયન હંમેશા તેના ફ્રેન્ડ સાથે જ જોવા મળતો તે ઘણીવાર નલિની ને જોતો તેને એમ લાગતું કે આને ક્યાંક જોયેલ છે પરંતુ ક્યાં તે તેને યાદ આવતું ન હતું.
નયન કોલેજ માં આવી ગયા પછી ફ્રી ટાઈમ માં તેના પપ્પા ના કોલસેન્ટર માં કામ પણ કરતો હતો.
નલિની જિંદગી થી કંટાળી ને બધાની સામે ખરાબ વર્તન કરતી હતી પરંતુ દિલ થી તો તે પેલાની જેમ જ સારી વ્યક્તિ હતી પરંતુ આ વાત ની ન તો કોલેજ માં કોઈને ખબર હતી કે ન તો ઘર માં કોઈને ખબર હતી.
તે જયારે જયારે ફ્રી હોય ત્યારે શહેર થી થોડે દૂર આવેલી જગ્યા એ ગરીબ બાળકોને ભણાવવા અને સ્ત્રીઓ ને ગુહઉદ્યોગ નું કામ શીખવવા જતી હતી. તે કોણ છે તે વાત ની ખબર ત્યાંના વ્યક્તિઓને પણ ન હતી . તે હંમેશા મોઢા ઉપર દુપ્પટો બાંધી ને જ જતી હતી .
બાળકોની બુક , બીજી કઈ જરૂરિયાત ની વસ્તુ લાવવા માટે તે એક કોલસેન્ટર માં પાર્ટ ટાઈમ જોબ કરતી હતી. એવું ન હતું કે તે તેના પપ્પા પાસે પૈસા માંગે ને તેઓ ન આપે પરંતુ નલિની જ માંગતી નહિ અને કોઈને આ વાત કહેતી નહિ.
તે ઈચ્છતી ન હતી કે આ વાત ની કોઈને પણ જાણ થાય પરંતુ તે ક્યાં જાણતી હતી કે જે થવાનું છે તે થઇ ને જ રહે છે. તે જે કોલસેન્ટર માં જોબ કરતી હતી તે નયન ના પપ્પા નું હતું.
માનવ પણ નલિની ની જિંદગી માં પાછો ફર્યો હતો પણ તેને જયારે તેનું બિહેવિયર જોયું ત્યારે તે જોઈને દંગ રહી ગયો . તે સમજી નોતો શકતો આ કેવી રીતે બન્યું .
નલિની ના પપ્પા એ જયારે પહેલીવાર માનવ ની ઓળખાણ ડ્રાઈવર તરીકે આપી ત્યારે તે ખુબ ગુસ્સે થઇ ગઈ , પરંતુ જયારે તેના પપ્પા એ કીધું ગમે તે થાય આજ તારો ડ્રાઈવર રહેવાનો છે તો તે માની ગઈ . તે તેની સાથે કોલેજ તો ગઈ પરંતુ રસ્તામાં જ ધમકી આપી દીધી કે હું કઈ પણ કરું તારે મને તેના વિશે કઈ પૂછવાનું નહીં અને જો ભૂલેચૂકે જો તે ક્યારેય તે વિશે પૂછી લીધું તો તું એ દિવસ થી જ નોકરીમાંથી છૂટો . આ વાત માનવ માની ગયો .
સવાર માં તેના પપ્પા ઓફિસ જતા ત્યારપછી નલિની પણ તેની જોબ ઉપર જતી રહેતી અને બપોર પછી કોલેજ જતી .
નલિની જોબ પર જાય ત્યારે માનવ તેને મૂકીને તેના એક્સટર્નલ ક્લાસ માં જતો , તે જે દિવસે આવ્યો હતો તે દિવસ થી જ નલિની ના પપ્પા એ તેની આગળ ભણવાની વ્યવસ્થા કરી દીધી હતી અને તેની ફી પણ ભરી દીધી હતી . તે ક્લાસ પણ આખો દિવસ ચાલુ રહેતા આથી તે ગમે ત્યારે ક્લાસ પણ ભરી શકતો . આમ ને આમ ત્રણેય ની લાઈફ ચાલુ હતી .
ધીમે ધીમે નલિની ને માનવ એટલે કે તેના ડ્રાઈવર ઉપર ભરોસો બેસવા માંડ્યો કારણ કે માનવે ક્યારેય તેને કોઈ સવાલ પૂછ્યો ન હતો .
એક દિવસ તે કોલેજમાંથી વહેલી ફ્રી થઇ ગઈ આથી તેને માનવને કોલેજ આવવાનું જણાવ્યું . આટલા દિવસથી નલિની વસ્તી માં ગઈ ન હતી આથી તેને ત્યાં જવું હતું .
જયારે નલિની એ માનવ ને આવવા માટે કીધું તો તેને આ વાત થોડી ખટકી કારણ કે નલિની ને ક્યારેય આ રીતે બહાર જતા જોઈ ન હતી . તે ફટાફટ તૈયાર થઈને કોલેજ ગયો . નલિની કોલેજ ના ગેટ પાસે જ તેની રાહ જોઈને ઉભી હતી , જેવો માનવ આવ્યો તે તરત જ ગાડી માં બેસી ગઈ અને ગાડી ને સીટી ની બહાર જ્યાં વસ્તી છે ત્યાં લઇ જવાનું કીધું . માનવ એ તરફ ગાડી ચલાવવા લાગ્યો પણ તેને એ વિચાર જરૂર આવ્યો કે આ ક્યાં જઈએ છીએ , તેને પૂછવાનો વિચાર પણ આવ્યો પણ પછી વિચાર્યું કે જઈએ છીએ તો ખબર તો આપોઆપ પડી જશે . વસ્તીથી થોડે દૂર તેને ગાડી ઉભી રખાવી અને માનવને ત્યાં જ ઉભા રહેવાનું કઈને મોઢે દુપટો બાંધીને ત્યાં જવા લાગી . જેવી નલિની થોડી આગળ ગઈ તરત જ માનવ તેની પાછળ એ જોવા ગયો કે તે ક્યાં જાય છે અને શું કરે છે . જેવી તેને નલિની ને વસ્તી માં જોઈ તે જોય તે ખુબ ખુશ થઇ ગયો .
નલિની જેવી વસ્તી માં પોંહચી કે તરત જ નાના બાળકો તેને ઘેરી વળ્યાં , નલિની તે બધા બાળકો ને પાસે બોલાવી તેમના નામ લઈને તેમના માથે હાથ મૂકે છે .
બધાને મળી લીધા પછી તેઓ આગળ ગયા તેની પાછળ માનવ પણ ગયો જ્યાં થોડું મોટું મેદાન હતું ત્યાં બધા બેઠા અને ત્યાં જ તેમની મા ઓ આવી ગઈ અને તેઓ પણ બેસી ગયા .
હવે નલિની એ બધાને ભણાવવાનું ચાલુ કર્યું . આમ ને આમ એક કલાક વીતી ગઈ અને નલિની ત્યાંથી નીકળવાની તૈયારી કરવા લાગી અને નીકળતા નીકળતા બધાને સૂચના આપી કે જે કરાવ્યું છે તે યાદ રાખે અને બીજીવાર આવશે ત્યારે પૂછસે અને સ્ત્રીઓને તેને જે ગૃહકામ શીખવ્યું હતું તે બરાબર થાય છે કે કેમ તે પૂછ્યું બધાએ હકાર માં જવાબ આપ્યો અને તે બધાને byy કહી ને નીકળી ગઈ .
આ બધું માનવ જોતો હતો અને તેને જોઈને ખુશી થઇ કે આ તેની પેલાવાળી નલિની જ છે પણ દુનિયા સામે બીજું મુખોટું પહેરી લીધું છે . તે આની પાછળ નું કારણ જાણવા માંગતો હતો પરંતુ સીધું પૂછે તો નલિની જવાબ આપે તેમ ન હતી . તેથી તેને પહેલા નલિની ની સાથે દોસ્તી કરવાનું વિચાર્યું . જેવી નલિની નીકળી તેની પહેલા માનવ ત્યાંથી નીકળી ગાડીમાં આવીને બેસી ગયો હતો .
થોડીવાર પછી નલિની પણ આવી ગઈ , નલિની ગાડીમાં બેઠી કે તરત જ તેને ગાડી ચાલુ કરી દીધી અને નલિની ને આ વિશે કઈ ન પૂછ્યું . નલિની પણ ખુશ હતી કે તેને કઈ ન પૂછ્યું કારણ કે આગળ જે તેના ડ્રાઈવર કાકા હતા તે બધું પૂછતાં અને તેને અહીં ન આવવા માટે સમજાવતા પણ નલિની તેમનું માનતી નહીં અને સાથો સાથ અહીં આવવાની ના પણ પાડતા . એને ક્યાં ખબર હતી કે તેનો ડ્રાઈવર મતલબ માનવને આ બધી વાત ની ખબર છે .
આમ માનવને નલિની વિશે ખબર પડી ગઈ હતી પરંતુ હજુ નયન બેખબર હતો જેનાથી આખી કોલેજ ડરતી હતી તે જ તેની નાનપણ ની ફ્રેન્ડ નલિની છે . નયન પણ સવારમાં તેના પપ્પા ની હેલ્પ કરવા માટે કોલસેન્ટર જતો પરંતુ તેણે ક્યારેય નલિની ને જોઈ ન હતી કારણ કે નયન ખાલી ત્યાં કામ જોવા માટે જ જતો હતો અને તે કામ વિશે માહિતી તેના મેનેજર પાસેથી મેળવીને જતો રહેતો , આમ ક્યારેય તેણે નલિની ને જોઈ ન હતી .
માનવ નલિની વિશે બધું જાણતો હતો પરંતુ તેને ડાયરેક્ટ હકીકત પૂછી શકતો ન હતો કારણ કે નલિની એ કીધેલું કે મને કહી પણ પૂછ્યું તો તું જોબ માંથી છૂટો એ હજી તેને યાદ હતું.
માનવ એક્સટર્નલ ક્લાસ માં જતો હતો ત્યાં તેને એક સારો ફ્રેન્ડ મળી ગયો હતો તેનું નામ રાજેશ હતું , પણ બધા તેને રાજુ નામ થી જ ઓળખતા હતા. રાજુ ખુબ ધિંગામસ્તી કરતો હતો , તે ગંભીર વાત ને પણ હસી મજાક થી આસાન કરી દેતો હતો. ઇત્તેફાક થી તે નયન નો પણ ફ્રેન્ડ હતો . નયન જયારે તેના ગામ થી અમરેલી આવ્યો ત્યારે તેનો પેલો ફ્રેન્ડ આ રાજુ હતો અને હજી સુધી તેમની મિત્રતા અકબંધ હતી.
નયન ક્યારેક ક્યારેક રાજુ ને મુકવા તેના ક્લાસ જતો હતો,પણ જ્યારે થી માનવે ક્લાસ જોઈન કર્યા છે ત્યારથી તે ત્યાં ગયો નથી .આથી નયન અને માનવ નો ભેટો થયો નથી, પરંતુ એક દિવસ અચાનક જ રાજુ નો ફોન નયન ને આવે છે કે તેની બાઈક માં પંચર પડી ગયું છે આથી મને ક્લાસ માં મૂકી જા. રાજુ ને ખબર જ હોય છે કે નયન હજુ સૂતો હશે આથી કે છે કે ઉઠી ને ફટાફટ આવ , મારે લેટ થાય છે.
નયન ઉભો થાય છે . બ્રશ કરી ને સીધો નીચે જાય છે .તેના મમી નાસ્તા નું કહે છે પણ તેને ના પાડી ને સીધો નીકળી જાય છે. તે સીધો જ રાજુ ના ઘરે જાય છે , ત્યાં રાજુ રાહ જોઈ ને બ હાર ઉભો હોય છે . રાજુ બેસી જાય છે અને તે બંને ક્લાસ જવા નીકળે છે.
માનવ તેની રાહ જોઈ ને બહાર જ ઉભો હોય છે. રાજુ તેને દૂર થી જ જોય જાય છે , અને તેની પાસે જ બાઈક ઉભી રખાવે છે.
રાજુ નીચે ઉતરે છે અને
માનવ અને નયન ને એકબીજા નો પરિચય આપે છે . પરિચય આપતા કહે છે કે આ માનવ છે જે મારો કલાસમેટ કમ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, અને આ નયન છે જે નાનપણ થી જ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. નયન અને માનવ બંને નામ સાંભળી ચોંકી ગયા.તેમને તરત એકબીજા સામે જોયું ને એકસાથે જ બોલ્યા રામપર?
અને પછી એકબીજા ને ભેટી પડ્યા . આ બધું રાજુ જોતો હોય છે પણ તેને કઈ ખબર પડતી નથી.આથી તે બંને ને પ્રશ્નાર્થ નજરે જોવે છે.આથી નયન અને માનવ બંને તેને પાસે બોલાવે છે અને સારી હકીકત કહે છે .
તે ખુબ ખુશ થઇ જાય છે કારણ કે તેના લીધે નાનપણ થી જુદા પડેલ બે ફ્રેન્ડ મળે છે ત્યારબાદ તો તેઓ ક્લાસ માં જવાનું જ ભૂલી જાય છે અને આખા સીટી માં રખડવા નીકળી જાય છે.
આમ જ નાનપણ ની દોસ્તી વધારે ગાઢ થઇ જાય છે.
થોડા દિવસ બાદ નયન
અને માનવ બંને ચા ની કીટલી પર બેઠા હોય છે ત્યારે અચાનક જ માનવ ને યાદ આવે છે કે નલિની વિશે નયન ને કઈ જણાવ્યું જ નથી ? તે તરત જ નયન ને કહે છે કે તને નલિની યાદ છે ? તરત જ નયન કહે છે કે એ કઈ ભૂલવાની વસ્તુ છે કે તેને ભૂલી જાવ ? મને બધું જ યાદ છે પણ તું શું કામ કહે છે .
માનવ : હું તેની ત્યાં ડ્રાઈવર ની
જોબ કરું છું પણ તે મને ઓળખી શકી નથી .
નયન : તે કીધું નહીં કે તું કોણ છે ? તે તરત જ તને ઓળખી જશે.
માનવ : તું જેમ માને છે તેવી હવે નલિની રહી નથી. તે પુરી રીતે બદલાઈ ગઈ છે. તે કોઈ ની સાથે સરખી રીતે વાત પણ નથી કરતી. હું આની પાછળ નું કારણ જાણવા માંગતો હતો , અને તે મને મળી ગયું છે.
ત્યારબાદ માનવ નયન ને પુરી હકીકત જણાવે છે કે તે કેવી રીતે જોબ પર રહ્યો , કેવી રીતે નલિની નો પીછો કર્યો અને કેવી રીતે તેને સારી હકીકત ખબર પડી.
નયન આ સાંભળી ને ચોંકી ગયો . તેને માનવામાં ન આવતું હતું કે નલિની આ હદ સુધી બદલાય જશે, પણ પછી નયને પોતાની જાત ને સંભાળી ને માનવ ને કહ્યું કે ગમે તે થાય પણ આપણી બેસ્ટ ફ્રેન્ડ ને આપણે આ રીતે તો નહિ જ રહેવા દઈએ .
નયન : માનવ તું મારો સાથ આપવા તૈયાર થઇ જા . આપણે આપણી ફ્રેન્ડ ને પાછી તે જેવી હતી તેવી કરવાની છે . તો આજથી આપણું મિશન ચાલુ થાય છે મિશન નલિની.
આટલું જ બોલી ને નયન અને માનવ એકબીજા ને ભેટી પડ્યા.તેઓ વિચારતા હતા કે કેવી રીતે આપણે નલિની સાથે પેલા ની જેમ ફ્રેન્ડશીપ કરીએ , પણ તેમને કઈ સુજતુ ન હતું.
એક દિવસ અચાનક જ તક તેમને મળી ગઈ. થયું એવું કે કોલેજ માં યુથ ફેસ્ટિવલ નું દર વર્ષે આયોજન કરવા માં આવે છે. આ વર્ષે પણ યુથ ફેસ્ટિવલ ગોઠવવા માં આવ્યો ,અને તેમાં એક કેટેગરી બ્લાઇન્ડ પેઈટીંગ માટેની હોય છે. આ વર્ષે પણ હતી.
નલિની ને નાનપણ થી જ પેઈટીંગ માટેનો જબરજસ્ત શોખ હતો. તે જયારે એકલી પડતી ત્યારે પેઈટીંગ કરવા બેસી જતી.
તેને ગયા વર્ષે પણ પાર્ટિસિપેટ કર્યું હતું પણ તે જીતી શકી ન હતી , કારણ કે એક તો બ્લાઇન્ડ પેન્ટિંગ અને ઉપર થી તેમાં પણ જોડી માં હતું.
નલિની ની ઇમેજ ની તો કોલેજ માં ખબર હતી એટલે કોઈ તેની સાથે પાર્ટ ન લીધો અને જે ફ્રેન્ડે તેની સાથે પાર્ટ લીધો તેને પણ સરખું પેઈટીંગ આવડું ન હતું.
નલિની ક્યાંક થી સાંભળ્યું હતું કે જે નવો સ્ટુડન્ટ આવ્યો છે તેને સરસ ચિત્ર દોરતા આવડે છે. આથી જયારે એક દિવસ નયન કેન્ટીન માં બેઠો હતો ત્યારે અચાનક ત્યાં જઈને પૂછી લીધું.
નલિની : હાય , આઈ એમ નલિની ,સેમ ક્લાસ.
નયન ( હાથ મિલાવતા) : હાય આઈ એમ નયન . આઈ નો સેમ ક્લાસ .મે આઈ હેલ્પ યુ ?
નલિની : પ્લીઝ એક ફેવર કરશો ?
નયન : બોલો?
નલિની : મેં સાંભળ્યું છે કે તમે બહુ સરસ પેઈટીંગ કરો છો તો તમે મારી સાથે યુથ ફેસ્ટિવલ માં બ્લાઇન્ડ પેઈટીંગ કોમ્પિટિશન માં પાર્ટ લેશો પ્લીઝ ?
નયન : મને આ કોમ્પિટિશન વિશે કઈ ખ્યાલ નથી જો તમે મારી હેલ્પ કરશો તો હું તમારી સાથે પાર્ટ લઈશ .
નલિની : ઓકે હું તમને આના વિશે બધું જણાવીશ . આજ થી આપણે ફ્રેન્ડ એમ કહી નલિની હાથ લંબાવે છે.
નયન પણ હાથ લંબાવતા ફ્રેન્ડ એમ કે છે , ત્યારબાદ તેઓ તેમના નામ નું રજિસ્ટ્રેશન કરાવે છે. નલિની જાય છે અને જતા જતા કે છે આ કોમ્પિટિશન વિશે હું કાલે તમને જણાવીશ.
નયન પણ મનમાં મુસ્કુરાતો હોય છે કારણ કે તે કેટલા દિવસ થી કેમ નલિની સાથે ફ્રેન્ડશીપ કરવી તેમ વિચારતો હોય છે તે તક તો તેને સામે ચાલી થી જ મળી ગઈ.
આ બાજુ નલિની પણ વિચારતી હોય છે કે હું કોલેજ ના કોઈ સાથે સરખી વાત પણ નથી કરતી પણ આની સાથે હું કેમ આટલું નોર્મલ બિહેવ કરું છું ,અને મને કેમ લાગે છે કે આને હું પેલે થી જ ઓળખું છું.
નલિની આ બધું વિચારતી હોય છે ત્યારે એક વાત તેના દિમાગ થી સાવ નીકળી જાય કે તેને શું નામ કહ્યું હતું !નયન !
તે આના વિશે વિચાર્યા વગર જ ચાલી જાય છે. જેવી નલિની નીકળી જાય છે કે તરત જ નયન માનવ ને ફોન કરીને કે છે પેલું સ્ટેપ પાર મારી નલિની સાથે દોસ્તી થઇ ગઈ . હવે બીજા સ્ટેપ ની વારી , તારી નલિની સાથે દોસ્તી કરાવવાની . આ સાંભળી ને માનવ પણ ખુશ થઈ જાય છે.
બીજા દિવસે કોલેજ માં એક લેકચર ફ્રી હોય છે.આથી નયન કેન્ટીન માં તેના ફ્રેન્ડ પાસે બેઠો હોય છે . તે બેઠો તો હોય છે કેન્ટીન માં પણ તે નલિની વિશે જ વિચારતો હોય કે તે આવશે કે નહીં આવે .
તેના બીજા બધા ફ્રેન્ડ ક્યારના ના નયન સામે જોતા હોય છે પણ નયન નું ધ્યાન ત્યાં હોતું જ નથી . તેનું ધ્યાન બસ આજુ - બાજુ હોય છે કે ક્યારે નલિની આવે .
તેના બધા ફ્રેન્ડ તેને આમ જોઈને કંટાળ્યા એટલે તરત જ જેની સાથે નયન ને વધારે બનતું હતું તેવા અખીલે પૂછી જ લીધું શું વાત છે નયન તારું ધ્યાન બીજે ક્યાંક છે અમે શું વાત કરીએ છીએ તેની વિશે તને કઈ ખબર જ નથી .
આ સાંભળીને તરત જ નયન ચતેત થઇ ગયો અને બોલ્યો ક્યાંય ધ્યાન નથી અહીં જ છું .
વીરેન : ખબર છે કેવું ધ્યાન છે અહીં ક્યારની તારી કોફી આવી ગઈ છે અને અમે બધા એતો કોફી પી પણ લીધી અને તારી હોટ કોફી ,કોલ્ડ કોફી બની ગઈ પણ તારું ત્યાં ધ્યાન જ નથી .
અખિલ : ખબર છે તું કોના વિચાર કરતો હતો ,પણ એના વિચાર કરવાનું રેવા દે એ ટોમબોય નું કઈ નક્કી નહિ એને તારી સાથે પાર્ટિસિપેટ કરવાનો વિચાર માંડી પણ વાળ્યો હોય એનું કઈ કહેવાય નહિ . તારી કોફી ઠન્ડી થાય છે એ પેલા પી લે અને પછી પાછા ક્લાસ માં જઈએ કેમ કે સ્મિતા મેમ નો લેકચર છે આના પછી એ મિસ ન કરાય . એમ બોલી ને હસવા માંડે છે . એની સાથે સાથે વીરેન , સુહાસ , શુભમ , અને નયન પણ હસવા માં જોડાય છે . ત્યાં જ નલિની તેમની પાસે આવે છે .
નલિની : હાય ,
નયન : હાય ફ્રેન્ડ .
નલિની : શું નયન તારી સાથે કોમ્પિટિશન બાબતે 2 મિનિટ વાત કરી શકું . જો તું ફ્રી હોય તો ?
નયન બોલવા જાય છે ત્યાં જ સુહાસ બોલે છે .
સુહાસ : હા ટોમબોય ઓ સોરી નલિની , નયન ફ્રી જ છે એને કઈ કામ નથી . અમે બધા પણ જઈ એ છીએ . તો તમે બંને નિરાંતે વાત કરો.
તે આટલું બોલ્યો ત્યાં આખી કેન્ટિન શાંત થઇ ગઈ ,બધાને લાગ્યું કે આજે તો આ સુહાસ જવાનો કેમ કે બધા નલિની ના સ્વભાવ થી પુરી રીતે વાકેફ હતા , પણ બધાના આશ્ચર્ય વચ્ચે પેલી વાર નલિની ને કોલેજ માં હસ્તી જોઈ અને બધાને શાંતિ થઇ કે કઈ થયું નહીં , અને નલિની હસતા હસતા જ બોલી .
નલિની : હા સુહાસભાઈ આ તમારી ટોમબોય બહેન ને થોડું કામ છે તો ચેઇર અને વાત કરવા માટે થોડો ટાઈમ નયન સાથે આપી શકસો .
સુહાસ : સ્યોર .
નયન ને બાય કરી તેના બધા ફ્રેન્ડ નીકળી ગયા.
નલિની : કાલે વાત અધૂરી રહી
ગઈ હતી તે આજે પુરી કરી લઈએ .
નયન : ઓકે .
નલિની : પેલા તને કેવા માંગુ છું કે તે મારા વિશે તો કોલૅજ મા સાંભળ્યુ જ હશે . મને એના થી કઈ ફેર પડતો નથી પણ મારા સ્વભાવ નું કઇ કેવાય નહિ .આથી હું ગમે ત્યારે ગમે તેની સાથે ઝગડો કરી શકું . આથી જો તને એમ લાગે કે તું મારી સાથે પાર્ટિસિપેટ નહિ કરી શકે તો હું તેના માટે તને ફોર્સ નહિ કરું . તું તારી મરઝી નો માલિક છે.
નયન : તે આટલું કીધું એ જ ઘણું
છે અને હું તો તારી સાથે પાર્ટ લઈશ . હવે એ કે એમાં કેવા કેવા રૂલ્સ હોય છે .
નલિની : સિમ્પલ છે એવા કઈ ખાસ રૂલ્સ નથી આતો તું પેલી વાર પાર્ટ લે છે એટલે કહું છું . તો સાંભળ એતો ખબર જ બ્લાઇન્ડ છે એટલે આંખે પટ્ટો બાંધેલો હશે . બીજું કે જયારે કોમ્પિટિશન સ્ટાર્ટ થવાની હશે તે પેલા આપણી સામે એક બાઉલ માં બધી ચિઢ્ઢી નાખવામાં આવશે કે કોણ કેવા કલર થી પેઈટીંગ કરશે અને જેને જેવી ચિઢ્ઢી મળે તેવા જ કલર થી પેઈટીંગ કરવાની રહશે . અને ત્રીજું કે આપણા બંને નો એક એક હાથ સાથે બાંધી દેશે.
નયન : ઓકે એમ તો મને વાંધો નહીં આવે કારણ કે મને બધા ટાઈપ ના કલર થી પેઈટીંગ ફાવે છે , પણ એક એક હાથ એ થોડું મુશ્કેલ થશે અને ઉપર થી બ્લાઇન્ડ ફોલ . તે માટે થોડીક પેઈટીંગ ની પ્રેકટીસ આપણે કરવી પડશે . તો બોલ ક્યાં પ્રેકટીસ કરશુ .
નલિની : કોલેજ માં જ કરશુ પાછળ ગાર્ડન છે ને ત્યાં , ત્યાં વાતાવરણ પણ સરસ હોય છે ત્યાં પ્રેકટીસ કરવાની મજા આવશે . કાલે આજ લેક્ચર માં આજ ટાઈમે કારણકે કે કાલે પણ સર નથી આવવાના અને સ્મિતા મેમ નથી આવવાના તો 2 કલાક ફ્રી હશુ એટલો ટાઈમ તો ઇનફ છે કાલ માટે. આવી જ રીતે આપણે કોમ્પિટિશન આવે ત્યાં સુધી કાયમ પ્રેકટીસ કરશુ . આથી આપણું બોન્ડિંગ સારું થઇ જાય જે આપણા પેઈટીંગ માં દેખાય .
ચલ હવે જઈ એ સ્મિતા મેમ નો લેક્ચર છે .
નયન : તું જા હું હમણાં આવું છું મારે થોડું કામ છે .
નલિની નીકળી જાય છે અને વિચારે છે કે મેં કઈ રિએક્ટ ન કર્યું જયારે સુહાસે મને ટોમબોય કીધું ત્યારે શું નયન સામે હતો એટલે કે બીજું કંઈક મને કઈ ખબર નથી પડતી અને નયન ને જોઈને ને કેમ લાગે છે કે હું તેને પેલા ક્યાંક મળેલી છું , હું તેને સારી રીતે ઓળખું છું . ચલ જવા દે જે હોય તે હું તો ક્લાસ માં જાવ . આવું વિચારતી વિચારતી નલિની ક્લાસ માં જાય છે .હજી મેમ આવ્યા હોતા નથી.
જેવી નલિની નીકળે છે કે તરત જ નયન માનવ ને ગુડ ન્યૂઝ આપતા કે છે કાલ થી હું અને નલિની કોલેજ ના ગાર્ડન માં પ્રેકટીસ માટે મળશું પણ આપણે જેમ ઇચ્છીએ એમ જ થશે અને 2 , 3 દિવસ માં જ નલિની મને તેના ઘરે લઇ આવશે જ્યાં તમારી બંને ની ફરીથી ફ્રેન્ડશીપ થશે અને આપણા ત્રણેય નું રીયુનિયન થશે .
માનવ : હું ખુબ જ ખુશ છું . આઈ હોપ સો . તું કે ને એવી રીતે જ બધું થાય .
નયન : હા ,હા એમ જ થશે . ચાલ હવે હું ફોન રાખું છું મારે લેક્ચર છે બધા ચાલ્યા ગયા છે હું એક જ બાકી છું. આ તો તને કેવાનું બાકી હતું એટલે . ચાલ હું જાવ છું . બાય
માનવ : બાય .
નયન ફોન મૂકી ને સ્પીડ માં ક્લાસ માં જાય છે પણ ત્યાં તો મેમ આવી ગયા હોય છે , પણ સ્મિતામેમ કોઈ પણ સ્ટુડન્ટ ને લેક્ચર ચાલુ થઇ જાય તે પછી આવવાની ના નથી પડતા . અને નયન તો તેમનો ફેવરિટ સ્ટુડન્ટ હોય છે તેથી અંદર આવવા દે છે.
નયન પોતાની બેન્ચ ઉપર બેસવા જાય છે ત્યારે નલિની અને તેની નઝર ટકરાય છે ત્યારે નલિની સ્માઈલ આપીને નીચું જોય જાય .
આ બધું તેની બાજુ માં બેઠેલી તેની બેસ્ટ ફ્રેન્ડ મીરા જોતી હોય . તેને ખબર પડી જાય છે કે આ પ્રેમ નું પેલું પગથિયું છે જેની ઉપર નલિની નો પગ પડી ગયો હોય . તોય તે ખુશ હોય છે કારણ કે જે પણ થાય પણ તેનાથી નલિની લાઈફ માં ખુશી જરૂર આવશે અને તે પેલા ની જેમ જ થઇ જશે.
સ્મિતા મેમ નો લેક્ચર પૂરો થયો અને બધા પોતપોતાના ઘરે જવા નીકળતા હતા ત્યાં પાછા નયન અને નલિની ની નઝર મળી અને તેઓ એક બીજા ને સ્માઈલ આપી ને ચાલતા થયા .આ વખતે પણ મીરા એ જોયું .
જેવો નયન ચાલ્યો ગયો તરત
જ મીરા બોલી ઓહ્હ હો , વાહ વાહ
પણ નલિની ને કઈ સમજાણું નહીં ને તે ચાલવા લાગી . પાછળ મીરા પણ હતી .
બીજા દિવસે એજ ટાઈમ કોલેજ ના ગાર્ડન માં નયન અને નલિની મળે છે .
નલિની : હાય
નયન : હાય, બોલ આગળ શું
પ્લાન છે .કેવી રીતે તૈયારી કરવાની છે.
હજી તો નલિની કઈ જવાબ આપે એ પેલા જ મીરા અને તેની બે ત્રણ ફ્રેન્ડ આવી ગઈ અને સીધા નલિની પાસે જઈને વાહ વાહ શું વાત પ્રિપરેશન ને ઓલ એમ ને તો ફર્સ્ટ પ્રાઇઝ તો તમને મળવાનું છે સાથે સાથે બેસ્ટ જોડી નું પણ મળશે .
આ સાંભળી ને નયન અને નલિની બંને ચોંકી ગયા. નલિની એ ગમે તે રીતે સમજાવી ને તેના ફ્રેન્ડ ને પાછા મોકલ્યા અને પછી .
નલિની: આઈ એમ સો સોરી તને ખોટું લાગ્યું હોય ,મારી ફ્રેન્ડ પણ છે ને ગમે તે ગમે ત્યારે બોલે છે બિલકુલ મારી જેમ છે આગળ -પાછળ નો કઈ વિચાર જ નથી કરતી .
નયન : its ઓકે આવું તો ચાલ્યા જ રાખતું હોય છે અને બીજી વાત કે આપણે હવે ફ્રેન્ડ છીએ તો નો સોરી નો થૅન્ક યુ .
નલિની : ઓકે ફ્રેન્ડ એમ કહી ને હાથ લાંબો કરે છે.
બંને શેકહેન્ડ કરે છે ,હજી તેઓ આગળ શું પ્લાન કરવો કેવી રીતે કરવું તેવું વિચારતા જ હોય છે ત્યાં જ નયન ના ફ્રેન્ડ અખિલ, વીરેન, સુહાસ અને શુભમ આવી જાય છે . તેઓ પણ નલિની ની ફ્રેન્ડ ની જેમ બંને ની ઘણી મસ્તી કરે છે. નયન માંડ માંડ સમજાવી ને તેમને પાછા મોકલે છે .
આમ ને આમ ઘણો ટાઈમ થઇ જાય છે કઈ પ્રેકટીસ પણ થતી નથી . તેઓ ઘરે જવા નીકળી જાય છે.
આવું ને આવું 2 ,3 દિવસ ચાલ્યું .હજી તેઓ કંઈક પ્લાનિંગ કરે ત્યાં કોઈને કોઈ આવી જાય . આથી એક દિવસ કંટાળતા જ નલિની બોલી , નયન મને નથી લાગતું કે આપણે અહીં સરખી રીતે પ્રેકટીસ કરી શકીએ . આથી આપણે ક્યાંક બીજી જગ્યા એ જવું જોયે .
નયન : મને પણ એમ જ લાગે છે . તો મારા ઘરે રાખીએ ત્યાં સરખી પ્રેકટીસ થઇ જશે.
નલિની : ના , તારા ઘરે નહિ મારા ઘરે રાખીએ .જો તને કહી પ્રોબ્લમ ન હોય તો.
નયન : મને કોઈ પ્રોબ્લમ નથી .તારા ઘરે રાખીએ કે મારા ઘરે વાત તો એક જ છે ને !
નલિની : શું વાત એક છે ?
નયન : હું એમ કહું છું કે પ્રેકટીસ તો બંને જગ્યા એ સેમ જ થશે ને . તું શું સમજી .
નલિની : કઈ નહીં .
નયન : હા હવે ટાઈમ કહી દે અને એડ્રેસ આપી દે .એ પ્રમાણે હું પોહચી જઈશ .
નલિની : આજ થી શરૂવાત કરી દઈએ . કોલેજ છૂટી ને પ્રેકટીસ કરશુ અને મને તારો નંબર આપી દે આથી હું છૂટી ને તને ફોન કરું ત્યારે કોલેજ ના ગેટ આગળ તારી બાઈક લઈને આવી જજે . મને તો ડ્રાઈવર તેડવા આવશે . તું અમારા પાછળ પાછળ આવજે . આથી એડ્રેસ ની જરૂર નહીં પડે .
નયન : ઓકે .
અને બંને નંબર એક્સચેન્ઝ કરે છે . થોડી જ વાર માં કોલેજ પુરી થઇ જાય છે ને તેઓ બેય પોતપોતાના ફ્રેન્ડ પાસે જાય છે . જતા જતા નલિની એ માનવ ને ફોન કરી ને તેડવા આવવાનું કહી દીધું હોય છે .
થોડી જ વાર માં માનવ આવી જાય છે તે ગેટ બહાર ગાડી ઉભી રાખી ને બેઠો હોય છે .
નલિની કેન્ટીન માં તેની ફ્રેન્ડ પાસે બેઠી હોય છે તેને ત્યાંથી બહારનો રસ્તો દેખાતો હોય છે જેવો માનવ આવી જાય છે તેને ખબર પડી જાય છે . તે તરત જ મીરા ને બાય કહી ને બહાર નીકળે છે અને નયન ને ફોન કરે છે કે તે બાઈક લઈને આવે .
માનવ ગાડી માં અંદર જ હોય છે તે બહાર નથી આવતો .
નયન તરત જ આવે છે . નલિની અંદર બેસી ગઈ હોય છે તેને નયન બહાર નીકળતા જોયો અને સાદ પાડી ને પાછળ આવવા કીધું અને માનવ ને ગાડી ચાલુ કરવાનું કીધું.
માનવે પોતાની ધૂન માં ગાડી ચાલુ કરી દીધી તેને એ પણ ખબર હોય છે કે પાછળ નયન આવે છે તો પણ તે ચુપચાપ ગાડી ચાલુ રાખે છે .
આ બાજુ નયન પણ વિચારતો હોય છે કે હાશ પ્લાન સક્સેસફુલ ગયો .આટલા દિવસ ની મહેનત આખરે રંગ તો લાવી , પછી ધીમે ધીમે એક એક વસ્તુ યાદ આવે છે કેવી રીતે ગાર્ડન માં જવાનો પ્લાન બનાવ્યો , કેવી રીતે બધા ફ્રેન્ડ ને કન્વેન્સ કર્યા કે થોડા દિવસ ગાર્ડન માં અમારી પાછળ આવી ને અમારી થોડી મસ્તી કરે . માંડ માંડ તેઓ માન્યા અને હું જેવું ઈચ્છતો હતો તેવું જ અત્યારે થઈ રહ્યું છે , હું નલિની ના ઘરે જાવ છું અને ત્યાં જ માનવ અને નલિની ની ફ્રેન્ડશીપ કરાવીશ .
થોડીવાર માં જ નલિની નું ઘર આવી ગયું . તે ગાડી માંથી ઉતરી ગઈ અને માનવ ને પાર્કિંગ માં ગાડી પાર્ક કરવાનું કીધું . માનવ ગાડી લઈને ચાલ્યો ગયો ત્યાં જ નયન પણ પોહચી ગયો. તેઓ અંદર જવા જતા હતા ત્યાં જ માનવ ગાડી ની ચાવી દેવા આવ્યો .
માનવ અને નયન ની આંખ મળી અને કેમ તેઓ પેલી વાર જ મળતાં હોય તેમ નયન તરત જ બોલ્યો,
નયન : ( થોડું જોર થી ) હેય , માનવ તું અહીં ? એ પણ ડ્રાઈવર ના વેશે શું કરી રહ્યો છો.
માનવ : હાય , નયન . હું અહીં ડ્રાઈવર ની જોબ કરું છું પણ એ કે તું અહીં મેડમ સાથે કેમ ?
નયન : હું અને તારી આ મેડમ હમણાં થોડા દિવસ થી ફ્રેન્ડ બન્યા છીએ અને અત્યારે કોમ્પિટિશન ની તૈયારી માટે હું અહીં આવ્યો છું.
ત્યાં જ બાજુ માં ઉભેલી નલિની બોલી , વેઇટ એક મિનિટ પેલા મને એમ કયો કે તમે બંને એક બીજા ને કેવી ઓળખો છો.
નયન : આ મારા ગામ નો જ છે , પણ થોડા વરસો પેલા અમે ગામ છોડી ને આવતા રહ્યા હતા એટલે મળવાનું થતું ન હતું પણ હમણાં અચાનક એક દિવસ તેના એક્સટર્નલ ક્લાસ માં મળ્યા અને પાછી ફ્રેન્ડશીપ થઈ ગઈ .
નલિની : ( કંઈક યાદ આવતા તેને ગામ નું નામ પૂછ્યું ) ક્યુ ગામ તમારા બંને નું ?
માનવ અને નયન : ( હસતા હસતા ) રામપર .
નલિની : શું રામપર ?
માનવ અને નયન : ( એકસાથે ) હા .
નલિની દોડી ને આવી ને બંને ને એકસાથે પેલા તો ભેટી પડી પછી અચાનક કંઈક યાદ આવતા ,
નલિની : તમે બંને હસતા હતા એનો મતલબ કે તમે બેય મને ઓળખી ગયા હતા રાઈટ ?
નયન : હા
નલિની : તો પણ મને ન કીધું કે તમે કોણ છો અને માનવ તું નયન નું તો રહેવા દે પણ તેય મને ન કીધું ? હું તને ડ્રાઈવર ડ્રાઈવર કેતી હતી ખાલી એક જ વાર કીધું હોત ને તો હું તને ઓળખી જાત અને નયન તું, તને જોઈને હંમેશા મને લાગતું હતું કે તને ક્યાંક તો જોયો છે તે પણ ન કીધું ?
માનવ : નલિની શાંત થા પેલા . જો અમે પેલા જ તને કહી દીધું હોત તો અત્યારે તારા મોઢા પર જોવા મળી એવી ખુશી જોવા ન મળી હોત અને અમે તને સરપ્રાઈઝ આપવા માંગતા હતા . એટલે તો કેટલા ટાઈમ થી પ્લાન બનાવયો હતો .
નલિની : આઈ એમ સો હેપી , મારા બંને બેસ્ટ ફ્રેન્ડ મને પાછા મળી ગયા .
આટલું બોલી ને નલિની રડવા લાગી . નયને શાંત કરતા કીધું કે અમે આટલા ટાઈમ પછી મળ્યા એનો મતલબ એમ નહીં કે તું અમને અહીંથી જ વિદાય આપી દે અંદર તો લઇ જા .
નલિની કહે ચાલો અંદર જઈએ . તેઓ ઘરમાં અંદર જઈને પેલા ની બધી જૂની વાતું કરતા હોય છે અને સાથે સાથે નાસ્તો કરતા જાય છે . આમને આમ ક્યારે સાંજ થઇ જાય છે તે પણ તેમને ખબર નથી પડતી .
સાંજ થતા જ નયન કહે છે , હવે મારે જવું જોયે મોડું થઇ ગયું છે મારી મમી મારી રાહ જોતી હશે .
નયન નીકળે છે અને નલિની અને માનવ તેને ગેટ સુધી વળાવા જાય છે . નયન જતો હોય છે ત્યારે નલિની ના મોઢા ઉપર અલગ જ પ્રકાર ની ઉદાસી જોવા મળે છે જે માનવ નોટિસ કરે છે પણ કઈ કેતો નથી .
ઘરે અંદર જતી વખતે નલિની જ વાત ની શરૂઆત કરતા કે છે .
નલિની : માનવ આઈ એમ સો સોરી , મેં તારી સાથે બહુ રુડ બિહેવિહર કર્યું.
માનવ : નલિની કઈ વાંધો નહિ .
હવે પેલા તો રોતલી શકલ સરખી કર અને જેના પર નયન ફિદા છે એવી સરસ મજાની સ્માઈલ આપી દે .
નલિની હસે છે અને શરમાઈને દોડી ને અંદર જતી રે છે. માનવ પણ બંગલા ની પાછળ વાળા પોતાના રૂમ માં આવે છે અને સુતા સુતા વિચારે છે આગ તો બંને તરફ સરખી જ લાગી છે , જ્યારથી નયન ,નલિની ને મળ્યો છે ત્યારથી જ તે આવી છે તે તેવી છે ને એમ જ વાત કરે છે અને આજે આ રીતે નલિની દોડી ને ચાલી ગઈ એનો મતલબ કે તેના દિલ માં પણ નયન માટે ફીલિંગ્સ છે . મારે જ કંઈક કરવું પડશે નહિતર આ બંને તો એક બીજા ને ક્યારેય કહી કેશે નહિ , અને તેમની ગાડી આમ જ સ્લો મોશન માં ચાલશે .મારે તેમની ગાડી પાટા પર લાવવી પડશે . આમ વિચારતા વિચારતા નયન સુઈ જાય છે .
નલિની અને નયન પણ એક બીજા વિષે વિચારતા વિચારતા સુઈ જાય છે.
હવે રોજ નું તેમના મળવાનું થઇ ગયું . તેઓ કોલેજે થી છૂટી રોજ નલિની ના ઘરે મળતાં .
નલિની અને નયન બંને તેમના પેઈટીંગ ની પ્રેકટીશ કરતા અને માનવ ત્યાં બંને ને કંપની આપવા માટે બેસતો , ક્યારેક ક્યારેક તે સઝેશન પણ આપતો કે આ કલર થી આવી રીતે સારું પેઈટીંગ થશે , કારણ કે માનવ ને પણ પેઈટીંગ માં બહુ રસ હતો.
આમને આમ તેમના યુથ ફેસ્ટિવલ નો દિવસ આવી ગયો . હજી પણ માનવ કઈ પ્લાન બનાવી શક્યો ન હતો કે કેવી રીતે નયન અને નલિની એકબીજા ને પોત પોતાની લાગણી કહે .
યુથ ફેસ્ટિવલ નો દિવસ હતો . આજે આખી કોલેજ રંગબેરંગી લાગતી હતી . બધા પોત પોતાની પ્રેકટીશ કરતા હતા .
ઘણા ના મોઢે થી સ્માઈલ જતી ન હતી , તો ઘણા મોઢે શું થશે તેનું ટેંશન હતું , તો કોઈ ક્યાંક એક બીજા ની ગમ્મત કરતા હતા તો ક્યાંક કોઈક એક સાઈડ થી બીજી સાઈડ જતા હતા , પણ જેના મોઢા પર જોવો તેના મોઢા પર એક આછી સી મુસ્કાન જોવા મળતી હતી.
એક પછી એક કોમ્પિટિશન ચાલુ હતી અને પુરી પણ થતી જતી હતી , અને વિનર પણ એનાઉન્સ થતા જતા અને બધા વિનર ને કોન્ગ્રેચ્યુલેશન પણ કરતા હતા .
થોડીવાર માં જ બ્લાઇન્ડ પેઈટીંગ કોમ્પિટિશન ચાલુ થવાની હતી પણ હજુ સુધી નલિની કે નયન અંદર ગયા ન હતા કારણ કે માનવ પણ આજે કોલેજ આવવાનો હતો . તે બંને તેની જ રાહ જોતા બહાર ઉભા હતા . હવે ખાલી 10 મિનિટ ની વાર હતી કોમ્પિટિશન ની પણ હજુ સુધી માનવ આવ્યો ન હતો .
નલિની : નયન , આ માનવ તો હજી ન આવ્યો ક્યારે આવશે . તે તેને ટાઈમ તો બરાબર કહ્યો હતો ને ?
નયન : અરે બાબા મેં તેને બરાબર જ ટાઈમ કહ્યો હતો .
બંને વાત કરતા હતા ત્યાં જ માનવ સામેથી આવ્યો , તે નલિની ની ગાડી લઈને આવ્યો હતો અને આવતા જ બોલ્યો ,
માનવ : સોરી , સોરી . પણ હું શું કરું . હું ઘરે થી તો વહેલો જ નીકળ્યો હતો પણ રસ્તા માં એટલો ટ્રાફિક હતો કે અહીં આવતા મોડું થઇ ગયું.
નયન : કઈ વાંધો નહીં પણ તું
અહીં પોહચી ગયો એ જ બસ છે .
નલિની : તો ચાલો અહીં શું ઉભા છો હવે 5 મિનિટ જ બાકી છે . કઈ કોમ્પિટિશન તમારી રાહ જોઈને ઉભું નહિ રહે . તો ચાલો અંદર જઈએ .
નયન અને માનવ : ચાલો જઈએ .
ત્રણેય અંદર જાય છે ત્યાં કોમ્પિટિશન ચાલુ થવાની તૈયારી માં જ હોય છે.નયન અને નલિની પોતાની જગ્યા લે છે અને માનવ જ્યાં પ્રેક્ષકો માટે જગ્યા હોય ત્યાં જાય છે .
સૌથી પેહલા બાઉલ માં બધા ટાઈપ ના કલર ના નામ લખી ને નાખવા માં આવે છે , અને એક ની બાદ એક એમ બધા ને ચિઠ્ઠી ઉપાડવાનું કહેવા માં આવે છે . નયન અને નલિની ની ચિઠ્ઠી માં ઓઈલ પેઇન્ટ આવે છે , અને તે બંને ખુશ થઈ જાય છે કારણ કે બંને ને ઓઈલ પેઇન્ટ થી પેઈટીંગ કરવા ખુબ ગમે છે .
કોમ્પિટિશન પુરા 2 કલાક નું હોય છે . આથી હોસ્ટ પણ રાખવામાં આવેલો હોય . અહીં પેઈટીંગ કોમ્પિટિશન ચાલુ હોય છે અને હોસ્ટ પાર્ટિસિપેટ ને ચેઅર્સ કરે છે અને સાથે સાથે ત્યાં જોવા માટે આવેલા લોકો ને નાની મોટી ગેમ પણ રમાડે છે.
કોમ્પિટિશન ચાલુ થઇ ગયા ને
થોડી વાર થઇ ત્યાં મીરા પણ આવી જાય છે અને દૂર થી જ નયન અને નલિની ને ઓલ ધ બેસ્ટ કહે છે . તે બંને ને આંખે ફોલ બાંધેલો હોય છે આથી જોઈ તો નથી શકતા પણ અવાજ ઉપરથી ઓળખી જાય છે .
ત્યાં થી મીરા માનવ પાસે આવે છે અને હાય કહી ને બાજુ માં ઉભી રહી જાય છે . આટલા દિવસ નયન , નલિની અને માનવ સાથે હતા અને નલિની એ પુરી વાત કે તેઓ બંને મારા બેસ્ટ ફ્રેન્ડ છે તે મીરા ને જણાવ્યું હતું . આથી મીરા માનવ ને ઓળખતી હતી. માનવ જયારે પેલી વાર જ નલિની ને મુકવા આવ્યો ત્યારે મીરા નલિની ની રાહ જોઈને બહાર ઉભી હતી . જયારે તેને પેલી વાર માનવ ને જોયો ત્યાર થી જ ગમતો હતો . પણ નલિની ના સ્વભાવ થી મીરા પુરી રીતે વાકેફ હતી . આથી તે નલિની ને કશું કેતી નહીં . પણ હવે તો વાત જુદી હતી ,નલિની માં ચેન્ઝ આવવા લાગ્યા હતા . પણ એક પ્રોબ્લમ હતી જયારે મીરા માનવ સાથે વાત કરવાની ટ્રાય કરતી ત્યારે માનવ તેના થી દૂર ભાગતો હતો . એવું ન હતું કે માનવ ને મીરા ગમતી ન હતી પણ તેમના બંને વચ્ચેની આર્થિક અસમાનતા જોતા તેને મીરા થી દૂર રેવા માં જ ભલાઈ સમજી હતી .
આજે માનવ સરખી રીતે લાગ માં આવ્યો હતો કેમ તે બહાર જઈ શકે તેમ ન હતો અને મીરા એ તેનો જ ફાયદો ઉઠાવ્યો હતો અને આવી બાજુમાં ઉભી રહી ગઈ હતી .
હોસ્ટ અરમાન જુદી જુદી ગેમ બધા ને રમાડતો હતો .એમાંથી એક ગેમ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી જે કુછ કુછ હોતા હૈ માં આવે છે ને તે ટાઈપ ની .
તેને ત્યાં હાજર હતા તેમની એન્ટ્રી તો પેલે થી જ હતી . તે બધા ના નામ ની એક એક ચિઠ્ઠી બનાવેલી હતી . હવે જેનું નામ આવે તેની સાથે ગેમ રમવાની હતી .તે હર ગેમ કોઈ 5 વ્યક્તિ સાથે જ રમતો હતો .
આ ક્વિકી ગેમ હતી . હોસ્ટ અરમાન જે પણ સવાલ પૂછે તેના થોડી જ સેકન્ડ માં જવાબ આપવાના હતા. અને પેલો આન્સર મનમાં જે ક્લિક થાય તે તરત જ આપવાનો હતો. પેલી 4 વ્યક્તિ તો ગેમ પુરી કરી ન શકી હવે મીરા નો વારો હતો કેમ કે તે 5 મી વ્યક્તિ મીરા હતી .
ગેમ સ્ટાર્ટ થાય છે .
અરમાન : ફેવરિટ પ્લસ ?
મીરા : ગોવા
અરમાન : ફેવરિટ કલર ?
મીરા : પિન્ક
અરમાન : બેસ્ટ ફ્રેન્ડ ?
મીરા : નલિની
જેમ જેમ મીરા આન્સર આપતી જતી હતી તેમ તેમ ગેમ કવિક થતી જતી હતી .
અરમાન : બોય ફ્રેન્ડ ?
મીરા : none
અરમાન : પાની ?
મીરા : બ્લુ
અરમાન : ચાંદ ?
મીરા : સિતારે
ધીમે ધીમે બધાનું ધ્યાન આ બાજુ હતું કેમ કે જે સ્પીડ થી અરમાન સવાલ પૂછતો હતો તેવી જ સ્પીડ માં મીરા જવાબ દેતી હતી .
અરમાન : બાદલ ?
મીરા : આકાશ
અરમાન : મીરા ?
મીરા : ફ્રી બર્ડ
અરમાન : ફીલિંગ ?
મીરા : માનવ
આ સાંભળીને માનવ ચોંકી ગયો અને સાથે સાથે મીરા ને પણ ખબર પડી ગઈ તે ગેમ માં ફસાઈ ગઈ અને દિલ માં હતું તે મોઢા પાર આવી ગયું .
તે શરમાઈ ને નીચું જોઈને ઉભી રહી ગઈ . ત્યાં હોસ્ટ અરમાન બોલ્યો આ ગેમ ના વિનર છે મિસ .મીરા અને બાદ માં તેને એક ગિફ્ટ હેમ્પર આપ્યું .
મીરા અને માનવ નીચું જોઈને ઉભા હતા . તેઓ એકબીજા સામે જોઈ નોતા શકતા .
અરમાન આમ ગેમ રમાડતો હતો ત્યાં કોમ્પિટિશન પુરી થવાની હવે બસ 10 મિનિટ જ હતી.આથી ગેમ પુરી કરીને સ્ટેઝ પર આવ્યો .
આખરે 10 મિનિટ પુરી થઈ અને જજેસ એક પછી એક પેઈટીંગ જોવા લાગ્યા .
રિઝલ્ટ નો ટાઈમ થઇ ગયો . આથી હોસ્ટ અરમાન ને રિઝલ્ટ સોંપ્યું અને જજેસ ચેઇર પર બેસી ગયા .
અરમાન : દોસ્તો તમે જેની રાહ જોતા હતા તે રિઝલ્ટ મારી પાસે આવી ગયું છે તો ક્યૂરોસિટી ઘટાડતા કહું છું . નંબર 3 પર છે સ્વરા અને માધુરી . તેમને બહુ સરસ તાજમહેલ નું વોટર પ્રૂફ કલર થી પેઈટીંગ કરેલું જોવો . એમ કહી ત્યાં બાજુમાં પડેલ તેમનું પેઈટીંગ ઉચ્ચું કરીને બધાને બતાવ્યું . નંબર 2 પર છે જોડિયા ભાઈયો શુભ એન્ડ શુમિત .તેમનું પેઈટીંગ પણ બહુ સરસ છે . જોવો એમ કહી ને ઉચ્ચું કર્યું . તે ગ્રોઇન્ગ સીટી નું પેઈટીંગ હતું. તેમનો કન્સેપટ બધા ને બહુ ગમ્યો . લાસ્ટ બટ નોટ લિસ્ટ નંબર 1 છે , એની ગેસ , ત્યાં આ સાઈડ માંથી નીલીની અને નયન ના ફ્રેન્ડ નયન , નયન ,નલિની ,નલિની બોલવા લાગ્યા . બીજી સાઈડ થી બધા ચિરાગ ચિરાગ બોલવા લાગ્યા . એમ અલગ અલગ બધા બોલતા હતા .
અરમાને બધાને શાંત રહેવાનું કીધું અને નામ એનાઉન્સ કરતા બોલ્યો તમારા માંથી અડધાનું ગેસ સાચું છે . વિનર ગૉઝ તો મિસ નલિની એન્ડ મિસ્ટર નયન . તેમને સ્ટેઝ પર આવવા ઇન્વાઇટ કર્યા . તેઓ સ્ટેઝ પર આવ્યા અને બંને ને બૂકે , પ્રાઈઝ મની અને એવોર્ડ આવ્યો . અને લાસ્ટ માં તેમનું પેઈટીંગ ઑડિયન્સ ને બતાવ્યું . તેમને રાધા કૃષ્ણ નું પેઈટીંગ કર્યું હતું તે એટલું સરસ હતું કે બધા જોતા રહી ગયા અને વિચારતા થઇ ગયા કે આંખે પટ્ટો બાંધી ને કોઈ આટલું સરસ પેઈટીંગ કેવી રીતે બનાવી શકે ?
નલિની એ કેમ બધા ની આંખો વાંચી લીધી હોય તેમ માઈક પાસે આવી ને કીધું કે આ કેવી રીતે
થયું તેમ તમે વિચારો છો ને તો આ મારા ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ ના લીધે થયું છે , નયન , મીરા અને માનવ . જો એ ત્રણેય ન હોત ને તો આજે હું આ કોમ્પિટિશન જીતી શકી ન હોત , તો થૅન્ક યુ કે તમે મારી સાથે છો . મને ખબર છે કે ફ્રેન્ડશીપ માં સોરી કે થૅન્ક યુ ન હોય પણ ક્યારેક બોલવું જરૂરી હોય છે .
તે આખો દિવસ બધા સાથે રહ્યા અને સાંજે તેમને એક રેસ્ટરન્ટ માં તેમની ખુશી સેલિબ્રેટ કરવા જવાનું નક્કી કર્યું . તેઓ 8 વાગ્યા ની આસપાસ ત્યાં ગયા . ઘણી વાર થઇ ગઈ હતી પણ મીરા કે માનવ બની શકે ત્યાં સુધી ચૂપ જ હતા . તેઓ કાર માં હતા ત્યારે પણ ચૂપ જ હતા .
આથી ન રહેવાતા નલિની એ તે બંને પૂછી જ લીધું માનવ , મીરા તમારા બંને વચ્ચે કહી થયું છે ? જ્યારથી કોમ્પિટિશન જીતી ને બહાર નિકળ્યા છીએ ત્યારથી તમે બંને ચૂપ છો .કામ પૂરતી જ વાત કરો છો .
માનવ તારું તો હજી ઠીક છે કે તું ઓછું બોલે છે પણ મીરા તુંય ચૂપ છો તારે તો બોલ્યા વગર થોડીવાર ય નથી ચાલતું . હવે મને સાચું કહો કે વાત શું છે . તમારા બંને વચ્ચે કહી થયું છે .
માનવ અને મીરા એકસાથે ના કહી નથી થયું એમનમ જ ચૂપ છીએ .
નયન અને નલિની બંને ને એક સાથે બોલતા જોય ને હસવા માંડે છે અને કહે છે હવે તો તમે જવાબ પણ સાથે જ આપો છો .
આમ ને આમ હસી મજાક માં તેમને ડિનર કમ્પ્લીટ કર્યું અને બિલ ચૂકવી ને તેઓ ઘરે ગયા .
બધા પોતપોતાની જગ્યા એ પોહચી ગયા હતા પણ તેમને અલગ અલગ વિચારે સુવા દીધા ન હતા. નલિની અને નયન એકબીજા વિશે વિચારતા હતા અને મીરા અને માનવ એકબીજા વિશે વિચારતા હતા .
થોડા દિવસો માં જ તેમની દોસ્તી ઔર ગહેરી થઇ ગઈ હતી પણ હજી મીરા ની હાજરી હોય ત્યારે માનવ અને માનવ ની હાજરી માં મીરા વાત કરતા શરમાતા હતા . વાત ની પહેલ કોણ કરે તેજ કવેશન હતો .
એક દિવસ તેમને વાત કરવા નો મોકો મળી ગયો . થયું એવું કે માનવ , નલિની ને કોલેજ થી પીક કરવા માટે આવ્યો હતો પણ અચાનક નલિની ને કંઈક કામ યાદ આવતા તે કોલેજ માં નયન પાસે ગઈ અને મીરા ને માનવ પાસે ઉભું રહેવાનું કેતી ગઈ .
થોડીવાર તો બંને એમનેમ ઉભા હતા પણ પછી તો બંને ને અકળાવનારું લાગ્યું .આથી સાથે જ તેઓ બોલ્યા કે મારે તમને એકવાત પુછવી છે .
માનવ , તમે પેલા બોલો . મીરા કહે ના તમે કહો શું કહેતા હતા .
માનવ : ના ના મારી વાત પછી પેલા તમે કયો શું વાત છે .
મીરા : તમે આટલું ફોર્સ કરો છો તો કહું છું .શું હું એટલી બધી ખરાબ છું કે તમે મારી સાથે વાત પણ નથી કરી શકતા .મેં માન્યું કે તમારી સાથે હું ક્યારેક ક્યારેક મજાક પણ કરી લઉં છું તો એનો મતલબ એવો થોડો હોય કે તમે મારી સાથે સરખી રીતે વાત પણ ન કરો .
આટલું મીરા બોલી ત્યાં એની આંખ ઝળઝળિયાં આવી ગયા તે રોવે એટલી જ વાર હતી .
આ જોઈને માનવ તરત જ બોલ્યો , ના ના એવુ કહી નથી . તમે તો મને ખૂબ ગમો છો .
આટલુ સાંભળી ને મીરા ના મોઢા પર સ્માઈલ આવી ગઈ . તે તરત જ બોલી તો પેલા કેમ ન કીધું અને મારાથી જ્યારે કોમ્પિટિશન હતું ત્યારે બોલાય ગયું હતું ત્યારે ય કઇ ન કિધુ.
માનવ તરત જ મીરા ઉભી હતી તેની અડોઅડ જઈને , મીરા મેં તને પેલી વાર જોઈને ત્યારથી જ ગમે છે ત્યારે તો તું ખાલી મને ગમતિ હતી પણ હું તારા વિસે જાણવા મંડ્યો છું ત્યારથી હું તને લવ કરવા લાગ્યો છું .મને ખબર છે કે આપણી પરિસ્થિતિ વચ્ચે ઘણું ડિસ્ટનસ છે પણ એ હું દૂર કરી ને જ રહીશ.
મીરા કહે , હું પણ તને ખૂબ લવ કરું છું .
બંને ત્યાં જ એકબીજાં ની આંખ માં જોવા લાગ્યા ત્યા અચાનક જ માનવ બોલ્યો હમણાં આ વિશે નલિની કે નયન ને કઇ કેવાનું નથી . કેમ કે મારે તે બંને ને પેલા ભેગા કરવાના છે . ત્યાં જ મીરા બોલી તારે નહિ આપણે હું પણ ઘણા ટાઈમ થી એકબીજા ની આંખ મા એક્બીજા પ્રત્યેની લાગણી જોવ છું . આપણે તેમને પેલા ભેગા કરવા પડશે પછી આપણી વાત તેમને કરશું.
હજી તેઓ આગળ કંઈક વાત કરે ત્યાં જ તેમને નલિની આવતા દેખાય ને તેઓ થોડા દૂર ઉભા રહી ગયા .
નલિની અને મીરા બંને કાર માં બેઠા . મીરા પણ કાર માં હતી કેમ કે તેનું સ્ફૂટી ખરાબ થઈ ગયું હતું અને આમ પણ મીરા નું ઘર નલિની ના ઘર ના રસ્તા માં જ આવતું હતું .
ઘરે જઈને મીરા ફ્રેશ થઈ ગઈ . તે માનવ ને ફોન કરવા જતી હતી ત્યાં યાદ આવ્યું કે હજી તે નલિની ની સાથે જ હશે . આથી ફોન મૂકી દીધો .
થોડી વાર થઈ ત્યાં માનવ નો સામેથી ફોન આવ્યો . મીરા એ ધીમે થી શરમાતા શરમાતા ફોન ઉપાડ્યો અને એવી રીતે હેલો બોલી કે માનવ નું દિલ ન ફિસલી જાય . વાત કરતા કરતા તેમને ઘણું મોડું થઈ ગયું. આથી તેમણે ફોન રાખી દીધો. માનવ તો આમ પણ મીરા વિશે વિચારતાં વિચારતા જાગતો જ હતો , ત્યાં જ અચાનક માનવ ના મગજ માં નલિની અને નયન કેમ એકબીજા વિશે તેઓ વાત કરી શકે તેનો પ્લાન આવ્યો .
તે સૌથી પહેલા મીરા ને પ્લાન વિશે કહેશે તેવું વિચારીને સુઈ ગયો .સવારે ઉઠી ને તેને આખો પ્લાન મીરા ને કીધો , મીરા પણ ખુશ થઈ ગઈ .
થોડા દિવસ બાદ વેલેંટાય ડે હોય છે . માનવ નો પ્લાન તે દિવસે જ અમલ માં લાવવાનો હોય છે .
થોડા દિવસ થી અખિલ વધારે પડતું જ નલિની , નલિની કરતો હતો , આ બધું ધ્યાન માં નયન લેતો ન હતો કારણ કે તે નયન નો ફ્રેન્ડ હતો .
આ બાજુ માનવ પણ નયન ને નલિની વિશે પૂછપરછ કરતો હતો . નલિની આવી છે , નલિની આવી છે .અંદર થી તો નયન બહુ જલતો હતો પણ બંને માંથી એક ને પણ કહી શકતો ન હતો .
આમ ને આમ 13 ફેબ્રુઆરી નો દિવસ આવી ગયો . કાલે 14 ફેબ્રુઆરી એટલે પ્રેમ નો દિવસ . તો પણ નયન હજી કન્ફ્યુઝન માં હતો કે નલિની ને પ્રપોઝ કરે કે ન કરે , કારણ કે તેને ડર હતો જો નલિની ના પાડશે તો તેની સાથે ની ફટેન્ડશીપ પણ તૂટી જશે . જે નયન થવા દેવા માંગતો ન હતો .
13 ફેબ્રુઆરી નો સાંજ નો સમય હતો . તે વિચારતો જ હતો કે માનવ ને મારે આ વિશે વાત કરવી જોઈએ, પણ કેમ કહું તેને પણ નલિની ગમતી હશે તો હું શું કરીશ ? આમ પણ નલિની મારી સાથે કરતા તેની સાથે વધારે હોય છે . જો માનવ વચ્ચે આવશે તો ?
નયન આવું બધું વિચારતો હોય છે ત્યાં જ માનવ નો ફોન આવ્યો .
માનવ : તું ક્યાં છે ?
નયન : ઘરે , કેમ કઈ કામ હતું ?
માનવ : તું અત્યારે આપણી ફેવરિટ જગ્યા એ આવી શકે છે .
નયન : ચલ હું આવું છું એવું કઈ અરજન્ટ તો નથી ને ?
માનવ : એવું અરજન્ટ કઈ કામ નથી . તું બસ ખાલી આવ .
થોડીવાર માં જ નયન તેમની ફેવરિટ ટી પોસ્ટે પોહ્ચે છે ,ત્યાં જઈને જુવે છે કે માનવ પેલે થી જ ત્યાં બેઠો હોય છે . નયન પોહચી ને તરત જ કહે છે , શું એવું કામ હતું કે અત્યારે મને બોલાવ્યો .
માનવ , અરે પેલા બેસ તો ખરા પછી તને વાત કરું છું કે શું વાત છે .
નયન મને કમને ત્યાં બેસે છે ,માનવ 2 કટિંગ નો ઓર્ડર આપે છે અને કહે છે .
માનવ : મને હમણાં થોડીવાર પેલા અખિલ મળ્યો હતો.
નયન : તો , એનું મારે શું કામ .
માનવ : અરે ભાઈ ધીમો થા પેલા મારી વાત સાંભળ . તે એક ગિફ્ટ શોપ માં હતો , મે તેને બહાર થી જોયો હતો . અને તે કાર્ડ ખરીદતો હતો . મને લાગે છે કે તે કાલે નલિની ને પ્રપોઝ કરશે . આઈ થિન્ક નલિની પણ હા પડી દેશે .
આટલું બોલી ને તે થોડીવાર નયન ના એક્સપ્રેશન કેવા છે તે જોવા માટે રોકાણો . તો નયન ના મોઢા પર ચિંતા ની સાથે સાથે તેને ઉદાસી ના ભાવ દેખાણા .
માનવે ફરી બોલવાનું ચાલુ કર્યું , જો નયન મને ખબર છે કે તું નલિની ને પ્રેમ કરે છે . માનવ એટલું બોલ્યો ત્યાં નયન તો ચોંકી ગયો તેને શું બોલવું તે ખબર પડતી ન હતી . તે આમ તો માણસ ના મનમાં શું ચાલે છે તે જલ્દી જાણી લેતો હતો પણ માનવ શું કેવા માંગે છે તે જાણી શક્યો ન હતો .
નયન : તું શું કે છે એ જરા સરખી રીતે કે ?
માનવ : તું નલિની ને પ્રેમ કરે છે એ કાલે પેલા અખિલ પેલા કહી દે , અને રહી મારી વાત તો હું ખાલી તારી ટેસ્ટ લેતો હતો કે તું નલિની ને પ્રેમ કરે છે કે નહીં. આથી જ હું તારી પાસે નલિની ની વાત કરીને તને ગુસ્સો અપાવતો હતો . તું કાલે જ નલિની ને પ્રપોઝ કરી દે જે થવું હશે તે પછી વિચારીશું.
માનવ આટલું બોલે છે ત્યાં જ નયન તેને જોરથી હગ કરી લે છે અને બોલે છે તુ જ મારો બેસ્ટ ફ્રેન્ડ છે જે મને સમજી શકે છે અને પછી વાતો કરતા કરતા બંને ઘરે ગયા .
ઘરે ગયા બાદ નયન આખી રાત વિચારતો રહ્યો કે કેવી રીતે નલીની ને વાત કરું તેને અચાનક જ વિચાર આવ્યો કે હું કહી ન શકું તો કહી નહિ હું લખી તો શકું . આ વિચાર આવતા જ ઉભો થઇ ને રાતે ૩ વાગે લવ લેટર લખવા બેઠો.
તેને ઘણી વાર ટ્રાય કરી ત્યારે લેટર લખાણો . તે લખી રહ્યો ત્યારે ઓલ રેડી 5:30 થઇ ગયા હતા . આથી થોડીક વાર સુઇ જાવ તેમ વિચારિને સુઇ જાય છે .
સવારે નયન ના મોઢા ઉપર એક અલગ જ મુસ્કાન હોય છે . હજી તે ઉઠ્યો હોય ત્યાં જ માનવ નો ફોન આવે છે .
માનવ : મહાશય , હવે સપના માંથી બહાર આવો ને આ મોઢા ઉપર જે સ્માઈલ છે ને તે જયારે નલિની હા પાડે ને ત્યારે આપજો , બપોરે થોડો વહેલો કોલેજ આવતો રહેજે .
નયન : તને કેમ ખબર હું સ્માઈલ કરું છું ?
માનવ : હું તારો બેસ્ટ ફ્રેન્ડ છું . એટલું તો તને ઓળખું છું સમજ્યો . ચાલ હવે હું ફોન રાખું છું , અને આજના માટે ઓલ ધ બેસ્ટ , બાય .
નયન : ચલ બાય .
નયન બપોરે કોલેજ જવા નીકળે છે તેના મનમાં અલગ જ મુંજવણ હોય છે , નલિની શું જવાબ આપશે , મારી પેલા અખિલ પ્રપોઝ કરશે તો ? અને તેને નલિની એ હા પાડી દીધી તો હું શું કરીશ . આમ વિચારતા વિચારતા જ નયન કોલેજ ના ગેટ આગળ પોહચી જાય છે . તે જુવે છે કે માનવ પણ ત્યાં જ ઉભો હોય છે . માનવ ને જોય ને તે સમજી જાય છે કે નલિની પણ આવી ગઈ છે .
આજે કોલેજ માં જ્યાં જોવો ત્યાં હસીન માહોલ બનેલો હતો . બધા એક થી એક ચડિયાતા લાગતા હતા . બધા ના દિલ માં એક અલગ જ ફીલિંગ હતી . કોઈને કહેવાની ઉતાવળ હતી તો કોઈને રિજેક્ટ થવાનો ડર હતો .
નયન પણ ખુબ હેન્ડસમ લાગતો હતો . તેને બ્લુ શર્ટ અને ક્રિમ પેન્ટ પહેરેલું હતું . તો આ બાજુ માનવ પણ ડેશિંગ લાગતો હતો .તેને બ્લેક શર્ટ અને વ્હાઈટ પેન્ટ પહેરેલું હતું.
નયન તરત જ માનવ પાસે ગયો અને બોલ્યો , શું વાત છે માનવ આજે તો તું ફૂલ ફોર્મ માં છે અમારી કોલજ ની કોઈ છોકરી ધ્યાન માં તો નથી આવી ગઈ ને એવું હોય તો મને કેજે હું તારું સેટિંગ કરાવી દઈશ .
માનવ જવાબ આપવા ના બદલે સામે તેને કીધું , મારુ તો તું રહેવા દે પેલા તારું સેટિંગ કર પછી મને કહેજે સમજ્યો .
નયન હજી કઈ કહેવા જાય તે પેલા તેને અખિલ ને આવતા જોયો અને તે ચૂપ થઇ ગયો . અખિલ આજે બાઈક લઈને આવ્યો હતો . તે પણ ખુબ સરસ લાગતો હતો .
અખીલે બાઈક તેમની પાસે જ ઉભું રાખ્યું અને હાય , હેલો કર્યા વગર જ નલિની ક્યાં છે તેમ પૂછ્યું , તે સાંભળી ને નયન ના પગ નીચ્ચેની જમીન સરકવા લાગી . પણ માનવે વાત સાંભળતા કહ્યું લગભગ તમારા ડિપાર્ટમેન્ટ માં ગઈ છે .
અખિલ થૅન્ક યુ કહી ને ચાલ્યો ગયો અને જતા જતા કહી ગયો હમણાં આવી ને તમારી સાથે વાત કરું છે .તે જતો હતો ત્યારે નયને જોયું કે તે રોઝ લઇ ને ફૂલ તૈયારી માં આવ્યો છે . આથી તે માનવ ને કહેવા લાગ્યો તેને કેવા ની શું જરૂર હતી , હવે તે મારી પહેલા નલિની ને પ્રપોઝ કરી દેશે તો અને જો નલિની એને હા પાડી દીધી તો હું શું કરીશ .
નયન ચીલ કર , નલિની ડિપાર્ટમેન્ટ માં નથી માનવે કહ્યું .
નયન : તો ક્યાં છે .
માનવ : ચાલ મારી સાથે .
માનવ આગળ અને નયન તેની પાછળ પાછળ જાય છે , માનવ લાઇબ્રેરી ની બહાર આવી ને ઉભો રહી જાય છે અને નયન ને કહે છે કે જા અંદર જલ્દી જા તારી મંઝિલ અંદર છે . અખીલ અહીં આવે તે પહેલાં તું નલિની ને પ્રપોઝ કરી દે .
નયન , માનવ ને હગ કરી ને અંદર જાય છે . તે અંદર જોવે છે કે છેલ્લે છેક અંદર નલિની બેઠી હોય છે .
તે નલિની પાસે જાય છે અને તેને ધીમે થી કહે છે કે તું બહાર આવ ને મારે થોડું કામ છે .
નલિની ને ખબર પડી જ ગઈ હોય છે કે તેને શુ કામ છે પણ તે મોઢા ઉપર કઈ ભાવ જણાવા દેતી નથી અને કહે છે જે હોય તે અહીં જ કેને મારે અહીંયા થોડું કામ છે .
નયન ત્યાંથી તેને પરાણે બહાર લઈ આવે છે . તે અને નલિની બહાર આવતા હોય છે ત્યાં આજુબાજુ બધાને લાગે છે કઈક થવાનું છે . આથી બધા ત્યાં ઉભા રહી જાય છે .
નયન અને નલિની બંને બહાર આવી ગયા હોય છે , નલિની આવી ને કહે છે શુ કામ હતું બોલ હવે .
નયન હવે કહે છે કે હુ ઘણા દિવસ થી તને કહેવા માંગતો હતો કે શું કહું કેમ કહું .
નલિની કહે છે , હવે જે હોય તે જલ્દી બોલ ને .
નયન નર્વસ થઈ જાય છે અને માનવ ની સામે જોવે છે અને માનવ માથું હલાવી ને તેને કહેવાનું કહે છે .
નયન ધીમે ધીમે વાત ની શરૂવાત કરતા કહે છે કે આપણે બંને જ્યારથી મળ્યા છીએ , અને જ્યારથી હું તને ઓળખતો ન હતો ત્યારથી હું તને , કહેતા કહેતા નયન ઘૂંટણિયે નિચ્ચે બેસી જાય છે અને નલિની નો હાથ હાથમાં લેતા કહે છે હું તને ખૂબ પ્રેમ કરું છું , હું તને હંમેશા ખુશ જોવા માંગુ છું તું શુ મારી સાથે આખી લાઈફ વિતાવીશ . i love yo so much .
આટલું બોલી ને નયન બોલતો બંધ થઈ ગયો અને તે નલિની શુ જવાબ આપે તેની આશા એ તેની સામે જોવા લાગ્યો , પણ તે તેની સામે જોઇને સમજી નોતો શકતો કે નલિની શુ જવાબ આપશે .
થોડી વાર પછી ધીમે થી નલિની બોલી મારી તો પહેલે થી હા જ છે ખાલી તારી પૂછવા ની વાર હતી .
નયન ને આ સાંભળી ને યકીન જ ન થયો કે નલિની એ સાચે જ હા પાડી છે તે હજી તેમનેમ જ બેઠો હતો . નલિની એ જ્યારે કીધું કે તારો પગ દુખવા લાગ્યો નથી લાગતો ? ત્યારે જ તેને ખબર પડી કે હજી તે ઘૂંટણિયે બેઠો છે તે તરત જ ઉભો થઇ ગયો અને બધાની વચ્ચે જ નલિની ને ટાઈટ હગ કરી .
તે બંને એમનમ જ ઉભા હતા ત્યાં જ માનવ , મીરા , અખિલ ,સ્વરા ,અને તેમના બીજા બધા ફ્રેન્ડ તેમની પાસે આવી ગયા .
અખિલ: ઓ પ્રેમીપંખીડા આ કોલેજ છે કાઈ ગાર્ડન નથી કે હજી તમે આમ ઉભા છો હવે તો છુટા પડો, હવે અમને શરમ આવવા લાગી છે .
આ સાંભળી ને નયન અને નલિની શરમાતા શરમાતા ધીમે ધીમે આધા ખસે છે .
થોડી વાર એમનમ જ સન્નાટો છવાય જાય છે . ત્યાં જ નયન અખિલ ના મોઢા ઉપર સ્માઈલ જોવે છે તેને સમજાતું ન હતું કે અખિલ આટલો ખુશ કેવી રીતે . તે તરત જ અખિલ ને કહે છે કે મને ખબર છે કે તને ખૂબ દુઃખ થતું હશે પણ તોય મોઢા ઉપર તે સ્માઈલ ચિપકાવી દીધી છે . આઈ એમ સો સોરી , પણ હું શું કરું નલિની વગર હું રહી શકત નહિ . આથી તારી પહેલા જ મેં નલિની ને પ્રપોઝ કરી દીધી . મને ખબર છે કે તને નલિની ખૂબ ગમે છે .
આ સાંભળી ને નલિની તો ચોંકી ગઈ અને બીજા બધા હસવા લાગ્યા .
આ જોઈને નયન અને નલિની ને કઈ સમજાયું નહીં .
તે બંને બાઘા ની જેમ બધાની સામે જોવા લાગ્યા . તેમને સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે .
માનવ ધીમે ધીમે શાંત થતા થતા કહ્યું નયન , અખિલ ની સામે જોતો .નયને જોયું તો અખિલ અને સ્વરા બંને એકબીજા ના હાથ પકડી ને ઉભા હતા . નયન ને કહી સમજાયું નહીં આથી તે માનવ સામે જોવા લાગ્યો .
માનવ : નયન અખિલ સ્વરા ને પ્રેમ કરે છે .
નયન : શુ ? તો નલિની ?
માનવ : એતો ખાલી અમારા બધાનું એક નાટક હતું કેમ કે અમે નાટક ન કર્યું હોત ને તો તું ક્યારેય નલિની ને પ્રપોઝ કરી શક્યો ન હોત અને જો મીરા ન હોત ને તો નલિની ક્યારેય તારા પ્રેમ ને સ્વીકારી ન હોત .
નયન ને અખિલ ના નાટક ની તો ખબર પડી ગઈ હતી પણ મીરા ના નાટક ની નહિ . આથી માનવ ને પૂછ્યું કે મીરા વાળું નાટક શુ છે ?
માનવ : જેમ અખિલ આખો દિવસ તારી સામે નલિની નલિની કરતો હતો , તેમ અમે મીરા ને નયન, નયન કરવાનું કીધું હતું . નયન આમ સારો છે ને તેમ સારો છે . girls ની respect કરે છે ને તેમ કરતા કરતા નલિની ના દીલ માં તારા માટેનો જે પ્રેમ હતો તેને અમે ચિંગારી આપી હતી .
આટલું સાંભળ્યું ત્યાં નલિની દોડી ને મીરા ને અને નયન દોડી ને માનવ ને ભેટી પડ્યા અને બને સાથે જ બોલ્યા કે થૅન્ક યુ સો મચ કે તમે બંને અમારી જિન્દગી માં આવ્યા .
માનવ : આમ રૂખાસુકા થૅન્ક યુ થી નહીં ચાલે આજે તો તમારા બંને એ એક જબરદસ્ત પાર્ટી આપવી પડશે.
નયન : આજે તો તે માંગી ન હોત ને તોય પાર્ટી મારા બધા ફ્રેન્ડ ને આપવાની જ હતી .
બધા ફ્રેન્ડ સાંજે હોટેલ બ્લુ વિહાર માં ગયા જે સીટી ની મોટા માં મોટી હોટેલ હતી . તેમને ત્યાં ઘણી મસ્તી કરી .
સાંજે હોટેલ માંથી બહાર આવ્યા ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું . બધા એ નલિની ને હજી થોડીવાર રોકવા માટે કહ્યું પણ નલિની એ કહ્યું કે હજી મારે પપા ને આ વાત કરવા ની છે . તેઓ ખૂબ ખુશ થશે , કારણ કે જ્યારે હોય ત્યારે મને કોઈ છોકરો શોધવાનું કહ્યા કરતા . આથી હું પહેલા મારા પપ્પા ને વાત કરવા માગું છું .
નલિની હોટેલ થી બધાને બાય કહી ને નીકળતી હતી ત્યારે માનવે કહ્યું ઉભી રહે હું આવું છું તો નલિની એ કહ્યું કોઈ વાંધો નહિ હું જતી રહીશ તું બેસ તારે બેસવું હોય તો હું મારા પપ્પા ને કહી દઈશ કે મેં તને આજે છૂટી આપેલી તારા માટે કોઈ છોકરી શોધવા માટે પણ તે તો કોઈને શોધી નહિ .
આટલું બોલી ને નલિની હસતા હસતા ચાલી ગઈ . આ બાજુ જ્યારે નલિની બોલી ત્યારે મીરા અને માનવ બંને એકબીજા સામે જોવા લાગ્યા , જે નયને જોઈ તો લીધું પણ તે કહી બોલ્યો નહિ .
નયન મનમાં વિચારતો હતો કે જરૂર મીરા અને માનવ વચ્ચે કંઈક છે . તે જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ તેના મનમાં પિકચર સાફ થતું ગયું. તેને થોડા દિવસ થી માનવ ની વર્તુન્ક અલવ લાગતી હતી . તે પણ તેના ધ્યાન માં હતું .હવે તેને યકીન થઇ ગયો હતો કે મીરા અને માનવ પણ એકબીજા ને પ્રેમ કરે છે . તે વિચારવા લાગ્યો લાગ જોઈને હું બને ને પકડી પાડીશ ,અને હવે આ વાત માટે તો નલિની પણ તરત જ તૈયાર થઈ જશે .
આ વિચરતા વિચારતા તેના મોઢા ઉપર એક સ્માઈલ આવી ગઈ જે બધા એ જોઈ લીધું અને બધા સાથે બોલ્યા નયન હવે તો નલિની ના વિચારમાંથી બહાર આવ .
આમ હસી મજાક કરતા કરતા જ તેઓ દોઢ કલાક પછી તળાવે બેઠા હતા ત્યાંથી છુટા પડ્યા .
નયન , માનવ ને મુકવા માટે નલિની ના ઘરે ગયો . તે બહાર થી જ તેને મૂકી ને જતો રહ્યો .
માનવ બંગલા ની પાછળ વળી તેના રૂમ માં જતા હતો ત્યારે જોયું કે રમણિકલાલ હજી મેઈન હોલ મા બેઠા હતા તેની મોઢા ઉપર ચિંતા ના ભાવ હતા , જે માનવ તરત જ કળી ગયો . તે તરત જ ત્યાં ગયો અને પાસે જઈને બોલ્યો તમે ચિંતા ન કરો નયન સારો છોકરો છે તે નલિની ને ખૂબ ખુશ રાખશે .
માનવ ને હતું કે નલિની એ જઈને તેના પિતા ને વાત કરી હશે આથી તેઓ ચિંતા કરતા હશે .
માનવ બોલ્યો ત્યારે રમણિકલાલ નું ધ્યાન પણ માનવ તરફ ગયું અને તેઓ હજી કઇ કહેવા જાય તે પહેલાં જ માનવ ઉપર નું વાક્ય બોલી ગયો હતો .
રમીકલાલ ને માનવ ની વાત પર ધ્યાન ન હતું . તેઓ તરત જ બોલ્યા માનવ આટલું બધું મોડું થાય એમ હોય તો મને ફોન તો કરાય ને અને નલિની ક્યાં ? તે પાછળ આવે છે ? આ નલિની નું કહી કેવાય નહિ પણ તારે તો મને કેવું જોઈને . નલિની કેમ દેખાતી નથી , અને તેનો ફોન પણ નથી લાગતો .
રમીકલાલ ની વાત સાંભળીને માનવ તો ચોંકી ગયો . તેને તરત જ નલિની ને ફોન કરવા ટ્રાય કરી પણ ફોન તો સ્વિચ ઓફ આવતો હતો .
તેને તરત જ રમણિકલાલ ને કહ્યું અંકલ નલિની તો બે કલાક પહેલા જ અમે હોટેલ પર ડિનર પર ગયા હતા ત્યાં થી નીકળી ગઈ છે .
આ સાંભળી ને રમણિકલાલ ને વધારે ચિંતા થવા લાગી . તેઓ બંને નલિની ના બધા ફ્રેન્ડ ને ફોન કરી દીધો પણ નલિની નો ક્યાંય પતો ન હતો .
માનવે નયન ને પણ ફોન કર્યો , નયન હજી ઘરે પોહચ્યો ન હતો તે રસ્તા માં જ હતો અને તે તરત જ પાછો વળી ને રમણિકલાલ ને બંગલે આવી ગયો હતો .
નયન પણ તેમના બંને ના કોમન ફ્રેન્ડ ને ફોન કરતો હતો પણ નલિની કોઈની સાથે ન હતી.
નયન : અંકલ ટાઈમ વેસ્ટ નથી કરવો આપણે પોલીસ સ્ટેશન જવું જોઈએ .
રમણિકલાલ , માનવ અને નયન ત્રણેય પોલિસ સ્ટેશન જાય છે .
નયન , માનવ અને રમણીકલાલ ત્રણેય પોલીસ સ્ટેશન જાય છે , ત્યાંના ઇન્ચાર્જ દવે હોય છે , જે રમણીકલાલ ને સારી રીતે ઓળખતા હોય છે.
તેઓ ત્યાં જઈને વિગતે વાત કરે છે કે નલિની 3 , 4 કલાક થયા હજુ સુધી ઘરે નથી આવી અને તેના કોઈ ફ્રેન્ડ ની સાથે પણ નથી . અમે બધે તપાસ કરી લીધી છે હવે તમે જ કૅમ્પલેઇન નોંધી ને જેમ બને તેમ જલ્દી જ નલિની ને શોધી કાઢો.
ઇન્સેપ્ક્ટર દવે તેમને શાંત પડતા કહે છે કે હજુ સુધી નલિની ગાયબ થઇ તેને 24 કલાક નથી થયા . આથી હું કંપ્લેઇન તો ન લખી શકું પણ હું તમને સારી રીતે ઓળખું છું . આથી હું મારી રીતે જ અનઓફિશ્યિલ તપાસ કરાવું છું અને જો નલિની 24 કલાક સુધી માં નહીં મળે તો કંપ્લેઇન લખી ને આગળ ની કાર્યવાહી કરશું . અત્યારે તમે ઘરે જાવ અને હું મારી રીતે બધે તપાસ કરાવું છું .
તેઓ ત્યાંથી નીકળી જાય છે પણ તેમને ક્યાં ચેન હોતું નથી , ત્યાંથી તેઓ રમણીકલાલ ના ઘરે જાય છે અને હોલ માં બેસે છે . તેઓ હોલ માં હોય ત્યાં જ અચાનક રમણીકલાલ નયન ની સામે જુવે છે અને તેમને યાદ આવે છે કે આ કોણ છે? તે કેમ અમારી સાથે નલિની ને શોધવા માટે ફરે છે .
તેઓ તરત જ માનવ સામે જુએ છે અને માનવ ને પૂછે છે કે આ કોણ છે ? તે કેમ તરત તેને ફોન કર્યો ?
માનવ જવાબ આપતા કહે છે , તમને યાદ છે ગામ માં હું , નલિની અને નયન સાથે જ રહેતા હતા . રમણીકલાલ તેનો જવાબ આપતા કહે કે તે કેમ ભુલાય ,તમારી દોસ્તી જ એવી હતી .
માનવ આગળ વાત કરતા કહે છે કે બસ તે જ આ નયન છે , અને બીજું કે શાયદ તમારો ભાવિ જમાઈ પણ કારણ કે તેને નલિની ને આજે જ પ્રપોઝ કર્યું હતું અને નલિની એ હા પણ પડી હતી , તેની જ પાર્ટી માટે અમે બધા હોટલ માં ગયા હતા , નલિની ને આ ખુશખબર તમને આપવા હતા . આથી જ તે હોટેલ માંથી તરત નીકળી ગઈ અને અમારી સાથે બહાર ન આવી . મને પણ ન આવવા દીધો તેની સાથે . જો હું તેની સાથે હોત ને તો તેને કહી થાત નહીં . આટલું બોલતા જ માનવ ની આંખ માં ઝળઝળિયાં આવી ગયા .
રમણીકલાલ તેને સંભાળતા બોલ્યા , તું તો નલિની ને સારી રીતે ઓળખે છે , જ્યાં હશે ત્યાં સહીસલામત હશે મને મારી નલિની પર પૂરો ભરોસો છે કે તે જેની સાથે હશે તેનું તો આવી બનશે . તેઓ પણ બોલતા બોલતા રડવા માંડ્યા , આથી નયને તેમને શાંત પાડતા કહ્યું કે હમણાં તમે તો કહ્યું કે જ્યાં હશે ત્યાં બીજા નું આવી બનશે તો ચિંતા શું કામ કરો છો .
રમણીકલાલ શાંત થઇ ગયા પછી બોલ્યા બીજું બધું તો ઠીક છે પણ મારી બેટી ની ચોઈસ સારી છે . જેવી નલિની મળી જશે હું બેટા નયન તારા ઘરે આવી ને તારો હાથ માંગીશ અને જેમ બને તેમ જલ્દી જ તમારી સગાઈ કરાવી દઈશ.
આ સાંભળીને થોડીવાર તો નયન અને માનવ બંને ખુશ થઇ ગયા પણ તરત જ તેમને નલિની યાદ આવી ગઈ અને મોઢા ઉપર ચિંતા ની લકીર ઉપસી આવી .
રાત ઘણી થઇ ગઈ હતી , આથી નયન ને પણ રમણીકલાલ એ પોતાના બંગલે રહેવાનું કીધું અને બોલ્યા મને મારી નલિની પર પૂરો ભરોસો છે જ્યાં હશે ત્યાં સહીસલામત હશે અને તમે બંને ટેંશન ન લ્યો , ટેંશન તો તે લેશે જેની સાથે નલિની હશે.
આટલું બોલીને રમણીકલાલ સુવા માટે ચાલ્યા ગયા તેમને બંને પણ ગેસ્ટ રૂમ માં જઈને સુવા નું કીધું.
નયન અને માનવ પણ ગેસ્ટ રૂમ માં ગયા ત્યાં જઈને પેલા નયને તેની ઘરે ફોન કર્યો અને પુરી હકીકત કહી કે નલિની ગાયબ છે અને તે અત્યારે તેના ઘરે છે .
રમણીકલાલ , તે બંને આશ્વાશન આપીને રૂમ માં તો ચાલ્યા ગયા પણ તેમને પણ અંદર થી ડર લાગી રહ્યો હતો , પણ જો તેઓ બહાર કમજોર પડ્યા હોત તો નયન અને માનવ પણ કમજોર પડી જાત આ વિચારી ને જ તેમને બહાર હિંમત બતાવી હતી પણ રૂમ માં ગયા પછી તો તેમના થી ન રહેવાયું અને તેઓ એકલા એકલા રડી પડ્યા , અને તેમની આંખ પાસે થી નલિની નાની હતી ત્યારથી અત્યાર સુધી ની એક એક છબી પસાર થવા માંડી , તેમની ઊંઘ તો ઉડી જ ગઈ હતી પણ આરામ કરવો પણ જરૂરી હતો . આથી તેઓ પલંગ માં એમનેમ સુતા.
આ બાજુ નયન અને માનવ ની પણ ઊંઘ હરામ થઇ ગઈ હતી તેઓ પણ અલગ અલગ ડિરેકશન માં વિચારતા હતા . તેઓ નલિની ના સ્વભાવ થી પુરી રીતે વાકેફ હતા , તે કોઈ પણ સાથે ગમે ત્યારે પંગો લઇ લેતી . તે જ તેની મુસીબત નું કારણ ન બને તો સારું એવું તેઓ માનતા હતા.
ત્રણેય પોલીસ સ્ટેશન થી બહાર નીકળ્યા ત્યારે જ ઇન્સપેક્ટરે દવે એ તેનું કામ ચાલુ કરી દીધું હતું .તેને તેના બધા ખબરીઓને કામે લગાડી દીધા હતા કોઈ પણ નાની પણ વાત તેમની જાણ બહાર ન જવી જોઈએ અને અત્યારે કઈ કઈ ગેંગ સક્રિય છે તેમના વિશે ની પણ પુરી માહિતી એકઠી કરવાનો હુકમ તેમને આપી દીધો હતો .
તેઓ ખુદ પણ નલિની ની તપાસમાં લાગી ગયા હતા . તેમને અત્યારે થી અંદેશો આવી ગયો હતો કે જો નલિની સાથે કઈ પણ થશે તો તેની માથે તો માછલાં ધોવાશે ઉપર થી પોલીસ ઉપર પણ ફિટકાર વરસશે કારણ કે નલિની કોઈ આમ જેવાતેવા વ્યક્તિ ની દીકરી ન હતી તે મશહૂર બિઝનેસમેન રમણીકલાલ ની એકની એક દીકરી હતી . આથી મીડિયા પણ ફૂલ અટેંશન આપવાનું હતું જો નલિની નહીં મળે તો ?
સવાર ના 4 વાગ્યા સુધી દવે એ તપાસ કરી પણ તેમને એક નાનો એવો કલુ પણ ન મળ્યો .
આથી તેઓ થોડી ઊંઘ લેવા માટે ઘરે ગયા . તેઓ ઉઠ્યા ત્યાં ઓલ રેડી 7:30 થઇ ગયા . તેઓ સ્પીડ માં ફ્રેશ થઇ નાસ્તો કરીને પોલીસ સ્ટેશન જવા માટે નીકળી ગયા .
આ બાજુ નયન , માનવ અને રમણીકલાલ પણ જેમતેમ નાસ્તો કરીને પોલીસ સ્ટેશન જવા માટે બહાર નીકળયા . હજી તેઓ બહાર નીકળ્યા ત્યાં મીરા પણ આવી પોંહચી . આવી ને તરત જ માનવ ને ગળે લગાડી ને રોવા લાગી . માનવે તેને શાંત પાડી અને કહ્યું નલિની જ્યાં પણ હશે ત્યાં સહીસલામત હશે અને આપણે ગમે તેમ કરીને નલિની ને શોધી ને રહેશું તું ચિંતા ન કર , હવે રોવા નું બંધ કર ને ચાલો આપણે પોલીસ સ્ટેશન જઈ ને ત્યાં પૂછીએ ત્યાં થી કહી ખબર મળે તો.
મીરા આવી ને સીધી માનવ ને ગળે લગાવી ને રોવા લાગી હતી તે નયન ને થોડું વિચિત્ર તો લાગ્યું પણ તેને વધારે નલિની ની ચિંતા હતી . આથી આ વિશે તેને માનવ ને પછી પૂછવાનું વિચાર્યું . તેઓ બધા કાર લઈને જાય છે.
ઇન્સ્પેક્ટર દવે ત્યારે પોલીસ સ્ટેશન માં હાજર થઇ ગયા હોય છે. તેમને આખી રાત બધે તપાસ કરી પણ નલિની નો ક્યાં પતો મળ્યો ન હતો ,આથી તેઓ પણ ચિંતાતુર હતા.ત્યાં જ તેમને રમણીકલાલ અને બધા ને અંદર આવતા જોયા.
તેમને આવી ને તરત જ નલિની વિશે પૂછ્યું , પણ દવે પાસે પણ આ વાત નો કોઈ જવાબ ન હતો .તો પણ તેને ખાતરી આપી કે નલિની ને કોઈ પણ ભોગે હું ગોતી ને જ રહીશ.
આ સાંભળી ને તેઓ થોડા દુઃખી તો થયા કે હજુ સુધી નલિની ની પાસે પોહ્ચવા નો કોઈ નાનો કલુ પણ નથી મળ્યો , પણ તેઓ આટલી જલ્દી હતાશ થવા નોતા માંગતા. આથી તેઓ પોલીસ સ્ટેશન ની બહાર નીકળી ને પોતાની રીતે તપાસ કરવાનું નક્કી કર્યું .
રમણીકલાલ અને નયન તેઓ
નલિની કાયમ જે રસ્તે થી કોલેજ થી ઘર જતી હતી તે રસ્તે તપાસ કરવા ગયા , માનવ અને મીરા જે શોર્ટકટ રસ્તો હતો જે તેમની કોલેજ થી ઘર તરફ જતો હતો ત્યાં ગયા . એ
શોર્ટકટ રસ્તો ભાગ્યે જ કોઈ use કરતું કારણ કે ત્યાં ભૂત -પ્રેત થાય છે તેવી અફવા હતી અને સાથે સાથે રસ્તો પણ ઘણી ખરાબ કન્ડિશન માં હતો .
મીરા અને માનવ ધીમે ધીમે તે રસ્તા માં જોતા જોતા આગળ વધતા હતા ત્યાં અચાનક મીરા એ માનવ ને ગાડી રોકવા નું કીધું . તે ઝડપ થી નીચ્ચે ઉતરે છે . માનવ પણ ગાડી સાઈડ માં રાખી ને નીચ્ચે આવે . તે જોવે છે કે મીરા જે રસ્તા ની બાજુ માં જે કાંટાળી વાડ હોય છે ત્યાં બાજુ માં નીચ્ચે વળી ને કંઈક લેવાની ટ્રાય કરતી હતી પણ તેનો હાથ ત્યાં સુધી પોહ્ચતો નોહ્તો .
માનવ પણ બાજુ માં આવી ગયો હતો .તેને જોયું કે મીરા નીચ્ચે નમી ને કંઈક લેવાની ટ્રાય કરતી હતી પણ ત્યાં સુધી તેનો હાથ પોહ્ચતો હતો નહીં . આથી માનવે કીધું મીરા શું છે લાવ હું લઇ દવ .
મીરા ઉભી થઈ ગઈ અને કીધું મને અહીં કંઈક પડ્યું હોય એવું લાગે છે તું કાઢી દેને .
માનવ નીચ્ચે નમી ને હાથ અંદર જવા દે છે અને થોડી માથાકૂટ કરીને તેના હાથ માં તે આવી જાય છે . તે મીરા ને આપે છે .
મીરા તરત જ તે વસ્તુ ને ઓળખી જાય છે . તે વસ્તુ બીજું કઈ ન હોય તે નલિની ના ઝૂમર હોય છે .
માનવ મીરા ને કહે છે કે આ નલિની ના ઝૂમર છે તું આટલી શ્યોર કેવી રીતે કહી શકે ?
મીરા ; માનવ આ ઝૂમર મેં જ નલિની ને તેના ગયા birthday માં gift માં આપ્યા હતા .
માનવ ; પણ આવા તો ઘણા ની પાસે હોય શકેને ?
મીરા ; ના માનવ આ ઘણા ની પાસે ન હોય શકે કારણ કે મેં સ્પેશ્યલ ઓર્ડર આપી ને રાજસ્થાન થી બનાવડાવ્યા હતા ,પણ એ વાત જુદી હતી કે નલિની ને આ છોકરી ટાઈપ ની વસ્તુ માં કોઈ ઇન્ટરેસ્ટ ન હતો . આથી કોઈ દિવસ તેને આ ઝૂમર પેહર્યા ન હતા , પણ જ્યારથી તેની જિંદગી માં તમે બંને આવ્યા ને ત્યારથી તે ચેન્જ થઇ ગઈ અને કાલ તેના માટે સ્પેશ્યલ ડે હતો આથી તેને આ જ ઝૂમર પેહર્યા હતા . મને ખાસ ખબર છે .
આટલું બોલી ને મીરા રડવા લાગી . માનવે જેમતેમ તેને શાંત કરી ને કીધું આપણ ને એક આશા નું કિરણ તો દેખાણું કે નલિની આજ રસ્તે થી નીકળી હતી . ચાલ આપણે આગળ જોઈ આવીએ કઈ વધારે આપણ ને હાથ માં લાગે તો .
માનવ અને મીરા તે રસ્તે આગળ વધે છે એ આશ માં કે તેને મીરા ની કોઈ બીજી વસ્તુ હાથ માં લાગે પણ કોઈ વસ્તુ તેઓને મળી નહીં . આથી આ ઝૂમર વિષે નયન અને બીજા બધાને જણાવવા નયન ને ફોન કરે છે અને ક્યાં છે તે પૂછે છે.
તેઓ નયન અને રમણીકલાલ પાસે જાય છે ને તેમને નલિની ના ઝૂમર વિશે જણાવે છે .
તરત જ રમણીકલાલ ઇન્સ્પેક્ટર દવે ને ફોન કરે છે અને નલિની નું ઝૂમર તેમને કોલેજ થી તેમના ઘર તરફ જવાના શોર્ટ રસ્તે થી મળ્યું છે તે જણાવે છે .
ઇન્સ્પેક્ટર દવે તરત જ તેમની ટીમ ને લઈને ત્યાં જાય છે પણ તેમને ત્યાંથી બીજો કોઈ સાબૂત મળતો નથી.
આમ ને આમ નલિની વિશે તપાસ કરવા માં જ સાંજ થઇ ગઈ તો પણ તેનો ક્યાંય પતો ન હતો , અને ધીમે ધીમે આ ખબર કે મશહૂર બિઝનેસ મેન ની એક એક દીકરી નું કોઈ એ કિડનેપિંગ કરી લીધું છે તે વાત આખા સીટી માં વાયુ વેગે ફેલાય ગઈ .
મીડિયા પણ આ ન્યૂઝ ને ફુલ કવરેજ આપતું હતું . બ્રેકીંગ ન્યૂઝ હર ટીવી ચેનલ પર આવવા મંડ્યા .
ઇન્સ્પેક્ટર દવે હવે ઓફિશ્યિલ કંપેલેન લખી ને આગળ ની કાર્યવાહી કરવા માં વ્યસ્ત થઇ ગઈ , તેઓ જયારે બધું કામ કરીને પોલીસ ચોકી ની બહાર નીકળે છે ત્યારે ઘણા રિપોર્ટર , કેમેરા મેન વગેરે તેમની રાહ જોઈને બહાર જ ઉભા હોય છે .
જેવા ઇન્સ્પેક્ટર દવે બહાર નીકળે છે કે તેમની પર સવાલો ની વરસા કરી દે છે . દવે તેમના થોડાક સવાલો ના જવાબ આપી ને ઝડપ થી ત્યાંથી નીકળી જાય છે.
તે ઘરે જાય છે પણ તેને આ કેશ થી ઊંઘ જ ઉડી જાય છે . તે આમ તેમ પડખા ફેરવે છે પણ ઊંઘ આવતી નથી આથી ગેલેરી માં જાય છે તે જયારે બહુ પરેશાન હોય ત્યારે તેની જે ફેવરિટ બ્રાન્ડ ની સિગારેટ પીવે છે તે લાઇટર લઈને સળગાવે છે . ધીમે ધીમે તેના ઊંડા કશ લગાવતો વિચારવા લાગે છે .
સિગારેટ પીવા થી તેનું માઈન્ડ ઘણું શાંત થઇ જાય છે . તેને એક વાત ની તો ખાતરી થઇ જાય છે કે નલિની ને જેને ગાયબ કરી છે તે નલિની ને બહુ સારી રીતે જાણતો હોવો જોઈએ કે તેનો પીછો કરતો હોવો જોઈ કારણ કે તોજ તેને ખબર પડે કે આજ માનવ તેની સાથે નથી .
આટલું વિચારતા જ તેને ખબર પડી ગઈ કે કાલે શું કરવાનું છે અને તે તરત જ સુવા માટે ચાલ્યો ગયો .
બીજે દિવસે ઉઠી ને ફ્રેશ થઇ ને સીધો જ પોલીસ સ્ટેશન જાય છે ત્યાં થોડું કામ પતાવી ને તેના ખાસ હવાલદાર પટેલ ને લઈને રમણીકલાલ ની ઘરે જાય છે . તે
જયારે કોઈ ખાસ કેસ માટે જાય છે ત્યારે હંમેશા પટેલ તેની સાથે જ હોઈ છે કારણ કે દવે ખાલી ઈશારો કરે ત્યાં જ પટેલ તેમનો ઈશારો સમજી જતા હતા.
દવે બહાર નીકળી ને રમણીકલાલ ને ફોન કરીને માનવ અને નયન ને તેમના ઘરે બોલાવવા નું જણાવે છે અને થોડીવાર જ તેઓ તેમના ઘરે આવશે તે કહે છે .
રમણિકલાલ, નયન અને માનવ ને પોતાની ઘરે આવવાનું કહે છે . નયન અને માનવ આવે છે ત્યાં થોડીવાર માં જ દવે ત્યાં આવે છે .
દવે આવી ને ડાયરેક્ટ નયન અને માનવ ને નલિની ગાયબ થઇ તે દિવસે શું શું બન્યું તે વિગતે વાત કરવા જણાવે છે .
નયન અને માનવ તે દિવસ શું બન્યું તે બંને એક પછી એક વાત કરે છે .
દવે તેની પાસે થી ઇન્ફોરમેશન લઈને ત્યાંથી નીકળી જાય છે , તે ત્યાંથી સીધો જ જ્યાં છેલ્લે બધા ડીનર માટે ગયા તે હોટેલ બ્લુ વિહાર માં જાય છે અને ત્યાંના મેનેજર ની પૂછતાછ કરે છે .
મેનેજર ને નયન ,માનવ અને નલિની ના ફોટા બતાવે છે અને પૂછે બે દિવસ પેલા આ લોકો અહીં આવ્યા હતા .
મેનેજર તેને હા પડતા કહે છે હા તેઓ આવ્યા હતા અને તેમની સાથે બીજા થોડા વ્યક્તિઓ હતા ,લગભગ તે બધા ફ્રેન્ડ હતા .
દવે કહે ,"તમેને આટલી ખાતરી કેમ છે કે તેવો જ હતા .
મેનેજર કહે આ બધા ખુબ ખુશ લગતા હતા અને તેમના આવવાથી અમારી હોટેલ નું વાતાવરણ પણ સરસ થઇ ગયું હતું અને તેઓ જયારે ગયા ત્યારે વેઇટર્સ ને સારી ટીપ પણ આપેલી જે મને વેઇટર્સ એ જણાવેલું.
દવે મેનેજર ની વાત સાંભળતો સાંભળતો તેનું ધ્યાન હોટેલ માં પણ ફરતું હતું . તે સીસીટીવી કેમેરા જોઈ ગયો અને મેનેજર ને તરત જ પૂછ્યું આ સીસીટીવી ચાલુ હાલત માં છે .
મેનેજરે તરત જ જણાવ્યું કે હા સર ચાલુ કન્ડિશન માં જ છે અમે તેનું રેગ્યુલર મેએટન્સ કરાવી છીએ .
તેઓ તરત જ સીસીટીવી વાળા રૂમ આવે છે ,દવે તેમને તે દિવસ નું પૂરું રેકોર્ડિંગ બતાવાનું કહે છે , તેઓ ધીમે ધીમે એક પછી એક રેકોર્ડિંગ જોવે છે નલિની બહાર નીકળે છે તે પણ જોવે છે , નયન અને માનવ તેને બહાર મૂકી ને પાછા આવતા દેખાય છે . તે પાછા પોતાની જગ્યા એ બેસે છે .
ત્યાં થી નલિની દેખાતી ન હોય આથી દવે તેને પાર્કિંગ લોટ માં સીસીટીવી હોય તો તે બતાવાનું કહે છે , પાર્કિંગ માં સીસીટીવી હોય છે તેમાં દેખાય છે કે નલિની બહાર નીકળે છે ,નયન અને માનવ તેને ગાડી સુધી મુકવા આવે છે ત્યાં થી નલિની ચાલી જાય , દવે એ બીજીવાર ફૂટેજ જોઈ , ત્રીજીવાર જોઈ , તે એક ની એક ફૂટેજ રિવાઇન્ડ કરી ને જોવા લાગ્યો . અચાનક તેને કઈ દેખાણું અને તેના મોઢા ઉપર આછી સી મુસ્કાન આવી ગઈ , જે પટેલે તરત જ જોઈ લીધી અને સમજી ગયો કે સાહેબ ને કોઈક સબૂત હાથ લાગ્યો લાગે છે .
તે સબૂત સિસિટીવી નું ફૂટેજ હોય છે ,તે જયારે ફૂટેજ ચેક કરતો હોય છે ત્યારે જોવે છે કે એક માણસ છે તે ક્યારનો પાર્કિંગ માં જ આંટા મારતો હોય છે જેવી નલિની તેની ગાડી લઈને નીકળે છે તેવો તે તરત જ તેની પાછળ નીકળે છે .
તેને આ માણસ ઉપર શક જાય છે તે ફરીથી પુરી ફૂટેજ ચેક કરે છે . તે જોવે છે કે જયારે નલિની ને બધા હોટેલ માં આવ્યા ત્યારે તે માણસ તેમની પાછળ પાછળ હોટેલ માં આવેલો અને જયારે બધા અંદર ગયા ત્યારે કાર માંથી ઉતરી ને તરત બહાર નીકળયો અને ફોન માં કોઈ ની સાથે વાત કરવા લાગ્યો . ફોન મૂકી દીધા પછી તે આમ થી તેમ પાર્કિંગ માં ચક્કર લગાવા લાગ્યો . નલિની પુરા બે કલાક હોટેલ માં હતી તો પણ તે માણસ ત્યાંથી ખસ્યો ન હતો અને જેવી નલિની ને બહાર આવતા જોઈ તેવો જ પોતાની ગાડી માં બેસી ગયો અને જેવી નલિની ને બહાર નીકળતા જોઈ પોતે પણ તેની પાછળ નીકળી ગયો .
દવે ને આ માણસ પર પૂરો શક હતો કે નલિની ના ગાયબ થવાની પાછળ આનો જરૂર કોઈ હાથ હશે . આથી ઇન્સ્પેક્ટર દવે એ તે ફૂટેજ એકદમ ઝૂમ કરાવી અને તેનો ફોટો પ્રિન્ટર દ્વારા કાઢી લીધો .
તેને પુરી ખાતરી હતી કે રમણીકલાલ જરૂર તેને ઓળખાતા હશે ,આથી તે અને પટેલ બંને રમણીકલાલ ના બંગલે જવા નીકળી ગયા .
દવે અને પટેલ જયારે ત્યાં પોહ્ચ્યા ત્યારે નયન અને માનવ ઓલ રેડી ત્યાં હતા અને બધા ના મોઢા ઉપર ચિંતા સાફ દેખાતી હતી કારણ કે નલિની ના ગાયબ થયા ના પુરા 2 દિવસ થઇ ગયા હતા પણ પોલીસ ને હજુ સુધી નાનો કલુ પણ મળ્યો ન હતો .
દવે ત્યાં ગયા તો તેમના મનમાં એક આશ બંધાણી કે નલિની વિશે કંઈક તો માહિતી મળેલી હોવી જોઈએ .
દવે ત્યાં જઈને કઈ આડી અવળી વાત કર્યાં સિવાય ચોખેચોખ્ખી જે હકીકત હતી તે જણાવી દીધી અને બાદ માં તેમની સામે પેલો ફોટો મુક્યો અને તેમના હાવભાવ જોવા લાગ્યો .
રમણીકલાલ ફોટો જોઈને ચોકી ગયા હતા તે તેણે તરત જ નોટિસ કરી લીધું.
રમણીકલાલ તરત જ બોલ્યા કે આ આમ ન કરી શકે તમારી કંઈક ભૂલ થતી લાગે છે .
દવે એ કહ્યું કે આજ માણસ હતો જે નલિની નો પીછો કરતો હતો પણ તમે કેમ કહ્યું કે આ આમ ન કરી શકે તમે તેને ઓળખો છો ?
રમણીકલાલે કહ્યું કે હા હું તેને સારી રીતે ઓળખું છે તે નલિની ને પોતાની દીકરી ની જેમ રાખતો હતો , તે અમારો જૂનો અને જાણીતો ડ્રાઈવર રામુ છે . તે વરસો થી અમારી સાથે કામ કરતો હતો પણ થોડાક મહિના પહેલા જ તેને કામ છોડ્યું છે . તે ખુબ વિશ્વાસુ માણસ હતો . મને હજી નથી સમજાતું કે તે નલિની નો પીછો શું કામ કરતો હશે ?
દવે એ કહ્યું તમે એ વાત નું ટેંશન ન લ્યો તેને હું ગમે ત્યાંથી શોધી કાઢીશ અને હકીકત શું છે એ જાણીને રહીશ . પેલા મને તેના ઘર નું એડ્રેસ આપો ,હું ત્યાં પેલા ચેક કરું તે ત્યાં છે કે નહીં.
રમણીકલાલ તેમને રામુ ના ઘર નું એડ્રસ આપે છે ,તે લઇ ને ઇન્સ્પેક્ટર દવે ત્યાંથી ચાલ્યો જાય છે .
દવે એડ્રસ લઈને સીધો જ રામુ ના ઘરે જાય પણ ત્યાં જઈને જુવે છે કે ઘર ની બહાર તો તાળું મારેલું હોય છે . આથી આજુ બાજુ માં તપાસ કરતા ખબર પડે છે તે 4 ,5 મહિના થી ઘરે નથી આવ્યો .
દવે એ એમના ઘર ના લોકો વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે વર્ષ પહેલા તેના દીકરા ના મોત થી તેની માને એટલે કે રામુ ની પત્ની ને બહુ મોટો આઘાત લાગ્યો હતો અને તે પાગલ થઇ ગઈ હતી અને 6 મહિના પહેલા તે પણ ગુજરી ગઈ .
દવે આટલી પૂછતાછ કરીને જયારે પોલીસ સ્ટેશન આવ્યો ત્યાં સાંજ પણ પડી ગઈ હતી . તે પોલીસ સ્ટેશન નું થોડું ઘણું કામ કરીને ઘરે આવે છે .
આ બાજુ નયન ,માનવ અને રમણીકલાલ ની હિંમત પણ ધીમે ધીમે તૂટવા લાગી હતી , પણ એકબીજા ને સંભાળવા ના હોવાથી જેમ તેમ કરીને સ્વસ્થ દેખાવા ની કોશિશ કરતા હતા .
બીજા દિવસે સવાર માં તે પાછો હોટેલ માં જાય છે અને ફરી પેલું રેકોર્ડિંગ જોવે છે અને તે ગાડી નો નંબર મેળવી લે છે .
પોલીસ સ્ટેશન જઈને આ નંબર હવાલદાર પટેલ ને આપે છે અને આ કોની ગાડી છે તે ચેક કરવાનું કહે છે .
પટેલ નંબર લઈને ને નીકળી ગયો , પુરા બે કલાક પછી પાછો આવે છે ત્યારે તેનું મોઢું હસતું જોઈને દવે ને ખબર પડી જાય છે કે તેની પાસે કોઈ પાકી ઇન્ફોરમેશન હશે.
પટેલ જણાવે છે કે આ ગાડી કોઈ મનસુખલાલ ના નામ થી રજીસ્ટર છે અને ચોંકાવનારી વાત બહાર આવી છે , રમણીકલાલ અને મનસુખલાલ ને કટર દુશ્મની છે .
નલિની એક અંધારિયા રૂમ માં બંધ હોય છે . તે જયારે ભાન માં આવે છે ત્યારે જોવે છે કે તેના હાથ , મોઢું અને પગ બાંધેલા હોય છે . તે ઉભા થવાની કોશિશ કરે છે પણ અશક્તિ ના લીધે ઉભી થઇ શકતી નથી .
તે બેઠા બેઠા જ આજુ બાજુ જોવે છે તો તેની જેમ જ બીજી 4 ,5 છોકરીયું બાંધેલી હોય છે તે કોઈ પણ ભાન માં નથી હોતું . નલિની હજી ત્યાં જવાની કોશિશ કરે તે પહેલા જ કોઈનો પગરવ સંભળાય છે અને તે પાછી બેભાન હોવાનો ઢોંગ કરે છે . પેલો માણસ એક પછી એક બધાને એક ઈન્જેકશન આપે અને બધા પાછા બેહોશ થઇ જાય છે .
આ બાજુ દવે તપાસ કરવા માટે મનસુખલાલ ના ઘરે પોહ્ચે છે ત્યાં જઈ ને જુએ છે તો મનસુખલાલ ઓફિસ જવાની તૈયારી કરતા હોય છે . ઇન્સ્પેક્ટર ને જોઈને જતા નથી અને મીઠો આવકાર આપતા કહે છે કે તમારે તફલીક લેવાની જરૂર ન હતી મને કીધું હોત તો હું પોલીસ સ્ટેશન આવી જાત ,કઈ વાંધો નહીં તમે આવી ગયા છો તો મને અહીં આવવા માટેનું રીઝન શું છે તે જણાવો .
દવે : થૅન્ક યુ , તમે આટલો બધો આવકાર આપ્યો તેના માટે , નહીતર મોસ્ટલી અમે કોઈ ની ઘરે જાય તે ઘરવાળા ને અમારી આવવાની ખુશી થતી નથી .
તમે મને અહીં આવવાનું રીઝન પૂછી લીધું છે તો હું તમને જણાવવું છું કે તમને ખબર જ હશે કે તમારા બિઝનેસ રાઈવલ મિસ્ટર રમણીકલાલ ની છોકરી નું કિડનેપિંગ થઇ ગયું છે તો તે કેસ ની તપાસ કરવા માટે તમારા ઘરે આવવું પડ્યું .
મનસુખલાલ : હા , એ જાણવા મળ્યું કે રમણીકલાલ ની દીકરી નું અપહરણ થઇ ગયું છે પણ તેનું મારી સાથે શું કનેકશન ?
દવે : મને જાણવા મળ્યું છે કે રમણીકલાલ ની ઘરે પહેલા જે ડ્રાઈવર રામુ હતો તે હવે તમારી ત્યાં જોબ કરે છે ,તેના જ રિલેટેડ ઇન્ફોરમેશન માટે અમે આવ્યા છીએ , અમને શક છેકે નલિની ના ગાયબ થવા પાછળ રામુ નો હાથ છે .
તમે અમને જણાવી શકશો કે અત્યારે તે ક્યાં હશે . તે તમારી કાર લઈને ગયો છે ને ?
મનસુખલાલ : ઇન્સ્પેક્ટર એ વાત તમારી સાચી કે એ મારી કાર લઈને ગયો છે પણ ક્યાં ગયો છે તે મને ખબર નથી . એ 2 દિવસ ની મારી પાસે રાજા લઈને ગયો છે અને મને જણાવી ને નથી ગયો ક્યાં જાય છે તેમ .મને ખાલી અરજન્ટ કામ આવી ગયું છે તેથી તમારી કાર જોઈએ છે એટલું જ કહ્યું છે .
દવે : કઈ વાંધો નહીં ,તેના ખાલી મોબાઈલ નંબર આપી દયો ને બીજું અમે જાતે તપાસ કરી લેશું .
મનસુખલાલ મોબાઈલ નંબર આપે છે તે લઈને તેઓ નીકળી જાય છે . રસ્તા માં દવે ,પટેલ ને કહે છે મને આ માણસ પર પૂરો શક છે ,તે જેવી રીતે જવાબ દેતો હતો એના ઉપર થી તો એવું જ લાગે છે કે તેને આ બધા જવાબ ગોખેલા છે .
આમ વાત કરતા કરતા તેઓ પોલીસ સ્ટેશન પોહ્ચે છે . ત્યાં જઈને તેઓ પેલા તો રામુ ને ફોન લગાવે છે પણ ફોન સ્વીચઑફ આવે છે . તે ઘણી વાર ટ્રાય કરે છે પણ ફોન લાગતો જ નથી અને ફોન સ્વીચઑફ હોય છે . કંઈક વિચારીને પટેલ ને મનસુખલાલ નો ફોન ટ્રેસ કરવાનો કીધો અને એક બીજા હવાલદાર ને ત્યાં રેકોર્ડર પાસે તેની વાત સાંભળવા માટે બેસાડી દીધો .
હજી તેઓ મનસુખલાલ ના ઘરે થી આવ્યા તેની થોડી જ વાર થઇ હતી ત્યાં મનસુખલાલ એ કોઈ ને ફોન કર્યો . તે હવાલદારે તરત જ દવે ને બોલાવ્યો અને રેકોર્ડર સાંભળવા માટે આપ્યું . સામેથી મનસુખલાલ કોઈક ને કહેતો હતો કે તું જ્યાં છો ત્યાં જ રહેજે અહીં વાતાવરણ તંગ છે .
આટલું સાંભળ્યું ને દવે ના મોઢા ઉપર સ્માઈલ આવી ગઈ. દવે તરત જ આ રેકોર્ડિંગ લઈને કમિશનર ની ઓફિસ જાય છે અને આ રેકોર્ડિંગ સંભળાવે છે અને પછી પુરી હકીકત થી વાકેફ કરે છે , અને મનસુખલાલ નો અરેસ્ટ વોરન્ટ આપવા માટે રીક્વેસ્ટ કરે છે .
કમિશનર પણ પુરી હકીકત જાણી ગયા હોવાથી તેને અરેસ્ટ વોરન્ટ આપે છે અને જેમ બંને તેમ જલ્દી જ કેસ સોલ્વ કરવા માટે કહે છે , આ માટે મનસુખલાલ ને રિમાન્ડ પર લેવા પડે તો તે માટેની પણ છૂટ આપે છે .
દવે ત્યાંથી નીકળી ને સીધો જ મનસુખલાલ ની ઓફિસ જવા માટે નીકળે છે અને રસ્તા માંથી તેની ટીમ ને ફોન કરીને મનસુખલાલ ની ઓફિસે બોલાવી લે છે . જયારે તેની ટીમ ઓફિસ પોહ્ચે છે એ જ સમયે દવે પણ ત્યાં પોહચી જાય છે .
તેઓ બધા બીજા ફ્લોર પર જાય છે કેમ કે મનસુખલાલ ની ઓફિસ બીજા ફ્લોર પર હોય છે .
ત્યાં જઈને રિસેપ્શનિસ્ટ ને તેની ઓફિસ ક્યાં છે તે પૂછે છે અને ઓફિસ માં જઈને હજી બીજા કોઈ કઈ સમજે તે પહેલા જ તેની ધરપકડ કરીને નીચ્ચે લઇ આવે છે , મનસુખલાલ ચિલ્લાતો હોય છે મને ક્યાં લઇ જાવ છો ? મેં શું કર્યું છે ? મારો વાંક શું છે ? મને પહેલા મારા વકીલ સાથે વાત કરવા દયો પણ દવે તેની કઈ પણ વાત સાંભળ્યા સિવાય જ તેને પકડી લે છે અને કહે છે હવે તારે જે વાત કરવી હોય તે પોલીસ સ્ટેશન માં જઈને આરામ થી કરજે આમ કહીને તેને પોલીસ ની વાન માં બેસાડી દે છે .
આ બાજુ તેની ઓફિસ માં પોલીસ ને જોવા થી તેના કર્મચારીઓ હરકત માં આવી ગયા અને પહેલા તેમને તેમના વકીલ ને ફોન કરીને જણાવી દીધું કે આવી રીતે બધું બન્યું અને ઇન્સ્પેક્ટર મનસુખલાલ ને પકડી ને લઇ ગયા છે તમે તેમને છોડાવી દયો . વકીલ તેમને આશ્વાશન આપી ને તરત જ પોલીસ સ્ટેશન જાય છે .
તે દવે સાથે વાત કરે છે અને દવે તેને વોરન્ટ બતાવે છે જે બિનજામીન પાત્ર હોય છે . આથી વકીલ મનસુખલાલ ને મળી ને નીકળી જાય છે .
દવે ત્યારથી મનસુખલાલ ની પૂછતાછ ચાલુ કરી દે છે ત્યારે મનસુખલાલ તેનું મોઢું ખોલતો નથી .આથી બીજી રીત અપનાવતા કહે છે હું તમને ધીમેથી પૂછું છું તો તમે મને જવાબ આપતા નથી .તમે મને થર્ડ ડિગ્રી અપનાવવા માટે મજબુર કરો નહીં . આતો હું તમારી ઉંમર અને તમારું સ્ટેટ્સ નું લિહાજ કરું છું નહિતર ક્યારનાય તમારી ઉપર થર્ડ ડિગ્રી અપનાવી હોત તો હવે તમે તમારું મોઢું ખોલો છો કે હું થર્ડ ડિગ્રી આપનાવુ .
મનસુખલાલ , દવે નું રોદ્ર રૂપ જોઈ ગયા , તો પણ મોઢું ખોલતા ન હતા કારણ કે જો એકવાર તેમનો ભાંડો ફૂટી જાય તો તેઓ ક્યારેય જેલ ની બહાર નીકળે તેમ ન હતા .
દવે પાસે બીજો કોઈ ઓપ્શન ન હોવાથી તેને મારવાનું ચાલુ કર્યું . ધીમે ધીમે મારવાનો ડોઝ વધતો જતો હતો.
જયારે દવે એ મારવાનું બંધ કર્યું ત્યારે મનસુખલાલ નો શ્વાસ નીચ્ચે બેઠો પણ એ થોડીવાર જ હતું કારણ કે તે મનસુખલાલ ની કોટડી માંથી બહાર નીકળી મોટેથી મનસુખલાલ ને સંભળાય તેમ રાડ પાડીને પટેલ ને બોલાવ્યો અને તેને મીઠું અને લાલ મરચું પાવડર લાવવાનો હુકમ કર્યો . આ સાંભળીને મનસુખલાલ થરથર કાંપવા લાગ્યો કારણ કે દવે તેને એટલો માર્યો હતો કે ઘણી જગ્યા એ લોહી નીકળવા લાગ્યું હતું અને તેને ખબર હતી જો ઘાવ પાર મીઠું અને મરચું પાવડર લગાવવા માં આવે તો બહુ બળતરા થાય છે . તેના થી બોલાય તેમ ન હતું તો પણ તેને હિમંત એકઠી કરી ને દવે ને બોલાવ્યો અને કીધું હું બધું કહેવા તૈયાર છું .
( હવે ની વાત મનસુખલાલ ના શબ્દો માં )
ચાર -પાંચ મહિના પહેલા ની વાત છે . એક દિવસ અચાનક જ રામુ મારા ઘરે આવી ચડ્યો . હું એને જોઈને ચોંકી ગયો હતો કારણ કે મારે અને રમણીકલાલ ને ઘણી વાર આમને સામને મળવા નું થયું છે ત્યારે લગભગ બધી જગ્યા એ રામુ સાથે જ હોય . આથી હું તેને સારી રીતે ઓળખતો હતો , અને બીજી વાત અમારે બંને બિઝનેસ માં કટર હરીફાઈ રહેતી હતી . તે નીતિ વાળો માણસ , ક્યારેય બિઝનેસ માં કોઈ ખોટી વસ્તુ ન કરે અને હું જીતવા માટે ગમે તે કરી શકું .
રામુ એ આવતા વેંત કીધું કે તમે મને જોઈને ચોંકી ગયા હશો પણ મારે તમારું અરજન્ટ કામ છે અને હું રમણીકલાલ ની નોકરી છોડી ને આવ્યો છું તો તેની ચિંતા નહીં કરતા કે તેને મને મોકલ્યો છે . મારે મોડું થતું હતું ઓફિસ જવા માટે તો પણ મેં તેની વાત સાંભળી .
આટલું બોલીને તે બોલતો બંધ થઇ ગયો ,આથી દવે એ પાછું પૂછ્યું રામુ એ શું કીધું એ પૂરેપૂરું કોઈ વાત છુપાવ્યા વગર જણાવ નહીંતર તારા હાલ કેવા થશે એ કેવાની મારે જરૂર નથી .
મનસુખલાલ બોલવાનું ચાલુ કર્યું . એ મારા વિશે , મારા ધંધા વિશે બધું જાણતો હતો .
દવે : કેવા ધંધા ?
હું આરબ દેશો માં છોકરીઓની સપ્લાય કરું છું ,ત્યાં આપણા દેશ ની છોકરીઓની ખુબ ડિમાન્ડ છે .
તે દિવસે રામુ મારી પાસે આવી ને સીધું એમ જ કીધું . હું તમારી વિશે બધું જાણું છું .મારે કઈ જોતું નથી ,પણ તમારે હું કહું તે છોકરી ને ઉઠાવવાની ની છે અને પછી એ ક્યારેય તેના બાપ ને ન મેળવી જોઈએ . આમ પણ તમારે 5 છોકરીઓના સ્ટોક માં એક ઘટે જ છે .
હું તેની વાત સાંભળીને હકોબકો રહી ગયો કારણ કે આ મારી બહુ પર્સનલ વાત હતી ,જે હજુ મેં કોઈને ભનક પણ પડવા દીધી ન હતી .મેં એને ટાળવા ની ખુબ કોશિષ કરી કારણ કે મને અંદર થી લાગતું હતું કે કંઈક ખોટું થવાનું છે અને મારા રાઝ પર થી પડતો ઉતરી જશે પણ રામુ માન્યો નહીં . છેલ્લે તેને મને ધમકી આપી કે જો હું તેનું કામ નહીં કરી આપું તો તે મારા વિરુદ્ધ ફરિયાદ કરશે આથી વગર કીધે મારે તેની વાત માનવી પડી .
તે ત્યારથી જ નલિની નો પીછો કરવા લાગ્યો , તેને લાગ્યું હતું તેને હમણાં જ જોબ છોડી છે તો હજી કોઈ ડ્રાઈવર આવ્યો નહીં હોય અને નલિની ને ઉઠાવવી મુશ્કેલ નહીં બને પણ અમારા નસીબ જ ખરાબ હતા .માનવ આવી ગયો હતો અને તે હરહમેંશ તેની સાથે જ જોવા મળતો હતો . અમે તક ની રાહ જોતા હતા કે જયારે નલિની એકલી હોય અને અમે તેને ઉઠાવીએ . હોટેલ માં તે દિવસે અમને તક મળી ગઈ અને અમે તેને ઉઠાવી લીધી .
દવે : આટલું કીધું તો હવે એ પણ કહી દયો કે નલીની ક્યાં છે અત્યારે ?
મનસુખલાલ : શાયદ તમે મોડા પડશો કારણ કે તે બધાનું આજે પાર્સલ થવાનું છે .
દવે : એ અમે જોઈ લેશું . તેને જવા નહીં દવ .
દવે તરત જ બહાર નીકળી ગયો અને તેની ટીમ ને ઓડર આપ્યો કે ઝડપ થી આ રામુ ના નવા નંબર ને ટ્રેસ કરો અને બધા ટ્રાફિક કન્ટ્રોલર માં ફોન કરીને એક એક ગાડીઓની ચેકીંગ કરો . ગમે તેમ કરી ને આપણે નલિની અને બીજી છોકરીઓને સીટી ની બહાર નીકળવા નહીં દઈએ .જો તેવો બહાર નીકળી જશે તો ક્યારેય આપણી હાથ માં નહીં આવે તો જેમ બને તેમ આપણે તેમને રોકવા જ પડશે તો ટીમ તૈયાર થઇ જાવ .
આટલો ઓર્ડર આપી ને બધા પોતપોતાના કામે લાગી ગયા . હાઇવે પર જોરશોર ચેકીંગ ચાલતું હતું . એક પણ ગાડી બાકી રહેતી ન હતી .
ત્યાં તેમને દૂર થી એક નાનો ટ્રક આવતો દેખાણો . તે ટ્રકવાળા ડ્રાઈવરે પણ પોલીસ વાળા ને જોયા પણ તેને એમ કે સેટિંગ છે આ પોસ્ટ ઉપર તો આસાની થી અહીં થી નીકળી જવાશે , પણ તેને ક્યાં ખબર હતી કે હવે આ કેસ બહુ હાઈફાઈ થઇ ગયો હતો . જો એક પણ ગાડી ચેકીંગ કર્યા વગર જવા દે તો જેને જવા દીધી હોય તેની અને સાથે સાથે તેમની સાથે ના બધા કર્મચારીઓ ના માથે આભ તૂટી પડે તેમ હતું . આથી એકપણ ગફલત ચાલે તેમ ન હતી .
ટ્રક નજીક આવી ગયો . ડ્રાઈવર ને ગાડી માંથી નીચ્ચે ઉતારવાનું કહેવામાં આવ્યું . ડ્રાઈવર આજુ બાજુ જોતો હતો કારણ કે તેમના જે પોલીસ સાથે સેટિંગ હતું તે ન હતો . તે થોડો આગળ બીજી જગ્યા એ કામ કરતો હતો . તે ડ્રાઈવર તેને ઘણીવાર ઈશારો કરી ને બોલાવ્યો પણ બધું જ વ્યર્થ હતું કેમ કે તે આ બાજુ ધ્યાન જ આપતો ન હતો .
તે ડ્રાઈવર વીલા મોઢે બહાર નીકળી ને ઉભો રહી ગયો . ઈન્સ્પેક્ટરે તેને પૂછ્યું ટ્રક માં શું છે . તે ગેંગેફેંફે કરતા બોલ્યો ,તેમાં કહી નથી . તેમાં તો પશુઓને ખવડાવવા માટેની નીરણ છે જે અમે સીટી ની બહાર તબેલો છે ત્યાં લઇ જઈએ છીએ .
ઇન્સ્પેક્ટર : ભલે નીરણ ભરી હોય તોય ખોલી ને બતાવ .
ડ્રાઈવર કચવાતા મને પાછળ જઈને ટ્રક ખોલે છે . ઇન્સ્પેક્ટર અને બીજા બે ત્રણ હવાલદાર બહાર ઉભા રહીને જોવે છે તો છેલ્લે સુધી નીરણ ભરી હોય છે . ઇન્સ્પેક્ટર હજી એમ બોલે કે આને બંધ કરી ને જવા દે તે પહેલા તો તેને કોઈના ઉંહકારા સંભળાય છે .તે બહુ ધીમા હોય છે . આથી ખાલી ઇન્સ્પેક્ટર ને સંભળાણાં હોય છે . તે પોતાનો ભ્રમ માને છે અને ડ્રાઈવર સાથે વાતચીત ચાલુ રાખે છે . ત્યાં બીજી વાર અવાજ આવે છે . તેને ખાતરી થઇ જાય છે કે નક્કી ટ્રક માં કંઈક તો ગરબડ છે .
તે હજી કઈ એક્શન લે તે પહેલા જ ટ્રક ડ્રાઈવર ત્યાં થી ભાગી નીકળે છે . તેને ખાતરી થઇ જાય છે તે સાચ્ચું જ વિચારતો હોય છે . તેને તરત જ બે કોન્સ્ટેબલ ને તેની પાછળ મુક્યા અને તેને પકડી લાવવાનો ઓર્ડર આપ્યો અને બીજા સાથીઓને બોલાવ્યા . તેમાંથી તેણે ત્રણ ને ઉપર ચડવાનું કીધું અને જગ્યા કરવા માટે આગળ જેટલી નીરણ હતી તેને પહેલા નીચ્ચે ફેંકી દીધી .
ઉપર ચડી ગયા બાદ તેમને જોયું કે આગળ એક પાર્ટીશન જેવા કંઈક હતું . તેમને ધીમે ધીમે બધી નીરણ આગળ થી નીચ્ચે આવવા દીધી . બધી નીરણ આવી ગયા બાદ જોયું તો સાચ્ચે જ વચ્ચે એક પાટિયું હતું . તેમણે ધીમે ધીમે તે પાટિયું નીચ્ચે ઉતાર્યું , અને તેની પાછળ જોયું તો તેમના મોઢા પર આશ્ચર્ય અને આનંદ જોવા મળ્યો , કારણ કે તેમાં નલિની અને તેની સાથે બીજી 4 છોકરીયું હતી . તેમની પાસે નલિની નો ફોટો હતો , આથી તેવો તેને આસાની થી ઓળખી ગયા પણ બીજી છોકરીયું ને ઓળખતા ન હતા .
તેમને બધા ને ચેક કર્યા તો તેવો જીવતા તો હતો ,પણ બેભાન હાલત માં હતા . તેમના માંથી 2 ની કન્ડિશન તો ખુબ ખરાબ હતી . પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સ ને ફોન કર્યો .
10 - 15 મિનિટ મા જ ઍમ્બ્યુલન્સ આવી ગઈ . તેમને તરત જ હોસ્પિટલ લઇ ગઈ . ત્યાં સુધી માં બધા ને ખબર આપી દીધા હતા . દવે તરત જ ત્યાં પોહચી ગયો હતો . મીડિયા વાળાઓને પણ ખબર પડી ગઈ હતી અને તેવો લાઈવ બતાવતા હતા. દવે એ નલિની ને જોઈને રાહત નો શ્વાસ લીધો હતો , પણ હજી સુધી તે કેવી રીતે ત્યાં પોહચી ગઈ તે જોવાનું બાકી છે .
તે દિવસે તેમને હોસ્પિટલ લઈને જતા હોય છે ત્યારે દવે ફોન કરીને રમણીકલાલ ને ઇન્ફોર્મ કરી દે છે અને તેમને સીધા જ હોસ્પિટલ આવવા માટે નું જણાવે છે .
રમણીકલાલ આ સાંભળીને એક દમ ઉત્સાહ માં આવી જાય છે . નયન અને માનવ ને સાથે લઈને સીધા હોસ્પિટલ પોહ્ચે છે .
તેઓ ત્યાં જઈને સીધા જ નલિની વિશે પૂછે છે , તો તેમને જાણવા મળે છે કે તેમની હાલત સારી નથી . તેમને icu માં રાખવા માં આવ્યા છે .
નલિની ની તબિયત બીજી 4 છોકરીયું કરતા સારી હતી . આથી 3 કલાક માં જ તેને હોશ આવી ગયો . તેમને બેભાન રાખવા માટે ભારી માત્રા માં ડ્રગ ઇન્જેક્શન માં ભરી ને આપવા માં આવતો હતો .
નલિની હોશ માં આવી તો તેને પહેલા તો પાણી માંગ્યું . તેણે જોયું કે તેના હાથ , પગ ખુલેલા છે અને તે અત્યારે હોસ્પિટલ માં હોય તેવું તેને લાગ્યું .
નર્સ તરત જ ડોક્ટર ને બોલાવી લાવી . ડોકટરે તેને તપાસ કરી ને ખતરા મુક્ત જાહેર કરી . તેને બહાર નીકળી ને આ વાત તેના ફેમિલી અને દવે ને જણાવી .
દવે પૂછતાછ માટે જતો હતો , ત્યાં જ રમણીકલાલ એ તેને રિકવેસ્ટ કરી કે અમે પહેલા મળી લઈએ પછી તમે પૂછતાછ કરજો પ્લીઝ .
દવે પણ માણસ જ હતો ને તે રમણીકલાલ ના જજબાત સમજી ગયો અને તેમને પહેલા મળવા ની મંજૂરી આપી દીધી .
રમણીકલાલ , નયન અને માનવ ત્રણેય અંદર ગયા . તેઓ નલિની ને જોઈને પોતાને કાબુ ન કરી શક્યા અને રોવા લાગ્યા . નલિની પણ આ જોઈને રોવા લાગી . આ કોઈ દુઃખ ના આશુ નહતા ,આતો ખુશી ના આશુ હતા .
રમણીકલાલ તરત જ નલિની ને ભેટી પડ્યા . અને બોલ્યા હવે હું તને ક્યારેય એકલી નહીં મુકું . મને માફ કરી દે બેટા .
નલિની કહે ," પપ્પા આમા તમારો કોઈ વાંક નથી . આતો મારી કિસ્મત હતી કે મારે આ બધું જેલવું પડ્યું ,પણ હવે તો ખુશ થઇ જાવ હું પાછી આવી ગઈ છું .
રમણીકલાલ : હા બેટા હું આજે ખુબ ખુશ છું અને તને એક ખુશખબર આપવા માંગુ છું . તું જયારે સંપૂર્ણ રીતે ઠીક થઇ જાય પછી તારી અને નયન ની એંગેજમેન્ટ છે .
આટલું રમણીકલાલ બોલ્યા ત્યાં તો નલિની પેહલીવાર શરમાઈ ગઈ જે જોઈને માનવ બોલ્યો , અંકલ આપણે તો નયન ને પહેલા નલિની ની લાઈફ માં લઇ આવવા ની જરૂર હતી . જોવો તો ખરા તેને શરમાતા પણ આવડી ગયું . જો થોડા વધારે દિવસો તે નયન સાથે કાઢશે તો પુરેપુરી છોકરી જ બની જશે . આથી આપણે જેમ બંને તેમ જલ્દી જ આ બંને ની ઍંગેજમેન્ટ કરાવી દેવી જોઈએ .
માનવ ના બોલતા જ રમણીકલાલ જોર થી હસવા લાગ્યા અને નલિની અને નયન બંને પણ નીચું મોઢું રાખી ને ધીમે થી સ્માઈલ કરવા લાગ્યા . હજી તેમની વાતો ચાલતી જ હતી ત્યાં પાછળ થી મીરા બોલી , હા અંકલ હું પણ એમ જ કહું છું કે જેમ બંને તેમ જલ્દી જ આ બંને ને એકબીજા ને વળગાડી દો એટલે આપણે લપ છૂટે . તે આટલું બોલતા બોલતા જ નલિની ને ભેટી પડી . થોડીવાર એમ જ રહી જયારે તે ઉભી થઇ ત્યારે આડકછડી નજર તેને માનવ પર નાખી જે નયન અને નલિની બંને જોઈ ગયા .તેમને એકબીજા ને ઈશારો કરી ને વાત કરી લીધી .
હજી તો ઘણીવાર વાત કરત પણ ત્યાં જ દવે આવ્યો , અને કીધું હવે હું મેડમ નું સ્ટેટમેન્ટ લઇ લવ . તમે થોડીવાર બહાર વેઇટ કરો . બધા એક પછી એક બહાર નીકળવા લાગ્યા .
નલિની હજી પણ બેડ માં સૂતી જ હતી અને તેને શક્તિ ની બોટલ ચડતી હતી . દવે એ આવી ને તેની તબિયત વિશે પુચ્છા કરી ને નલિની ને પુરા વાક્યા જણાવવાનું કીધું.
( નલિની ના શબ્દો માં આગળ ની વાત )
સર હું તે દિવસે ખુબ ખુશ હતી . મારે આ ખશખબર જલ્દી જ મારા પપ્પા ને રૂબરૂ માં આપવા હતા . આથી સીટી નો જે શૉર્ટ રસ્તો છે એ જગ્યા એ થી નીકળી . મેં એ રસ્તા વિશે ઘણું સાંભળ્યું હતું પણ હું બધું જ ભૂલી ગઈ હતી એટલી ખુશ હતી . માનવ મારી સાથે આવતો હતો પણ મેં તેને પણ ના પાડી દીધી .
હું હજી અધવચ્ચે જ પોહચી હતી ,ત્યાં મેં રસ્તા માં જોયું કે એક બાઈક રસ્તા વચ્ચે ઉંધી પડી છે અને ત્યાં બાજુ માં એક માણસ નીચ્ચે પડ્યો છે અને લોહીલુહાણ હાલત માં છે . મારે ઘરે પોહ્ચવાની ઉતાવળ તો હતી ,પણ રસ્તા માં કોઈને આ રીતે મુકીને હું જઈ ન શકું .
આથી હું નીચ્ચે ઉતરી અને તેની મદદ કરવા માટે આગળ વધી ત્યાં પાછળ થી મેં જોયું કે બીજી એક ગાડી આવી રહી હતી . મેં તે ગાડી ને ઉભી રાખી કેમ કે હું એકલી તે ભાઈ ની હેલ્પ ન કરી શકું . મારા આશ્ચર્ય વચ્ચે તેમાંથી રામુ કાકા નીકળયા . હું તેમને જોઈને ખુશ થઇ ગઈ . હું રામુકાકા ને પૂછવા જતી હતી કે આટલો ટાઈમ તમે ક્યાં હતા ? જોબ કેમ છોડી દીધી હતી ? પણ હું કઈ પૂછું એ પહેલા જ કાકા એ કહ્યું બીજી વાત પછી થશે પહેલા આપણે આ વ્યક્તિ ને હોસ્પિટલ લઇ જવો જોઈએ . હું પણ તેમની વાત થી સંમત થઇ ગઈ હું જેવી પાછી ફરી કે કોઈએ મારા મોઢા ઉપર રૂમાલ રાખી દીધો અને હું બેહોશ થવા લાગી . બેહોશ થતા પહેલા મેં જોયું કે જે રસ્તા ઉપર માણસ હતો તે પણ ઉભો થઇ ગયો હતો અને હું સમજી ચુકી હતી કે હું કોઈ જાળ માં ફસાઈ ગઈ છું . મેં બેહોશ થતા પહેલા જે મેં એરિંગ પહેર્યા હતા તે કાઢી ને ફેંકી દીધા કારણ કે કોઈ મને શોધવા માટે આવે તો તેમને ખબર તો પડે ને કે હું અહીંયા સુધી તો આવી હતી , પછી હું બેહોશ થઇ ગઈ , અને જયારે હોશ આવ્યો ત્યારે હું કોઈ રૂમ માં બંધ હતી અને મારા હાથ - પગ અને મોઢું બધું બાંધેલું હતું .
તેઓ અમને ટાઈમે ટાઈમે ઇન્જેક્શન આપતા હતા આથી અમે જાજો ટાઈમ બેહોશ જ રહેતા હતા .
આટલી ઇન્ફોરમેશન લઈને દવે તરત જ રૂમ ની બહાર નીકળી ગયો ,હવે તેની પાસે પૂરતા સબૂત હતા .આથી તે આસાની થી રામુ ને ગિરફતાર કરી શકે તેમ હતો . તે તરત જ પોલીસ સ્ટેશન ગયો અને રામુ ના ફોન નું લોકેશન ટ્રેસ કરવાનું કીધું . થોડીવાર માં જ તેમને ખબર પડી ગઈ કે રામુ અહીં જ એક હોટેલ માં રોકાયેલો છે તો તેવો તરત જ તેની ટીમ ને લઈને હોટેલ પર જવા નીકળી ગયો . હોટેલ પોહચી તેમને રિસેપ્શન પર રામુ નો ફોટો બતાવ્યો અને ક્યાં રૂમ માં રોકાયેલો છે તે પૂછ્યું . તે ઉપર ના ફ્લોર પર હતો . આથી હોટેલ ના એક માણસ ને પણ સાથે લઈને તેવો ઉપર ગયા .
વેઈટર એ દરવાજો નોક કર્યો . રામુ એ દરવાજો ખોલતા પહેલા બહાર ચેક કર્યું પણ તેને વેઈટર જ દેખાણો . આથી તેને દરવાજો ખોલ્યો ,જેવો દરવાજો ખુલ્યો કે તરત જ દવે અને તેની ટીમ અંદર ઘુસી ગઈ . રામુ ને પકડી ને સીધા જ પોલીસ સ્ટેશન લઇ આવ્યા . રસ્તા માંથી રમણીકલાલ ને પણ ફોન કરી દીધો હતો ,આથી તેઓ પણ આવી પોહ્ચ્યા હતા .
રમણીકલાલ એ આવતા વેંત જ રામુ ને કહ્યું કે તારી મારી સાથે એવી તે કઈ દુશ્મની કે તું અહીં પોહચી ગયો અને જેને પોતાની દીકરી માનતો હતો .તેને જ કિડનેપ કરાવી ને તેને બીજા દેશ માં વહેંચવા માંગતો હતો ? અમે તો તને કુટુંબના સભ્ય માનતા હતા અને તે અમારી સાથે આવી હરકત કરી ? મારુ તો માનવામાં જ નથી આવતું કે તું આવું પણ કરી શકે ?
રામુ આ સાંભળી ને હસવા લાગ્યો અને કહ્યું તમારી દીકરી હજી તો તમારી પાસે છે પણ મારુ તો વિચારો તમારે લીધે મારે કુટુંબ વિહોણા બનવાનો વારો આવ્યો .
આ સાંભળીને રમણીકલાલ તો છ્ક થઇ ગયા અને બોલ્યા મારે લીધે એમ થોડું થયું હોય તું જે હોય તે સાચું સાચું મને કે ?
રામુ કહે તો સાંભળો ,"મારા દીકરા દિપક ને બ્લડ કેન્સર લાસ્ટ સ્ટેજ માં હતું ત્યારે ડિટેક્ટ થયું આથી તાત્કાલિક મારાથી પૈસા નો બંદોબસ્ત થાય તેમ ન હતો .આથી મેં બેન્ક માં લોન માટે અરજી કરી પણ લોન ના પૈસા આવતા પણ વાર લાગે તેમ હતા .આથી મેં વિચાર્યું કે જ્યાં સુધી લોન ના પૈસા આવે ત્યાં સુધી જો મારા શેઠ મતલબ આ રમણીકલાલ મારી થોડીક મદદ કરે તો મારો દીકરો બચી જાય તેમ હતો . જો તેનું ઓપરેશન સમયસર થયું હોત તો ?
મને ગળા સુધી વિશ્વાસ હતો કે રમણીકલાલ મારી મદદ કરશે કારણકે તેઓ પણ દિપક ને પોતાના દીકરા ની જેમ જ રાખતા હતા . મેં જયારે રમણીકલાલ પાસેથી 5 લાખ રૂપિયા માંગ્યા ત્યારે તેમને તરત જ ના પડી દીધી અને પૂછ્યું પણ નહીં આટલા બધા પૈસા ને શું કરવા છે .
રમણીકલાલ આટલું સાંભળી ને શોક માં ચાલ્યા ગયા અને ત્યારબાદ બોલ્યા મેં તો તને ન પૂછ્યું પણ તું તો મને જણાવી શક્યો હોત ? હું ત્યારે ખુબ ટેન્શન માં હતો . તે અત્યારે જેની મદદ કરી એના લીધે જ હું સડક પર આવવાની નોબત પર હતો અને મારાં માથા પર દેવું પણ વધી ગયું હતું પણ જો એકવાર તે મને ખાલી જણાવી દીધું હોત ને તો હું મારુ બધું વેચીને અને જરૂર પડ તો મારો બંગલો પણ વેચી દઈને આપણા દિપક ને બચાવી લેત . રમણીકલાલ આટલું બોલ્યા ત્યાં જ તેમના થી કંટ્રોલ ન થયો અને તેઓ રોઈ પડ્યા .
રામુ પણ આ સાંભળી ને રોઈ પડ્યો અને રોતા રોતા બોલ્યો આમાં મારો જ વાંક હતો .મારે તમને પુરી હકીકત જણાવવાની જરૂર હતી પણ તમે ના પડી પછી હું મારા હોશ ઠેકાણે ન રાખી શક્યો ,અને થોડાક દિવસો બાદ દિપક આ દુનિયા છોડી ને ચાલ્યો ગયો અને તેની માં આ જીરવી ન શકી અને તે પાગલ થઇ ગઈ અને દિપક ના ગયા ના બે મહિના બાદ તેની માં પણ મને છોડી ને ચાલી ગઈ . હું એટલો દુઃખી હતો કે મને લાગ્યું કે મારુ ઘર બરબાદ કરવા માં રમણીકલાલ નો હાથ છે . આથી મેં નલિની ને કિડનેપ કરવા નો પ્લાન બનાવ્યો .
હું એક દિવસ મારા દુઃખ ને દૂર કરવા માટે એક બાર પર બેઠો હતો ત્યારે મવાલી જેવા લાગતા 2 ,3 માણસો વાત કરતા હતા કે આ એસાઇન્મેન્ટ પૂરું થઇ જાય તો આપણે માલામાલ થઇ જાય એમ ખાલી એક જ છોકરી ઘટે છે જો મેળ પડી જાય તો જામો પડી જાય .
હું એની વાત સાંભળીને અડધી વાત તો સમજી જ ગયો હતો પણ પુરી વાત શું છે તે જાણવા માટે તેના ટેબલ પર ગયો અને કહ્યું મારા ધ્યાન માં એક છોકરી છે જો તેવો ઇચ્છતા હોય તો હું હેલ્પ કરી શકું તેમ છું .આ વાત સાંભળીને તેઓ રાજી થઇ ગયા અને મને તેમની અને મનસુખલાલ ની પુરી હકીકત જણાવી દીધી .
હું ત્યાંથી સીધો જ મનસુખલાલ ને ત્યાં ગયો અને આના બાદ ની વાત તો તમને ખબર જ હશે .
હું ખાલી નલિની ને જ કિડનેપ જ કરવાનો હતો ત્યારબાદ હું મનસુખલાલ નો પણ પર્દાફાશ કરવાનો હતો . આટલું બોલી ને રામુ રોઈ પડ્યો ,અને રમણીકલાલ ની માફી માંગી .
દવે એ પણ ફાઈલ કલોઝ કરી ,રામુ નું સ્ટેટમેન્ટ લેવાય ગયું હતું અને તેને જે વાત કરી તે પણ રેકોર્ડ થઇ ગઈ હતી .
નલિની ને બીજા દિવસે હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવી અને સાથે સાથે બીજી છોકરીયું ને પણ તેમના ઘર ના એડ્રેસ લઈને તેમને પણ તેમના ઘરે પોહ્ચાડવા માં આવી .
બીજા જ દિવસે જયારે નલિની તેના ઘરે પોહચી ત્યારે નયન ના માતા પિતા નલિની ની તબિયત પૂછવા અને નયન અને નલિની ના એગેજમ્નેટ નું નક્કી કરવા માટે આવ્યા . તેમને એગેજમ્નેટ નયન ના બર્થડે ના દિવસે રાખવા નું નક્કી કર્યું જે 20 દિવસ પછી જ હતો . આથી તે દિવસ થી બધા તૈયારી માં લાગી ગયા .
સગાઇ ના બધા કપડાં ની તૈયારી નયન ,નલિની ,મીરા અને માનવ સાથે જ કરતા હતા . તેઓ તેમના કપડાં નું મેચિંગ કરવા માંગતા હતા.
એક દિવસ સવાર માં જ તેઓ બાજુ ના શહેર માં આવેલ એક મોટી શોરૂમ માં ગયા ,ત્યાં જ નલિની એ તેની માટે એક મસ્ત મજાનું બેબી પિન્ક કલર નું ડોલ ટાઈપ નું ગાઉન સિલેક્ટ કર્યું .આ જોઈને નયન , માનવ અને મીરા ત્રણેય ચોકી ગયા કારણ કે નલિની ની ચોઈસ ની તેમને ખબર હતી પણ તેને જે ગાઉન સિલેક્ટ કર્યું તે બહુ જ સરસ હતું . તેના જ કલર ને મેચિંગ એકદમ લાઈટ પિન્ક કલર ની નયન માટે શેરવાની લીધી .
હવે થોડી જ શોપિંગ બાકી હતી અને બધાને કકડી ને ભૂખ પણ લાગેલી . આથી તેઓ બાજુ માં જ આવેલા રેસ્ટ્રોરન્ટ માં ગયા અને ત્યાં ભરપેટ જમીને તેઓ મૂવી જોવા ગયા ત્યાંથી નીકળી ને તેઓ પાછા થોડું શોપિંગ બાકી હતું તે પતાવવામાં લાગી ગયા .
આમને આમ સાંજ પડી ગઈ .તેઓ ઘરે પાછા ફર્યા . નયન તેમને ઘરે ઉતારી ને પોતાના ઘરે ગયો . હવે તો લગભગ માનવ પણ રમણીકલાલ ના ઘરે જ રોકાતો હતો .ખાલી સુવા માટે જ પોતાના રૂમે જતો હતો . જયારે મીરા ને નલિની એ ફરમાન જ આપી દીધું હતું કે જ્યાં સુધી મારી સગાઇ પુરી ન થાય ત્યાં સુધી તારે તો અહીં રહેવાનું છે .આથી મીરા પણ રમણીકલાલ ની ઘરે જ રોકાતી હતી .
તૈયારી કરતા કરતા જ મીરા અને માનવ એકબીજા ની વધુ નજીક આવવા લાગ્યા હતા ,તેમને એમ કે આ વિશે કોઈને કઈ ખબર નહીં પડે પણ નયન અને નલિની આ વાત સારી રીતે જાણતા જ હતા .તેમણે તે બંને માટે એક સરપ્રાઈઝ રાખી હતી .જે તેમની એંગેજમેન્ટ ના દિવસે તેમને આપવાના હતા . મીરા ને પણ હમણાં નલિની નું બિહેવિયર થોડું ચેન્ઝ લાગતું હતું કારણ કે નલિની તેના રૂમ માં ફોન પર વાત કરતી હોય ને અચાનક મીરા ત્યાં જાય તો તે ફોન મૂકી દેતી હતી ,અને મીરા આ વિશે પૂછે તો વાત સિફતપૂર્વક ઉડાડી દેતી હતી . મીરા એ ઘણી વખત પૂછવાની ટ્રાય કરી પણ નલિની હરહમેંશ બીજી કોઈ વાત લાવી દેતી હતી . આથી હવે મીરા એ પૂછવાનું જ બંધ કરી દીધું કારણ કે જાણતી હતી .જ્યાં સુધી નલિની ને કઈ નહિ કેવું હોય ત્યાં સુધી પોતે ગમે તે કરશે પણ તે વાત નહીં જણાવે .
આમને આમ દિવસો પસાર થવા લાગ્યા અને નલિની અને નયન ની સગાઇ નો દિવસ નજીક આવી ગયો .
તેમની સગાઇ બાજુ ના જ એક પાર્ટી પ્લોટ માં રાખવામાં આવી હતી અને બાજુ માં જ્યાં એક મેદાન ખાલી પડ્યું હતું ત્યાં પણ છાયો કરવા માં આવ્યો હતો કારણ કે ત્યાં નલિની જે બસ્તિ માં ભણાવવા માટે જતી હતી તેમને બધાને પણ બોલાવવા માં આવ્યા હતા અને તેઓ નું જમણવાર ત્યાં રાખેલું હતું.
આ બાજુ પાર્ટી પ્લોટ એકદમ મસ્ત શણગારવામાં આવ્યો હતો . પાર્ટી પ્લોટ ના ગેટ થી જ શરૂઆત કરવા માં આવી હતી . ગેટ ને એકદમ યુનિક લૂક આપવા માં આવ્યો હતો . તેની બંને બાજુ પર એક એક મોર શણગારવા માં આવ્યા હતા અને ગેટ ને પીંછા થી શણગારવા માં આવ્યો હતો અને તેની વચોવચ એક સરસ મજાનું ગુલાબ નું ફૂલ મુકવા માં આવ્યું હતું . તેની અંદર એન્ટર થતા જ એક બાજુ નયન ની અને એક બાજુ નલિની ની ફોટો ફ્રેમ મુકવામાં આવ્યું હતું .થોડે આગળ જતા બંને ની સાથે ફ્રેમ મુકેલી હતી અને થોડે આગળ એક માનવ ની એક મીરા ની પણ ફ્રેમ મુકેલી હતી .આ બધું પીંછા જેવા કલર માં જ હતું , અને વચ્ચે વચ્ચે પાણી ના એકદમ યુનિક કુંડ મુકેલા હતા અને તે પાણી માં કલેરે કલર ના ગુલાબ હતા .તે બધા ઓરિજિનલ ફૂલ હતા .આથી તેની ખુશ્બૂ વાતાવરણ ને સરસ બનાવતા હતા . આવી જ રીતે તે આખી લોબી સજાવવામાં આવી હતી અને અંદર સ્ટેજ બનાવવામાં આવ્યું હતું અને તેની લગોલગ જ મંડપ શણગારવામાં આવ્યો હતો . તેમાં 4 ચેઇર રાખેલી હતી તેમાંથી 2 ચેઇર પિન્ક પ્લાસ્ટિક ના ફૂલ થી અને બીજી 2 ચેઇર બ્લુ પ્લાસ્ટિક ના ફૂલ થી સજાવવામાં આવી હતી.
આ બધી સજાવટ મીરા અને માનવે સાથે મળી ને કરેલી હતી બસ ખાલી લાસ્ટ તેમનો ફોટો લાગ્યો અને બીજી વધારે ચેર લાગી , તેનો આઈડિયા નલિની અને નયન નો હતો તેમને આ વિશે કઈ ખબર ન હતી .
નયન અને નલિની બંને તૈયાર થઈ ગયા , પણ હજી મીરા અને માનવ બધી તૈયારી જોવા માં જ વ્યસ્ત હતા .આથી થોડી વારે ને થોડી વારે નલિની અને નયન તેમને ફોન કરતા હતા . જેથી તેઓ તૈયાર થઇ શકે . જેમ મીરા ને નલિની એ પોતાની પાસે રોકી લીધી હતી તેમ નયન પણ બે દિવસ પેલા માનવ ને પોતાના ઘરે લઇ ગયો હતો .
ઉપરા ઉપરી બંને ના ફોન માં ફોન આવતા હતા ,આથી મીરા રમણીકલાલ ના ઘરે ગઈ અને માનવ ,નયન ના ઘરે ગયો .ત્યાં જઈને મીરા નલિની ને જોતી જ રહે છે કેમ નલિની કોઈ અપ્સરા થી કમ નોતી લાગી રહી અને આ બાજુ માનવ પણ નયન ને જોઈને ખુશ થઇ જાય છે કેમ કે તે પણ એકદમ હેન્ડસમ હીરો લાગતો હોય છે .
નલિની ,મીરા ને જોતા વેંત જ ભેટી પડે છે અને કહે છે આટલી વાર હોય તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો તારે તો આજે ખાસ તૈયાર થવાનું હોય . મીરા કહે છે આ તું જો હું હમણાં જ રેડી થઇ જઈશ .મારે વાર નહીં લાગે .
નલિની : તું શું પહેરવાની છો ?
મીરા : તારી એંગેજમેન્ટ માટે મેં એક સ્પેશ્યલ અનારકલી પિન્ક એન્ડ પર્પલ ડ્રેસ લીધો છે તે પહેરવાની છું .
નલિની : ના તારે એ ડ્રેસ નથી પહેરવાનો .મેં તારા રૂમ માં એક બીજો ડ્રેસ મુકેલો છે તે જ પહેરવાનો છે અને જલ્દી પેહરી લેજે .મેં હજી પાર્લરવાળા ને જવા નથી દીધા .તે તને તૈયાર કરી દેશે , અને તને ખબર છે ને કે હું કોઈનું કઈ ચાલવા દેતી નથી , આથી મારી સાથે હા ના કર્યા વગર જ ડ્રેસ ચેન્ઝ કરી આવ .
મીરા ને ખબર જ હતી કે નલિની પાસે તેનું કઈ નહીં આવે આથી તે ત્યાંથી ચુપચાપ રૂમ માં આવે છે જેવી મીરા આવવા નીકળી નલિની હસવા લાગી જે મીરા ને ખબર પડી ગઈ પણ તે કઈ બોલી નહીં.
મીરા રૂમ માં આવી ને જોવે છે કે એક બોક્સ પડ્યું હોય છે બેડ પર તેને જાણવાની ઇંતેજારી થાય છે કે નલિની શું લઇ આવી હોય છે , આથી તે તરત જ બોક્સ ખોલે છે , તો તે આશ્ચર્ય ચકિત થઇ જાય છે અને તરત જ નલિની પાસે જાય છે .હજી નલિની ત્યાં જ ઉભી હોય છે તેને ખબર જ હોય છે ડ્રેસ જોઈને મીરા તરત જ તેની પાસે આવશે . મીરા કઈ બોલવા જાય તે પહેલા જ નલિની કહી દે છે ,તારે આ જ ડ્રેસ પહેરવાનો છે અને તારો અનારકલી ડ્રેસ તો ક્યારનો આંટી ને પાછો મોકલાવી દીધો છે . આ તો હું ખાલી તને પૂછતી હતી કે તને એના વિશે ખબર છે કે નહીં . જા હવે ચુપચાપ આ પેહરી લે . મીરા ને બોલવા નો કઈ મોકો જ ન મળ્યો . આથી તે રૂમ માં આવી ગઈ અને તે ડ્રેસ પેહરી લીધો અને પાર્લરવાળા લોકો એ મીરા ને પણ તૈયાર કરી દીધી .
તે જયારે તૈયાર થઇ ને નલિની ના રૂમ માં ગઈ ત્યારે નલિની તેને જોતા જ ભેટી પડી અને બોલી તું ખુબ સરસ લાગે છે મારી બેસ્ટી . મીરા પણ રાજી થઇ ગઈ હતી પણ તેને હજી ગડ બેસતી ન હતી ,કારણ કે નલિની એ મીરા માટે પોતાના જેવો જ પણ થોડો જુદો અને બ્લુ કલર નો ડ્રેસ લીધો હતો . મીરા કન્ફ્યુઝ હતી . આથી નલિની એ કીધું કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો ,આથી જ મેં તારા માટે મારા જેવો જ ડ્રેસ લીધો છે .
આ બાજુ માનવ પણ જયારે ઘરે પોહ્ચ્યો ત્યારે નયને પણ ગમે તે રીતે માનવ ને પોતે લાવેલી બ્લુ કલર ની પોતાના જેવી જ શેરવાની પહેરાવી દીધી .
રમણીકલાલ એ નયન અને તેની ફેમિલી ને પોતાના ઘરે થી નીકળવાનું કહી દીધું અને પછી પોતે પણ નલિની ને લેવા માટે ઘરે પોહચી ગયા .પાર્ટી પ્લોટ માં એંગેજમેન્ટ રાખેલી હતી આથી પોતાના ઘરે મહેમાન બહુ ઓછા હતા અને હતા તે બહુ નજીક ના હતા .રમણીકલાલ નલિની ને લેવા માટે નલિની ના રૂમ માં ગયા ત્યાં જઈને જોયું તો મીરા અને નલિની બંને વાતો કરતા બેઠા હતા અને તે બંને કોઈ દુલ્હન થી કમ નોહતા લાગતા . તરત જ જઈને તે નલિની ને ભેટી પડ્યા અને બોલ્યા આજે તારી માં જીવતી હોત તો તને જોઈને બહુ ખુશ થાત . તું ખુબ સારી લાગે છે બેટા . આટલું સાંભળતા નલિની ના આંખ માં પણ આશુ આવવા લાગ્યા ,ત્યાં જ મીરા બોલી માંડ અંકલ આજે નલિની થોડાક છોકરીવેડા કરે છે જો તમે આમ રોવા લાગશો તો મને નથી લાગતું કે તે અહીં થી ક્યાંય જાય આથી તમે બંને રોવા નું બંધ કરો નહિતર આનો મેકઅપ ખરાબ થઇ જશે તો નયન જોઈને ડરી ને ભાગી જશે . આટલું બોલી ત્યાં જ તેઓ ત્રણેય હસવા લાગ્યા , રમણીકલાલ એ મીરા ના માથા પર પ્યાર થી હાથ ફેરવી ને કીધું બેટા આવી રીતે જ હસ્તી હસાવતી રહે અને તું પણ આજે સારી લાગે છે .
હજી તેઓ વધારે વાત કરત પણ ત્યાં જ રમણીકલાલ નો ફોન ની રિંગ વાગી તેને જોયું કે માનવ નો ફોન હતો . રમણીકલાલ એ ફોન ઉઠાવ્યો ,માનવે તરત જ કીધું અમે પોહચી ગયા છીએ અને ગેટ આગળ જ ગાડી માં બેઠા છીએ તમે જલ્દી આવી જાવ . રમણીકલાલ એ હા પડી ને ફોન મૂકી દીધો અને કહ્યું આપણે જવું પડશે નયન એ પોહચી ગયા છે તે તમારી રાહ જોઈને ઉભા છે . તેમને કપલ એન્ટ્રી કરવાની હતી . આથી તેઓ પણ ઝડપથી નીકળી ગયા .
રમણીકલાલ એ ગાડી ગેટ ની બાજુ માં ઉભી રાખી .હજી તેઓ નલિની ની સાઈડવાળો દરવાજો ખોલવા જાય ત્યાં જ રાજુ આવી ગયો અને દરવાજો ખોલ્યો અને બોલ્યો હવે તો અમારે થોડીક ભાભી ની પણ ચેવાચાકરી કરવી પડશે ને જેથી તે અમને અમારા દોસ્ત થી છુટા ન પાડે . નલિની ગાડી માંથી ઉતરી ને બોલી તમને તો મારા થી રોકાય પણ તેમ નથી અને તમે રોકાવ તેમ પણ નથી . આટલું બોલી ને તે હસવા લાગી ,બીજા બધાને પણ હસવું આવી ગયું . રાજુ બીજી સાઈડ ગયો અને મીરા ની સાઈડ નો પણ દરવાજો ખોલી નાખ્યો . મીરા પણ નીચ્ચે ઉતરી . આ બાજુ નયન અને માનવ હજી પણ કાર માં જ બેઠા હતા .તે એકધારા નલિની અને મીરા ને જોતા હતા . તેઓ તેમને જોઈને મંત્ર મુગ્ધ થઇ ગયા . આની કળ પેલા નયન ને વળી તેને બાજુ માં જોયું તો માનવ પણ તેની જેમ જ મીરા ને જોઈ રહ્યો હતો . જેવી રીતે પોતે નલિની ને જોતો હતો . તેને થોડી ટાંગ ખેંચવાની ઈચ્છા થઇ આથી પોતે કઈ જોયું જ ન હોય તેમ અચાનક બોલ્યો માનવ શું જોવે છે બહાર કઈ જોવા જેવું હોય તો મને કેજે હુંય જોવ . આ સાંભળીને અચાનક નીંદ્રા માંથી જાગ્યો હોય તેમ માનવ બોલ્યો ના ના કહી નહીં , ચાલ આપણે નીચ્ચે ઉતરીએ . નયન અને માનવ બંને ગાડી માંથી બહાર નીકળે છે અને નલિની અને મીરા પાસે આવે છે .
તે ચારેય એકબીજા ને જોતા ત્યાં જ ઉભા હોય છે ,આથી રાજુ મજાક કરતા કહે છે આપણે અહીં જ નજર થી એંગેજમેન્ટ નથી કરી નાખવાની અંદર પણ જવાનું છે તો ચાલો .
તે વાત સાંભળીને બધા હસતા હસતા ચાલવા લાગે છે . તે ચારેય સાથે ચાલતા હોય છે . સૌથી પહેલા માનવ ,તેની બાજુ માં નયન ,તેની બાજુ માં નલિની અને તેની બાજુ માં મીરા .એમ એકસાથે હાર માં ચાલતા હોય અને લોબી ની સાઈડ માં રાખેલા ફોટા પણ જોતા જાય છે .થોડેક આગળ જઈને નયન અને નલિની થોડા ઝડપ થી આગળ નીકળી જાય છે .તેથી હવે મીરા અને માનવ પણ બંને સાથે હોય છે . તે જતા હોય છે ત્યારે આગળ જોવે છે તો તેમને વિશ્વાશ નથી આવતો કારણ કે આગળ તેમના પણ ફોટો હોય છે . તે કઈ બોલી શકવાની સ્થિતિ માં ન હોય છે . તેઓ નયન અને નલિની ને પૂછવા માંગતા હોય પણ તેઓ આગળ નીકળી ગયા હોય .આથી તેઓ પણ પાછળ પાછળ આવે છે .હવે તેઓ અંદર એન્ટર થઇ ગયા હોય છે . આથી પ્લોટ માં રહેલા બધા ઉભા થઇ જાય છે અને તાલિ પાડવા લાગે . આગળ નલિની અને નયન હોય છે અને પાછળ માનવ અને મીરા હોય છે. બધા તેમને જોઈને ખુશ થઇ જાય છે તેઓ ખુબ જ સુંદર લાગતા હોય છે.
નલિની અને નયન સ્ટેઝ પર ચડવા લાગે છે અને મીરા અને માનવ પણ નીચે રહેલી ચેર પર બેસવા આગળ વધે છે ,હજી તે બેસવા જાય તે પહેલા નલિની સ્ટેઝ પર માઈક લઈને બોલે છે અમારા બંને ના બેસ્ટ ફ્રેન્ડ ને અહીં સ્ટેઝ પર આવવા આમન્ત્રણ આપું છું. મીરા અને માનવ એકબીજા ની સામે જોવે છે . આટલા બધા મહેમાન વચ્ચે તેમને કહી કહેવું ઉચિત નથી લાગતું ,આથી તેઓ ચુપચાપ સ્ટેઝ પર ચડવા લાગે છે . હવે તેમનું ધ્યાન ત્યાં પડેલ વધારાની બે ચેર પર ગયું .જે તેમના ડ્રેસ ને મેચિંગ હતું અને તેમના બંને ના ડ્રેસ પણ મેચિંગ હતા . હજી તેઓ કઈ સમજવા ની ટ્રાય કરે તે પહેલા જ નલિની પાછો બૉમ્બ ફોડ્યો અને કહ્યું મારા અને નયન ની ફેમિલી સાથે હું માનવ અને મીરા ની ફેમિલી ને પણ સ્ટેઝ પર આવવા માટે ઇન્વાઇટ કરું છું . તેમને જોયું કે રમણીકલાલ અને નયન ની ફેમિલી ની સાથે જ તેમની ફેમિલી આવતી હતી . તે બંને હવે પુરી રીતે ચોંકી ગયા હતા .તેમને ખબર પડતી ન હતી કે આ બધું શું થઈ રહ્યું છે , તેમને તો એ પણ ખબર ન હતી કે તેમની ફેમિલી સગાઇ માં આવવા ની છે . તે બંને હજી એમનમ જ ઉભા હતા . આજે અમારી સાથે સાથે આ મીરા અને માનવ ની પણ સગાઇ છે જે તમને તો ખબર જ છે , ખાલી આ બંને ને જણાવવાનું બાકી હતું .એટલે કહું છું અને તેમની ફેમિલી પણ અહીં જ છે તો અમારી સાથે સાથે તેમની સગાઇ પણ અહીં જ છે . હવે હું માઈક નયન ને આપું છું . આટલું બોલી ને માઈક નયન તરફ આપે છે .
નયન : કેવી લાગી સરપ્રાઈઝ મારા દોસ્તો . તમને એમ કેમ લાગ્યું કે તમારી આ આંખમિચોલી કોઈની ધ્યાન માં નહીં આવે . જેવી રીતે તમે અમારા વિશે વિચારી શકો એમ અમે પણ તમારા વિશે વિચારી જ શકીએ ને !
મેં અને નલિની એ ક્યાર ની આ વાત નોંધી લીધી હતી , પછી તમારી ફેમિલી સાથે વાત કરી તેઓ તો ખુબ ખુશ થઇ ગયા અને આ કામ માં જો કોઈ એ અમારી સૌથી વધુ હેલ્પ કરી હોય તો તે છે રાજુ . રાજુ તારો ખુબ ખુબ આભાર અમને આ સરપ્રાઈઝ માં હેલ્પ કરવા માટે. મને ખબર છે દોસ્તો ને થૅન્ક યુ ન કહેવાનું હોય , પણ અમુક વખતે કેવું જરૂરી હોય છે .
હવે મીરા થી ન રહેવાતા તે નલિની ને જોર થી હગ કરે છે અને કહે છે થૅન્ક યુ થૅન્ક યુ વેરી મચ .
આ સાથે જ પૂરું ફેમિલી બોલે છે ચાલો ત્યારે એક બીજા ને અંગૂઠી પહેનાવો . તેઓ એકબીજા ને અંગૂઠી પહેનાવે છે ત્યારે તેમના દોસ્તો ફૂલ ઉડાડે છે અને જોર થી તેમને કોન્ગ્રેચ્યુલેશન કહે છે . આમ માનવ ને મીરા અને નયન ને નલિની મળી ગઈ .
આ મારી પહેલી સ્ટોરી હતી . તે માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ હું માતૃભારતી નો ખરા દિલ થી આભાર માનું છું.

બીજા રસપ્રદ વિકલ્પો