ત્યાગ AVANI HIRAPARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ત્યાગ

ત્યાગ

આ વાત છે ત્રણ મિત્રો ની . જે તેમની જ આસપાસ ફરે છે નીલ , નિકી અને નીતિ ની . આ એકદમ બિન્દાસ વાર્તા છે .

અજય અને આરતી ની દીકરી નું નામ હતું નિકી. આરતી જયારે માઁ બનવાની હતી ત્યારે જ અજય અને આરતી બંને ને છોકરો જોતો હતો . પરંતુ તે શક્ય ન બન્યું અને નિકી નો જન્મ થયો . આને પણ તે બંને એ ખુશી ખુશી સ્વીકારી લીધું અને આરતી બીજીવાર માં પણ બની શકે તેમ ન હતી , પરંતુ તે બંને નિકી ના બાળપણ થી તેને છોકરા ની જેમ ઉછેરી હતી.અરે ત્યાં સુધી કે તેને કપડાં પણ છોકરા જેવા પહેરાવતા હતા.નિકી નાનપણ થી જ છોકરા ની જેમ જ રહી છે.તે નાની હતી ત્યારે બધી છોકરીયું સાથે રમવા ની જગ્યા એ છોકરા ની સાથે જ રમતી હતી.તે ઢીંગલી અથવા તો ઘરઘર જેવા ખેલ રમવા ને બદલે ક્રિકેટ,ગિલ્લીદંડા જેવી રમતો રમતી હતી. તે ઘર માં તેના મમ્મી અને પપ્પા બંનેની લાડલી હતી. નાનપણ થી તેનો બેસ્ટ ફ્રેન્ડ હતો નીલ . જ્યાં જોવો ત્યાં નીલ અને નિકી બન્ને સાથે ને સાથે . ગમે તેવા કામ કેમ ન હોય આ બને સાથે જ રહેતા હતા અને નિકી ને દૂર થી જોઈને કોઈ કહી જ ન શકે કે તે એક છોકરી છે.

હવે આ બને મોટા થઇ ગયા હતા .કોલેજ માં આ વર્ષે એડમિશન લેવાનું હતું અને બને એ નક્કી કર્યું હતું કે તેઓ કોલેજ માં પણ સાથે જ એડમિશન લેશે અને તેમાં તેઓ સફળ પણ થયા. અને સીટી ની બેસ્ટ કોલેજ માં એડમિશન મળી ગયું.

કોલેજ માં પણ બંને સાથે ને સાથે .તેમની એક વધારે ફ્રેન્ડ બની એનું નામ હતું નીતિ. એ બંને ની સાથે દૂધ માં સાકાર ભળે તેમ ભળી ગઈ.

નીલ નાનપણ થી જ નિકી ને ખુબ પસંદ કરતો હતો પરંતુ નિકી તેની સાથે ફ્રેઈન્ડશીપ પણ તોડી નાખશે આ ડર થી કઈ શકતો ન હતો. આ બાજુ નિકી પણ તેના બેસ્ટ ફ્રેન્ડ થી અને તેના ફેમિલી થી એક ખુબ મોટું સિક્રેટ છુપાવતી હતી.હવે નીતિ પણ તે બંને ની સાથે ને સાથે હતી.

આમ ને આમ મજાક મસ્તી કરતા કરતા કોલેજ ના ૨ વર્ષ પુરા થઇ ગયા . હવે નીલ રાહ જોઈ શકે તેમ ન હતો.આથી એક દિવસ તેને નીતિ ને આ બાબતે કીધું તો આ સાંભળી ને પેલા તો તે ખુબ ચોંકી ગઈ પણ આ વાત નીલ ન જોય જાય તેનું તેને ધ્યાન રાખ્યું અને પછી તે નીલ નો પ્લાન પાછો ન ઠેલવવા માંગતી હોય એમ બોલી કે નીલ મને નથી લાગતું કે નિકી તને પ્રેમ કરતી હોય .આ સાંભળી તેનું મોઢું થોડું પડી ગયું પરંતુ પછી તેને વિચાર્યું કે એક વાર ખાલી કહી દઉં જો નહિ કહુ તો જિંદગી ભર અફસોસ રહશે.આ થી નીતિ ની વાત સાંભળી ને ત્યાંથી નીકળી ગયો અને વિચારવા લાગ્યો કેવી રીતે કહું .

તેને અચાનક એક વિચાર આવી ગયો અને તેની તૈયારી કરવા માટે એક રેસ્ટ્રોરન્ટ માં ગાડી લઇ લીધી અને તૈયારી થઇ ગયા પછી નિકી ને ફોન કર્યો અને ઝડપથી આવવા માટે કીધું.નિકી એ નીલ નો આટલો ગભરાયેલો આવાજ ક્યારેય સાંભળ્યો ન હતો .આથી તે પણ તાત્કાલિક તેની બાઈક લઈને ને રેસ્ટ્રોરન્ટ પોહચી ગઈ.

તે જયારે ત્યાં ના ગેટે પોહચી તો ત્યાં કોઈ જોવા ન મળ્યું આથી તેને અચરજ થયું કેમ કોઈ દેખાતું નથી.તે ગાડી પાર્ક કરીને અંદર ગઈ . તો અંદર એકદમ અંધારું હતું જેવો તેને ગેટ ને ધક્કો માર્યો તેવો જ દરવાજો ખુલી ગયો અને તેની ઉપર ફૂલ ની વર્ષા
થઇ તે ચોંકી ગઈ તેને સમજ માં નોતું આવતું કે આ શું થઈ રહ્યું છે. ત્યાં જ અચાનક મ્યુઝિક વાગવા માંડ્યું અને થોડીવાર પછી અચાનક નીલ આવી ગયો અને ઘુંટણીયે બેસી ને નિકી ને પ્રપોઝ કર્યું ?? ?. નિકી હજી સુધી કઈ બોલી શકી ન હતી ત્યાંજ ત્યાં જેટલા વ્યક્તિ ઓ હતા તેઓ હા પાડી દે હા એમ બોલવા મંડ્યા અને આ સાંભળી ને નિકી એ હા પાડી દીધી .

તેઓ એ જઈને આ ખુશખબર તેમના માતા-પિતા ને આપી તેમના માતા-પિતા પણ રાજી થઇ ગયા અને તેમની કોલેજ પુરી થાય પછી તેમના મેરેઝ નું પણ નક્કી થઈ ગયું અને તે પહેલા તેમની સગાઇ કરી દીધી . ધીમે ધીમે ટાઈમ પણ પસાર થવા માંડ્યું . પણ જે દિવસ થી નીલ એ નિકી ને પ્રપોઝ કર્યું . તે દિવસ થી જ નિકી અને નીતિ બંને થોડી થોડી દુઃખી લાગતી હતી??? . નીલ એ આ વાત ઘણા દિવસ નોટીસે કર્યું . એક દિવસ એનાથી ન રોકાતા એને બંને ને પૂછ્યું , પરંતુ બંને એ વાત તાળી દીધી.

દિવસો ધીમે ધીમે વહેવા લાગ્યા . તેમની કોલેજ પણ પુરી થઇ ગઈ હતી . હવે તો નીલ પણ સફળ બિઝનેસમેન બની ગયો હતો .ઘરમાં તેમના મેરેઝ ની વાત થવા લાગી હતી . આ સાંભળીને નીલ ઘણો ખુશ હતો પરંતુ નિકી ઘણી દુઃખી હતી . જયારે તેમની મેરેજ ની date ફિક્સડ થઇ ગઈ ત્યારબાદ નીલ અને નિકી બંને એક દિવસ કેન્ડલ લાઈટ ડિનર માટે ગયા ....
નીલે જ વાત ની શરૂઆત કરતા કીધું .

નીલ : નિકી આપણી સગાઇ તો પછી થઇ એ પહેલા તો આપણે બેસ્ટ ફ્રેન્ડ હતા , એ નાતે જ હું તને કંઈક પૂછવા માંગુ છુ . શું તું તેનો સાચ્ચો ઉત્તર આપીશ ?
નિકી : હા પુછ , બની શકે ત્યાં સુધી હું તારી સામે જૂઠું નહીં બોલું .
નીલ : હું તને આટલા વરસો થી ઓળખું છુ . મને એમ લાગે છે કે તું મને કંઈક કહેવા માંગે છે પણ કહી નથી શકતી . શું તને મારી પર વિશ્વાસ નથી કે હું તારી વાત સાંભળીશ અને સમજીશ પણ .
નિકી : ના ...ના ... નીલ એવું કઈ નથી .
નીલ : હું તને આપણી દોસ્તી ના અને મારા સમ આપું છુ , જે હોય તે સાચું કે !

નિકી આ સાંભળીને ને ડૂસકે - ડૂસકે રડવા લાગી અને ત્યાં તેમની પાછળ ના ટેબલ પર બેઠેલી નીતિ આવી ગઈ અને તેને છાની રાખવા લાગી . પહેલા તો નીલ , નીતિ ને જોઈને ચોંકી જ ગયો તેને ખબર ન હતી કે નીતિ પણ અહીં તેમની પાછળ જ બેઠી છે , પરંતુ તરત જ પોતાની જાત ને સંભાળીને તેને બેસવાનું કહ્યું .

નિકી હવે સ્વસ્થ હતી તેને વાત કહેવાની શરૂઆત કરી .

નિકી : નીલ હું તને લવ નથી કરતી , તે પ્રપોઝ કર્યું ત્યારે જ હું તને ના પાડવાની હતી , પણ બધા વચ્ચે ના ન પાડી શકી .

નીલ આ સાંભળીને હલબલી ગયો હતો , પણ તેને જ વાત જાણવાની જીદ કરી હતી . આથી કઈ બોલ્યા વગર નિકી સામે જોવા લાગ્યો કે નિકી આગળ શું કહે છે . નિકી એ નીતિ નો હાથ હાથમાં લઈને પાછી વાત ની શરૂઆત કરી .

નિકી : infact હું તને તો શું દુનિયાના કોઈ પણ છોકરા ને લવ નહીં કરી શકું .

નીલ ને જબરજસ્ત ધક્કો લાગ્યો હતો , નિકી પોતાને લવ નથી કરતી . તે વાત તો તેને માંડ - માંડ પચાવી પણ આ પચાવવા એને થોડા ટાઈમ ની જરૂર હતી . બધી વાત કહેવાય ગઈ હતી , અડધી નિકી ના શબ્દો વડે અને અડધી તેના બિહેવિયર વડે , આ વાત ઘણી ગંભીર હતી .

નીલ : હું તારી વાત સમજી ગયો , તારે મને આગળ explain કરવાની જરૂર નથી . હું અત્યારનો 21 મી સેન્ચ્યુરી નો છોકરો છુ , ફીલિંગ એ ફીલિંગ છે તેને કન્ટ્રોલ ન કરી શકાય પછી એ ભલેને ગમે તેની પ્રત્યે ની હોય .

થોડીવાર તેમની વચ્ચે મૌનની દીવાલ રચાઈ ગઈ પછી પાછું નીલે બોલવાનું ચાલુ કર્યું .

નીલ : તે આ વાત આપણા મેરેજ પહેલા જણાવી દીધી તે બહુ સારી કર્યું જો મેરેજ પછી મને ખબર પડત તો મને ખુબ ગિલ્ટી ફીલ થાત અને હું મારી જાત ને ક્યારેય માફ ન કરી શકત .

નિકી : મારે તને પહેલા જ જણાવી દેવું હતું પણ તું ખુબ ખુશ હતો , આથી હું તને દુઃખી ન કરી શકી ,પણ જ્યારથી આપણા મેરેજ ની વાત ચાલુ થઇ ત્યારથી મને સમજાયું કે તને ન કહીને હુ આપણા ત્રણેયે ની જિંદગી બરબાદ કરીશ.

નીલ : જો તમને બંને ને સાચી સલાહ આપું છુ ખોટું લાગે તો મને માફ કરજો . તમને આપણા દેશની તો ખબર જ બે છોકરીયું ના લવ ને હજી પણ સોસાયટી accept નહીં કરે ભલે કાયદો તેમની તરફેણ માં હોય પણ અમુક લોકો ને બાદ કરતા કોઈ તેને સ્વીકારતું નથી . તમે બીજા દેશ માં ચાલ્યા જશો તો આપનો દેશ છૂટી જશે અને ખાસ તો નિકી તારા માતા - પિતા નો સાથ છૂટી જશે . નીતિ નું તો આપણા સિવાય કોઈ નથી આ દુનિયા માં તો આ બધા પ્રોબ્લમ નું મારી પાસે સોલ્યુશન છે . થોડીવાર નીલ બોલતો બંધ થઇ જાય છે .

નિકી , નીતિ ( સાથે ) : હા જલ્દી બોલ .
નીલ : હું નિકી સાથે મેરેજ કરીશ .
નિકી , નીતિ ( સાથે ) : શું ?
નીલ : હા પણ પહેલા મારી વાત તો સાંભળો . હું દુનિયાની નજર માં તારી સાથે મેરેજ કરીશ , પછી આપણે બંને મુંબઈ રહેવા ચાલ્યા જશું . ત્યાં મારા બે ફ્લેટ છે એ પણ બાજુ બાજુમાં . થોડા ટાઈમ પછી નીતિ ને મારી કંપની માં જોબ આપી દઈશ અને તેને આપણી બાજુવાળા ફ્લેટ માં રહેવા બોલાવી લેશું . તે બંને ફ્લેટ બહાર થી અલગ છે અંદર થી તો બંને વચ્ચે દરવાજો છે . આવી રીતે આપણે ત્રણેય સાથે રહેશું અને 3 - 4 પછી આપણે અનાથાશ્રમ માંથી એક બાળકી ગોદ લેશુ અને તેને આપણે ત્રણેય થઈને ઉછેરીશું .
નિકી ( ગુસ્સે થઈને ) : તને બધી જ ખબર પડી ગઈ છે તો હાથે કરીને શું કામ કુહાડી પર પગ મુકવા જાય છે . તું તારું સોલ્યૂશન તારી પાસે રાખ અમે કોઈક ને કોઈક રસ્તો ગોતી લેશુ , અને તું કોઈક સારી છોકરી ગોતી ને તેની સાથે મેરેજ કરી લે .
નીલ : જેમ તમે એક બીજા ને લવ કરો છો તેમ નિકી હું તને મારી જાત કરતા વધારે લવ કરું છુ પછી ભલેને મને ખબર હોય કે તું મને ક્યારેય લવ નહીં કરી શકે . પ્રેમ એ પ્રેમ છે તેમાં condition ન હોય કે ન એ ત્રાજવા માં તોલી તોલી ને થાય , એક વાર થઇ ગયો એ થઇ ગયો . હું હંમેશા તને ખુશ જોવા માંગુ છુ અને આ કરવાથી તું હંમેશા ખુશ રહીશ અને તને ખુશ જોવાથી મને પણ ખુશી મળશે .

નિકી અને નીતિ એ નીલ ને ઘણો સમજાવ્યો પણ તે એક નો બે ન થયો , આખરે તે બંનેએ નીલ ની વાત માનવી પડી .

4 મહિના પછી નીલ અને નિકી ના તેમના માતા - પિતા ની હાજરીમાં ધૂમધામ થી મેરેજ થયા અને તેના એક મહિના બાદ બિઝનેસ expand કરવાના બહાને બંને મુંબઈ ચાલ્યા ગયા અને તેના થોડા સમય બાદ નીતિ ને પણ બોલાવી લીધી .

*****
( 5 વર્ષ બાદ )

નીલ , નિકી અને નીતિ તેમના ભુતકાળ ને વાગોળતા એક બેન્ચ પર બેઠા હતા . તેમના મુખ પર સંતોષ ની ભાવના જોવા મળતી હતી , ત્યાં જ પાછળ થી દોઢ - બે વર્ષ ની બાળકી આવી અને આવીને નીલ ના ખોળામાં બેઠી અને તેની કાલીઘેલી ભાષા માં પપ્પા , નિકીમાં ,નીતિમાં એમ બોલી અને આ ત્રણેય તેને રમાડવામાં વ્યસ્ત થઇ ગયા .

પ્રેમ એ પ્રેમ છે પછી ભલે ને તેનું સ્વરૂપ ગમે તે હોય . પ્રેમ એ ત્યાગ ની નિષ્ઠા ની ભાવના છે . એ એવી કસમ છે જે આપણે જિંદગી ભર નિભાવતા રહીએ છીએ પછી સામે વાળો વ્યક્તિ ભલેને આપણને પ્રેમ ન કરતો હોય .