યાર પીટીસી પાસ. Ashuman Sai Yogi Ravaldev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યાર પીટીસી પાસ.

મારા PTC નાં બધા દોસ્તોને નમસ્કાર.હું આજથી આપણે કોલેજમાં વિતાવેલી અમૂલ્ય પળો પર પુસ્તક લખવાનું શરૂ કર્યું છે. મારી પાસે તે વખતે લખેલી કોલેજ ડાયરીના પાના ફરી આપણને તે પળો યાદ કરાવી દેશે.આપણે આપેલ માઈક્રો પાઠ,તાલીમ પાઠ,વાર્ષિક પાઠ,પ્રાર્થનામાં કરેલ અભિનય,ગીત ગાન,ઘડિયા ગાન,પુસ્તક સમીક્ષા.આપણે રમેલી ફિસબોન્ડ રમતની અમૂલ્ય હસી મજાકની પળો,વિમળા મેડમ,તૃપ્તિ મેડમ,સોનલ મેડમ,નયના મેડમ,નારણ સાહેબ, પ્રજાપતિ સાહેબ,ભૂપેન્દ્ર સાહેબ,દેવેન્દ્ર સાહેબ, વિક્રમ સાહેબ, સૌના ને p.m ના દિલમાં રમતા ને હજુયે દોઢ સદીની આશા સાથે જીવતા ગઢવી સાહેબ અને તરોતાજા રહીને ઉમર ઢાંકતા લાયબ્રેરીયન મેડમ ને પટાવાળા કરતાં દોસ્ત બની રહેતો યોગેશ. રેક્ટર પ્રજાપતિ ને શંકર રસોઇયો ને કપડાં ધોતા માસી અને ઉધાર આપતો દુકાન વાળો અને તળાવ કાઠે જેની કોફી અદ્ભુત સુગંધ આપતી તે ચા વાળો.
કયારેક સાચુ ઝઘડેલા તો કયારેક અમથા રિસાયેલા તે દોસ્તો, નાવાની લાઈન માટે કે પીરસવાના વારા માટે મોટો બખાળો કરીને લડેલા યારો,પિક્ચર જોવા માટે છાનામાના કૂદીને ગયેલાં તે રાતો,અભિનય ના કરવા માટે થઈ ને બિમારી માં વિતાવેલા દિવસો,કોઈ દોસ્ત ના સુખ દુઃખ ના પ્રસંગોમા તેના ઘરે વિતાવેલી યાદો,ઔરંગાબાદ થી માંડી ર્ઋષીકેશ સુધી ખેડેલી પ્રવાસ ની સફર,કોઈના બર્થડે પર અડધી રાતે ગજવી મૂકેલી હોસ્ટેલની બારીઓમા પાડેલા પડઘા.પ્રેમના કરેલા પ્રપોઝ અને તેના આવેલા પરિણામો,એકની પાછળ કેટલાય પડતા ને બાજી કોઈ ઓર મારી જતું, અને હજુ એ કોઈના વિરહમાં કુવારા કે પરણિત બેઠેલા હૈયા.
આ અને આવું કેટલુંય આપણે આ ચૌદ વરસમાં તો પચાસ વરસ પાછળ મૂકી આવ્યા હોય તેવું લાગે છે.પણ
પણ બસ બહું થયું મિત્રો હવે,તે યાદો સાવ વિસરાઈ જાય તે પહેલાં મનભરીને ફરી તાજી જીવી લઈએ.હું તમને બધાને ફરી તે પળો આંખો સામે રમતી કરી દઈશ.બસ તમારે થોડો સાથ સહકાર આપવાનો છે.
તમારી સાથેનો ફકત તે સમય 2005/06 થી 2006/07 દરમિયાન પીટીસી ની પળોને લગતો પ્રસંગ બન્યો હોય અને સમાવવો હોય તો જરૂર મને વોટ્સએપ પર મોકલી આપશો.
અને હા,મેં પુસ્તક નું નામ
"આયખાનો અનમોલ પડાવ એટલે પીટીસી"
આવું શિર્ષક રાખ્યું છે.તમને કોઈને નવું કંઈ સારુ નામ મળે તો આપવા વિનંતી.
આપણા જેટલા પણ પીટીસી ના મિત્રો હોય તેમને મારો આ સંદેશો મોકલજો.મારી પાસે તેમનો નંબર ના હોય અને હા ફકત વોટ્સએપ મેસેજ કરવો .કોલ નહીં.
નામ.
અશોક રાવળ(આશુમન સાંઈ યોગી રાવળદેવ)
Whatsapp 8469910389
આભાર સાથે આપનો એજ ખોવાયેલો દોસ્ત,કોલેજમાં બાળક તરીકે તમને સૌને હસાવતો બેટો અશોક રાવળ.
હું હજુયે તે પળ માટે તરસુ છું કે કોઈ તે વખતનો યાર આવીને કહે બંધ થા બાળક તું હજુ દુધ પીતો છે.તારે પ્રેમ ના કરાય...😀😀😀😀🇳🇪🇳🇪
ભૂલેલી યાદોને ફરી જીવવા માગું છું.અણસમજણના તે પળ ફરી કોઈની યાદમાં જીવવા માગું છું .બહુ સરસ મજાના દિવસો હતા એ બીપીએલ કહેવાતા દિવસો. બહુ મસ્તી બાપના પૈસે કરી હતી અને દોસ્તો ની ખુમારી હતી મહેફિલો નહોતી જામતી છતાં મસ્તી ભર્યું વાતાવરણ રહેતું હતું અને મારે ફરીથી બધું તમારી સૌની આંખોમાં તાદૃશ કરવું છે .બસ તો હવે આગળ વધીએ આપણા તે ભૂતકાળને વર્તમાનમાં જીવવા માટે.
બસ આ વિદાયગીત આપણને સાલું સાવ વિદાય અપાવી ગયું છે તો તેને પણ ના ભૂલાય તેને પણ ચાર પંક્તિઓમાં રજૂ કરી તેનો આભાર માનીએ.
ખુશીનો દિવસ છે ખુશીના છે આંસુ
ના પૂછો અમારીએ આંખો રડે છે
સપનું સદાયે આવીને જાતું
પોતાનું માન્યું પરાયું છે થાતું
બસ મિત્રો એક પહેલું પાનું અહીં મૂકું છું આપણી અતિતની યાદોનું.અને કોલેજના અધ્યાપકના નંબર હોય તો તેમને પણ મોકલજો.
જય હિંદ...જય ભારત... ઓ મેરે યાર..
આપના ઉત્તરની રાહ જોતો.
આશુમન સાંઈ યોગી રાવળદેવ ઉર્ફે અશોક બી. રાવળ ઉર્ફે સૌનો બાળક ઉર્ફે પારલેજી બાબલો...
Whatsapp 8469910389