Na janyu janki nathe, kale savare shu thavanu books and stories free download online pdf in Gujarati

ના જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું


??ના જાણ્યું,જાનકીનાથે કાલે સવારે શું થવાનું??

...આખરે તે એકલો હતો.અમાપ દરિયા વચ્ચે. હવે....આ મોંઘુ જીવતર સસતાથીએ સસતું લાગતું હતું.બસ તે અને તેનું કિંકર્તવ્યમૂઢજ હતા....
જીવનની ફિલસૂફી સમજતા સમજતા અત્યાર સુધી હર મનુષ્યએ દેહ છોડ્યો છે.નથી પહોંચી શકવાની શક્યતા ત્યાંના તાગ મેળવવા હાલનો માનવી મથે છે.સૃષ્ટિના મુળિયા શોધવા મથતા માનવીએ બસ ઇતિહાસના થોથાજ ઉલેચ્યા છે ને ઉલેચતો રહે છે.
અચાનક ફિલોસોફર બનવાની ખેવના જાગતાં અવકાશે આજે તત્વચિંતકોના થાેથા ઉકેલવાનું શરૂ કર્યું.યુ ટયૂબ પર કેટલાએ વિડીયો જોઈ નાંખ્યા,પ્લેસ્ટોરમાંથી ફિલોસોફીની ઘણીયે એપ લઈને મોટા તત્વચિંતકની જેમ સૃષ્ટિના વણ ઉકેલ્યા રહસ્યો ઉકેલવા મંડી પડ્યો.
સૌપ્રથમ ગ્રીક તત્વજ્ઞાનનો આરંભ કર્યો સૃષ્ટિમીસાસા,નીતિમીસાસા,ઈશ્વરમીસાસાને અનેક એવી શાખાઓનો ટૂંકો પરિચય મેળવ્યો.ઈ.સ.પૂ.આઠમી શતાબ્દીમાં થઈ ગયેલા હેસીયડના સૃષ્ટિના ઉદભવ અને વિકાસના વિચારો વાંચ્યા તે પહેલાં હોમરના "ઇલિયડ" અને "ઓડિસી"નામના બે મહાકાવ્યોમાં આલેખેલા વિચારો પણ વાંચ્યા.આટલી સદીઓ પહેલા પણ લોકો લાગણીઓમાં માનતા,વિચારો કરતાને સર્જનહારનો તાગ મેળવવા પ્રયત્નો કરતા તે જાણીને તેને અચરજ થયો.હોમરના દેવ જીયસ ઓલિમ્પસના સિંહાસન પર એપોલો અને મ્યુસીસ જેવા ગાંધર્વોનાં ગીતો સાંભળતા પ્રેમ અને યુદ્ધમાં રચ્યા પચ્યા રહેતા.
ઈલિયડમાં વિજેતાનો ન્યાય જીયસનું નમેલું પલ્લું કરતું.જીતતો યોદ્ધો પોતાનાં સાહસથી નહીં પણ જીયસના રહેમ-દુઆથી જીતતો તેવું ગ્રીક લોકો માનતા.માણસને કંઈપણ સ્વતંત્રતા નહીં.તમામ બાબતો ચાહે તે સારી હોય કે નરસી.દેવો પર ઢોળી દેવામાં આવતી.પોતે કરેલા કર્મો નું સારું ફળ મળે તોય દેવોની મહેરબાની અને દુષ્કર્મોના દોષનો ટોપલો નાંખવો હોય તોય દેવોની મહેરબાની.
અદ્ભુત કહી શકાય તેવી એ સૃષ્ટિની તે વખતની માનસિકતા આટલા વર્ષો,સદીઓ બાદ વાંચીને અવકાશને ખાસ નવાઈ જેવું અંતે તો નાજ લાગ્યું...! કેમકે, આ એકવીસમી સદીમાં જીવતો માણસ પણ ઈસુના ઈ.સ. પૂર્વેની ૮મી ૯મી સદીમાં જીવતા માણસની જેમજ હાલ પણ તેજ વિચારોમાં જીવે છે
પોતે પોતાના કર્મોનો હકદાર કે જવાબદાર છે તે સ્વીકારવા ને બદલ પોતાના કર્મોનું ફળ ઈશ્વરની ઇચ્છા મુજબ મળે છે તેમ માનીને જીવનમાં આંધળી દોટ ભરે છે.હરણફાર ભર્યું જીવન જીવતો માણસ અંતે તો સદીઓ પહેલાનાં વિચારોમાંજ પગલાં રાખે છે.ડગલાં આગળ ભરે છે ને આધુનિકતાનો ડોળ કરતો.પગલાં તો સૈકા પહેલાંજ થોભાવે છે.
અવકાશ પોતે પણ આ ધૂની મગજોની જેમ કંઈક શોધીને,લખીને,દુનિયાને બતાવીને અમર થઈ જવા માંગતો હતો.તેને પણ થતું કે આ સમાજ,કુટુંબ અને પરિવારને કહી દઉં કે મને આ તમારા કહેવાતા ખોખલા સમાજમાં તમને કમાઈને આપવા સિવાય કંઈ રસ નથી.મારે ખુદનો સંસાર નથી વસાવવો.કેમકે, સંસાર વસાવીને હું મારી પ્રગતિ,મારા અભ્યાસ,મારા સાહિત્ય કે મારા પોતાના શોખનો સર્વનાશ કરવા નથી માંગતો.પણ,કયા મોઢે આ બધું તે લોકોને સમજાવે.પોતે બહું ઉપલી કક્ષાના વિચારો કરતો અને વધુ વાંચન,અભ્યાસ અને વિચારો તેને હલકટ,નિમ્ન કે થોડું - ભણીને જ્ઞાની બની બેઠેલા સમાજના આગેવાનો સાથે તાલમેલ નહોતો સાધવા દેતો.
અવકાશને તો હેસિયડના "થીઓગોની" કાવ્યમાં વર્ણવેલી ટાઈટન પરિવારની એકાદ કળી બની જીવવું હતું.શૂન્યમાંથી પહોળા સ્તનવાળી પૃથ્વી અને કામદેવ ઉત્પન્ન થયા.શૂન્યમાંથી અંધકાર અને રાત્રી ઉત્પન્ન થઈને એક સંયોગ રચીને ઈથર અને દિવસની રચના કરી.પૃથ્વીદેવીએ આકાશ,પર્વતો અને સમૃદ્ર ઉત્પન્ન કર્યા અને ત્યારબાદ આકાશનીજ નવવધૂ બનીને ટાઈટન પરિવારને જન્મ આપ્યો.
ટાઈટન પરિવારના ચાર સભ્યોમાંના ક્રોનોસ પુરુષ અને રિયા સ્ત્રીના સંયોગથી દેવો જન્મયા.તથા ઓકિએનસ અને ટેથીઝના સંયોગથી જલપરીઓ ઉત્પન્ન થઈ.વળી પાછા દેવતા અને જલપરીઓના સંયોગથી યોદ્ધાઓની ઉત્પત્તિ થઈ અને તેમનું ધીરે ધીરે પતન થતા માનવ સૃષ્ટિ વિકસી....
કેવું અદભુત નાટ્ય સમુ તે જીવન હતું.અને તેનું હાલનું જીવન આધુનિક,સંબંધોથી ભરપૂર,પરિવાર,કુટુંબ,મિત્રો અને સમાજના કીડીયાળુથી ઉભરાતું છતાં સમજ,પ્રેમ,નિ:શ્વાર્થ કે લાગણી વિનાનું સાવ સૂકૂં ભાસતું હતું.પોતે એજ અવઢવમાં હજુ લગી જીવતો આવ્યો કે તે પોતે અણસમજું છે કે,તેની સમીપ રહેલા લોકો ?.
ટાઇટન પરિવારના વંશજો આજે ટાઈફીસ થઈ ગયા હતા.પોતે તે પણ ભૂલી ગયો કે તે ગ્રીક નહીં પણ, આર્ય સંસ્કૃતિનો પિંડ છે.આટલી નાની ઉંમરમાં આ આધુનિકતાની પછેડી ઓઢીને કૂપમૂંડકની જેમ ફરતા કહેવાતા સમાજે,તેને નિચોવી-નીચોવીને રડાવ્યો હતો.ક્યારેક તો તે પોતાનેજ ભાંડતો કે બધા જુઠ્ઠા ને તુંજ સત્યવાદી,તારામાંજ કંઇક ખામીઓ ભરેલી છે.તેનું તું હોમરના ગ્રીક માનસ દેવો પર ઢોળતા તેવું દોષારોપણ કરે છે.?....
માથે હાથ દઇને નમેલી મૂંડીએ ઢગલો દરિયો ભરતો અને ખારાશતાના લીસોટા લીસા ગાલ પર વિમાને આભમાં પાડેલા શેરડાની જેમ ઉઘરી આવતા.પણ કોને કહે ,"આ હૈયાની વલોપાત,મનની માયુશતા,આંખોની રુદનતા ને સમજણની પરાકાષ્ઠા.!..તેતો વિચારતો કે હજુએ હું બાલિશજ છું.અરે પોતાના મા-બાપને પણ તે પોતાની વાત નથી કરી શકતો કે નથી સમજાવી શકતો.પોતાના જીવનમાં બે-બે વાર આવી પડેલી ભાર્યા વિનાની સૂના સંસારની ખાલી પડેલી ખાલીપાવાળી જિંદગીથી માને હંમેશા પોતાની ચિંતામાં ગળાડૂબ ડૂબેલી જોઈને,પરાણે હસતી અને મોટું મન રાખીને ફરતી જોઈને તથા સતત માંને ભાંડતા ને પોતાની આ દશા માટે માનેજ જવાબદાર ઠેરવતા,ઉગ્ર અવાજે બોલતા ને ક્યારેક નમ્ર બનીને સમાજની બીકમાં કે સમાજમાં શું વાત કરવી તેના વિચારોમાં રડી પડતા પિતાને જોઈને તેને પણ થતું કે ના હુંજ ગુનેગાર છું ! લાવ બધું સ્વીકારી લઈને બધા કડવા ઘૂંટડા પી જાઊં.પણ, અહંમ નહિં પણ,તેનું સ્વાભિમાન તેને રોકતું હતું.પોતે ખોટો નથીને લોકો વણ જોઈતા આરોપો ઢોળી દે છે.ન કરેલા દોષોનો ટોપલો, નગણ્ય વાંકો અને કોઈકના ભલા,પરોપકાર તથા સંબંધોને સાચવવા માટે કરેલા કાર્યો અને કર્મોને ખોટા ઠેરવીને બલીનો બકરો તેને બનાવવા માંગતા હતા.તે અવકાશ સારી પેઠે સમજી ગયો હતો.એટલેજ તે, ખોટા આડ સ્વીકારવા તૈયાર નહોતો.
શું કરવું,શું ના કરવુંની મૂંઝવણમાં તે પણ સતત ચિંતામાં ચિતા માફક ભડભડ બળતો હતો.પરિવાર અને અન્ય લોકો તેને શરીરમાં તગડો થવાનું કહેતાતા.પણ, તેજ લોકો તેને પોતાની સ્વતંત્રતા છીનવીને પાણીમાં ઓગળી જતા ગોળની માફક ઓગાળી દેતા હતા.એકેય મીસાસા,ઉપનિષદો,વેદો, કુરાન,બાઇબલ કે અન્ય ધર્મગ્રંથો,મહાકાવ્યો કે સુભાષિતો,સુવિચારો કે મહાન સંતો,મહંતોના લેખો, વ્યક્તવ્યો કે પ્રવચનો... આમને અવકાશની મનોદશા સમજાવી શકે તેમ નહોતા.
બસ કિંકર્તવ્યમૂઢની સ્થિતિમાં તેતો શું કરવું?,શું ના કરવું ? કેવી રીતે લોકોને સચ્ચાઈ બતાવવી,પરિવારને હોંશલો આપવો,અન્ય સ્નેહીજનોને શું વાત કરવી તેના વિચારોમાંજ ડૂબેલો રહેતો હતો.
આવીજ ગડમથલમાં એકવાર ઘરના રોડ પર પડતા દરવાજે ઉભો હોતો.રાતના દસેક ઉપર થયા હશે.સઘળી આ લીલાઓને છેવટે તે પોતાનેજ જિમ્મેદાર માનવા લાગ્યો.પરિવારના સભ્યો,માં-બાપ,મિત્રો સ્નેહીજનો,વિરોધીઓ બધાનો એકજ સૂર તેના કાનના પડદા વીંધીને હૃદય સોંસરવો ચુંભતો હતો"તારોજ વાંક છે,તુજ જવાબદાર છે.ધરઘડીએ, ધરઘડીએ તારે વાંધો પડે છે.બધા ખોટા ને તુંજ સાચો..........
દશરથના શબ્દવેધી બાણથી પણ વધુ અણીયાળા આ વાકબાણના પડઘા તેને"ના જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું"તરફ ખેંચી જતા હતા.
કાલ સવારે ફરી મા-બાપને લાચાર બનવું પડે અને પોતે સત્ય હોવા છતાં ખોટો સાબિત થવું પડે.... 'આખરે તે એકલો હતો.અમાપ દરિયા વચ્ચે. હવે......કોણ રહેશે તેની પડખે...આ સમાજની કાળી પછેડી ઓઢીને ફરતા તેનાં પોતાના પણ તેને દોષ દેશ...એના કરતાં તો "પોતે..........
........ધડામ દઈને ખટારા નીચેથી કટક...કટક...અવાજ એક પલ આવીને આ......ની નાની બુંદ સરીખી મરણોતલ ચિચિયાળી આસપાસ સૂતા સૌને કાન વીંધીને એકદમ જગાડી દેતી અંધકારમાં દબાઇ ગઇ......
આખી રાતના વિચારોમાં અટવાયેલું અવકાશનું ફૂરચે-ફૂરચા બોલતું શરીર"ના જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું".......કહેવતને વર્ણવતું ઠંડુ-નિશ્વે તન પડયું હતું......

આશુમન સાંઈ યોગી રાવળદેવ
whatsapp 8469910389

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED